Homeદેશ વિદેશનોટબંધીનો ઈતિહાસ આજનો નહીં, સૌથી પહેલા આ વર્ષમાં થયું હતું ડિમોનિટાઇઝેશન

નોટબંધીનો ઈતિહાસ આજનો નહીં, સૌથી પહેલા આ વર્ષમાં થયું હતું ડિમોનિટાઇઝેશન

જી હા, ગઈકાલે રૂપિયા 2000ની નોટ ચલણમાંથી બહાર કરવાની જાહેરાત મોદી સરકાર દ્વારા કરવામાં આવી. આ પહેલા નવેમ્બર 8, 2016ના સરકારે 1000 અને 500 રૂપિયાની નોટ ચલણમાંથી રદ કરી હતી. પણ આ નોટબંધીનો ઈતિહાસ ખૂબ પુરાણો છે અને એના મૂળિયા આઝાદી પહેલાના છે. 1946માં પ્રથમ વખત મોટી નોટબંધી કરવામાં આવી હતી. એ વખતે 26મી જાન્યુઆરી 1946ના રોજ 500, 1000 અને 10,000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ હતી.

આરબીઆઇએ ગઈકાલે 2000 રૂપિયાની નોટ બાબતે મોટો નિર્ણય લેતા દેશભરમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવામાં આવશે, એવી જાહેરાત કરી હતી. RBI એ પણ સ્પષ્ટ કર્યું છે કે 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. RBIએ કહ્યું છે કે હવે 2,000 રૂપિયાની નોટ છાપવામાં આવશે નહીં. પરંતુ તમારી પાસે હોય, તો તમારે બેંકમાં જઈને તેને બદલાવવું પડશે. 2000 રૂપિયાની આ નોટ નવેમ્બર 2016માં રજૂ કરવામાં આવી હતી. રિઝર્વ બેંક અનુસાર, 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બેંકમાં જઈને બદલી શકાશે. એક સમયે નોટ બદલવાની મર્યાદા 20,000 રૂપિયા છે.

નવેમ્બર 2016માં નોટબંધી બાદ 2000ની નોટ જાહેર કરવામાં આવી હતી. પરંતુ ત્રણ વર્ષથી 2000ની નોટ છાપવામાં આવી ન હતી. સાધનો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નકલી નોટોને રોકવા માટે 2000ની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્લેક મનીના બજારને ટાર્ગેટ કરવા માટે ઓપરેશન ક્લીન પોલિસી હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

RBIની આ જાહેરાત બાદ તેની સરખામણી નવેમ્બર 2016ના નોટબંધી સાથે પણ કરવામાં આવી રહી છે. જોકે, આરબીઆઈનું કહેવું છે કે 2013-14માં પણ આવું જ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આરબીઆઈએ 2005 પહેલા છપાયેલી નોટોને ચલણમાંથી બહાર કરી દીધી હતી. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે મોટી નોટ આ રીતે બંધ કરવામાં આવી હોય. આ પહેલા પણ ભૂતકાળમાં અનેક વખત મોટી નોટો બંધ કરવામાં આવી છે.
1946માં પ્રથમ વખત મોટી નોટો બંધ કરવામાં આવી 1946માં પ્રથમ વખત મોટી નોટો બંધ કરવામાં આવી હતી. 12મી જાન્યુઆરી, 1946ના રોજ, બ્રિટિશ ભારતના તત્કાલીન ગવર્નર જનરલ, સર આર્ચીબાલ્ડે મોટી નોટોને ડિમોનેટાઈઝ કરવા માટે એક વટહુકમ પસાર કર્યો હતો. 13 દિવસ પછી 26મી જાન્યુઆરી 1946ના રોજ 500, 1000 અને 10000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. આઝાદી પહેલા 100 રૂપિયાથી વધુની તમામ નોટો પર પ્રતિબંધ હતો. એ સમયે પણ કાળાં નાણાંને ખતમ કરવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

એવું કહેવાઈ રહ્યું છે કે ભારતીય ઉદ્યોગપતિઓએ મોટી સંપત્તિ એકઠી કરી છે અને તેને આવકવેરાથી છુપાવી છે. 1978માં જનતા પાર્ટીની સરકાર હતી અને મોરારજી દેસાઈ વડા પ્રધાન હતા. જનતા પાર્ટીની સરકાર બનીને એક વર્ષ જ થયું હતું. અહેવાલો અનુસાર, 14 જાન્યુઆરી, 1978ના રોજ આરબીઆઈને કહેવામાં આવ્યું હતું કે સરકારે મોટી નોટોને રોકવાનું નિણર્ય લીધો છે. ત્યાર બાદ આરબીઆઈએ નોટ પાછી ખેંચવા માટે એક વટહુકમ બહાર પાડ્યો હતો જેને તત્કાલિન રાષ્ટ્રપતિ નીલમ સંજીવા રેડ્ડીએ પણ મંજૂરી આપી હતી.

આ સાથે જ 16 જાન્યુઆરી 1978ના રોજ 1000, 5000 અને 10000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી. 16મી જાન્યુઆરીની વહેલી સવારે ઓલ ઈન્ડિયા રેડિયો પર આની જાહેરાત કરવામાં આવી હતી. જનતા પાર્ટીની સરકારે આ નિર્ણય અગાઉની સરકારના કેટલાક કથિત ભ્રષ્ટ લોકોને નિશાન બનાવવા માટે લીધો હતો.
ત્યાર બાદ 8મી નવેમ્બર, 2016ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી અને એ સમયે 500 અને 1000 રૂપિયાની જૂની નોટો ચલણમાંથી બહાર કાઢવામાં આવી હતી અને તેના બદલામાં 500ની નવી નોટો બહાર પાડવામાં આવી હતી. આ ઉપરાંત એક હજારની નોટ બંધ કરીને તેની જગ્યાએ 2000 રૂપિયાની નોટ છાપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -