હિન્દુ મરણ
સૂર્યકાંત વાડીલાલ શાહ (ઉં. વ. ૮૪) ગામ પિલવાઇ હાલ મુંબઇ તા. ૧૧-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૧૩-૧-૨૩ના સાંજે ૫થી ૭. ઠે. તારાબાઇ હોલ, ૯૭ મરીન ડ્રાઇવ, મરીન લાઇન્સ (વેસ્ટ). તે રેણુકાબેનના પતિ. સ્વ. કુમુદભાઇ, નિરંજનભાઇ, સ્વ. સુભદ્રાબેન, કંચનબેન, સ્વ. શાંતાબેન તથા સ્વ. મંજુલાબેનના ભાઇ. ભાવેશભાઇ, શ્ર્વેતાબેન, સ્વ. પારુલબેન, મોનાબેન, તથા નીપાબેનના પિતા. પૂર્વીબેન, પરેશકુમાર, સૌરીનકુમાર તથા સચીનકુમારના સસરા. તનીશાના દાદા. વિરાલી, કરણ, ધ્રૂવી, પરમ, દ્રષ્ટિ, હેમીશાના નાના.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
મુંબઈ ચર્ચગેટ નિવાસી જસ્મીન અજમેરા (ઉં. વ. ૫૯) મંગળવાર, ૧૦-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ. મૃદુલાબેન અને સ્વ. કિશોર હીરાચંદ અજમેરાના પુત્ર. અવનીબેનના પતિ. જયશ્રીબેન અને સ્વ. તરૂણભાઈ પંચમિયાંના જમાઈ. હર્ષ અને ચાર્મી બ્રિજકુમાર તન્ટીના પિતાશ્રી. મનીષ, નીશિતા, રીના અને અશ્ર્વિનીના જેઠ. ત્રીષ્ણા હર્ષ અજમેરાના સસરા. બંને પક્ષની પ્રાર્થનાસભા યોગી સભાગૃહ, ૧લે માળે, દાદર, સેન્ટ્રલ રેલવે સ્ટેશન પાસે, દાદર ઈસ્ટ. શુક્રવાર, ૧૩-૧-૨૩, સાંજે ૪.૩૦ થી ૬.૩૦.
કચ્છી લોહાણા
સ્વ. લક્ષ્મીબાઈ વિશનજી મોટનપૌત્રા કચ્છ કોઠારાવાળા (હાલે મુલન્ડ)ના પુત્રવધૂ અ. સૌ. જયાબેન (રંજના) (ઉં. વ. ૭૩) ગુરુવાર, ૧૨-૧-૨૩ના રામશરણ પામેલ છે. તે પ્રતાપ વિશનજી ઠક્કરના ધર્મપત્ની. તે અ. સૌ. નીતા દીપકભાઈ, વિરલ, અ. સૌ. કેજલ પરાગભાઈ, સ્વ. નિલ્પાના માતાજી. તે અ. સૌ. જૈનીશાના સાસુ. તે સ્વ. મણીબેન વિઠ્ઠલદાસ શકરાણી, ગામ બેરાજાવાળાની પુત્રી. તે સ્વ. પ્રધાનભાઈ, નારાયણભાઈ, સ્વ. લીલાવંતીબેન પઠાઈ, સ્વ. કસ્તુરબેન ગોપાલજી, ગં. સ્વ. સાવિત્રીબેન વીરજીના ભાઈના પત્ની. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, ૧૩-૧-૨૩ના ૫ થી ૬-૩૦. ઠે. ધી આર્ટ ઓફ લિવીંગ, પરમેશ્ર્વરી સેન્ટર, પહેલા માળે, ઓફ મદનમોહન માલવિયા રોડ, મુલુંડ (વે). લૌકિક વ્યવહાર પ્રથા બંધ રાખેલ છે.
કચ્છ ગામ અંજાર હાલે મુલુંડ સ્વ. વલ્લભદાસ લધ્ધુભાઈ પરબીયાના ધર્મપત્ની ગં. સ્વ. જમનાબેન (જમુબેન) (ઉં. વ. ૯૦) તે વલ્લભજી રૂપારેલ ગામ સંગડના પુત્રી ૧૧-૧-૨૩ના બુધવારના શ્રીરામશરણ પામેલ છે. તે રાજેન્દ્રના માતુશ્રી. આશાના સાસુ. શ્ર્વેતા હિમાંશુ, રચના પ્રદીપના દાદી. તે પાનાચંદ વલ્લભજી રૂપારેલના બહેન. સ્વ. માધવજીભાઈ, સ્વ. ગોપાલજીભાઈ, સ્વ. વિક્રમભાઈના ભાભીની પ્રાર્થનાસભા ૧૩-૧-૨૩ને શુક્રવારના ૫.૩૦ થી ૭. ઠે. કાલીદાસ મેરેજ હોલ, પરષોત્તમ ખેરાજ રોડ, મુલુંડ (વે). લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
બ્રહ્મક્ષત્રિય
મુંબઈના સ્વ. જયંતિલાલ શાંતિલાલ જરીવાલા (ભૂૂત)ના ધર્મપત્ની ગં. સ્વ. ઉર્મિલાબેન (ઉં. વ. ૮૪) ૧૧-૧-૨૩, બુધવારના (યુ. એસ. એ. એટલાન્ટા)માં દેવલોક પામ્યા છે. તે સ્વ. ભાનુલાલ મુળજી મણિયારના દીકરી. ભૂપેન્દ્ર, હેમેન્દ્ર, કિર્તીદા હેમંતકુમાર મરચન્ટ, અલ્પા પ્રેમલકુમાર શાહના માતુશ્રી. મધુ, દિપ્તીના સાસુ. પ્રતીક, કપિલ, ધવલ, નિધીના દાદીમા. સોનમ, વિધિ, કૃતીના દાદી સાસુ. સ્થળ: ૬૮/૭૦, ગુલાલ વાડી, ૩જે માળે, મુંબઈ-૪૦૦૦૦૪. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
બાબરાના હાલ મુંબઈ મીનાબેન (ઉં. વ. ૬૭) ૯-૧-૨૩, સોમવારના શ્રીજીચરણ પામેલ છે. સુરેશભાઈ બચુભાઈ મલકાણના ધર્મપત્ની. ઈશીતા નૈયનેશ શેઠના માતુશ્રી. હીરાબેન પ્રાણલાલ સાગાણીની દીકરી. પ્રવીણા મધુકર શેઠ, જ્યોતી મનહરલાલ ભુપતાણી, નયનાબેન રાજેશ શાહ, તૃપ્તી સુધીર શાહના મોટાબેન. મીતાબેન શરદભાઈ શેઠના વેવાણ. સ્વ. કુસુમબેન નરેન્દ્રભાઈ ગાંધી, સ્વ. હર્ષાબેન સુધીર માયાણી, દક્ષા ધીરૂભાઈ ધ્રુવ, ગં. સ્વ. આશાબેન ધર્મેશભાઈ વાસીના ભાભી. લૌકિક વ્યવહાર તથા સાદડી પ્રથા બંધ રાખેલ છે.
સુરતી દશા શ્રીમાળી વણિક
રાજુલ ચંદ્રકાન્ત નાણાવટી (ઉં. વ. ૫૯) રહે. વીલે પાર્લા (ઇ) તે પ્રવિણાના પતિ. વીરલના પિતા. સ્વ. સુધાબેન અને સ્વ. ચંદ્રકાન્ત બાબુલાલ નાણાવટીનાં પુત્ર. મનોજ તથા હર્ષલના ભાઇ. તા. ૧૧-૧-૨૩ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
લાડ વણિક
દ્વારકેશભાઇ પરીખ (ઉં. વ.૭૪) પેટલાદ અને હાલ અમદાવાદ નિવાસી અને સ્વ. હરીદાસભાઇ અને સ્વ. ગુણવંતીબેનના પુત્ર. ગીતાબેનના ભાઇ. યોગેશભાઇના સાળા અને દીપા અને પૂજાના મામા. તા. ૧૨-૧-૨૩ના મુંબઇમાં શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી અને લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
સાવરકુંડલા નિવાસી હાલ કાંદીવલી સ્વર્ગસ્થ પુષ્પાબેન મનુભાઈ વોરાના પુત્ર તે ચીતરંજન વોરા (ઉં.વ. ૭૮) ૧૦/૧/૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રફુલ્લાના પતિ. જીગ્નેશ દીપાના પિતા. પાયલના સસરા. તરલાબેન ધનવંતરાય શેઠ ઇન્દુબેન નવીનચંદ્ર છાપ્યાના મોટાભાઈ. જશવંતીબેન વાડીલાલ મહેતાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી સઈ સુથાર
મૂળી નિવાસી હાલ ગોરેગામ જયંતીલાલ મકવાણા (ઉં.વ. ૮૪) તે ૧૦/૧/૨૩ના સ્વર્ગવાસ પામેલ છે. તે રણછોડદાસ મકવાણાના પુત્ર. હસુમતીબેનના પતિ. જયેશ તથા ધર્મેશના પિતા. માલતીના સસરા. અજયના દાદા. હળવદ નિવાસી કરસનદાસ ચૌહાણના જમાઈ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
જીંજકા નિવાસી હાલ દહિસર સ્વ. ભરતભાઈ રમણીકલાલ મહેતાના ધર્મપત્ની ઇલાબેન (ઉં.વ. ૬૯) તે ૧૧/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે મેહુલ તથા કુણાલ – અ.સૌ. કિંજલના માતુશ્રી. જીતુ, અશોક, વિજય, યોગેશ તથા વર્ષા સુરેશચંદ્ર મેહતાના ભાભી. પિયરપક્ષે સ્વ. જયાબેન કાંતિલાલ અજમેરના દીકરી. રાજેશ, સ્વ. અશ્ર્વિન, પ્રવિણા તથા મનીષાના બહેન. લૌકિક વ્યવહાર બંધ છે.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
સ્વ. કાંતિલાલ જટાશંકર ત્રિવેદી (ઉં. વ. ૮૮) તે માતા સ્વ. ગૌરીબેન તથા પિતા સ્વ. જટાશંકરભાઈ. તે ગં.સ્વ. તારાબેનના પતિ. સ્વ. દક્ષાબેન જોશી અને કેતનના પિતા. સ્વાતિના સસરા અને મહર્ષિ ભાર્ગવના દાદા. ઘટના નિયતિના નાના અને શાંતિલાલ નાનજી જાનીના જમાઈ તા. ૧૦-૧-૨૩, મંગળવારના દેવલોક પામ્યા છે. સ્થળ: શાસ્ત્રી નગર, ગોરેગાંવ (પશ્ર્ચિમ). લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી સઈ સુથાર જ્ઞાતિ
સુદમડા નિવાસી હાલ મિરા રોડ ગં.સ્વ. કાંતાબેન ગોહિલ (ઉં.વ. ૯૫) તે ૧૧/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ગોપાલજી છગનલાલ ગોહિલના ધર્મપત્ની. સ્વર્ગસ્થ ગિરધરલાલના ભાભી. સ્વ. નરેનભાઈ, સ્વ. જીતેન્દ્રભાઈ, અરવિંદભાઈ, ભરતભાઈના માતૃશ્રી. ગં.સ્વ. રંજનબેન, ગં.સ્વ. ઇલાબેન, ભારતીબેન, લતાબેનના સાસુ. ટિધર નિવાસી સ્વ. ભગવાનદાસ ગોવિંદજી ચૌહાણના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૩/૧/૨૩ના શુક્રવાર ૫ થી ૭ લુહાર સુથાર વેલફર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબાજી મંદિરની પાસે, બોરીવલી ઇસ્ટ.
પરજીયા સોની
ગં.સ્વ. સોની જ્યોતિબેન પ્રભુદાસ આત્મારામ સાગર (ઉં.વ. ૬૬) મૂળ ગામ જેસર હાલ વિરાર, વિજય, હિતેશ, સદીપના માતા. નેહા, દિપાલીના સાસુ. રાજ, ધ્રુવ, વીરના દાદી. સ્વ. શારદાબેન જેઠાલાલ દેવાતભાઈ સુરૂ દાઠાવાળાના દીકરી, ૧૦/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૩/૧/૨૩ના ૫ થી ૬ સોનીવાડી, શિમ્પોલી રોડ, બોરીવલી વેસ્ટ.
હાલાઇ લોહાણા
ચંદ્રકાંત વલ્લભદાસ મોદી (ઉં.વ. ૮૪) દ્વારકાવાળા હાલ કાંદિવલી ૧૦/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. શકુંતલા ચંદ્રકાંત મોદીના પતિ. સ્વ. મંગલદાસ, સ્વ. હિંમતલાલ, સ્વ. રમાબેન, સ્વ. જ્યોતિના ભાઈ. સ્વ. મોહનલાલ ગોકલદાસ લાઘાનીના જમાઈ. પાર્વતીબેન વલ્લભદાસના દીકરા. પિયુષ ફાલ્ગુની તથા સ્વ. હિતેશના પિતા. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
પાલીતાણાવાળા હાલ કાંદિવલી અનંતરાય ચુનીલાલ હકાણી (ઉં.વ. ૮૮) તે ૧૦/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. નટવરલાલ તથા સ્વ. નાનુભાઈના નાનાભાઈ. ભાનુબેનના પતિ. મયુર – બીના, હર્ષા શૈલેષ મહેતા, અરુણા પ્રદીપ ગોરડિયા, ઇલા સંજય મેહતા, ડોલી શામેશ ભૂવાના પિતા. પ્રીયેશના દાદા. સાસરાપક્ષે સ્વ. શાંતાબેન હરજીવનદાસ મહેતા લાઠી વિરપરના જમાઈ. સર્વ લૌકિક વ્યવહાર બંધ છે.
પરજીયા સોની
ગામ વાઘનગરવાળા હાલ: કાંદીવલી ચારકોપ સોની અ.સૌ. રસિલાબેન સુરૂ (ઉં.વ. ૭૦) તા. ૧૧/૧/૨૩ બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ પ્રાણલાલ ભીમભાઇ સુરુના ધર્મપત્ની. તેઓ ભાવિકાબેન મયુરકુમાર થડેશ્ર્વર, વિમલ, અંકુર તથા અમિતના માતુશ્રી. તેઓ હેતલ, ચાંદની, શ્ર્વેતા તથા મયુર દિલીપભાઈ થડેશ્ર્વરના સાસુ. તેઓ મહુવાવાળા સ્વ. પદમાબેન તથા સ્વ. નંદલાલ આત્મારામ ધકાણના દીકરી. તેઓ સ્વ. બળવંતરાય, પ્રકાશભાઈ, સ્વ. ભરતભાઈ તથા દિપકભાઈ નંદલાલ ધકાણના બેન. તેઓની પ્રાર્થનાસભા તા. ૧૩/૧/૨૩ને શુક્રવાર સમય સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ શ્રી સોની વાડી, શિમ્પોલી બોરીવલી વેસ્ટ.
સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ
ગામ સુલતાનપુર, હાલ જોગેશ્ર્વરી વૈભવ પટેલ (વોરા ) (ઉં.વ. ૨૨), તેઓ નયનાબેન તથા મુકેશભાઈના સુપુત્ર. આશિષ તથા અંજલિના નાના ભાઈ. વ્રજલાલભાઈના ભત્રીજા. નરેશ તથા અશ્ર્વીન ગેવરીયાના ભાણેજ. તેઓ તા. ૧૧/૧/૨૩ બુધવારના શ્રીજી ચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૩/૧/૨૩ શુક્રવારના ૪:૦૦ થી ૬:૦૦, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ (જોગેશ્ર્વરી).
પરજીયા સોની
ગામ પીઠવડી હાલ સુરત સ્વ. નટવરલાલ મનુભાઈ ધોરડા (ઉં.વ. ૫૨), તા. ૧૦-૧-૨૩ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે ઘનશ્યામભાઈના નાનાભાઈ. મીનાબેનના દિયર. લૌકિક વ્યવહાર તથા સાદડી પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું તા. ૧૩-૧-૨૩ શુક્રવારના બપોરે ૪ થી ૬.
હાલાઈ લોહાણા
કુતીયાણા નિવાસી હાલ કાંદિવલી ગં.સ્વ. શારદાબેન (ઉં.વ. ૮૪), તે સ્વ. ધીરજલાલ નાથાલાલ રાયચુરાના પત્ની. તે સ્વ. આશા તથા બિંદુ ઉમેશભાઈ ગંધાના માતા. તે માનસીના નાની. તે દિપકભાઈ, ઉમેશભાઈ, દેવેન્દ્રભાઈ, નિતીનભાઈ, જયેશભાઈ તથા હર્ષાબેન નટવરલાલના કાકી. તે સ્વ. કરસનભાઈ નાનજીભાઈ વસાણી, સ્વ. રમણીકભાઈ(બાપુ), સ્વ. રસિકભાઈ, સ્વ. નિર્મળાબેન વૃજલાલ મસરાણી તથા ગં.સ્વ. ભાનુમતીબેન વિનોદરાય રૂપારેલીયાના બહેન, તા. ૧૧-૧-૨૩ના બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૩-૧-૨૩ શુક્રવારના હાલાઈ લોહાણા મહાજનવાડી, ૨જે માળે, કાંદિવલી-વેસ્ટ, ૫ થી ૬.૩૦.
નાઘેર દશા શ્રીમાળી વણિક
સામતેર નિવાસી હાલ ડોમ્બિવલી ગં.સ્વ. ચંપાબેન ભાયચંદ શાહના સુપુત્ર પ્રવીણભાઈ (ઉં. વ. ૭૫) તે કાંતાબેનના પતિ. તે જીગ્નાબેન, મિલેશભાઈ અને હેમલબેનના પિતાશ્રી. તે મનિષભાઈ, વિધિબેન તથા મિથુનભાઈના સસરા. તે સ્વ. નારાયણ ડુંગરશી મેથાના જમાઈ તા. ૧૦-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર અને પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
લોહાણા
અમીપુર નિવાસી હાલ ડોંબિવલી ઇન્દુમતીબેન દાવડા (ઉં. વ. ૬૫) તે ચંદુભાઇ વ્રજલાલ દાવડાના ધર્મપત્ની. તે સ્વ. પ્રાગજી દેવજી સામાણીનાં દિકરી. તે સ્વ. મયૂર તથા રોહનના માતુશ્રી. તે મહેશભાઇનાં ભાભી. તે ખુશબુના સાસુ. તે વેદાંતના દાદી તા. ૧૧-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૧૩-૧-૨૩ના સાંજે ૪થી ૬. ઠે. ભાનુશાલી હોલ, પ્રગતી કોલેજની બાજુમાં, ડોંબિવલી (ઇસ્ટ).
વૈષ્ણવ
કાલોલ હાલ બોરીવલીના રજનીકાંત વી. મજમુદાર (ઉં. વ. ૭૬) બુધવાર તા.૧૧-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ વાસંતીબેનના પતિ. ગોકુલભાઇ, સ્વ. ઇન્દ્રવદનભાઇ, સ્વ. મંજુલાબેન, કુસુમબેન તથા સ્વ. શકુંતલાબેનના ભાઇ. શીતલ, સ્વ. સેજલ, મીરા અને રોનકના પિતા. ગોકુલ, હરેશ, ગોપાલ તથા રાધિકાબેનના સસરા. પ્રાર્થનાસભા એમના નિવાસસ્થાને: ૫૦૩, સાબરમતી કો. ઓ. સોસાયટી, રોડ નંબર-૧૦, દૌલત નગર, શેઠ ડી. એમ. હાઇસ્કૂલની સામે, બોરીવલી (ઇસ્ટ), શનિવાર, તા. ૧૪-૧-૨૩ના સાંજે ૪થી ૫.૩૦.
સુરતી વિશાલાડ વણિક
સ્વ. શારદાબેન તથા સ્વ. મંગળદાસ ભુરીયાભાઇ બંગાળીના સુપુત્ર વિનોદભાઇ બંગાળી (ઉં. વ. ૮૫) મંગળવાર, તા. ૧૦-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્મિતાબેનના પતિ. નૈનેષ અને નીપાના પિતા. અજયભાઇ, કાશ્મીરા દિલીપ ખાંડવાળા તથા સ્વ. કેતકી અનિલ વરિયાવવાળાના ભાઇ. સ્વ. સુશીલાબેન તથા સ્વ. વસંતલાલ કાપડિયાના જમાઇ. મિતાલી અને નિશીથ પરીખના સસરા. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૧૩-૧-૨૩ના સાંજે ૫થી ૭. ઠે. એફ.પી.એચ., ગરવારે હોલ, પાંચમે માળે, એફ.પી.એચ. બિલ્ડિંગ, લાલા લજપતરાય માર્ગ, હાજીઅલી, મુંબઇ-૩૪.
ઘોઘારી મોઢ વણિક
ધ્રાંગધ્રા હાલ ડોમ્બિવલી સ્વ. કમળાબેન મુળજીભાઇ પરસોતમદાસ મણિયારના સુપુત્ર દિનેશભાઇ (ઉં. વ. ૭૧) તે પુષ્પાબેનના પતિ. હર્ષલ, સહર્ષના પિતા. પ્રિયા, એકતાના સસરા તથા નવીનભાઇ, વિનોદભાઇ, સ્વ. મુકેશભાઇ, શૈલેષભાઇ, યોગેશભાઇ, સ્વ. ચંદ્રીકાબેન ચંદ્રકાત પરીખ, અ. સૌ. રંજનબેન રાજેન્દ્રકુમાર પારેખના ભાઇ. જશ, પ્રિશાના દાદા. પિયરપક્ષે સ્વ. હિરાબેન મોતીલાલ શાહ રાણપુરવાળાના જમાઇ બુધવાર, તા. ૧૧-૧-૨૩ના અક્ષરધામ સિધાવ્યા છે. બેસણું અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ત્રિવેદી મેવાડા બારીશી બ્રાહ્મણ
ગામ ધુલેટા હાલ ઘાટકોપર જશવંતકુમાર મહાશંકર ઉપાધ્યાય (ઉં.વ. ૬૫) તા. ૧૧-૧-૨૩ના દેવશરણ પામેલ છે. તે ઇન્દુબેન ઉપાધ્યાયના પતિ. સ્વ. મુપુરભાઇ, કુણાલભાઇના પિતા. તે ફાલ્ગુની-વાણીના સસરા. જીયાના દાદા. સ્વ. હિરાબેન ભવાનીશંકર ઠાકર, સ્વ. નલીનીબેન કાન્તીલાલ ઉપાધ્યાય, સ્વ. હંસાબેન વિજયકુમાર જોશીના ભાઇ. સ્વ. ભોગીલાલ મુલશંકર ભટ્ટ (ધુલેટા)ના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૧૩-૧-૨૩ના શુક્રવાર સાંજે ૫થી ૭. ઠે. ઘાટકોપર બ્રાહ્મણ સમાજ હોલ, જોશી લેન ઘાટકોપર (વેસ્ટ). બંને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે. બારમા-તેરમાની વિધિ તા. ૨૨-૧-૨૩ના રવિવારે મુંબઇ સ્થાને રાખેલ છે.