હિન્દુ મરણ
કાંદિવલી નિવાસી લલીતભાઇ અમીચંદ મહેતા (બાબરીયા) (ઉં.વ.૭૬) તા. ૧૪-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કુમુદબેનના પતિ. જીજ્ઞેશ, સાગર, કોમલના પિતા. સ્વ. ડો. પ્રતાપરાય, સ્વ. ડો. નટુભાઇ, સ્વ. પ્રવીણચંદ્રના નાના ભાઇ. રમેશભાઇ નાગરદાસ ધોળકીયાના બનેવી. રમા, પ્રિયંકાના સસરા. નિયતીના દાદા. લૌકિક વ્યવહાર તથા સાદડી પ્રથા બંધ રાખેલ છે.
બ્રાહ્મણ મારુ સોની
ડો. હેમંતભાઇ ધીરજલાલ અંકલેશરીયા (ઉં. વ. ૮૬) મુંબઇ નિવાસી તે ડો. જયલતાબહેનના પતિ. તે ડો. નચિકેતભાઇના પપ્પા. તે ડો. રક્ષાબહેનના સસરા. તે સ્વ. યોગેશભાઇ તથા સ્વ. મંદાકિનીબહેન વિષ્ણુપ્રસાદ સોનીના મોટાભાઇ. તે શૈલી-જીગર-આલાપ-રત્નાના દાદાજી તા. ૧૫-૧-૨૩ના મુંબઇ મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
હાલાઇ લોહાણા
સ્વ. શાંતિબેન વીઠલાણી, સ્વ. જેતીલાલ વીઠલાણીના પત્ની મૂળ ગામ દ્વારકા હાલ મુંબઇ. તે મનીષભાઇ તથા સ્વ. મિલનભાઇના મમ્મી. લક્ષ્મીદાસ દામોદર તન્નાના બેન. ઉર્મિલાબેનના ભાભી. કમળાબેન કનૈયાલાલ પોંદાના બેન. સ્વ. ચંપાબેન ચંદુલાલ નથવાણીના બેન. નયનાબેન વિજયકુમાર રાજાના બેન રવિવાર તા. ૧૫-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટીયા
મહેન્દ્ર મરચંટ (ઉં. વ. ૮૦) તા. ૧૬-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ચતુરભુજ વલ્લભદાસ તેજપાલના પુત્ર. તે સ્વ. ઇન્દિરા કરસનદાસ વેદ (મરચંટ)ના પતિ. તે બંકીમ મરચંટ અને રાધિકા હેમલાઇના પિતા. અને નેહા મરચંટ અને અજયભાઇ હેમલાઇના સસરા બેસણું તા. ૧૭-૧-૨૩ના મંગળવારના સવારના ૯થી ૧૧. ઠે. સિંધુભવન હોલ, અમદાવાદમાં રાખેલ છે. મુંબઇમા લૌકિક વ્યવહાર બંધ છે.
વિસલનગરા નાગર બ્રાહ્મણ
ઉમતા હાલ મલાડ મુંબઇના મીનાક્ષી ભટ્ટ (ઉં. વ. ૭૩)તે મધુકર નારાયણલાલ ભટ્ટના ધર્મપત્ની. સમીર અને મેઘાનાં માતુશ્રી. ફાલ્ગુનીબેન અને નિમેષકુમાર પંડયાના સાસુ. હમીશા અને કરણનાં દાદી. પ્રિયલ અને રિશિતાનાં નાની શનિવાર, તા. ૧૪ જાન્યુઆરી ૨૦૨૩ના શ્રીહાટકેશશરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, ૧૭ જાન્યુઆરી ૨૦૨૩ના બપોરે ૩થી ૫, તેમના નિવાસસ્થાને: અસ્મિતા જયોતિ સોસાયટી, ડી-૪, પાંચમે માળે, ફલેટ નં. ૫૬, માલવણી ફાયરબ્રિગેડની બાજુમાં, મલાડ-માર્વે રોડ, મલાડ (પશ્ર્ચિમ).
કપોળ
સિહોરવાળા (હાલ ભાવનગર) સ્વ. ધીરજલાલ વ્રજલાલ સુખલાલ મુનિના પત્ની. ગં. સ્વ. સવિતાબેન (ઉં. વ. ૯૦) તે ભૂપેન્દ્રભાઈ, શૈલેષભાઈ, હરેશભાઈ, મુકેશભાઈ. રાગિણીબેનના માતુશ્રી. તથા જયશ્રીબેન, ગીતાબેન, માયાબેન, બીનાબેન, તથા અમરીશકુમાર રતિલાલ ભુવાના સાસુ. તથા સ્વ હસમુખભાઈ, સ્વ. જયકિશોરભાઈ ભરતભાઈ, રસીલાબેન કનૈયાલાલ, સ્વ. મંજુલાબેન સનતકુમાર, રમાબેન હરેશકુમારના ભાભી તા. ૧૩.૧.૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૯.૧.૨૦૨૩ ગુરુવાર પાવન ધામ ગ્રાઉન્ડ, મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ). ૪ થી ૬ પિયર પક્ષે પીપરડીવાળા સ્વ. હરગોવિંદદાસ પુરુષોત્તમદાસ દેસાઈ તરફથી પ્રાર્થનાસભા સાથે રાખેલ છે.
કચ્છી વાગડ લોહાણા
શીકારપુરના (હાલ મુંબઇ) સ્વ. નવીનચંદ્ર રતીલાલના ધર્મપત્ની દીવાળીબેન (દીયા) નવીનચંદ્ર જસાણી (ઉં. વ. ૮૩), ૧૪/૦૧/૨૩, શનિવારે રામશરણ પામેલ છે. તે ભચાઉના સ્વ. મણીબેન પુરુષોત્તમદાસ પુજરાના પુત્રી. તે ભરત, પંકજ, શીલા, અજય અને રાજુના મમ્મી. દીપ્તિ, શ્વેતા, ગીતા, હેમા અને રાજેશભાઈના સાસુ. તેમની પ્રાર્થના સભા, મંગળવાર, ૧૭ મી જાન્યુ., ૨૦૨૩ ના જલારામ હોલ, એન.એસ. રોડ, ૬, જેવીપીડી સ્કીમ, મુંબઈ૪૦૦૦૪૯, સમય: ૫:૦૦ થી ૭:૦૦.
હાલાઇ લોહાણા
હાણ નિવાસી સ્વ. ગુણવંતીબેન તથા સ્વ. ગીરધરલાલ કેશવજી ઠક્કરના પુત્ર દિનેશભાઇ (ઉં. વ. ૭૧) તે ૧૫/૧/૨૩ના કૈલાશવાસી થયેલ છે. તે મહેન્દ્રભાઈ, સ્વ. ભરતભાઈ તથા દીપકભાઈ, કલ્પના કિર્તીકુમાર મોદી તથા સ્વ. ભારતી રાજેશ શાહના ભાઈ. લક્ષ્મીના દિયર તથા દક્ષાના જેઠ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પંચાલ સુથાર
પલસાણા નિવાસી પ્રાણજીવન પંચાલના પુત્ર હસમુખલાલ (ઉં. વ. ૭૮) તે ૧૩/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે ભારતીબેન (પરીયા)ના પતિ. અતુલ તથા વિપુલના પિતા. શારદાબેન તથા નિશાના સસરા. ગં. સ્વ સુરેખાબેનના જેઠ. તેમની સાદડી ૧૯/૧/૨૩ના ૩ થી ૫. ઉદવાડા નિવાસસ્થાન : ૪૦૩, સત્યમ બિલ્ડીંગ, પ્રશાંતિ નીલાયમ પાર્ક, ભગવતી કોલોની જૈન દેરાસર પાસે ઉદવાડા.
વિશા સોરઠિયા વણિક
શીલવાળા હાલ અંધેરી દેવીદાસ આણંદજી તથા સ્વ. ભાનુમતી શાહના પુત્રવધૂ પૌલોમી (ઉં. વ. ૬૦) તે ભાવેશના ધર્મપત્ની. સ્વપ્નિલ-અવીનીતિ તથા ગ્રીષ્માના માતા. સ્વ. પ્રજ્ઞા પરીખની પુત્રી, સ્વ. નીતિન તથા અમિતના બહેન. ૧૫/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૧૭/૧/૨૩ ના ૫ થી ૭ જાનકીબાઇ હોલ, દાદાભાઈ રોડ, ભવન્સ કોલેજની બાજુમાં અંધેરી વેસ્ટ.
દશા સોરઠીયા વણિક
મૂળ ધોરાજી હાલ મુંબઇ નલીનીબહેન (ઉં. વ. ૮૪) તે વસંતરાય પોપટલાલ ગાંધીના ધર્મપત્ની. તે કલ્પના, હર્ષા, રીટા અને મલયના માતુશ્રી. સૌ. હિરલ ગાંધી, અશ્ર્વિન પરીખ, ડો. મનીષ માવાણી, અને ઉદય કાચલીયાના સાસુ. સૌ. સરયુ મહેન્દ્ર, સૌ. સ્મિતા દિનેશ, સૌ. મીતા બીપીન, રંજના જીતેન્દ્રના માસી. સ્વ. હિરાલક્ષ્મી મુકુંદરાય, સ્વ. સવીતાબેન, સ્વ. પુષ્પાબેન, સ્વ. ઉષાબેન, સ્વ. જશવંતભાઇ, સ્વ. નટવરલાલ, સ્વ. મુળવંતરાય, સ્વ. ઇન્દ્રકુમાર, સ્વ. નવનીતરાયના બહેન. આર્યમન, રેયા, શૈલી, દેવાંશી, જય, ચાંદની અને આયુષીના દાદી-નાની. તે તા. ૧૫-૧-૨૩ના રવિવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારશી બ્રાહ્મણ
સાણોદરવાળા હાલ કાંદિવલી સ્વ. પ્રભાવતી પરષોતમ ભટ્ટના જમાઇ. જે સરોજબેનના પતિ. તથા જયશ્રીબેન ધનસુખભાઇ જોષી, સ્વ. જીતેન્દ્રભાઇ. જયંતભાઇ, દિલીપભાઇના બનેવી. અનીલકુમાર દયાશંકર જાની (ઉં.વ. ૭૬) તા. ૧૫-૧-૨૩ના રવિવારના કૈલાસવાસી થયેલ છે. બન્ને પક્ષ તરફથી પ્રાર્થનાસભા તા. ૧૯-૧-૨૩ના ગુરુવારના બપોરે ૩થી ૫. ઠે. નાની બાની વાડી, લક્ષ્મીનારાયણ મંદિરની સામે, મદનવાડ, વલસાડ મુકામે રાખેલ છે.
કંઠી ભાટિયા
ગં. સ્વ. રમાલક્ષ્મી રતનસિંહ રણછોડદાસ આશર, ગામ સીંગચ-જામનગર, હાલ પારલા તે સ્વ. જયાબેન ગોરધનદાસ વેદના દીકરી. તે દક્ષા પ્રકાશ, ગીતા રમેશ, તુષારના માતુશ્રી. તે સ્વ. મધુરી, દમયંતી હસમુખ , સ્વ. કીર્તિદા, ભૂપેન્દ્ર, કિશોર અને રમેશના બહેન. તે જયોતિ ઉમેશ, અતુલ-અવનિ, તૃપ્તિ વિરેન, છાયા તરુણ, જસ્મીન હિતેશ, મોનાલી મેહુલના કાકી. મિરાયા, ચક્ષુ નંદન નામ્બિયાર, ચિરાગ અને શર્વિલના નાની. શનિવાર, તા. ૧૪-૧-૨૩ના દિને શ્રીજીચરણ પામ્યા છે. સર્વે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. પ્રભાબેન દામજીભાઇ કોટેચા ગામ તુણા (રામપર) હાલ મુલુંડના પુત્ર ચિરાગ (ઉં. વ. ૪૩) તા. ૧૪-૧-૨૩ના રામશરણ પામેલ છે. તે મીનાક્ષીના પતિ. રૂદયના પિતા. તે આશા પ્રકાશ, નીશા હિતેશ, ફાલ્ગુની અલ્પેશ, ચેતનના ભાઇ. તે બચુભાઇ નરસિંહભાઇ પટેલના જમાઇ. તે જીજ્ઞા ચેતન કોટેચાના જેઠ. મોસાળ પક્ષે હરીલાલ કાનજીભાઇ કોટકના ભાણેજ. પ્રાર્થનાસભા તા. ૧૭-૧-૨૩ના મંગળવારે સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ). ૫.૩૦થી૭. લૌકિક વ્યવહાર બંધ છે. બહેનોએ તે જ દિવસે આવી જવું.