હિન્દુ મરણ
લોહાણા
સ્વ. ભગવાનદાસ મીઠાલાલ વણઝારાના સુપુત્ર સ્વ. સુરેશચંદ્ર ભગવાનદાસ વણઝારા (ઉં. વ. ૭૮) મુળગામ હિવરખેડ (આકોલા) હાલ ભિવંડી તે લીલાબેનના પતિ. વિપુલ, ધીરેન, ભાવેશના પિતા. તે સ્વ. ધારજી લાલજી અજાબીયા (આકોટ)ના જમાઇ. હંસાબેન ત્રિભોવનદાસ નથવાણી, પ્રફુલાબેન ભરતભાઇ પંચમતીયા, નલીનીબેન ભગવાનદાસ વણઝારા, વર્ષાબેન પ્રદીપભાઇ પજવાણી, મિનાબેન નલીનભાઇ ઠકરારનાં ભાઇ. તા.૨૪-૧૦-૨૨ના સોમવારના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૭-૧૦-૨૨ના સાંજે ૪થી ૫. ઠે. સી૧/૬૦૪ આદેશ્ર્વર ટાવર, નારપોલી અંજુરફાટા રોડ, ઓપ. કાશીનાથ પાટીલ હોસ્પિટલ (ભિવંડી).
ઝાલાવાડી સઇ સુથાર
દિગસર હાલ ભાઇંદર સ્વ. અનસુયાબેન ધીરજલાલ રાઠોડના સુપુત્ર ભરત ધીરજલાલ રાઠોડ તથા મીનાક્ષીબેન રાઠોડના પતિ (ઉં.વ.૫૮) તા. ૨૪-૧૦-૨૨ સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. તે રોહિત, બ્રિજેશના પિતા. જીતેન્દ્રભાઇ, જયંતભાઇ, સ્વ.અમનભાઇ, અશોકભાઇ, સ્વ. પરેશભાઇ, ભાવેશભાઇ, અજયભાઇના ભાઇ. કૌશલ્યાબેન કાન્તિભાઇના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૭-૧૦-૨૨ના બપોરે ૪થી ૬. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. એ/૧૦૩, કિરણ એપાર્ટમેન્ટ, પટેલનગર, વેલનેસ પાછળ, સ્ટેશન રોડ, ભાઇંદર (વેસ્ટ).
ઘોઘારી લોહાણા
ઉમરાળા હાલ ગોરેગામ કનુભાઇ નંદલાલ અઢિઆ (ઉં. વ. ૮૩) તે કલ્પનાબેનના પતિ. તે આસિતભાઇ તથા અ. સૌ. નીનાબેનના પિતા. તે અ. સૌ. દિપા તથા કુમારના સસરાજી. તે સ્વ. ઉષાબેન ગોવિંદભાઇ ઠક્કર તથા માલતીબેન અમૃતલાલ મહેતાના ભાઇ. તે સ્વ. પૂજા અને આકાશના દાદાજી. તા. ૨૪-૧૦-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. અગ્નિ સંસ્કાર તા. ૨૬-૧૦-૨૨ બુધવારના સવારે ૧૦.૦૦ વાગે રાખેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કાઠીયાવાડી મેવાડા સુથાર
મોવિયા હાલ મુંબઇ લીલાબેન દુર્લભજી માલવિયા (ઉં.વ.૮૯) સોમવાર, તા. ૨૪-૧૦-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૭-૧૦-૨૨ના સાંજે ૪થી ૬. ઠે. અમૃત તારા હોલ, નવા સમાજ મંડળ સ્કૂલ, દીક્ષીત રોડ, વિલેપાર્લા (ઇસ્ટ).
ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
બલદાણા હાલ ઘાટકોપર સ્વ. જગદીશચંદ્ર લક્ષ્મીશંકર રાવલના સુપુત્ર રાજેન્દ્રભાઈ રાવલ (ઉં.વ. ૬૨) તે સ્વ. વલ્લભદાસ કલ્યાણજી જોષીના જમાઈ. વંદનાબેનના પતિ. ડોલર, પૂજા, યશ, પાયલના પિતા. સુશીલકુમાર, વૈભવભાઈના સસરા. તા. ૨૨-૧૦-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૭-૧૦-૨૨ના ગુરૂવાર સાંજે ૫ થી ૭ સ્થળ: શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ વાડી, ૧લે માળે, જોષી લેન, રામજી આશર સ્કુલ સામે, ઘાટકોપર (પૂર્વ), મુંબઈ. બંને પક્ષની પ્રાર્થના સભા સાથે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર-સુથાર
ગામ ભાણવડનાં હાલ બોરીવલી નવીનચંદ્ર સુંદરજીભાઈ સિદ્ધપુરા (ઉં.વ. ૮૧) તા. ૨૨-૧૦-૨૨ ને શનિવારનાં શ્રીરામ શરણ પામેલ છે. તે શારદાબેનનાં પતિ. સ્વ. બાલુભાઈ શામજીભાઈ પરમારમાં જમાઈ. કમલેશભાઈ, અશ્ર્વિનભાઈ, માધુરીબેન દિપેશભાઈ મારુ ને દીપાબેન રાજીવભાઈ મહેતાનાં પિતાશ્રી. તે સ્વ. ધ્રુવકુમાર, કિરીટભાઈ, પ્રકાશભાઈ, નીતિનભાઈ તથા ભરતભાઈના ભાઈ. તે ગીતાબેન તથા જીતાબેનનાં સસરા. પ્રાર્થનાસભા તા. ૨૭-૧૦-૨૨ ને ગુરુવારે સાંજે ૫ થી ૭. સ્થળ: લુહાર-સુથાર જ્ઞાતિ વેલફેર સેન્ટર, દત્તપાડા રોડ, કાર્ટર રોડ નં ૩, અંબાજી મંદિર પાસે, બોરીવલી (પૂર્વ).
ઘોઘારી દશાશ્રીમાળી વણિક
મહુવા હાલ ઘાટકોપર સ્વ. રમાબેન પાનાચંદ મહેતા (ખોખાણી)ના પુત્ર જીતેન્દ્રભાઈ (ઉં.વ. ૭૦) તે વાસંતીબેનના પતિ. સ્વ. નટુભાઈ, સ્વ. પ્રકાશભાઈ, સ્વ. જયસુખભાઈ, જયેશભાઈ, દિનેશભાઈ, ભારતીબેન નરેશભાઈ બિલખીયાના ભાઈ. સ્વ. વિજયાબેન પ્રાણલાલ દોશીના જમાઈ. તે ગીરીષભાઈ, કમલેશ તથા અ.સૌ. નીતા બીપીન મહેતાના બનેવી. તે હિરેન, મિતુલ, નીરવ, રૂષભના કાકા તા. ૨૦.૧૦.૨૨ના ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૭.૧૦.૨૨ ગુરૂવારે સાંજે ૪.૩૦ થી ૬ વાગે પરમ કેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ) ખાતે રાખેલ છે. ચક્ષુદાન કરેલ છે.
લુહાર સુથાર જ્ઞાતિ
જેતપુરવાળા હાલ દહિસર સ્વ. અનિલભાઇ પરષોત્તમભાઇ પીઠવાના ધર્મપત્ની ગં.સ્વ. ગૌરીબેન પીઠવા (ઉં.વ. ૫૫), તા. ૨૧-૧૦-૨૨ શુક્રવારના શ્રીરામચરણ પામ્યા છે. તે નેમિશ, હેમલના માતુશ્રી. સ્વ. મણિલાલભાઇ, સ્વ. મગનભાઈ, સ્વ. દયાલજીભાઇ, સ્વ. ધીરુભાઈ, શાંતિભાઈ, અશોકભાઇ, કિશોરભાઇ, ગં.સ્વ. નિમુબેન પુરષોતમભાઇ સિધ્ધપુરાના ભાભી. ડોલીના સાસુ. તે દેલવાડાવાળા સ્વ. કાંતાબેન તથા મગનભાઈ જીવરાજભાઇ કવાના દીકરી. પ્રાર્થનાસભા તા. ૨૭-૧૦-૨૨ ગુરુવારના સાંજે ૫ થી ૭, શ્રી લુહાર સુતાર હિતેચ્છક મંડળ, દત્ત પાડા રોડ, અંબાજી મંદિરની બાજુમાં, વિશ્ર્વકર્મા ચોક, બોરીવલી ઈસ્ટ.
હાલાઇ લોહાણા
ગં. સ્વ. મુકતાબેન સુંદરજી રૂપારેલિયા (ઉં. વ. ૮૦) તે સ્વ. સુંદરજી વસનજી રૂપારેલિયાના પત્ની. મૂળ ગામ ધેડ માધવપુર હાલ કાંદિવલી તે સ્વ. સાકરબેન વલ્લભદાસ વિઠલાણીના દીકરી. તે હર્ષાબેન અરવિંદકુમાર કાનાણી, ઉમેશભાઇ, દક્ષાબેન દીપકકુમાર મશરૂ, ગીતાબેન કૌશિકકુમાર દક્ષિણીના માતા. નિલમબેનના સાસુ. તે સ્વ. દૂધીબેન, સ્વ. વિઠ્ઠલભાઇ, સ્વ. ગિરધરભાઇ, સ્વ. જાદવજીભાઇ, ગં. સ્વ. નાબીબેન, સ્વ. લીલાધરભાઇ, વનરાવનભાઇ, સ્વ. હરજીવનભાઇ, સ્વ.નંદુબેનના બહેન. તા. ૨૪-૧૦-૨૨ સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.