બોલીવુડના પ્રખ્યાત અભિનેતા રણદીપ હુડાના ચાહકો માટે ખરાબ સમાચાર છે અને આ સમાચાર સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. સમાચાર અનુસાર રણદીપ હુડા ઘાયલ થયો છે અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અંદર કી બાત બતાયેં તો રણદીપ હાલમાં મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. રણદીપ ઘોડેસવારી કરી રહ્યો હતો એ વખતે તેને ઈજા પહોંચે છે. ઘોડા પરથી નીચે પડી જવાને કારણે રણદીપ બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો.
View this post on Instagram
ડૉક્ટરે રણદીપને સંપૂર્ણ બેડ રેસ્ટ કરવાનું કહ્યું છે અને એ પરથી એવું લાગી રહ્યું છે કે હવે રણવીરે લાંબા સમય સુધી આરામ કરવો પડશે. જોકે આ પહેલી વખત નથી રણદીપને આવો એક્સિડન્ટ નડ્યો હોય. આ પહેલાં પણ સલમાન સાથે રાધે ફિલ્મના શૂટિંગ દરમિયાન તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી. ઈજા એટલી ગંભીર હતી કે તેને ઘૂંટણની સર્જરી કરાવવી પડી હતી.
રણદીપે તેના ફેન્સ માટે એક ખાસ પોસ્ટ પણ શેર કરી છે તો સામે પક્ષે ફેન્સે પણ તેને સાવચેત રહેવાની સલાહ આપી છે. રણદીપના પગમાં ગંભીર ઈજા થઈ છે. તેને ફરીથી સર્જરી કરાવવી પડે તેવી શક્યતા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણદીપ હાલમાં જ હુડાની કેટ નામની વેબ સિરીઝમાં જોવા મળ્યો હતો. દર્શકોએ તેમાં તેની ભૂમિકાની પ્રશંસા કરી હતી. આ સિવાય તે નજીકના ભવિષ્યમાં સાઈ કબીરની ફિલ્મ મર્દમાં પણ જોવા મળશે. આ ફિલ્મ 6 મેના રિલીઝ થવાની છે.