હિન્દુ મરણ
જાફરાબાદવાળા હાલ ઘાટકોપર સ્વ. કાન્તાબેન મનોરદાસ ગોરડિયાના પુત્ર નિતીનના ધર્મપત્ની. તે જલગાંવવાળા સ્વ. જ્યોત્સનાબેન ગમનલાલ મહેતાની પુત્રી અ. સૌ.નલિનીબેન (ઉં.વ. ૬૧) તા. ૬-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે મોનાલી હિમાંશુ મહેતા, નૈતિકના માતા. હિૃધાનના નાની. દિલીપભાઈ, ભારતીબેનના નાના ભાઈના ધર્મપત્ની. સર્વે લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
મહેન્દ્ર મગનલાલ ભટ્ટ (ઉં. વ. ૭૫) ગામ બામણા, હાલ કાંદિવલી ૫.૨.૨૩ના દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૯.૨.૨૩, ગુરુવારના ૫ થી ૭.૩૦. આંગન ક્લાસિક હોલ, જાંબલી ગલી સામે, એમ. કે. સ્કૂલ પાસે, બોરીવલી (વે.) સાસરા પક્ષની પ્રાર્થનાસભા સ્વ. મગનલાલ નંદરામ ઉપાધ્યાય બાખોર તરફથી સાથે રાખેલ છે. તેરમાની વિધિ તા. ૧૭.૨.૨૩, શુક્રવારે મુંબઈ મુકામે રાખેલ છે.
કંઠી ભાટિયા
વિજય વલ્લભદાસ ભાટિયા (ઉં.વ. ૮૭) તે મધુરીબેનના પતિ. સ્વ. લક્ષ્મીબેન વલ્લભદાસ ભાટિયાના પુત્ર. સ્વ. વસંતભાઈ, ગં. સ્વ. પ્રમીલાબેનના મોટા ભાઈ. વંદના, જીતા, સ્વ. નીપા, ઝરણાના પિતાશ્રી. મનીશ, સંજય, યોગેશ પારેખના સસરા. માણેકબાઈ માધવદાસ લધા (આશર)ના જમાઈ તા. ૬-૨-૨૩, સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૦-૨-૨૩ના ૫ થી ૬.૩૦ બાલકન-જી-બારી, રાજાવાડી, ઘાટકોપર પૂર્વ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દંઢાવ્ય ઔદિચ્ય બ્રાહ્મણ
ઘાટકોપર નિવાસી નીમીષ રજનીકાન્ત ત્રિવેદી (ઉં.વ. ૫૭) તા. ૫-૨-૨૩ના અક્ષરવાસી થયા છે. તે સ્મિતાબેનના પતિ. પ્રિયાના પિતા. સ્વ. ઈલાબેન રજનીકાન્ત ત્રિવેદીના પુત્ર. જલધિભાઈ ત્રિવેદીના ભાઈ. સરોજબેન ઉમાકાંત ત્રિવેદીના જમાઈની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૯-૨-૨૩ના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર ઈસ્ટમાં ૪ થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ભુજવાળા સ્વ. જયાબેન રણછોડદાસ કરશનજી તન્નાના નાની દીકરી કુમારી રજનીબેન (ઉં.વ. ૭૪) તે સ્વ. જીવાબાઈ ગોકુળદાસ શેઠીઆના દોહિત્રી. સ્વ. પુષ્પાબેન રેવાશંકર ધારાણી, ગં. સ્વ. ચંદ્રપ્રભા (બેબી) જવેરલાલ ઠક્કર, અશોક (ઘનશ્યામ)ના બેન. સૌ. મૃદુલાના નણંદ. સૌ. પૂર્વી જતીશ તન્ના, સૌ. મમતા મોનીલ મણીયારના ફઈબા. વાચાના ફૂઈઆ નાની તા. ૭-૨-૨૩ના શ્રીરામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. એડ્રેસ: એ-૪૦૪, પ્રેમકુંજ, નવરોજ લેન, ઘાટકોપર વેસ્ટ.
મેઘવાળ
ગામ તોતણીયાળા હાલ સાંતાક્રુઝમાં રહેતા સ્વ. ધુડીદાસ ઉગાભાઈ મકવાણાના પત્ની. સ્વ. કેપ્ટન અશોકભાઈ, રમેશભાઈ, ડૉ. કિશોરભાઈ, ઉષાબેનના માતા. બાલુબેન અને અશોકભાઈના સાસુ. સ્વ. અમરબેન અને સ્વ. રાજાભાઈ તેજા બોરીચાના દીકરી. સ્વ. ટીડાભાઈ, સ્વ. જાનાબેન, સ્વ. મણીબેન, સ્વ. ગંગાબેન, હેમાબેનના બહેન. સ્વ. રતનબેન મકવાણા (ઉં. વ. ૯૨) તા. ૧-૨-૨૩ના રામશરણ પામ્યા છે. તેમનું બારમું ૯-૨-૨૩ના ૫.૦૦ વાગે. નિવાસસ્થાન ડી-૮, એમ. આર. સોસાયટી, રિલીફ રોડ, રાહેજા કોલેજ સામે, સાંતાક્રુઝ (પશ્ર્ચિમ).
ઔદિચ્ય ઝાલાવાડ બ્રાહ્મણ
સરદાર ગઢ નિવાસી હાલ વિલેપાર્લા રળીયાતબેન જયંતીલાલ મણીશંકર રાવલના પુત્રવધૂ. તથા સ્વ. જીતેન્દ્ર રાવલના ધર્મપત્ની. ગં. સ્વ. શોભનાબેન રાવલ (ઉં. વ. ૬૫) તે રશ્મી પાઠક, હેતલ મહેતા, ચિરાગના માતુશ્રી. પિયર પક્ષે વંથલીના સ્વ. કાંતાબેન મનસુખલાલ દલસુખલાલ મહેતાના પુત્રી તા. ૭-૨-૨૩ને મંગળવારે દેવલોક પામ્યા છે. તે અર્જુન પ્રમોદભાઈ પાઠક, રીતેશ જયેન્દ્ર મહેતાના સાસુ. યથાર્થ અને યશસ્વીના નાની. તેમની પ્રાર્થનાસભા તા. ૧૦-૨-૨૩ને શુક્રવારે સન્યાસ આશ્રમ હોલ, સંન્યાસ આશ્રમ મંદિર, વિલેપાર્લા (વેસ્ટ). સાંજે : ૪થી ૬ વાગે.
હાલાઈ લોહાણા
મૂળ વતન જામ સલાયા હાલ મુંબઈ મહેશભાઈ કરસનદાસ દત્તાણી (ઉં. વ. ૬૭) તે સ્વ. આશાબેનના પતિ. સ્વ. ભગવાનદાસભાઈ પંચમતીયાના જમાઈ. અ.સૌ. વિશાખા પરેશકુમારના પિતાશ્રી. તે યોગેશ, ગં. સ્વ. બીના રજનીકાંત તથા ભાવેશના ભાઈ શનિવાર તા. ૪-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૯-૨-૨૩ ૪ થી ૫.૩૦. ઠે. લોહાણા મહાજન વાડી, શંકરના મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી (વે.). લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
અ. સૌ. કાંતાબેન ભાતેલીયા (ઉં.વ. ૭૯), મૂળ ગામ દ્વારકા, હાલ કાંદીવલી, તે અરવિંદભાઈ બાબુભાઈ ભાતેલિયાના પત્ની. તે સ્વ. લીલાધર હીરજી રાજાણીના દીકરી. તે નિલેશ તથા પરેશના માતૃશ્રી. તે સ્વ. મગનલાલ, ડોક્ટર વિનોદભાઈ, સ્વ. જનકભાઈ, સ્વ. પ્રભુભાઈ, ચંદ્રેશભાઇ, વિપુલભાઈ, જ્યોત્સનાબેન સુમનકુમાર, નીરૂબેન પ્રફુલકુમારના બહેન. તે સ્મિતા તથા રૂપાના સાસુ. તે કરણ, શ્યામ તથા સિદ્ધિ બંસી લાલચેતાના દાદી, તે તા. ૭/૨/૨૩ના કાંદીવલી મુકામે શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૯/૨/૨૩ ગુરુવારના ૧૦:૩૦ થી ૧૨:૦૦ હાલાઈ લોહાણા મહાજનવાડી, પહેલે માળે, એસવી રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદીવલી વેસ્ટ.
કચ્છી લોહાણા
ગામ ભૂજ હાલ ડોંબીવલી ગં. સ્વ. પુષ્પાબેન (ઉં. વ. ૮૧) તે સ્વ. વિશ્રામભાઈનાં ધર્મપત્ની. તે સ્વ. દયારામ ખેરાજ પલણનાં પુત્રવધૂ. તે સ્વ. નારાણજી, પ્રેમજી શેડીયા ભૂજવાળાની પુત્રી. તે ગીતા, જયશ્રી, સરોજ, પ્રફુલ, પંકજના માતુશ્રી. તે અરવિંદ, રાજેન, દેવેન્દ્ર, ભારતી તથા દિલીપનાં સાસુ. તે સ્વ. પાર્વતીબેન, સ્વ. કમળાબેન, ગં. સ્વ. બાલાબેન, ગં. સ્વ. જયોતીબેન, સ્વ. કાનજીભાઈ, સ્વ. જેરામભાઈ, સ્વ. વેલજીભાઈના ભાભી ૭-૨-૨૩ના મંગળવારે રામશરણ પામેલ છે. (લૌકીક વ્યવહાર બંધ છે.)
મચ્છુ કઠિયા સઈ સુતાર
મૂળ ગામ કુતિયાણા હાલ ડોંબીવલીના દિનેશભાઈ (સુરેશભાઈ) મોહનભાઈ પરમાર (ઉં. વ. ૭૮) ૭-૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે અજયભાઈ, કમલેશભાઈ, રિતેશભાઈ, રાકેશભાઈના પિતાશ્રી. તે પુષ્પાબેનના પતિ. તે ગિરીશભાઈ, હરેશભાઈ, સ્વ. ભરતભાઈ, તરુબેન પ્રવિણકુમાર ગોહિલ, નયનાબેન કનકકુમાર મકવાણાના મોટા ભાઈ. સાદડી ગુરુવારના ૯-૨-૨૩ના ૪ થી ૬. ઠે. ભાનુશાળી વાડી, નાંદિવલી રોડ, ડોંબીવલી (ઈ).
સુથાર લુહાર
ઉમેજના હાલ થાણા સ્વ. ઓધવજીભાઈ કાનજીભાઈ વાઘેલાના ધર્મપત્ની સ્વ. ભાનુબેન વાઘેલા (ઉં. વ. ૮૦) ૪-૨-૨૩ના રામશરણ પામેલ છે. તે કંચનબેન સુરેશભાઈ, દીપકભાઈ, અશ્ર્વીનભાઈ અને ભારતીબેન બીપીનભાઈના માતુશ્રી. જયશ્રી દિપકભાઈ, જીગ્નાબેન અશ્ર્વીનભાઈના સાસુ. તે વિરજીભાઈ, કાનજીભાઈના ભાભી. તે નરશીભાઈ તથા નંદલાલભાઈ, વીરજીભાઈના બહેન. સ્વ. નર્મદાબેન, સ્વ. સવિતાબેન, અ. સૌ. વિજયબેનના બહેન. પ્રાર્થના તા. ૯-૨-૨૩, ગુરુવારના ૪ થી ૬. સ્થળ: શ્રી બ્રહ્મમાંડેશ્ર્વર મહાદેવ મંદિર હોલ, આર્ય સમાજ હોલની બાજુમાં, નહેરુ રોડ, મુલુંડ (વે).
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ
વાંકિયાના હાલ મુંબઈ લલીતાબેન અકબરી (ઉં. વ. ૯૩) સ્વ. મનજીભાઈ માધવજીભાઈ અકબરીના ધર્મપત્ની ૫-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે નરેન્દ્રબાઈ, જયશ્રીબેન, ભરતભાઈ, ગં. સ્વ. વિણાબેન તથા મોહનભાઈના માતુશ્રી. તે માધુરીબેન, સ્વ. ભાવનાબેન તથા આરતીબેન, વિજયકુમાર તથા સ્વ. દિલીપકુમારના સાસુ. દીપાબેન, પૂર્વીબેન, સ્વ. મીતેશભાઈ, મોનિકભાઈ, મોનિષભાઈ, ભૂમિબેન રીતેશભાઈના દાદીશ્રીની પ્રાર્થનાસભા ગુરુવાર ૯-૨-૨૩ના ૫ થી ૭. નરેન્દ્રભાઈના નિવાસસ્થાને રાખેલ છે. ઠે. ૨૦૩/૪, કોહીર બી, પટેલ એસ્ટેટ રોડ, જોગેશ્ર્વરી (વે).
દશા સોરઠિયા વણિક
હામાપરવાળા હાલ કાંદિવલી પ્રભુદાસ જેચંદ માધાણીના ધર્મપત્ની અ.સૌ. ઉર્મિલા માધાણી (ઉં.વ. ૮૦) તે ભાવેશ, નિલેશ, હિનાના માતુશ્રી. હિના, ઝરણાં તથા જયેશ હસમુખના સાસુ. સ્વ. દયાળજીભાઈ, સ્વ. ગુલાબચંદભાઈ, સ્વ. ચંપકલાલ, સ્વ. નંદલાલભાઈ, સ્વ. મોતીચંદભાઈ તથા સ્વ. જમકુબેન રમણીકલાલના નાનાભાઈના પત્ની. સ્વ. ચંદ્રકાન્ત, સ્વ. ભુપેન્દ્ર, દિનેશ, હરીશ, ભરત ભગવાનદાસ, સ્વ. ભાનુબેન પ્રભુદાસ, સ્વ. જયાબેન જયંતીભાઈ, ગં. સ્વ. મંજુલાબેન ચંપકલાલ, ભારતીબેન નટવરલાલના બેન. ૬/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૯/૨/૨૩ના ૫ થી ૭ કેવલ બાગ, પહેલે માળે, કાંદિવલી ફ્લાય ઓવર પાસે, કાંદિવલી વેસ્ટ.
શ્રી ઝાલાવાડી સઈ સુથાર જ્ઞાતિ
ચોટીલા નિવાસી હાલ વિરાર ગં. સ્વ. મંજુલાબેન પ્રભુદાસ ચાવડા (ઉં.વ. ૭૪) તે ૬/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. સ્વ. પ્રભુદાસ હરજીવનદાસ ચાવડાના ધર્મપત્ની. નીતિન, જીગ્નેશ, છાયાના માતા. વિજય કસ્તુરલાલ ફોતરીયા, તૃપ્તિ જીગ્નેશ ચાવડાના સાસુ. યુગ, ક્રિષ્ના હિરલના બા. પિયરપક્ષે હિંમતલાલ કેશવલાલ સોલંકીના બેન. બંને પક્ષની સાદડી ૯/૨/૨૩ના ૪ થી ૬ સ્વામિનારાયણ મંદિર, એમ. બી. સ્ટેટ સરસ્વતી સ્કૂલની બાજુમાં, બોલિંજ રોડ, વિરાર વેસ્ટ.
હાલાઇ લોહાણા
મૂળગામ પોરબંદર નિવાસી હાલ બોરીવલી સ્વ. જયાલક્ષ્મી જયંતીલાલ લાખાણીના પુત્ર જયેન્દ્ર (ઉં.વ. ૭૩) તે હંસાબેનના પતિ. સ્વ. અમૃતબેન ગોરધનદાસ કોટેચાના જમાઈ. રૂષિના મનીષ પારપાણી, પૂજા સુન્દેદું શાહના પિતા. કિરીટ, ભાસ્કર, સ્વ. જગદીશ તથા લીના શાંતિલાલ રાયઠ્ઠઠા, અલકા પ્રફુલભાઇ રાયચુરાના મોટાભાઈ. ૭/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તેમની બંનેપક્ષની પ્રાર્થનાસભા ૯/૨/૨૩ના ૧૧ થી ૧ લોહાણા મહાજનવાડી, બીજે માળે, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
હિન્દુ વાણંદ
મૂળગામ મૂવૈયાં ગોંડલ હાલ બોરીવલીના સ્વ. ભાનુભાઇ જે હિરાણીના ધર્મપત્ની ગં. સ્વ. કમળાબેન હિરાણી (ઉં.વ. ૮૭) તે ૫/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે ગં. સ્વ. અનિલા અરવિંદ અમરેલીયાના માતુશ્રી. સ્નેહલ કેતન હરિયા, બ્રિજેતા હિમાંશુ માવટિયા, રિદ્ધિ ધર્મેન્દ્ર ભાવસાર તથા વિજયના નાની. રશ્મિકા વિજય અમરેલીયાના નાનીસાસુ. પિયરપક્ષે સ્વ. મણીબેન ત્રિકમજી બગથિયાના દીકરી. પ્રાર્થનાસભા ૯/૨/૨૩ના ૪ થી ૬ ક્રીશીવ હેરિટેજ, બી વિંગ, ત્રીજે માળે, પાર્કિંગ પ્લોટ, કેનેરા બેન્કની બાજુમાં, વેલકમ હોટલની સામે, દત્તપાડા રોડ, બોરીવલી ઈસ્ટ.
હાલાઇ લોહાણા
નાલાસોપારા નિવાસીના સ્વ. મનહરદાસ મુલજી રાજા અને સ્વ. નિર્મલાબેન મનહરદાસ રાજાના પુત્ર દિપક રાજા (ઉં.વ. ૬૮) તે ૫/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. સ્વ. મનુભાઈ તન્નાના જમાઈ. ભારતીબેન અરવિંદકુમાર મોદી, કુંજબાળાબેન પ્રવિણચંદ્ર જીવરાજાણી, હર્ષા ચંદ્રકાન્ત અભાણી, હિના પરેશકુમાર બુદ્ધદેવ અને પ્રકાશના ભાઈ. સ્વ. જયશ્રીના પતિ. બીનાના જેઠ. ઝીલ અને વ્રજેશના મોટા પપ્પા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
ગામ જેતપુર હાલ મુંબઈ ગં. સ્વ. કિરણબેન તથા સ્વ. દિનેશ રતિભાઈ કારેલીયાના પુત્ર હાર્દિક (ઉં.વ. ૩૬) તે ૭/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે કૃપાના પતિ. ક્રિશ તથા કાવ્યાના પિતા. નીશા અમિત કવા તથા સોનલ કૃણાલ દલાલના ભાઈ. અરવિંદ, હરેશ, લતા રાજેશ સોલંકીના ભત્રીજા. પ્રાર્થનાસભા ૯/૨/૨૩ના ૫ થી ૭ ઠઠ્ઠાઈ ભાટિયા સેવા ફંડ હોલ, ગેટ નં ૨, હોલ નં ૪ શંકર ગલ્લી અને એસ. વી. રોડ કોર્નર, કાંદિવલી વેસ્ટ.
પરજીયા સોની
શ્રીમાન મનસુખલાલ થડેશ્ર્વર (ઉં.વ. ૭૦) મૂળ ગામ ચાવંડ (સ્વામીના ગઢડા હાલ મીરા રોડ તે રામભાઈ પોપટભાઈ થડેશ્ર્વર તથા નાનબાઈ થડેશ્ર્વરના સુપુત્ર. તે રતિલાલ આણંદજીભાઈ ધકાણ રાણપુરવાળાના જમાઈ. તે સ્વ. ચંદ્રિકાબેનના પતિ. તે જયશ્રીબેન, સ્વ. ચેતનકુમાર ધાણક તથા સ્વ. દેવેંદ્ર તથા દિપક તથા વર્ષા ઉર્વશી હર્ષદકુમાર ધકાણના પિતા. તે પૂર્ણિમાબેન તથા સરોજબેનના સસરા. તે ઉર્વશી, હિરલ, દક્ષ, તનયના દાદા. તા. ૬/૨/૨૩ સોમવારના મીરા રોડ મુકામે શ્રીજીચરણ પામેલ છે. ટેલિફોનિક બેસણું ગુરુવાર, તા. ૯/૨/૨૩. ૪ થી ૬.
હાલાઇ ભાટિયા
શ્રી મથુરાદાસ કરસનદાસ આશર (ઉં.વ. ૮૫), તે સ્વ. ચંદ્રબાળાના પતિ. શ્રી લાલજી હરિદાસના જમાઈ. તે મહેશ તથા અ.સૌ. ધરતી (હેમાંગીની)ના પિતા. અ.સૌ. અલ્પા તથા ધવલના સસરા. તે પ્રાચી, યશના દાદા-નાના. રણજીતભાઇ તથા અરુણભાઈના ભાઈ તા. ૭-૨-૨૩ ને મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૯-૨-૨૩ના ૫ થી ૭. સ્થળ- વિશ્ર્વેશ્ર્વર ભવન, ૧લે માળે, સંન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, વિલે પાર્લે (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
જવાહર કાપડિયા (ઉં.વ. ૬૭) તે ગં. સ્વ. નિર્મળા ચુનીલાલના પુત્ર. તે સ્વ.અ. સૌ. નીતાબેનના પતિ. સ્વ. જીગર તથા કશ્યપના પિતા. અ. સૌ. રેખાબેન ધર્મેન્દ્ર રાયચુરા ને રીટાબેન કિશોરભાઈ તન્ના, અ. સૌ. કલ્પનાબેન હરીશભાઈ જાટનીયા, સ્વ. સુનીલ તથા સંજય ના ભાઈ. પરસોતમભાઈ દેવજીભાઈ હિંડોચાના જમાઈ, તે તા. ૭/૨/૨૩ના, હાલ કાંદિવલી નિવાસ સ્થાને શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વહેવાર બંધ છે.