હિન્દુ મરણ
હાલાઈ લોહાણા
સૌ. મીનાબેન કિરીટ ઠક્કર (ઉં.વ. ૬૨) તા. ૩૧-૧૦-૨૨ના રોજ શ્રીજીશરણ પામેલ છે. કિરીટ ડાહ્યાલાલ ઠક્કરના પત્ની. જીમિત અને દિશાના માતોશ્રી. સ્વ ભારતીબેન, જિજ્ઞેશભાઈ તથા ચેતનાબેનના બેન. ટિઆરાના નાનીમા. રેયાંશના દાદીમા. ચિરાગ વિનોદભાઈ ઠક્કર અને દિશાના સાસુમા. પ્રાર્થનાસભા – ગુરુવાર, તા. ૩-૧૧-૨૨ના રોજ સાંજે ૪.૩૦ થી ૬.૩૦ કલાકે સનરાઈસ હોલ, સાઈબાબા નગર, બોરીવલી વેસ્ટ, મુંબઈ-૯૧. લૌકિક વ્યવહાર બંધ છે.
વરિયા પ્રજાપતિ
બોટાદ હાલ કાંદિવલી સ્વ. ગંગાબેન વીરજીભાઈ વેલાણી (ઉં.વ. ૮૩) તા. ૨૯-૧૦-૨૨ના રામચરણ પામેલ છે. તે સ્વ. વીરજીભાઈ મોતીભાઈ વેલાણીના પત્ની. મનીષ વિરજીભાઈ વેલાણીના માતા. પ્રભા મનીષ વેલાણીના સાસુમા. હિરેન વેલાણી, ભરત વેલાણી, વિકી વેલાણીના બા. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૮-૧૧-૨૨ના સવારે ૯ થી ૧૧ કલાકે. સ્થળ: નરવને ફાર્મ હાઉસ (પોપટ સ્કૂલ), એમ. જી. રોડ, સ્વામિનારાયણ મંદિરની બાજુની ગલ્લી, કાંદિવલી પશ્ર્ચિમ.
ગુગળી
દહીંસર સ્વ. ધનેશભાઈ લક્ષ્મીશંકર ઉપાધ્યાય (ઉં. વ. ૬૬) ૩૦-૧૦-૨૨, રવિવારના શ્રીચરણ પામ્યા છે. દસ ક્રિયા, શ્રાધ્ધ વિધિ દ્વારકા મુકામે ૮-૧૧-૨૨થી ૧૧-૧૧-૨૨ રાખેલ છે.
વિશા સોરઠીયા વણિક
વિરાર મુકામે ગં. સ્વ. શાંતાબેન ડાયાલાલ શાહના પુત્ર વિનોદચંદ્ર શાહ (શીલવાળા) (ઉં. વ. ૭૮) રવિવાર, ૩૦-૧૦-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે નિર્મળાબેન વિનોદચંદ્ર શાહના પતિ. તે સ્વ. મહેન્દ્ર ડાયાલાલ શાહ, હરકીશન ડાયાલાલ શાહ, જયશ્રીબેન મહેન્દ્ર શાહના ભાઈ. તે રાજેશ, મનિષના પિતાશ્રી. તે મીના, આરતીના સસરા. તે રાજ અને દ્રુમિલના દાદા. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઈડર ઔ. પિસ્તાલીસ જ્ઞાતિ
ગામ કુકડીયા નિવાસી નારાયણદાસ જમીયતરામ ત્રિવેદી (ઉં. વ. ૮૩) ૩૦-૧૦-૨૨, રવિવારના કુકડીયા મુકામે અક્ષરધામ પામ્યા છે. તે ઉર્મિલાબેનના પતિ. સ્વ. બાલકૃષ્ણભાઈ, સ્વ. ગુણવંતભાઈ, શારદાબેન સૂર્યકાંત મહેતા અને દિનેશભાઈના ભાઈ. વિપુલ, નિખિલના પપ્પા. ભાવિના સસરા. સ્વ. જટાશંકર કાશીરામ વ્યાસ (બ્રહ્મપુરી)ના જમાઈ. રુુચિ, આદિત્ય, રિતિક અને શાંતનુના દાદા. પ્રાર્થનાસભા કુકડિયા શ્રી ઠાકોર મંદિરમાં બપોરે ૩થી ૫. સોમવાર, ૭-૧૧-૨૨ના રહેશે. માથે નાખવાની પ્રથા બંધ છે.
ગામડિયા દરજી
ગ્રાંટ રોડના સ્વ. બુધુભાઈ વીશીવાળાના પુત્ર સ્વ. નરેન્દ્રભાઈના પત્ની રંજનબેન (ઉં. વ. ૬૯) તે ચેતન, કમલ, ભાવેશના માતા. અલ્પાના સાસુ. વ્રિષ્ટીના દાદી ૨૬મીને બુધવારે દેવલોક પામ્યા છે. છેલ્લું બેસણું ૭મીને સોમવારે સાંજે ૪થી ૬. ઠે.: ૨૩, હયાત મંઝિલ, રૂમ નં. ૫, મહિલા પટેલ અગિયારી લેન, ગ્રાંટ રોડ (પૂ.).
વલસાડ (હાલર) નિવાસી હાલ મીરા રોડ સ્વ. ભગવાનદાસ વિઠ્ઠલદાસ બલસારા (ઉં. વ. ૮૫) ૨૫-૧૦-૨૨, મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. તારામતીબેનના પતિ. તે કૌશિક, રાકેશ, નયનાના પિતા. તે દિપ્તી, ગીતા, સમીરકુમારના સસરા. તે માનસી, મુકુલના દાદા. તે કેવિન, હેત્વીના નાના. પ્રાર્થનાસભા ૫-૧૧-૨૨ના ૪થી ૬. નિવાસસ્થાન: રાકેશ બી. બલસારા, બિલ્ડિંગ નં. ૧૩- ૩૦૧/૩૦૨, શાંતિ ગાર્ડન, સેક્ટર-૬. મીરા રોડ (ઈસ્ટ).
દશા મોઢ માંડલિયા વણિક
ચોરવાડ હાલ ભાયંદર ઇન્દીરાબેન (ઉં.વ. ૮૫) તે રમેશચંદ્ર જદુલાલ મેસ્વાણીના ધર્મપત્ની. સ્વ. રતિલાલ દ્વારકાદાસ પારેખની પુત્રી. દિપક તથા ચેતનના માતુશ્રી. મીનાના સાસુ. યશ તથા વલ્લભીના બા. ૧/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. સાદડી પ્રથા બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી
મૂળગામ ડુંગર હાલ મીરા રોડ સ્વ. રમેશચંદ્ર શામજીભાઈ ગુલાબચંદ મહેતા (ઉં.વ. ૭૯) તે હસુમતીબેનના પતિ. સંજય, નિપુલ, જય, હિના, મૈત્રીના પિતા. સ્વ. કવિતા, મેઘા, મનીષકુમાર નગીનદાસના સસરા. સ્વ. અનંતરાય, સ્વ. કનૈયાલાલ, સ્વ. મુક્તાબેન જેચંદ, સ્વ. કાંતાબેન સન્મુખલાલ, સ્વ. ઇચ્છાબેન હિંમતલાલ, સ્વ. નિર્મળાબેન મનસુખલાલ, મધુબેન જીતેન્દ્ર, સ્વ. શકુંતલા પ્રવિણચંદ્રના ભાઈ. લીમડા હનુભાનાં નિવાસી સ્વ. રતિલાલ જાધવજી મોદીના જમાઈ. ૩૦/૧૦/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૩/૧૧/૨૨ના ૪ થી ૬ કલાકે સેક્ટર ૧૦, સ્વામિનારાયણ મંદિર હોલ, પહેલે માળે, મીરા રોડ ઈસ્ટ.
સોરઠીયા પ્રજાપતિ કુંભાર જ્ઞાતિ
બદલાપુર નિવાસી, જગદીશભાઇ માવજીભાઈ ગોહિલ (ઉં.વ. ૭૩), સોમવારના શ્રીરામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૩-૧૧-૨૨ ગુરુવાર બપોરે ૩ થી ૫. તે ગં. સ્વ. નિર્મલાબેનનાં પતિ. પિયુષભાઈ, પ્રિતેશભાઈ તથા ધર્મિષ્ઠાબેનના પિતાશ્રી. સતીષભાઈ શિંગડીયા, રીમાબેન તથા સેજલબેનના સસરા. કલ્પનાબેન તથા હીનાબેન, સ્વ. પ્રકાશભાઈના મોટા ભાઈ. સ્વ. ગોપાલભાઈ નથુભાઈ ચિત્રોડાના જમાઈ. ત્રીજો માળ, જાનકી મંગલ કાર્યાલય, પ્રિતી બેન્ક્વેટ હોલની ઉપર, રહેમત મહેલ બિલ્ડિંગ, રેલવે સ્ટેશનની સામે, ડોમ્બિવલી પશ્ર્ચિમ.
ઘોઘારી લોહાણા
સાવરકુંડલા (બાઢડા) હાલ નેરુલ નવી મુંબઈ રાજેશ વ્રજલાલ માધવાણી (ઉં.વ. ૭૧) તે સ્વ. શારદાબેનના પુત્ર. રેખાબેનના પતિ. ચેતા (ચાર્મી) નીતીનકુમાર મહાજનના પિતા. સ્વ. ગોવિંદજી વલ્લભજી સીરોદરિયાના જમાઈ. સ્વ. મહેશ, કિરણબેન સુરેશભાઈ જીમુલિયા, ઉષાબેન નંદકિશોર કક્કડના ભાઈ. ૧/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગં.સ્વ. સ્વ. મહાલક્ષ્મીબેન તેમ જ સ્વ. રામજી ધનજી ચંદન કચ્છ ગામ ઐયર હાલ પુના નિવાસીના મોટા પુત્ર કાનજીભાઈ (ઉં.વ. ૭૯) તે કનકલતાબેન (હરદેવી)ના પતિ. તે રાજેશ, યોગેશના પિતા. તે સૌ. શિલ્પાબેન તથા પાયલબેનના સસરાજી. તે ગં.સ્વ. સ્વ. હીરબાઈ તથા સ્વ. પ્રધાનજી શામજી મંડણવિજાર (બબિયાભાઈ) કચ્છ ગામ ઐડા હાલ મુલુંડના મોટા જમાઈ. તે સ્વ. પુષ્પાબેન, ડૉ. લિલાધર, સૌ. કુસુમબેન, સૌ. નયનાબેન, ડૉ. વસંત, સૌ. ઉષાબેનના મોટાભાઈ મંગળવાર, તા. ૧-૧૧-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થના સભા તા. ૩-૧૧-૨૨ના બપોરે ૩થી ૫ વાગે મહાવીર પ્રતિષ્ઠાન, શૈલેષબરી પાર્ક, મહર્ષિ નગર પોલીસ સ્ટેશનની સામે, પુને ૪૧૧૦૩૭માં રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
કરાચીવાળા હાલ ઘાટકોપર ગં.સ્વ. પુષ્પાબેન હરજીવનદાસ ભોજાણી (ઉં.વ. ૮૭) તે સ્વ. જમનાદાસ ગોરધનદાસ માલાણીનાં દીકરી (પુના). તે સ્વ. દક્ષાબેન અશ્ર્વિનભાઈ દાસાણી, ભાવનાબેન હીતેન્દ્રભાઈ ભટ્ટ, માલતીબેન અશોકભાઈ પટેલ, જયશ્રીબેન કિરીટભાઈ આયા, હીતેનભાઈ તથા સંજયભાઈના માતુશ્રી. રેશમાબેનના સાસુ. તથા પ્રાચી કાર્તીક કુટમુટીઆ, અભિષેકનાં દાદીમાં તા. ૩૧-૧૦-૨૨નાં રોજ અક્ષરધામ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૩.૧૧.૨૨ ગુરુવાર સાંજે ૫ થી ૭ રાખેલ છે. સ્થળ: જેસ્મીન હૉલ, જોલી જિમખાના, વિદ્યાવિહાર.
ચિંચણ તારાપુર ઘોઘારી દશાપોરવાડ વૈષ્ણવ વણિક
શ્રીમતી શોભા (ઉં.વ. ૭૩) તે અશોક ભગવાનદાસ ડાંડાના ધર્મપત્ની. તે કુણાલના માતુશ્રી. ડિમ્પલના સાસુ. ઈરાના દાદી. સ્વ. સુશીલા તથા ધીરજલાલ પારેખ (કડુભાઈ)ના સુપુત્રી. તથા સ્વ. ઉદય તેમ જ રક્ષા કીરીટ શાહ, પૂર્ણિમા મહેશ શાહ, સ્મિતા કેતન ચોક્સીના બેન તા. ૧-૧૧-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૩-૧૧-૨૨ના ગુરુવાર રોજ ૫ થી ૭ના રાખેલ છે. સ્થળ : જી-૪૧, રુસ્તમજી સેન્ટ્રલ પાર્ક, ચકાલા, અંધેરી-કુર્લા રોડ, અંધેરી (ઈસ્ટ). (લૌકિક વ્ય. બંધ રાખેલ છે.)
કચ્છી બ્રહ્મક્ષત્રિય
મઊ મોટી હાલે મીરારોડ સુરેશ મેઘજી રાજાવાઢા (ઉં.વ. ૪૮) તા. ૩૧-૧૦-૨૨ના રામશરણ પામેલ છે. તે મંજુલાબેન મેઘજીભાઈ નારાણજી રાજાવાઢાના મોટા પુત્ર. તે સોનાના પતિ. તે પંખુ અને ચેરીના પિતા. તે નિતા કિશોર લિયા, હંસા હિરેન મચ્છર, વિજય અને રવિ (રાજેશ)ના ભાઈ. તે પુષ્પાબેન નાનજીભાઈ, મીનાબેન જેન્તીભાઈ, લક્ષ્મીબેન વિસનજી, રાધાબેન પ્રેમજી, પ્રવીણ, રાજેન્દ્ર, સ્વ. રમેશ, પ્રકાશના ભત્રીજા. તે સ્વ. છોટાલાલ જિતેન્દ્રના ભાણેજ. તેમની પ્રાર્થના સભા તા. ૩-૧૧-૨૨ ગુરુવાર સાંજે ૪થી ૫ વાગ્યે પાંજીવાડી, કાંજુર માર્ગ સ્થળે રાખવામાં આવેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે).
કપોળ
સિહોરવાળા (હાલ ઘાટકોપર) સ્વ. જગમોહનદાસ જયંતિલાલ મુનીના ધર્મપત્ની ગં. સ્વ. મંજુલાબેન (ઉં.વ. ૮૬) મંગળવાર, તા. ૧-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ચેતના ભરત મહેતા, જયશ્રી દિલીપ હકાણી અને આશિષના માતુશ્રી. સ્વ. ભરત ઉત્તમલાલ મહેતા, દિલીપ નંદલાલ હકાણી તથા સ્વ. કલ્પનાના સાસુ. ઉત્સવ-શિવાંગી તથા હર્ષના દાદી. પિયરપક્ષે સાવરકુંડલાવાળા રતિલાલ શામજી સંઘવીના દિકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. ૧૦૧, અલકનંદા, નીલકંઠ વેલી, રાજાવાડી, ઘાટકોપર-પૂર્વ.
ઔદિચ્ય ગોરવાલ બ્રાહ્મણ
ઉથમણ નિવાસી હાલ અમદાવાદ સ્વ. રતિલાલ દેવનાં પત્ની ગં.સ્વ. લક્ષ્મીબેન ૨૮મી ને શુક્રવારે દેવલોક પામ્યા છે. તે લક્ષ્મણભાઈ, રાજેશભાઈ, દિલીપભાઈ, સંધ્યા હિરાલાલ પંડ્યા, નિર્મલા નિરંજન વોરા, પ્રીતિ રમેશ વોરાનાં માતા. સ્વ. મંજુલાબેન, દક્ષાબેન, લતાબેનનાં સાસુ. સ્વાતિ ભાવેશ દવે અને રિંકલ કલ્પેશ દવેનાં દાદી. પ્રાર્થનાસભા ૩જીને ગુરુવારે, સાંજે ૬.૩૦થી ૮.૩૦ રાખેલ છે. ઠે: શ્રી લોહાણા મહાજન વાડી, પહેલે માળે, એસ.વી. રોડ, શંકર ભગવાન મંદિરની બાજુમાં, કાંદિવલી (પ.).