હિન્દુ મરણ
વીરનગરના હાલ મુંબઈ અ. સૌ. શોભનાબેન તે પરિમલભાઈ પ્રમોદભાઈ શાહના ધર્મપત્ની. સુમીત, નિરવ અને શર્મીના માતુશ્રી ૧૮-૧-૨૩ના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા ૨૨-૧-૨૩ને રવિવારના ૪ થી ૬. ઠે. શ્રી પરિમલભાઈ પ્રમોદભાઈ શાહ, ‘ચેતન’ પ્લોટ નં. ૨૬૦, સાયન રોડ, મુંબઈ-૨૨.
શ્રીમાળી બ્રાહ્મણ
મૂળવતન પોરબંદર નિવાસી હાલ કાંદિવલી મનોજભાઈ ત્રિવેદી (ઉં.વ. ૭૨) તે ૧૭/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. કનકબેન તથા સ્વ. કેશવલાલ ત્રિવેદીના પુત્ર. હરીશ, દિલીપ તથા નયનાબેન મૃદુલભાઈ સંઘવીના ભાઈ. ગીતાબેનના પતિ. હેમા ચેતન મહેતા તથા શ્રદ્ધા પ્રિતેશ ઓઝાના પિતા. સ્વ. ગુલાબબેન તુલસીદાસ વોરાના જમાઈ.
નાઘેર દશા મોઢ માંડલીયા વણિક
સનખડાના હાલ ચારકોપ કાંદિવલી કાંતિલાલ અમૃતલાલ શાહ (ઉં. વ. ૮૦) ૧૮-૧-૨૩, બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. પ્રતિભાબેનના પતિ. કલ્પેશ, ધીમંત, હિમાંશુ, હિના કેતનકુમારના પિતાશ્રી. તે સ્વ બાબુભાઈ, સ્વ. શાંતિભાઈ, સ્વ. રતિભાઈ, સ્વ. લાભુબેન, સ્વ. હિરાબેન, સ્વ. મંજુલાબેન અને સ્વ. લલીતાબેનના ભાઈ. સ્વ. ત્રિકમદાસ કપૂરચંદ પટેલના જમાઈ. દિપ્તી, જીજ્ઞા, હેમલના સસરા. લૌકિક પ્રથા બંધ છે.
પરજીયા સોની
મૂળગામ નેસડી નિવાસી હાલ વિરાર સ્વ. દિનેશભાઇ કેશુભાઈ સોનીના ધર્મપત્ની ગં. સ્વ. મધુબેન સોની (ઉં.વ. ૫૭) તે ૧૮/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે ધર્મેશ, રાકેશ, મહેન્દ્ર તથા ભૌમિકના માતા. પ્રિયા, ધ્વનિ તથા ગીતાના સાસુ. પિયરપક્ષે સ્વ. કુસુમબેન ભગવાનદાસ પટેલના દીકરી. તેમની પ્રાર્થનાસભા ૨૩/૧/૨૩ સોમવાર ૪ થી ૬. ૩૦૪/૨૨ ડી વિંગ, લક્ષ્મી હાઉસિંગ સોસાયટી બિલ્ડીંગ, અગ્રવાલ રીક્ષા સ્ટેન્ડ, ડોંગરે રોડ, વિરાર વેસ્ટ.
હાલાઇ લોહાણા
જૂનાગઢ નિવાસી હાલ મુંબઈ કાંતિલાલ મોહનલાલ વિઠલાણી તથા સ્વ. કમળાબેન વિઠલાણીના પુત્ર દિનેશ વિઠલાણી (ઉં.વ. ૫૭) તે ૧૯/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે કલ્પનાબેનના પતિ. માધવી તથા હર્મિષના પિતા. કિંજલના સસરા. ભરત તથા બીનાના ભાઈ. વ્રજલાલ વેલજી સૂચક સાવરકુંડલાના જમાઈ. નમ્રતા તથા કરિશ્માના કાકા. પ્રાર્થનાસભા ૨૧/૧/૨૩ના ૧૧ થી ૧૨ લોહાણા મહાજન વાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી માળિયા હાટીના વૈષ્ણવ
શરતકુમાર જૂઠાણી તે અં. સ્વ. સુશીલાબેન હિંમતલાલના પુત્ર (કલકત્તા) હાલ નવી મુંબઈ, અં. સ્વ. તરલાબેનના પતિ. તે અં. સ્વ. દયાબેન તથા સ્વ. હિંમતલાલ મહેતાના જમાઈ. જીજ્ઞેશ તથા કિરણના પિતા. કોમલ તથા મયુરના સસરા. તે મધુ, લતા, બીના, ઉમેશ તથા નરેશના ભાઈ. અશોક, સ્વ. રજની, કમલેશ તથા કલ્પનાના બનેવી, તે તા. ૧૮ જાન્યુઆરી, ૨૦૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠિયા વણિક
જેતપુર નિવાલી હાલ મુંબઇ સ્વ. કંચનબેન પ્રફુલચંદ્ર ખીમચંદ દાભલિયાના સુપુત્ર. સ્વ. નિતીનના ધર્મપત્ની ગં. સ્વ. હીના (ઉં. વ. ૬૦) તે સ્વ. કીરીટભાઇ, સ્વ. મીનાક્ષી ગુણવંતરાય સંઘવીના ભાભી. ગં. સ્વ. પુષ્પાબેન કિશોરભાઇ મહેેતાના સુપુત્રી. યશના માતુશ્રી. તે સુનીલ, તૃપ્તી નીતીન પંચમીયાના બહેન. તા. ૧૯-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. ગોદાવરીબેન તથા વાગજી નારાયણજી કતિરા ગામ રામપર (નેત્રા)ના પુત્રવધૂ. તે સ્વ. દામજી વાગજી કતિરાના ધર્મપત્ની નર્મદાબેન (બબીબેન) (ઉં. વ. ૮૮) સ્વ. રામાબાઇ અને રામજી ખેરાજ ભીંડે (મોટા આસંબિયાવાળા)ના જયેષ્ઠ પુત્રી. કુસુમબેન જયંતીલાલ, વિનોદભાઇ અને સ્વ.યોગેશભાઇના માતુશ્રી. ઉષાબેન તથા કલ્પનાબેનના સાસુમા. મિતેશ, દીપેશ. કૃતિ યજ્ઞેશના દાદી. અર્ચના, જાહનવીનાં દાદી સાસુમા. હાલ મુલુંડ તા. ૨૦-૧-૨૩ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર તા. ૨૧ જાન્યુ. ૨૦૨૩ના સાંજે ૫થી ૭. ઠે. લોહાણા મહાજનવાડી, મુલુંડ (વેસ્ટ).
ઊંઝા વિસાનાગર વણીક
ઊંઝાના હાલ મુંબઈ અશ્ર્વિનકુમાર રસીકલાલ મહેતા (ઉં. વ. ૭૪) મીનાબેનના પતિ. સ્મિતા, તેજલના પિતાશ્રી. વિરલ અને અપૂર્વના સસરા. સ્નેહલતાબેન, નલિનભાઈ અને સ્વ. નિરંજન રસીકલાલ મહેતાના નાના ભાઈ ૧૯-૧-૨૩ના ગુરુવારના ગૌલોકવાસી થયા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
હાલાઈ લોહાણા
માળીયા હાટીના હાલ કાંદિવલી જીતેન્દ્ર અભાણી (ઉં. વ. ૭૪) તે સ્વ. કમળાબેન મોહનલાલ અભાણીના પુત્ર ૧૯-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે કંચનબેનના પતિ. સંજય, ભરતના પિતા. તે પ્રવિણભાઈ, દિનેશભાઈ, ચંદ્રકાંતભાઈ, સ્વ. મહેન્દ્રભાઈના ભાઈ. તે સ્વ. ગોપાલદાસ વલ્લભદાસ કુંડલીયા (બેડ-જામનગર)ના જમાઈ. તે હેતલના સસરા. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૧-૧-૨૩ને શનિવારના ૪ થી ૬. સ્થળ: શ્રી લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી (વે).
દશા સોરઠીયા વણિક
શીલાણા નિવાસી જીવનલાલ ધાબળીયાના સુપુત્ર હસમુખ જીવનલાલ ધાબળીયા (ઉં. વ. ૭૧) તા. ૧૯-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. નગીનભાઇ, સ્વ.શાંતિભાઇ, સ્વ. જૈન્તીભાઇ, સ્વ. મંજુબેન, સ્વ. કમુબેન, સ્વ. હીરાબેન અને રેખાબેનના ભાઇ. જયેશ અને રાખીના પિતા. સ્વ. રાઘવજીભાઇ શેઠના ભાણેજ. મેહુલ બારોટના સસરા. અને ઇશિકા જેનિકાના નાના. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૨-૧-૨૩ના ૪થી ૬. ઠે. ભાટીયા ભગીરથી, ૮૮, દાદીશેઠ અગ્યારી લેન, મુંબઇ-૨.
કચ્છી ભાટિયા
બદલાપુર નિવાસી મુકુલભાઇ પમાણી (ઉં. વ. ૬૩) તે સ્વ. તારાબેન રણજિતસિંહ પમાણી કલકત્તાવાળાના પુત્ર. કલ્પનાબેનના પતિ. તે વિરેન તથા અ. સૌ. બીનાબેન અંકિતકુમાર લીંબાણીના પિતા. અ. સૌ. અમરીત વિરેન પમાણીના સસરા. તથા સ્વ. હરીશભાઇ રણજીતસિંહ, ગં. સ્વ. ભાનુબેન રમેશચંદ્ર પલીચા, અ. સૌ. સૂર્યાબેન યતિન સંપટના નાનાભાઇ. તે અ. સૌ. કસ્તુરબેન કનકસિંહ (પૂરનનાથજી) વેદાંતના જમાઇ પૂના ખાતે સોમવાર, તા. ૧૬ જાન્યુઆરી ૨૦૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૨-૧-૨૩ના જાન્યુઆરી બલાલેશ્ર્વર બેન્કવેટ હોલ, હેન્દ્રેપાડા શાસ્ત્રી માર્ગ, મરાઠી સ્કૂલ પાસે, બદલાપુર (વેસ્ટ), ૩.૩૦થી ૫. ચક્ષુદાન કરેલ છે.
જનોડ વિશા ખડાયતા
ગામ જનોડ હાલ મુંબઇ બોરીવલી સ્વ. સુરેશચંદ્ર કાંતિલાલ શાહ (જરગાબવાળા)ના ધર્મપત્ની ગં. સ્વ. કલાવતીબેન શાહ (ઉં. વ. ૭૫) તે તા. ૧૩-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૪-૧-૨૩ના સવારના ૧૦થી ૧૨. ઠે. વર્ધમાન હોલ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (પશ્ર્ચિમ). હિરેન (લાલુ), ડિમ્પલ, સોનલના માતુશ્રી. મીતા, કપીલકુમાર, તેજસકુમારના સાસુ. તે વિનોદભાઇ, નરેન્દ્રભાઇનાના ભાભી. તે શ્ર્લોક અને સેલજાના દાદી. તે તક્ષના નાની. લૌકિક પ્રથા બંધ છે. પિયરપક્ષનું બેસણું ઓચ્છવાલ કાળીદાસ શાહ.