હિન્દુ મરણ
સ્વ. ડાહીબેન તથા સ્વ. રવજી દયાળજી તન્ના કચ્છ ગામ ગુઇર હાલ પુનાવાલાના પુત્રવધૂ. તે સ્વ. મંગલદાસ તન્નાના ધર્મપત્ની કલાવતીબેન (ઉં. વ. ૮૩) તા. ૧૬-૧-૨૩ના રામશરણ પામેલા છે. તે સ્વ. સુરજી અને કરસનદાસ ભીમજી, સ્વ. મણીબેન, શાંતીબેન તથા ગોદાવરી, રસીલાબેનના બહેન. તે દક્ષાબેન, ગીતા, તરૂલતા, શોભના, મુકેશ, જયેશ તથા સ્વ. તૃપ્તિબેનના માતુશ્રી. તે સ્વ. પાર્વતી મેઘજી, સ્વ. કમળા ભગવાનદાસના ભાભી. તે લીના, પાર્થ, ભાવીશા, ખુશાલીનાં દાદીમા. પ્રાર્થનાસભા બન્ને પક્ષ તરફથી તા. ૧૮-૧-૨૩ના બુધવારના ૪થી૬. ઠે. શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, ભવાની પેઠ, પાલખી ચોક, કીરાડ ગલ્લી, પૂના, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટિયા
ગુણવંતી ભગવાનદાસ મરચંટ (ઉં. વ. ૮૪) હાલ સાંતાક્રુઝ તે સ્વ. પ્રેમકુંવરબેન ભગવાનદાસ ધનજીના પુત્રી. તે સ્વ. હેમકળાબેન હંસરાજ કાપડીયા અને સ્વ. રણજીત ભગવાનદાસ મરચંટના બેન. તે અ. સૌ. ચૌલા, બિમલ સંપટ અને સ્વ. બિરેન રણજીત મરચંટના ફોઈ. તે અ. સૌ. ઉષા ગોરધનદાસ ભાટિયા, નરેન્દ્ર હંસરાજ, સ્વ. શૈલેષ હંસરાજ અને સ્વ. સુધીર હંસરાજના માસી સોમવાર, ૧૬-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. સર્વે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી લોહાણા
અનિલભાઈ ગુણવંતરાય (બાબુભાઈ) કાનાબાર મુળ અમરેલીના હાલ મુંબઈ (ઉં. વ. ૫૪) તે સ્વ. ગં. સ્વ. મંજુલાબેન કાનાબારના પુત્ર તથા નયનાબેનના પતિ તથા યોશાના પિતાશ્રી. તથા રશ્મિબેન અતુલકુમાર લાખાણીના ભાઈ તથા પુષ્પાબેન નગીનદાસ પરમારના જમાઈ તથા હિંમતલાલ તુલસીદાસ કાનાબારના ભત્રીજા. ૧૫-૧-૨૩, રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની લૌકીક વ્યવહાર બંધ છે.
વીસા ખડાયતા
રશ્મિભાઈ (ગોપાલ) શાહ (દેલોલવાળા) તે સ્વ. જયંતીલાલ કેશવલાલ શાહના પુત્ર. સ્વ. પ્રતાપરાય વી. પારેખના જમાઈ. રાજુલબેનના પતિ. નિધીના પિતા. ગૌરવના સસરા. રીઆનના નાના ૧૩-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર, ૨૦-૧-૨૩ના ૫ થી ૭. ઠે. તારાબાઈ હોલ, મરીન લાઈન્સ (વે.) લૌકિ વ્યવહાર
બંધ છે.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ
ગં. સ્વ. મંજુલાબેન (વેલા) છાંગાણી ગામ માંડવી હાલે મુલુંડ (ઉં. વ. ૮૫) તે સોમવાર ૧૬.૧.૨૩ના હરીૐ શરણ પામેલ છે. તે સ્વ. ચીમનલાલ કાંતીલાલ છાંગાણીના પત્ની. તે સ્વ. ધીમંતભાઈ અને સૌ. વંદનાબેન ધર્મેશભાઈ ચડમંદરાના માતુશ્રી. તે સ્વ. મનહરલાલ, સ્વ. ફુલશંકરભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. ધનલક્ષ્મીબેન પ્રાણનાથ, ભરતભાઈ, જયાબેન કિશોરભાઈના ભાભીશ્રી. સ્વ. ભાગચંદ કેશવજી રત્નેશ્ર્વરના પુત્રી. તે સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. અરુણભાઈ, મહાલક્ષ્મીબેન વિજયશંકર જેઠા, જયાબેન પુરુષોત્તમ રાડીયાના બેન. અંકીત, દિશા અને મીતાલીના નાનીમા. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૮-૧-૨૩, બુધવારના ૫ થી ૭. ઠે. સારસ્વત વાડી, ગ્રાઉન્ડ ફલોર, મુલુંડ (વે). લૌકીક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણીક
ભાવનગર હાલ વસઈ સ્વ. કાંતીલાલ ભગવાનદાસ મહેતાના પુત્ર ભરતભાઈના ધર્મપત્ની અ. સૌ. જયશ્રીબેન (ઉં. વ. ૭૨) તે ૧૬-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે હેમા પ્રણય ગાંધી અને હેતના પિયુષ મહેતાના માતુશ્રી. રોનક, હિરલ, હર્ષ અને દર્શના નાની. તે સ્વ. કનૈયાલાલભાઈના નાના ભાઈના પત્ની. યોગેશભાઈ, કૈલાશબેન, જયોતીબેન અને આશાબેનના ભાભી. તે મોસાળ પક્ષે મણારના હાલ દહાણુ રોડ સ્વ. સવિતાબેન જયંતીલાલ શાહના દીકરી. (લૌકિક વ્યવહાર બંધ છે).
કપોળ
ઉમરાવાળા (હાલ બોરીવલી) રસીકલાલ કાળીદાસ ભુતા (ઉં. વ. ૮૧) ૧૬-૧-૨૩ ને સોમવારના શ્રીજીચરણ પામ્ોલ છે. તે હંસાગૌરીના પતિ. દિલીપ, અનીષ, ધર્મેન્દ્રના પિતાશ્રી. અ. સૌ. અલ્પા, અ. સૌ. જીગીષા, અ. સૌ. પલ્લવીના સસરા. તે સ્વ. ચંપાબેન જયંતીલાલ, સ્વ. પ્રવિણભાઈ, ઉમેશભાઈ, સ્વ. ઈલા નરેન્દ્રના ભાઈ. ભાવનગરવાળા મુકુંદભાઈ મહેતા, સ્વ. સરસ્વતીબેન સંઘવી, સ્વ. રમણીકભાઈ મહેતા, સ્વ. સુભાષભાઈ મહેતા, જીતેેન્દ્રભાઈ મહેતા, સુરેશભાઈ મહેતાના બનેવી. તે જાનકી, નીકુંજ, આયુષ, અ. સૌ. શ્રેયા, હર્ષ, ખ્યાનાના દાદા. પ્રાર્થનાસભા ૧૯-૧-૨૩ ને ગુુરુવારના ૪ થી ૬. ઠે. આંગન કલાસીક હોલ, કેંટ ગાર્ડન એપાર્ટમેન્ટ, ટી. પી. એસ. રોડ, એમ. કે. સ્કૂલની બાજુમાં, બોરીવલી (વે).
કચ્છી લોહાણા
સ્વ. બચુબેન (રતનબાઈ) હીરજી રૂપારેલ કચ્છ ગામ વાકુવાળાના પુત્ર દેવજીભાઈ (ઉં. વ. ૮૩) તે સ્વ. દેવકાબેન રણછોડદાસ રાયકુડલીયા (વીંઝાવાળા)ના જમાઈ. તે દમયંતીબેનના પતિ. છાયા, પ્રકાશ, સ્વ. અમિતના પિતાશ્રી. ચેતનના કાકા. તે સ્વ. કનૈયાલાલ ગં. સ્વ. વસંતબેન ખીમજી મુગાણીના ભાઈ સોમવાર, ૧૬-૧-૨૩ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. નિ. પ્રકાશ દેવજી રૂપારેલ, કચ્છી લોહાણા બિલ્ડીંગ, ચીંચપોકલી (વે.).
હાલાઈ લોહાણા
કરાંચીવાલા હાલ મુલુંડના જીતેન્દ્ર જોબનપુત્રા (ઉં. વ. ૭૬) તે સ્વ. રશ્મિમબેનના પતિ. સ્વ. દેવચંદ ચત્રભુજ જોબનપુત્રાના પુત્ર. તે મુકેશભાઈ, અજયભાઈ કાનજી, શારદા કનૈયાલાલ રૂપારેલાના ભાઈ. ચંદ્રેશ, નીતા, કિર્તીદા તથા કાજલના પિતાશ્રી. અવની જોબનપુત્રા, ડેનિશ, રાજેશ ભાટિયા થતા રાહુલ ઝવેરીના સસરાજી. ગિરધર લાલ સોમૈયાના જમાઈ રણજીતભાઈ માણેકના વેવાઈ ૧૬-૧-૨૩, સોમવારે અક્ષરધામ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખવામાં આવેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
સુરતી દશા પોરવાડ વણિક
નિરંજના કિલ્લાવાલા (ઉં. વ. ૯૨) તે સ્વ. જગદીશ ચંપકલાલ કિલ્લાવાળાના પત્ની. પદ્માબેન તથા ચુનીલાલ મોતીલાલ દલાલના પુત્રી. મૃણાલ, વિપ્લવ તથા દેવાંગના માતા. સતીશ મોદી, પરાગિની તથા સચીના સાસુ. ઋષિત તથા ચિતવનના દાદી. મયુમીના વડસાસુ. તા. ૧૬-૧-૨૩ના શ્રીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૯-૧-૨૩ના સાંજે ૫થી ૭. ઠે. ચતવાણી બાગ, ગોખલે રોડ, વિલેપાર્લે (પૂર્વ)માં.
નાઘેર દશા શ્રીમાળી વણિક
ઉના નિવાસી હાલ કાંદિવલી સ્વ. કરમચંદ હરીદાસ શેઠના પુત્ર નલિનભાઇ (ઉં. વ. ૭૯) તે સ્નેહલતાના પતિ. સ્વ. વિનોદભાઇ, સ્વ. મંજુલાબેન પરીખ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. મનુભાઇ, ધનેશભાઇના ભાઇ. ચેતન, યતીન, તૃપ્તીના પિતા. મોનીકા, કૃપા, સમીરકુમાર ભોજાણીના સસરા. તે સ્વ. જમનાદાસ ભીખુભાઇ શાહના જમાઇ. તા. ૧૬-૧-૨૩ના સોમવારે અક્ષરનિવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૯-૧-૨૩ના ગુરુવારે સાંજે ૫થી ૭. ઠે. લોહાણા મહાજન વાડી, શંકર મંદિર, કાંદિવલી (વેસ્ટ).
વિશા સોરઠીયા વણિક
ગણોદવાળા હાલ કાંદિવલી, સ્વ. વિરેન શાહ (ઉં.વ. ૫૦), તે સ્વ. વસંતબેન, સ્વ. હરિદાસ પાનાચંદ શાહના પુત્ર. સ્વ. કૌશિકાના પતિ. પ્રજ્ઞા (પૂજા) હર્ષદ મલકાણ, નીતા નીલેશ પારેખ, અમિતા જયેશ બખાઈના ભાઈ. અમૃતલાલ માઉ, સ્વ. ત્રિભોવનભાઈ, સ્વ. પ્રભુદાસ, સ્વ. બાબુભાઈ, પ્રવીણભાઈ, પુષ્પાબેન પ્રાણલાલ તલાટીના ભત્રીજા. ધ્વનિ, પિન્કી, ભવ્ય, ધ્રુવ, સેજલના મામા, ૧૪-૧-૨૩ ને શનિવારના શ્રીજીચરણ પામેલ છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ છે.
વીરપુર દશાનીમા વૈષ્ણવ વણિક
સુરેખાબેન અશ્ર્વિનભાઇ નવલખી (ઉં.વ. ૭૩) તે સ્વ. સાવિત્રીબેન તથા સ્વ. જયંતીલાલ કેશવલાલ સુરુના પુત્રી. સ્વ. અશ્ર્વિન નવલખીના ધર્મપત્ની. કિરીટભાઈ, જ્યોત્સ્નાબેન, સ્વ. હર્ષાબેન, અલ્કાબેન, રીટાબેનના બહેન. નીરવ, હિરલના ફઈ. સ્વ. તુષાર, રૂપેશ, સ્નેહા, હેતલ કુણાલ, પ્રયંકના માસી, ૧૬/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તેમનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ છે.
પાવરાઇ ભાટિયા
સ્વ. માનસિંહ વેલજી ભાટિયાના ધર્મપત્ની ગં. સ્વ. મધુરીબેન (હેમુબેન) ભાટિયા (ઉં.વ. ૮૬) તે ૧૫/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે રવિન્દ્ર, જૈમિન, ઉદય તથા અલ્પાના માતુશ્રી. વેણુબેન, દીપકભાઈ ઝાંટાકિયા, મયુરીબેન તથા હિરેનભાઈ રાજડાના સાસુ. સ્વ. તારાબેન સુંદરદાસ આશર, સ્વ. જયાબેન હરિદાસ સંપટ, ગં. સ્વ. રજનીબેન રણજીતભાઇ સંપટ, સ્વ. ચંદ્રસેન વિઠ્ઠલદાસ મુલાણી, ગં. સ્વ. જયશ્રીબેન પ્રકાશભાઈ ઉદેશીના બહેન. સ્વ. ગોમતીબેન, સ્વ. વલ્લભદાસ, સ્વ. વીણાબેન, સ્વ. માલિનીબેન, સ્વ. સુરેશભાઈના ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળ ગામ જામખંભાળિયા, હાલ બોરીવલી અ.સૌ. ક્રિષ્ણા સુરેશભાઈ સુતરીયા (ઉં.વ. ૭૨) તે સ્વ. જયવંતીબેન તથા સ્વ. ગોરધનદાસ માધવજી સુતરીયાના પુત્રવધૂ. પિયરપક્ષે ગં.સ્વ. શાંતાબેન કાંતિલાલ દાસાણી પુનાવાળાના પુત્રી. બ્રિજેશ – અ.સૌ. રિના, નયન, હાર્દિક- અ.સૌ. દિયા તથા અમીશા અમિતકુમાર મીરાણીના માતુશ્રી. સ્વ.મથુરાદાસ, સ્વ. વિઠ્ઠલદાસ, હરીશભાઈ, અરવિંદભાઈના ભાઈના પત્ની. ડો. મુસ્કાન, તાનીયા, ટ્વિન્કલ, પ્રથમ, વત્સલના દાદી. મંગળવાર, તા. ૧૭-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના સભા ગુરૂવાર, તા. ૧૯-૧-૨૩ના ૯.૩૦ થી ૧૧.૦૦ હાલાઇ લોહાણા બાળાશ્રમ, મથુરાદાસ એક્સટેંશન રોડ, અતુલ ટાવર પાસે, કાંદીવલી વેસ્ટ. ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
ભરતભાઈ શાંતિલાલ દવે (ઉં. વ. ૮૨), તે સ્વ. કાન્તાબેન તથા સ્વ. શાંતિલાલ દવેના સુપુત્ર. જયશ્રીબેનના પતિ. ચિ. હર્ષના પિતા. સૌ. જીગ્નાના સસરા. માલવ અને જીલના દાદાજી. સ્વ. શાંતાબેન હરિપ્રસાદ રાવલના જમાઈ તા. ૧૬-૧-૨૩ના મુંબઈ મુકામે કૈલાસવાસી થયા છે. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૨૦-૧-૨૩ના પાંચ થી સાત સ્થળ-સન્યાસ આશ્રમ, વિલેપાર્લે -વેસ્ટ.