હિન્દુ મરણ
કચ્છી ભાટીયા
મૂળ ગામ અંજાર, હાલ અમદાવાદ ચંદ્રકાન્તભાઇ હરિદાસ આશર (ઉ.વ. ૮૯) તે સ્વ. ચતુર્ભુજભાઇ, સ્વ. નરોત્તમદાસભાઇ તથા સ્વ. અશ્ર્વિનભાઇના ભાઇ. સ્વ. નવીનભાઇ તથા નરેન્દ્રભાઇ વોરા (રાજકોટવાળા)ના બનેવી. જીજ્ઞેશભાઇ આશરના પપ્પા. ખુશી તથા કુંજનના દાદા. જયસિંહભાઇ વેદ (મોરબીવાળા)ના વેવાઇ. તા. ૧૪ જાન્યુઆરી ૨૦૨૩ને શનિવારના શ્રીજીચરણ પામેલ છે. બેસણું: તા. ૧૬ જાન્યુઆરી સવારે ૯.૩૦થી ૧૧.૦૦ વાગ્યે. ઠે. બિલ્ડિંગ-એ, કેસેલા ટાવર, એસ.જી. હાઇવે, અમદાવાદ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળ ગામ ઢીણકી હાલ થાણા રમેશચંદ્ર કરસનદાસ પંચમતીયા (ઉં. વ. ૮૨) તે સ્વ. લક્ષ્મીબેન કરસનદાસ રતનશી પંચમતીયાના પુત્ર. તે હર્ષાબેનના પતિ. તે ચારુદત્ત તથા કુમારદત્તના પિતા. તે સ્વ. ચીમનલાલ, સ્વ. સરસ્વતીબેન વસનજી, ગં. સ્વ. પદમાબેન વસંતલાલના ભાઇ. તે સ્વ.જીવરાજ ધરમશી ગણાત્રાના જમાઇ. તે કાજલબેન તેમ જ સ્નેહાબેનના સસરા. શનિવાર તા. ૧૪-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર તા. ૧૬-૧-૨૩ના સાંજે ૪.૩૦થી ૬. ઠે. સહયોગ મંદિર, બીજે માળે, ઘંટાળી, થાણા (પશ્ર્ચિમ), લૌકિક વ્યવહાર બંધ છે.
બાલાસિનોર દશાનીમા વણિક
હાલ બાલાસિનોર નિવાસી સ્વ. રમેશચંદ્ર મોહનલાલ પરીખ (બંગાળી) (ઉં. વ. ૮૫) તે સ્વ. અંજનાબેનના પતિ. અને સ્વ. મોહનલાલ છોટાલાલ પરીખ બંગાળીના પુત્ર. તે ગિરજાબે ચીમનલાલ પરીખના જમાઇ. અને અશ્ર્વીનકુમાર મોહનલાલ પરીખના નાના ભાઇ કેતકી ગાંધી, પુનિતા દેસાઇ અને આશિષના પિતા. દિવ્યેશકુમાર, રાકેશકુમાર અનેે નિમિષાના સસરા. રિદ્ધિ સનીકુમાર, વૃંદા, આશુતોષકુમાર, તથા હર્ષ, ઝીલના નાના અને પ્રિતીશના દાદા. તા. ૧૧-૧-૨૩ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. બેસણાંની તેમ જ બારમા તેરમાની લૌકિક પ્રથા
બંધ છે.
ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય બ્રાહ્મણ
વઢવાણ હાલ પવઇ કાલિંદી નિતીનકુમાર ત્રીવેદી (ઉં. વ. ૫૭) તા. ૧ો૪-૧-૨૩ના સ્વર્ગવાસી થયેલ છે. તે સ્વ. નિતીન મનુભાઇ ત્રિવેદીના ધર્મપત્ની. કુ. ભૂમિ અને વૈભવીના માતુશ્રી. તથા મુકેશ ત્રિવેદીના ભાભી. સ્વ. પ્રેમિલાબેન મનુભાઇ ત્રિવેદીના પુત્રવધૂ. યોગેન્દ્રભાઇ જાની તથા શશીકલાબેન જાનીના સુપુત્રી. બેસણું સોમવાર, તા. ૧૬-૧-૨૩ના સાંજે ૫થી ૭. ઠે. પહેલો માળ, પવઇ , આઇ.આઇ.ટી. મેઇન ગેઇટ સામે, પવઇ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિરાર ચરોતર રૂખી સ્થાનિક પંચાયત
ગામ વેરા કાવિકાના રહેવાસી મુંબઇ વસ્તા નરસિભાઇ ડાયાભાઇ ગરાસિયા તા. ૧૪-૧-૨૩ના શનિવારના શ્રીચરણ પામ્યા છે. તે સવિતાબેન ગરાસિયાના પતિ. અને મહેન્દ્ર તથા કેતન, વિજય ગરાસિયા, લતાબેનના પપ્પા. ગુલાબ કાળીદાસના સસરા. બેસણું તા. ૧૬-૧-૨૩ સોમવારના સાંજે ૫થી ૭. ઠે. વિરાર વિલેજ નાકા, નાનભટ રોડ (વેસ્ટ), ગેસ કોલોની વિરાર.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
તળાજા હાલ મુંબઇ સ્વ. સવિતાબેન ઉત્તમલાલ શેઠ (રાઠોડ)ની પૌત્રી. નયના ઉપેન્દ્ર શેઠની સુપુત્રી. તથા નીતીના બહેન. તથા દીહોર નિવાસી હાલ બોરીવલી સ્વ. કનૈયાલાલ હરીલાલ દેસાઇ પરિવારની ભાણેજ કુમારી ડિમ્પલ (ઉં. વ. ૨૮) તા. ૧૪-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૭-૧-૨૩ના મંગળવારના સાંજે ૪-૩૦થી૬-૩૦. ઠે. ભાટીયા ભગિરથ વાડી, દાદીશેઠ અગિયારી લેન, ચીરાબજાર-મુંબઇ-૪૦૦૦૦૨.