મુંબઈ: અનિલ અંબાણીની ડૂબી ગયેલી કંપની માટે બિડિંગનો તાજેતરમાં બીજો રાઉન્ડ કરવામાં આવ્યો છે. કેટલાક બિડર્સ તેને ખરીદવાની રેસમાં સામેલ હતા, પરંતુ એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે હિન્દુજા ગ્રૂપે રિલાયન્સ કેપિટલ માટે એક માત્ર બિડ સબમિટ કરી છે. આ ગ્રૂપે રૂ. ૯,૬૫૦ કરોડની ઓફર કરી છે.
હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ રિલાયન્સ કેપિટલે તેને ખરીદવા માટે ૯,૬૫૦ કરોડની અપફ્રન્ટ કેશ ઓફર કરી છે. તે જ સમયે આ લિલામીમાં વધુ બે કંપની સામેલ હતી, જેણે બિડ પણ સબમિટ કરી નથી. હિન્દુજા ઉપરાંત ટોરેન્ટ ઈન્વેસ્ટમેન્ટ્સ અને ઓકટ્રી કેપિટલ પણ આ રેસમાં સામેલ હતા. આ બંનેએ બિડ સબમિટ કરી ન હતી, જોકે તેઓએ અગાઉ સંકેત આપ્યો હતો કે તેઓ પ્રક્રિયામાં ભાગ લેશે.
એક અહેવાલ અનુસાર ટોરેન્ટ ભાગ લીધો હતો, પણ નિલામી વખતે બોલી લગાવી નહોતી. જોકે ધિરાણકર્તાઓએ હરાજીમાં ભાગ લેવા માટે રૂ. ૯,૫૦૦ કરોડની મર્યાદા નક્કી કરી હતી, જેમાં ઓછામાં ઓછા રૂ. ૮,૦૦૦ કરોડની રોકડ અપફ્રન્ટનો સમાવેશ થાય છે. હિન્દુજા એકમાત્ર બિડર હિન્દુજા ગ્રૂપે પ્રથમ રાઉન્ડ દરમિયાન રૂ. ૯,૫૧૦ કરોડની ઓફર કરી હતી અને બીજા રાઉન્ડમાં તેને રૂ. ૯૬૫૦ કરોડ પર લઈ ગઈ હતી, ત્યારપછી કોઈએ કાઉન્ટર બિડ સબમિટ કરી ન હતી, જેના કારણે તે સૌથી વધુ બોલી લગાવનાર એક માત્ર બિડર બની હતી.
હિન્દુજાની બિડ ડિસેમ્બરમાં પ્રથમ રાઉન્ડની નિલામીમાં ટોરેન્ટ દ્વારા ઓફર કરવામાં આવી હતી તેના કરતાં લગભગ રૂ. ૧૦૦૦ કરોડ વધુ છે. અનિલ અંબાણીએ સ્થાપેલી ફાઇનાન્શિયલ સર્વિસ કંપની પાસે આશરે રૂ. ૪૦૦ કરોડની રોકડ રકમ છે. આમ, ધિરાણકર્તાઓની વસૂલાત રૂ. ૧૦,૦૦૦ કરોડથી વધુ હશે. જો કે વસૂલાત હજુ પણ લિક્વિડેશન મૂલ્ય કરતાં ઓછી છે.