હિન્દુ મરણ
કોળી પટેલ
ગામ કછોલી હાલ મલાડના રહેવાસી પ્રદિપભાઈ જીવણજી પટેલ (ઉં. વ. ૬૧) તે સોમવાર, તા. ૨૩-૧-૨૦૨૩ના રોજ દેવલોક પામ્યા છે. તે ગીતાબેનના પતિ. ગૌરાંગ, ખુશ્બુના પિતાશ્રી. અશોકભાઈના ભાઈશ્રી. શારદાબેનના દિયર, વૈશાલી, ઉર્વશીના કાકાશ્રી. તેમનું પુચ્છપાણી તા. ૨-૨-૨૦૨૩ને ગુરુવારના રોજ બપોરે ૩ થી ૫ નિવાસસ્થાન: રૂમ નં. ૧, આર. આર. પાઠક ચાલ, તાનાજી નગર, કુરાર મલાડ (ઈસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે.)
ઘોઘારી લોહાણા
સૌ. પારૂલ પંજવાણી, હાલ બોરીવલી (ઉં. વ. ૫૮) તે સુરેન્દ્રભાઈ લક્ષ્મીદાસ પંજવાણી ના ધર્મપત્ની. તે નિયતિ હાર્દિક તન્નાના માતુશ્રી. તે મુકેશભાઈ રમણીકલાલ તન્નાના વેવાણ, તે મંગલોરવાળા સ્વ મંગલગૌરી નટવરલાલના સુપુત્રી. તે ગ.ં સ્વ. અરૂણાબેન રાજેન્દ્રભાઈ અને ચેતનાબેન રવિભાઈના ભાભી તા. ૨૭ જાન્યુઆરી ૨૦૨૩ ના શ્રીજીચરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે). નિવાસ સ્થાન: એ/૩૦૨, રામ ટાવર, યોગી નગર, ઔરા હોટેલ પાસે, ઓફ લીંક રોડ, બોરીવલી પશ્ર્ચિમ.
ઔદીચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ
ગરેજના, હાલ બોરીવલી ભાઈશંકર જટાશંકર જોશી (ઉં. વ. ૭૮) તા.૨૫ જાન્યુઆરીના બુધવારે કૈલાસવાસી થયા છે. તે પદ્માબેનના પતિ. સ્વ. વેણીશંકરભાઈ તથા પ્રભાબેન તુલજાશંકર વ્યાસના નાના ભાઈ. કાશ્મીરા પરેશ જોશી, તૃપ્તિ શશાંક મહેતા, રૂપા જીગ્નેશ શાહ તથા હિરેનના પિતા. ચાંદીગરવાળા તુલજારામ જીણારામ વ્યાસના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૮-૧-૨૩ના શનિવારે ૪થી ૬. સ્થળ: ગિરધારીલાલ મુન્શીલાલ જૈન સભાગૃહ, ન્યુ શાંતિસાગર, ૧લે માળે, ચામુંડા સર્કલ પાસે, એસ. વી.રોડ, બોરીવલી (વેસ્ટ).
ગોહિલવાડ દશા શ્રીમાળી વણિક
વડોદ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ચંદ્રકાંત શેઠનાં ધર્મપત્ની ડો. કમલાબેન શેઠ (ઉં. વ. ૭૯), તે સ્વ. જયાલક્ષ્મી જીવનલાલ શેઠનાં પુત્રવધૂ. સ્વ. લક્ષ્મીબેન મેઘજી ધનજી ગડાનાં સુપુત્રી. હેતુ અને જયનાં માતુશ્રી. શિખર અને વિધિનાં દાદી. સ્વ. નિર્મળાબેન, કિશોરભાઈ, સુધાબેન, ભારતીબેન, વિજયભાઈ, વિક્રમભાઈ, કાદંબરીબેન અને ચેતનાબેનનાં ભાભી. પ્રવીણભાઈ, સ્વ. ઇન્દુબેન અને નયનાબેનનાં મોટાબહેન તા.૨૭-૧-૨૦૨૩, શુક્રવારના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્ય. બંધ છે.
કપોળ
સાવરકુંડલા નિવાસી હાલ વિલેપાર્લા સ્વ. મગનલાલ ભગવાનદાસ ગાંધી તથા સ્વ. કાશીબેન મ. ગાંધીના પુત્ર ઈશ્ર્વરલાલ ગાંધી (ઉં. વ. ૯૮) તે કંચનબેનના પતિ. ભદ્રા નરેન્દ્ર મહેતા,અદિતી વિજય વોરા, દિલિપ-પ્રેમ, દિંગત-તનુજા, મનિષ-અનીતાના પિતા. રસીક-ભારતી તથા પદમા-યશવંતના મોટાભાઈ તે ઉત્તમલાલ ત્રિભોવનદાસ મેહતાના જમાઈ તથા શામળદાસ કાળીદાસના ભાણેજ. શુક્રવાર તા. ૨૭-૧-૨૩ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર તા. ૨૯-૧-૨૩ ના ૫ થી ૭ વિશ્ર્વકર્માબાગ, બજાજ રોડ વિલેપાર્લે-વેસ્ટ.
કચ્છી ભાટિયા
ઉદય દેવીદાસ શ્રોફ (ઉં. વ. ૮૨) તે લતાના પતિ. સમીર તથા ઉમાના પિતા. ઈશા તથા નિર્મયના દાદા. વિજય, હસંત, સ્વ.પ્રમોદ, મહેશ, અંજના, કિશોરી, પલ્લવીના ભાઈ, દેવીદાસ તુલસીદાસ સંપટના જમાઈ. ૨૭/૧/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૯/૧/૨૩ ના ૪.૩૦ થી ૫.૩૦ કેવલ બાગ ટ્રસ્ટ, કિલાંચંદ રોડ કાંદિવલી વેસ્ટ.
પરજીયા સોની
ગામ રાજુલા હાલ બોરીવલી નરૂભાઇ મગનલાલ સોની જીણાદ્રાના ધર્મપત્ની અ. સૌ. મૃદુલાબેન (ઉં. વ. ૬૯) તે ૨૮/૧/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે ઉદય તથા હિમાંશુના માતા. પ્રિયા તથા અમિતાના સાસુ. વિખ્યાત, તીર્થ, ગ્રીષ્મા, ગ્રીસા તથા રૈયાના દાદી. ડેડાણવાડા હાલ ગોરેગામ સ્વ. સોની વ્રજલાલ શામજી સતિકુંવરના દીકરી. તેમની પ્રાર્થનાસભા ૩૦/૧/૨૩ ના ૧૦.૩૦ થી ૧૨.૦૦ સોની વાડી, શીમ્પોલી રોડ, બોરીવલી વેસ્ટ.
ગોભાવા મોઢ વણિક
વિરમગામ નિવાસી હાલ મુલુંડ શ્રીમતી આશા સુરેન્દ્ર પરીખ (ઉં. વ. ૬૬) તા. ૨૫-૧-૨૦૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સુરેન્દ્રના પત્ની. વિશાલ, સૌમીલના માતા. દેવલ, માલવીકાના સાસુ, ક્રિશયના દાદી. ચારૂ, પ્રદીપ, રેખા, પિયુષના ભાભી. ભવનેશ, અશોક, દિપક, હિનાની બહેન. પ્રાર્થનાસભા તેમજ લોકિક વ્યવહાર રાખેલ નથી.
કપોળ
સિહોર નિવાસી હાલ બોરિવલી-સ્વ. લિલાવતી મનમોહનદાસ સંઘવીના દિકરી કુ. જયશ્રીબેન (ઉં. વ. ૭૦), તે સ્વ. જીતેન્દ્રભાઈ, સ્વ. ઉપેન્દ્રભાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. મધુભાઈ, સ્વ. ગિજુબેન, સ્વ. તારાબેન, સ્વ. હિરાબેન, સ્વ. નિમુબેન, સ્વ. વસંતબેન, સ્વ. ઈન્દુબેન, ગં. સ્વ. રંજનબેન, અ.સૌ. ઉષાબેનના બેન તથા પ્રિતી કેતન સંઘવી, ભૈરવી ધીરેન શાહ, અને ડીમ્પલ રાકેશ દોશીના ફઈ, હર્ષ, જય અને હિરના દાદી ફઈ, તા. ૨૭-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
ચિંચણ તારાપુર ઘોઘારી દશા પોરવાડ વૈષ્ણવ વણિક
પ્રફુલ શાહ (ઉં. વ. ૭૯) તે શ્રીમતી પૂજાના પતિ. તે સ્વ. જસુમતી (જશોદા) અને સ્વ. મગનલાલ લક્ષ્મીદાસ શાહના સુપુત્ર. તે પ્રિયમના પિતા. તે જાબીર લાકડાવાલાના સસરા. સ્વ. નરેન્દ્ર, સ્વ. મંજુલા અને હેમા ગાંધીના ભાઈ. તે ઈમાન જાબીર લાકડાવાલાના નાના તા. ૨૬.૧.૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા રવિવાર તા. ૨૯.૧.૨૩ સાંજે ૬ થી ૮ ચટવાની હોલ સિટી પોઈન્ટ, તેલીગલી, અંધેરી (ઈસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગામ (મુરુ) હાલ મુલુંડ, સ્વ. મોરારજી નરમ અને સ્વ. વિમળાબેન મોરારજી નરમના મોટા પુત્ર. નવીનચંદ્ર મોરારજી નરમ (ઉં. વ. ૬૮) તા. ૨૫.૧.૨૩ બુધવારના શ્રી રામશરણ પામેલ છે. તે લધારામ ફકીર નરમના પૌત્ર. તે મેઘજી મુલજી હરીયાણીના દોહિત્ર. તેઓ ગં. સ્વ. મધુરી કરસનદાસ રાયચના, દુર્ગા નરેન્દ્ર મુડીયા, ભરત, સ્વ. શૈલેષ, ઉષા કિર્તી નાથાણી અને હસમુખના મોટાભાઈ. પ્રજ્ઞા અને આશાના જેઠ. ઉમેશ, જીગના કલ્પેશ ઠક્કર, દીપક, ધર્મેશ, જીનલ અને કૃપાના મામા. તેમની પ્રાર્થનાસભા તા. ૨૯.૧.૨૩ના રવિવારે સાંજે ૪.૩૦-૬.૦૦ મુક્તેશ્ર્વરધામ મંદિર હોલ, આર. પી. રોડ, મુલુંડ (વે). લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રીમાળી સોની
મૂળ ગામ ભચાઉ હાલ (ઘાટકોપર) પાટડિયા ઝિયા તે પાટડિયા રેખાબેન વેલજીભાઈની પૌત્રી. કુસુમબેન તથા સુનિલભાઈ વેલજીભાઈ નાનજીભાઈ પાટડીયાની દીકરી. તે પારેખ પૂજાબેન જયદીપભાઈ અને ઈશા સુનિલભાઈની બહેન. તે કલોલિયા હરિલાલ ઝીણાભાઈની દોહિત્રી, પાટડિયા જીતેન્દ્રભાઈ વેલજીભાઈ ચાંપાનેરીયા સંગીતાબેન રાજેન્દ્રભાઈ, કલોલીયા રીટાબેન પરેશભાઈની ભત્રીજી. તે ગુરુવાર તા. ૨૬.૦૧.૨૩ના રામશરણ પામ્યા છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩૦.૦૧.૨૩ના સોમવારે ૩થી ૪. સ્થળ: શિવાજી હોલ, વણિક નિવાસ, કામાલેન, એસ.એન.ડી.ટી. કોલેજની બાજુની લાઈનમાં, ઘાટકોપર (વેસ્ટ).
હાલાઇ લોહાણા
કલવા હાલ થાણા ગં. સ્વ. ઉર્વશીબેન વસંતરાય તન્ના (ઉં. વ. ૯૫) તે વસંતરાય ઠાકોરદાસ તન્ના ધર્મપત્ની. તે ઉપેન્દ્ર, યોગેશ, જયશ્રી કિશોરકુમાર ગણાત્રાનાં માતુશ્રી. તે રંજનબેન, માધવીબેનના સાસુ. તે નાથાલાલ પુરુષોતમ રૂપારેલીયા (દેવળાવાળા)નાં દીકરી. તે હિમાંશુ, વિશાલ, ભક્તિ તથા જયનાં દાદી. તે યશ, દેવાંશી તથા આદિત્યનાં વડદાદી. તા. ૨૬-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
ખંભાત દશા શ્રીમાળી વૈષ્ણવ
ગં. સ્વ. ઇંદિરાબેન શાહ (ઉં. વ. ૮૫) તે સ્વ. દીનેશચંદ્ર કાંતિલાલ શાહના પત્ની. તથા સ્વ. ઔચ્છવલાલ મુળજીભાઇ ચોકસીના પુત્રી. હીતેશ તથા દીપ્તીના માતુશ્રી. અલકા તથા સ્વ. મહેશકુમારના સાસુ. કોષાના દાદી. તથા દર્શન, ખ્યાતિના નાની. તા. ૨૬-૧-૨૩ના ગુરુવારના ભગવદ્ શરણ પ્રાપ્ત થયેલ છે. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
કપોળ
કેરીયાનાગસ અમરેલીવાળા હાલ મલાડ (ઇ) સ્વ. અનંતરાય અમૃતલાલ મહેતાના પત્ની ઉર્મિલાબેન (ઉં. વ. ૯૦) તા. ૨૬-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. દિનતાબેન પ્રફુલકુમાર વોરા તથા મુકેશભાઇ અને ઉમેશભાઇના માતુશ્રી. તથા મંગળાબેન માણેકભાઇ તથા હિરાબેન ખુશાલભાઇના ભાભી. જમનાદાસ માનજી સંઘવીના દીકરી. મોસાળ પક્ષે ભોગીલાલ અને વજુભાઇ પોપટલાલ મહેતાના ભાણેજ. લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
તરેડ મહુવાવાળા હાલ વિલેપાર્લે સ્વ. દમયંતીબેન નાગરદાસ ગાંધીના સુપુત્ર હેમંતકુમારના ધર્મપત્ની હંસાબેન (ઉં. વ. ૬૮) તા. ૨૫-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે આશા વિકાસ મહેતા, હેતલ જય સંઘવી, રૂપાલી હિમાંશુ રાંચના માતુશ્રી. ઇશાન, અરનવ, ધૈર્યના નાની. ગં. સ્વ. વીણા લલિત ગોરડીયા, પ્રવિણા દિનેશ ચીતલીયા, હર્ષા હરેશ પારેખ, વર્ષા હરેશ ગાંધી, સ્વ. અનિલના ભાભી. પિયર પક્ષે સ્વ. જયાલક્ષ્મી પોપટલાલ માંડવીયાની દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે.
સુરતી વિશા દિશાવળ
સુરત હાલ મુંબઇ રમેશભાઇ અમૃતલાલ શ્રોફના ધર્મપત્ની અ. સૌ. વર્ષાબેન (ઉષા) શ્રોફ (ઉં. વ. ૮૧) તે સ્વ. ચીમનલાલ જમનાદાસની સુપુત્રી. ગૌરાંગ, હેમાનીના માતુશ્રી. નીનાબેન તથા અલ્પેશભાઇના સાસુ. ઋષભના દાદી. તથા ઉરશીલના નાની. તા. ૨૭-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ કેરાના સ્વ. નર્મદાબેન શંકરલાલ પવાણીના પુત્રવધૂ અ. સૌ. ચંદ્રિકાબેન (ચંદાબેન) (ઉં. વ. ૭૧) શુક્રવાર, તા. ૨૭-૧-૨૩ના રામશરણ પામેલ છે. તે પ્રવિણભાઇના પત્ની. વિનેશ અને રીટાના માતુશ્રી. તે અરુણાબેન અરવિંદભાઇ, કંચનબેન રાજુભાઇ, જયશ્રીબેન કનૈયાલાલ, સુભાષના ભાભી. તે સ્વ. જશોદાબેન લાલજી, બે-રાજાવાળાની પુત્રી. તે માધવજી તોપણદાસ, જયાબેન જીવરામભાઇ, વસંતભાઇ લાલજી, રંજનબેન પ્રતાપભાઇ, પ્રવિણાબેન પ્રવીણભાઇના બહેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૯-૧-૨૩ના સાંજે ૫થી ૭. ઠે. શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, આર.આર. ટી. રોડ, મુલુંડ (વેસ્ટ).
કચ્છી લોહાણા
ગામ ચિયાસર હાલ સિલ્વાસા ગં. સ્વ. પુષ્પાબેન મુલજીભાઇ સોમૈયાના સુપુત્ર ઉમેશભાઇ સોમૈયા (ઉં. વ.૬૬) તે ભાવનાબેનના પતિ. તથા સ્વ. કાશીબેન નરસિંહદાસ ગંધાના જમાઇ. તથા ગૌરવ, રોનકના પિતા. રોશની, કીંજલના સસરા. વિમલ, યોગેશ, કમલેશના મોટાભાઇ. તા. ૨૬-૧-૨૩ના ગુરુવારના વૈકુંઠધામ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૯-૧-૨૩ના રવિવારના ૪થી ૬. ઠે. કલબ હાઉસ, તિરૂપતિ રેસીડેન્સી-સિલ્વાસા. લૌકિક વ્યવહાર બંધ છે.
મેઘવાળ
ગામ કળમોદર હાલ મહાલક્ષમી મુંબઇ સ્વ. પ્રેમીલાબેન તથા સ્વ. કાળીદાસ સુરાભાઇ ધારિયાના દીકરા. તથા સ્વ. માલુબાઇ તથા સ્વ. ધનજીભાઇ મહિડાના જમાઇ. સ્વ. રમેશભાઇ ધારિયા (ઉં. વ. ૬૮) તા. ૧૯-૧-૨૩ના રામશરણ પામેલ છે. તે સ્વ. મંગળાબાઇના પતિ. તથા અમિત, ગૌતમના પિતા. સ્વ. પ્રવિણચંદ્ર, અજીત, પિયુષ, રેખા સોસાના ભાઇ. તથા ગીતા, નિશાના સસરા. દિશા, અનંત, એંજલ, મુદઁગના દાદાજી. તેમનું બારમું (કારજ) તા. ૩૦-૧-૨૩ના સોમવારના ૫.૦૦ વાગે તેમના નિવાસસ્થાને રાખેલ છે. ઠે. એ-૧૦૨, ફલેટ નં. ૧૬૦૨, મહાલક્ષ્મી નવરંગ કો. ઓ. હા. સોસાયટી, સંત શ્રીવિર મેઘમાયા માર્ગ, મહાલક્ષ્મી, મુંબઇ-૩૪.
કપોળ
અમરેલીવાળા હાલ નાલાસોપારા મનીશ અનંતરાય દેસાઇ તથા શિલ્પા મનીશનો પુત્ર કરણ (ઉં. વ. ૨૪), તા. ૨૭-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે ઇન્દુમતી અને અનંતરાય દેસાઇના પૌત્ર. તે પ્રીતિ, નીતીન દેસાઇ, રેખા દિલીપ દેસાઇના ભત્રીજા. તે સૂરજ, રોનકનો ભાઇ. તે મોસાળ પક્ષે: રાજુલાવાળા ભગવાનદાસ પ્રભુદાસ કોઠારીના ભાણેજ. સર્વ પક્ષે લૌકિક પ્રથા બંધ છે.