દ્વારકા ક્રૃષ્ણની ભૂમિ છે અને અહીં હોળીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. લોકો મોટી સંખ્યામાં દ્વારકા જતા હોવાથી પશ્ચિમ રેલવેએ ખાસ ટ્રેન સાબરમતીથી ઓખા વચ્ચે દોડાવવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરો ની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી (જેલબાજુથી)અને ઓખા વચ્ચે વિશેષ ભાડા પર ચાર ટ્રીપ હોળી તહેવાર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેનનંબર 09453 સાબરમતી-ઓખા સુપરફાસ્ટ સ્પેશ્યલ 06 અને 8 માર્ચ 2023 (સોમવારઅનેબુધવાર) નારોજ રાત્રે 23.35 કલાકે સાબરમતીથી ઉપડશે અને બીજા દિવસે સવારે 08.25 કલાકે ઓખા પહોંચશે.તેવી જ રીતે, ટ્રેનનંબર 09454 ઓખા – સાબરમતી સુપર ફાસ્ટ સ્પેશ્યલ 07 અને 09 માર્ચ 2023 (મંગળવારઅનેગુરુવાર) ના રોજ રાત્રે 23:45 કલાકે ઓખાથી ઉપડશે અને બીજા દિવસે સવારે 08:35 કલાકે સાબરમતી પહોંચશે.
આ ટ્રેન બંને દિશાઓમાં ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટે શને ઉભી રહેશે.આ ટ્રેનમાં થર્ડએસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.
ટ્રેનનંબર 09453 અને 09454નુંબુકિંગ05 માર્ચ 2023થી પીઆરએસકાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે.
દરમિયાન દ્વારકા ખાતે જગતમંદિરમાં ફુલડોલ ઉત્સવની ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પદયાત્રીઓનો મોટો સમુદાય રાજ્યના અલગ-અલગ પ્રાંતમાંથી દ્વારકા તરફ પ્રયાણ કરી રહયો છે. પદયાત્રીઓની શ્રદ્ધાને કારણે તેમના ચહેરા પર જરાપણ થાક દેખાતો નથી. કાળિયા ઠાકોરમાં પૂર્ણ આસ્થા સાથે દ્વારકા આવતા દરેક પદયાત્રીઓની શ્રદ્ધા તથા તેમની ભક્તિ બિરદાવા લાયક છે.
જામનગર બાયપાસથી છેક દ્વારકા રોડ પર ઠેર-ઠેર કેમ્પનું આયોજન થયું છે. પદયાત્રી માટે સેવા કેમ્પ કાર્યરત હોય છે. તેમને જરૂરીયાત મુજબ વસ્તુઓ મળી શકે અને ચા, પાણી, નાસ્તો, ભોજન સહિતની વ્યવસ્થા ઉપરાંત આરામ કરી શકે તેવી તમામ સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.