હિન્દુ મરણ
કોળી પટેલ
સ્વ. વિજયા રાવજી પટેલ, ગામ ખરસાડ, (ઉં.વ.૮૩) તા. ૭-૪-૨૩ના દેવલોક પામ્યા છે. તે અંબાબેન, દાહીબેનના મોટાબેન. તેમની પુષ્પાણી તા. ૧૮-૪-૨૩ના મંગળવારે સાંજે ૪થી ૫ વાગે. નિવાસ સ્થાન: એ-૯, મિથિલા સોસા, અંબોલી વિલેજ, હેલન ગાર્ડનની પાછળ, અંધેરી (પશ્ર્ચિમ), મુંબઇ-૪૦૦૦૫૮.
દશા સોરઠીયા વણિક
બાબરા નિવાસી હાલ બોરીવલી ગં. સ્વ. લીલાબેન (નીકુબેન) (ઉં. વ. ૮૨) તે સ્વ. વિનોદરાય હરીદાસ મલકાણના ધર્મપત્ની. ચિ. હિરેન, સમીર, ધીરેન, ડિમ્પલના માતુશ્રી. સોનલ, હર્ષા, મનીષા, સંજયકુમાર શેઠના સાસુ. સાહિલ, મોહીલ, આર્યના દાદી. તે સ્વ. ત્રિભુવનદાસ પોપટલાલ ધોળકીયા (ઉંટવડવાળા)ના દીકરી. ગં. સ્વ. લલીતાબેન લલીતભાઇ શેઠના બહેન. સ્વ. બટુકભાઇ, શશિભાઇ, ચંદ્રિકાબેન, દીનાબેન, જયોત્સનાબેનના ભાભી તા. ૧૪-૪-૨૩ના શુક્રવારના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૭-૪-૨૩ના સોમવાર, ૪થી ૬. ઠે. પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી (પશ્ર્ચિમ).
કચ્છી ભાટિયા
મીનાક્ષીબેન માનસિંગ આશર (દેવાગંગાધરવાળા) (ઉં.વ.૯૩) તે મોરારજી ભાણજી સંપટના દિકરી. તે ભાઇ સુધીરભાઇ, અ.સૌ. નંદિની નલીન નેગાંધી, સ્વ. અજીત તથા મયુરીબેન હરેન્દ્ર કાપડિયાના માતુશ્રી. તે અ. સૌ. હિના અને રોહિણી બેનના સાસુ. તે હિમાંશુ, પ્રિતી, મિલિંદ, તપન, કૃપાના નાની-દાદી. જીયાના પરનાની. તે ૧૨-૪-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રીમાળી સોની
ડીસા નિવાસી હાલ કાંદિવલી અ. સૌ. પ્રફુલા મુકેશ સોની (ઉં.વ.૬૪)તે રાજનના મમ્મી તથા અ.સૌ. મોનાના સાસુ. તે સ્વ. દેવાલીબેન ગીરધરલાલ વેડિયાના પુત્રી. ગં. સ્વ. પ્રિતીબેન કિરીટભાઇના દેરાણી. તે રસિલાબેન, કનકબેન, જગદીશભાઇ તથા સ્વ. ગીતાબેનના બહેન. તા. ૧૪-૪-૨૩ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૭-૪-૨૩ના ૪થી ૬. ઠે. વર્ધમાન સ્થાનકવાસી હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ,બોરીવલી (વેસ્ટ).
કચ્છી લોહાણા
કાંતિલાલભાઇ (ઉં. વ. ૭૬) તે સ્વ. ગંગાબાઇ રતનશી દામજી કોઠારી કચ્છ ગામ રાયધણપર હાલે નાગપુરના સુપુત્ર તા. ૧૨-૪-૨૩ના બુધવારના નાગપુર મધ્યે રામશરણ પામેલ છે. તે સ્વ. લક્ષ્મીકાંતભાઇ, ચેતનભાઇ, અ. સૌ. ભારતીબેન દીલીપ, અ. સૌ. દક્ષાબેન મહેન્દ્રભાઇ, અ. સૌ.પારૂલબેન (મધુબેન) શિવદાસના ભાઇ. તે દમયંતીબેન લક્ષ્મીકાંતના દિયર તથા અ. સૌ. મીનાબેન ચેતન કોઠારીના જેઠજી. તે પલકના દાદાજી. પ્રાર્થનાસભા મુલુંડ મધ્યે તેમના મોટાભાઇ સ્વ. લક્ષ્મીકાંત રતનશી કોઠારી રવિવાર, તા. ૧૬-૪-૨૩ના ભાગીરથી હોલ ગોપુરમ ડો. રાજેન્દ્ર પ્રસાદ રોડ, ૫.૩૦થી ૭. મુલુન્ડ, લૌકિક વહેવાર સદંતર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. મહાલક્ષ્મીબેન શંભુરામ (મગનલાલ) માવજીભાઇ કેશરીયાના મોટા પુત્ર જમનાદાસ (ઉં. વ. ૬૩) તા. ૧૫-૪-૨૩ના રામશરણ પામેલ છે. તે સ્વ. ડાઇબેન પુરુષોત્તમ દયારામ સચદે ગામ ભાડરાવાલાના નાના જમાઇ. તે જયોત્સનાબેનનાં પતિ. તે ભક્તિ તેમ જ મોહનીસનાં પિતા. ચંદ્રકાંત કેશરીયા, જયોતિ હિતેશકુમાર સોમૈયા, ગીતા શાંતિલાલ ઠક્કરના મોટાભાઇ. તે મીરાબેનનાં જેઠ. પ્રાર્થનાસભા તા. ૧૬-૪-૨૩ના ૫-૩૦થી ૭. ઠે. બ્રહ્માંડેશ્ર્વર હોલ, જે. એન. રોડ, મેહુલ ટોકીઝની બાજુમાં, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટીયા
કચ્છ નિવાસી હાલ હાજીઅલી મુંબઇ અ. સૌ. હેમાબેન (લીલુબેન) મર્ચન્ટ (ઉં. વ. ૮૫) મંગળવાર તા. ૧૧-૪-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે હેમેન્દ્રભાઇ (હેમુભાઇ) મર્ચન્ટના પત્ની. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૭-૪-૨૩ના ૫થી ૭. ઠે. બાલવાત્સલ્ય લોજ, થિયોસોફિક્લ સોસાયટી હોલ, ફ્રેન્ચ બ્રીજ, ૨-એ, એ.આર. રાંગણેકર રોડ, ચર્નીરોડ, (ઇસ્ટ) ગામદેવી.
હાલાઇ લોહાણા
જેતપુર નિવાસી હાલ બોરીવલી ગં. સ્વ. બિંદુબેન બિપીનચંદ્ર કાબાણી (ઉં. વ. ૬૬) તે સ્વ. કુસુમબેન ત્રિભોવનદાસ કાબાણીનાં પુત્રવધુ. તે નિકેશ તથા રાધિકા અમેય માલપાઠકનાં માતુશ્રી. તે ભામતીનાં સાસુજી. તે ચી. આરવનાં નાનીમા. તે અંબાશંકર ભગવાનજીનાં પુત્રી. તે પુષ્પાબેન, સ્વ. ચંદ્રાબેન, મૃદુલાબેન તથા હરીશના બહેન. તે શનિવાર તા.૧૫-૪-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૭-૪-૨૩ના સોમવારના શ્રીહાલાઇ લોહાણા મહાજનવાડી, એસ.વી. રોડ, શંકરના મંદિરની બાજુમાં, કાંદીવલી (વેસ્ટ), ૪થી ૬. લૌકીક પ્રથા બંધ છે.
દેશી લોહાણા
ગામ હારિજ હાલ કાંદિવલી ભોગીલાલ ગણપત રામ ઠક્કર (ઉં. વ. ૮૫) તા. ૧૪-૪-૨૩ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે ભાનુબહેનના પતિ. સ્વ. નારણલાલ અને રસિકભાઇના ભાઇ. તે સરજૂ, નિહિર, કૈલાશ, પ્રિતી, નીપાના પિતા. તે રશ્મિ, સંગીતા, ધીરજલાલ, યશવંતલાલ, નિલેશકુમારના સસરા. કરણ, વિવેક, મૌલિક, જહાન્વીના દાદા. પૂજા, મહિમાના દાદા સસરા. પ્રાર્થનાસભા તા. ૧૭-૪-૨૩ના સોમવારે ૪થી ૬. ઠે. લોટસ બેન્કવેટ, રઘુલીલા મોલ, ચોથે માળે, પોઇસર ડેપોની પાછળ, કાંદિવલી (વેસ્ટ), બન્ને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે.
હાલાઇ ભાટિયા
ગં. સ્વ. ભાનુમતિ ભગવાનદાસ (લીલુબા) (ઉં.વ.૯૭) તે સ્વ. ભગવાનદાસ રામદાસના ધર્મપત્ની. તે સ્વ. રામદાસ રણછોડદાસ ઠાકરશીના પુત્રવધુ. તે સ્વ. મથરાદાસ વાલજી સુંદરજીના સુપુત્રી. કુલીનના માતુશ્રી. સૌ. નેહાના સાસુ. સ્વ. રવિંદ્ર ગોકુલદાસ, કીર્તિ ગોકુલદાસ,
હાલાઇ લોહાણા
શ્રી લીલાધર ડાહ્યાભાઈ મજીઠીયાના સુપુત્ર રસિકભાઈ (ઉં.વ. ૮૧), મૂળ ગામ યવતમાલ હાલ માહીમ ખાતે તા. ૧૩-૪-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ભાનુમતીના પતિ. તે અમીશ અને હેમાલીના પિતા. તે અલીભાઈના સસરા. અમન અને સમીરના નાના. કરસનદાસ તેજુરાના જમાઈ. પ્રાર્થના સભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નાઘેર દશા શ્રીમાળી વણિક
ટીંબી નિવાસી, હાલ ડોમ્બીવલી અ.નિ. મોહનલાલ રતનજી મહેતાના સુપુત્ર ચંદ્રકાન્ત (ઉં.વ. ૭૫), તે અરૂણાબેનના પતિ. અમિત, ગોપાલ, વૈશાલી સ્નેહલ શેઠ તથા મયુરી મિતેષ સગાલીયાના પિતાશ્રી. જ્યોતિબેન, કોષાબેનના સસરા. ગાંગડા નિવાસી સ્વ. પ્રાણજીવનદાસ રામજી પરમારના જમાઈ. અ.નિ. જીવરાજભાઈ, મનસુખભાઈ, અ.નિ. સુરેશભાઈ, સ્વ. નિર્મલાબેનના નાનાભાઈ. પ્રાર્થનાસભા તા. ૧૬-૪-૨૩ને રવિવારે સ્થળ: બાપ્સ સ્વામિનારાયણ મંદિર, સરિતા પાર્ક, ૯૦ ફુટ રોડ, ઘાટકોપર-ઈસ્ટ, ૪.૦૦ થી ૬.૦૦.
દશા સોરઠીયા વણિક
રાણા કંડોરણા નિવાસી હાલ કાંદિવલી સ્વ. જયાબેન જયસુખલાલ ગુલાબચંદ શ્રીમંકારના પુત્ર દિલીપ (ઉં. વ. ૫૯) તે મહિમાના તથા જીમિતના પિતા. કુસુમ કમલેશ જનાણી, રૂપા મુકેશ શાહ, જાગૃતિ ભાવિન શાહ, કવિતા સંદીપ કાણકિયાના ભાઇ ૧૩/૪/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
ફોર્ટ સોનગઢ નિવાસી હાલ સુરત અ.સૌ. નીતા કમલેશ ભુપતરાય દ્વારકાદાસ મહેતા (ઉં. વ. ૬૦) તે ૧૦/૪/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે કિર્તીદા મહેન્દ્ર મહેતાના દેરાણી, શૈલા પ્રદીપ મહેતાના ભાભી. હૈદરાબાદ નિવાસી સ્વ. પ્રફુલભાઇ, સ્વ. હર્ષદભાઈ ચુનીલાલ મહેતા, પલ્લવી અરવિંદ મહેતાના બેન. કૃતિક-મેઘા, પાર્થના માતુશ્રી. બંકિમ, દિશા, પ્રતીક – હિનલના કાકી, પૃથ્વીના બા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદિચ્ય સહસ્ત્ર બ્રામ્હણ
ગજેન્દ્ર ગિરજાશંકર ભટ્ટ (ઉં. વ. ૮૪) તે કુસુમબેનના પતિ. પરિમલ, આરતી અને કવિતાના પિતા. જાનવી, ભાવેશ ભટ્ટ અને કલ્પેશ આશરના સસરા. નિયતી, પ્રેશાના દાદા. મહેક, યેશા, પ્રથમ, પરમના નાના શુક્રવાર ૧૪-૦૪-૨૦૨૩ના કૈલાશવાસી થયા છે. પ્રાર્થનાસભા ૧૬/૪/૨૩ ના ૫ થી ૭ સોની વાડી, શીમ્પોલી સિગ્નલ પાસે, શીમ્પોલી રોડ બોરીવલી વેસ્ટ.
કચ્છી ભાટિયા
ભાઈ સુરેન્દ્ર (જનક) (ઉં. વ. ૮૨) તે સ્વ. મીનાક્ષી (મીના)ના પતિ સ્વ. નંદુબેન સુંદરદાસ (ઓખોભા) સંપટના પુત્ર. તે નિલેશના પિતાશ્રી. અ સૌ. છાયાના સસરા. સ્વ ચત્રભુજ ગાંધી (પરલી વૈજનાથ વારા)ના જમાઈ. ગં. સ્વ. ઇન્દુબેન, સ્વ કિશોર, ભાઈ ભુપેન્દ્ર, મહેશના ભાઈ, તા. ૧૪/૪/૨૩ ને શુક્રવારે મુંબઈ મધ્યે શ્રીજીચરણ પામેલ છે, લૌકિક વ્યવહાર બંધ છે.