હિન્દુ મરણ
કંડોળીયા બ્રાહ્મણ
અમરેલીવાળા હાલ કોચીન નિવાસી સ્વ. શાંતાબેન તથા સ્વ. ધીરજલાલ જટાશંકર જોશીના જયેષ્ઠ પુત્ર મુકેશ (ઉં. વ. ૬૩) તે ભાવેશ, સ્વ. અરૂણાબેન મનહરલાલ તથા સરોજબેન મહેશકુમારના ભાઈ. છાયાબેનના જેઠ. સ્વ. ચંદ્રકાંતભાઈ તથા પ્રવિણભાઈના ભત્રીજા. મોસાળ પક્ષે સ્વ. પ્રેમશંકર જમનાદાસ જોશી તથા સ્વ. કાંતિલાલ જમનાદાસ જોશીના ભાણેજ રવિવાર તા. ૮.૧.૨૦૨૩ના કૈલાશવાસ પામેલ છે. સાદડી તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
દશનામ ગોસ્વામી
અ.સૌ. કસ્તુરબેન ગોસ્વામી (ઉં. વ. ૮૧) ગામ વામકા હાલ ઘાટકોપર ૮.૧.૨૩ના કૈલાશગમન પામેલ છે. તે ખીમગિરિ પ્રેમગિરિના ધર્મપત્ની. સુભાષગિરિ, નિતિનગિરિ, નિર્મળાબેન, હંસાબેનના માતુશ્રી. મીનાબેન, અંજનાબેન, વલ્લભપુરી, નારાણપુરીના સાસુ. ચાર્મી, ધ્રુવ, આકાશ, દર્શનના દાદી. પિયરપક્ષે રાપરના ગં. સ્વ. હરબાઈ રણછોડગિરિના પુત્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૨.૧.૨૩ના સાંજે ૪ થી ૬ સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફૂટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
મહુવાવાળા હાલ અમદાવાદ શ્રી પંકજ વોરાનાં ધર્મપત્ની સૌ. માયાબેન (ઉં. વ. ૬૧) રવિવાર ૮.૧.૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. મનસુખલાલ તથા ભાનુબેન વોરાના પુત્રવધૂ. ઉર્વી નીલ કાપડિયા તથા પાયલ બાદલ પટેલનાં માતોશ્રી. તક્ષ, તિથિ તથા કિવાના નાની. કલ્પનાબેન વિજયભાઈ મહેતા, કિરણબેન અશોકકુમાર શાહ તથા સંધ્યાબેન શૈલેશકુમાર દોશીના ભાભી. પિયરપક્ષે શિહોરવાળા હાલ કોલ્હાપુર સ્વ. ધીરજલાલ તથા સ્વ. લલિતાબેનની દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશાશ્રીમાળી વૈષ્ણવ વણીક
માળીયા હાટીના હાલ મુંબઈ નિવાસી રમેશચંદ્ર જુઠાણી (ઉં. વ. ૮૦) તે સ્વ. ચંદનમણી જમનાદાસ મોતીચંદ જુઠાણી સુપુત્ર તા. ૧૧.૦૧.૨૦૨૩ બુધવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે જશુમતીબેનના પતિ. પૂર્વી દેવેન ગાંધી, ભાવીની નિગમ વોરા તથા જીજ્ઞા દિવજેન સંઘવીના પિતાશ્રી. તે સ્વ. શાંતિલાલભાઈ, સ્વ. જીતેન્દ્રભાઈ, ડૉ. વિરેન્દ્રભાઈ, લલિતભાઈ તથા નયનાબેનના ભાઈ. તે સીમરના સ્વ. જડાવબેન ભાઈચંદ હેમચંદ વેણીના જમાઈ. તેઓની પ્રાર્થનાસભા તા. ૧૩.૧.૨૦૨૩ શુક્રવારના રોજ સાંજના ૫ થી ૭.૦૦ આજીવાસન હોલ, જુહુતારા રોડ, એસએનડીટીની બાજુમાં, સાંતાક્રુઝ (વેસ્ટ).
વાગડ લોહાણા
મૂળ ગામ ભચાઉના હાલે દિવા (થાણા) સ્વ. મણીબેન દયાળજી મિરાણીના મોટા પુત્ર દિનેશ મિરાણી (ઉં. વ. ૭૩) તે ઘનશ્યામના મોટા ભાઈ. સમીર અને ઉમેશના મોટા બાપા. તે સ્વ. કસ્તુરબેન કેશવજી મિરાણીના ભત્રીજા. તે સ્વ. હરીશ, મંજુલાબેન લક્ષ્મીદાસ નથવાણી અને દક્ષાબેન સુભાષચંદ્ર શર્માના મોટાબાપાના દીકરા તા. ૪.૧.૨૦૨૩ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
વીસા સોરઠીયા વણિક
શીલવાલ હાલ બોરીવલી સ્વ. સવિતાબેન જગમોહનદાસ શાહના સુપુત્ર સુરેશ (ઉં. વ. ૭૬) તે શોભનાબેનના પતિ. ભૈરવી (પીન્કી)ના પિતા. સ્વ. રજનીકાંતભાઈ તથા સ્વ. નવિનભાઈ તેમ જ શશીકાંતના નાનાભાઈ તથા (માંગરોળવાળા) ગીરધરભાઈ મણીલાલના જમાઈ તથા બિયકાના નાના તે તા. ૧૦.૦૧.૨૦૨૩ શ્રીજીચરણ બોરીવલી મુકામે પામેલા છે. ઠે. બી-૧૭/૦૦૧. એસ. કે. એપાર્ટમેન્ટ, સાંઈબાબા નગર, બોરીવલી (વે.) (લૌકીક પ્રથા બંધ છે)
ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
મહાદેવગ્રામ (બાકશેલ) હાલ મુંબઈ નિવાસી પિનાકી વ્યાસ (ઉં. વ. ૬૭) તે ગં. સ્વ. સવિતાબેન અને સ્વ. જયંતિલાલ વલ્લભરામ વ્યાસના પુત્ર. તે જ્યોતિબેનના પતિ. તે ધીરજ, મેઘના ભાર્ગવકુમાર ઉપાધ્યાય તથા નેહલ ભાવિનકુમાર ત્રીવેદીના પિતા તથા સ્વ. નિલકંઠરાય તથા યશવંતરાય વલ્લભરામ વ્યાસના ભત્રીજા તે વરયુ નિવાસી સ્વ. અમૃતલાલ લક્ષ્મીરામ જોષીના જમાઈ ૭.૧.૨૦૨૩ને સોમવારના એકલિંગજી શરણ પામેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૬.૧.૨૩ને સોમવારના ૩ થી ૫ સ્થળ – શ્રી પુનીતનગર પ્લોટ નં ૩, એસ. વી. રોડ, પી.એન.બી. બૅંકની સામે, બોરીવલી (વેસ્ટ).
હાલાઈ લોહાણા
શ્રી હેમંત ઈશ્ર્વરલાલ ઠક્કર (ઉં. વ. ૭૭) તે શોભનાબેનના પતિ. દિપાલી સૌરભ દેસાઈ અને વિરલના પિતાશ્રી. અ.સૌ. કુંજલતા રજનીકાંત ઠક્કર, હેમા જગદીશ મહેતા, સ્વ. જગદીશભાઈ, શ્રી ભુપેન્દ્રભાઈ અને અ.સૌ. તરલા નીલેશ રાજના મોટાભાઈ. તે સ્વ. કાલિદાસ ગોપાલજી પૌરાણાના જમાઈ. અંકિતાના સસરા. તેમ જ ધૈર્ય અને જીયાના નાના-દાદા. તેઓશ્રી મંગળવાર દિ. ૧૦.૧.૨૦૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા : ગુરુવાર દિ. ૧૨.૧.૨૦૨૩ સાંજે ૪.૩૦ થી ૬.૩૦ પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વૈષ્ણવ
ધ્રાંગધ્રા નિવાસી હાલ ઘાટકોપરના સ્વ. હરીરામભાઈ ખીમદાસ વૈષ્ણવના પુત્ર સ્વ. હરજીવનદાસ (ઉં. વ. ૧૦૦) તા. ૬.૧.૨૦૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. લખીરામ કાપડી ગામ આડેસર (કચ્છ)ના જમાઈ. તે સ્વ. શાંતાબેનના પતિ. તે સ્વ. કિશોરભાઈ, પ્રદિપભાઈ, મીનાબેન તથા કાશ્મીરાબેનના પિતા. તે જયશ્રીબેન, ગીતાબેન, સતીશકુમાર તથા સમીરકુમારના સસરા. તે કાજલ, ગાયત્રી, અક્ષીતા, ભાવીન, વિરેન, દિપા તથા મયુરીના દાદા. પ્રાર્થનાસભા રાખેલ નથી. નિવાસ – રૂમ નં. ૧૩, ૩જે માળે, વી. ટી. વાડી, એમ. જી. રોડ, ઘાટકોપર (પૂર્વ).
પંચાલ સુથાર
ગામ દમણ, હાલ મઝગાંવ નિવાસી ગં.સ્વ. ઈન્દિરાબેન મિસ્ત્રી (ઉં. વ. ૭૭) શનિવાર, ૭-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યાં છે. તેઓ સ્વ. મનસુખલાલ ભગવાનદાસ મિસ્ત્રીનાં પત્ની. સ્વ. મણિબહેન ભગવાનદાસ મિસ્ત્રીનાં પુત્રી. ભાવના, ચેતના, પલ્લવીનાં માતુશ્રી. મહેરકુમાર, જિજ્ઞેશકુમાર, દેવાંગકુમારનાં સાસુજી. શિવમ, કશ્યપનાં નાનીજી. તેમની પ્રાર્થનાસભા શુક્રવાર, ૧૩-૧-૨૩ના ૨થી ૪, શ્રી પ્રજાપતિ સહાયક મંડળ, મહાલક્ષ્મી કો.ઓ. સોસાયટી, ગ્રાઉન્ડ ફ્લોર, ડી. એન. સિંગ રોડ, હાથીબાગ, મઝગાંવ, મુંબઈ-૧૦ (લૌકિક વ્યવહાર બંધ છે.)
રાજ્ય પુરોહિત બ્રાહ્મણ
મૂળ ગામ જામનગર, હાલ કાંદિવલી પશ્ર્ચિમ શ્રીમતી જયશ્રીબેન ગોપિયાણિ, ૮/૧/૨૩ રવિવારે કૈલાસવાસ થયેલ છે. તેમનું ટેલિફોનીક બેસણું ૧૨/૧/૨૩ ગુરુવારે ૫ થી ૬ તેઓ શ્રી જયંત કુમાર ગોપિયાણિનાં ધર્મપત્ની તથા જાસ્મિનબેન અને જિજ્ઞાબેનનાં માતૃશ્રી તથા તેઓ સ્વ. શ્રી કમળાબેન અને સ્વ. શ્રી જયંતીલાલ માવજીભાઈ ભટ્ટ માહિમવાળાનાં પુત્રી તથા રમેશભાઈ, દિલીપભાઈ, પ્રદિપભાઈ, કિરણભાઈ, પ્રફુલ્લબેન, સ્વ. ઉર્વશીબેન, સ્વ. ભારતીબેનનાં મોટા બેન.
વીશા ઝારોળા વણીક
મુળગામ ધિણોજ, હાલ બોરીવલી નિવાસી, સ્વ. કુસુમબેન હીરાલાલ ગાંધીનાં જ્યેષ્ઠ પુત્ર મયંકભાઇ (ઉં.વ. ૫૯) સોમવાર, તા. ૯/૧/૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્મિતાબેનના પતિ અને ગીતાબેન (પરેશભાઈ), હરેશભાઇ (અલ્પાબેન), ભાવનાબેનના મોટાભાઈ અને હિનલ, અદિતિના પિતા અને સ્વ. હીરાબેન કાંતિલાલ કોઠારીના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૨/૧/૨૩ના સાંજે ૪ થી ૫:૩૦, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, સર્વોદય આરાધના ભવન નંબર ૨, બીજો માળ, ડાયમંડ ટોકિસની સામે, લોકમાન્ય તિલક રોડ, બોરીવલી પશ્ર્ચિમ. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ બામણાસા (ઘેડ) હાલ બોરીવલી નિવાસી અશોકકુમાર પરસોતમદાસ વિઠલાણી (ઉં.વ. ૭૩) તે ૧૦/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. કપિલાબેનના પતિ. રાજેશ, જયેશ તથા પ્રીતિબેનના પિતાશ્રી. તેજલ, ઉન્નતિ તથા સુરેશકુમાર શેટ્ટીના સસરા. મનસુખલાલ પરષોત્તમ વિઠ્ઠલાણીના નાનાભાઈ. સાસરા પક્ષે મેસવાણ નિવાસી ગં.સ્વ ઈંદુબેન તથા સ્વ. ગીરધરલાલ પુરુષોત્તમ બુદ્ધદેવના જમાઈ. ત્રિશા, વલ્લભી તથા નિર્વાનના દાદા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૧૨/૧/૨૩ના ગુરૂવાર રોજ સાંજે ૪ થી ૫.૩૦ હાલાઇ લોહાણા મહાજનવાડી, બીજે માળે શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ.
શ્રી દશા સોરઠિયા વણિક સમાજ
ઊંટવડ નિવાસી હાલ કાંદિવલી સ્વ. ભૂપતરાય શામજી ધ્રુવના ધર્મપત્ની ગં. સ્વ. ભાનુબેન (ઉં.વ. ૭૭) તા. ૮/૧/૨૩ના રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તેઓ તૃપેશ, પરાગ, ગં. સ્વ. રૂપા મહેન્દ્રકુમાર દલાલ, ચિ. સ્વ. સોનિયાના માતુશ્રી. તેઓ હિના તથા હર્ષાના સાસુ. તેઓ સ્વ. ચીમનલાલ ભગવાનજી શ્રિમાંકરના દીકરી. તેઓ સ્વ. મનસુખભાઇ, બિપીનભાઈ, રાજુભાઈ, ગં. સ્વ. વિલાસબેન ચંદ્રકાંત પારેખ, ભારતીબેન મનોજકુમાર માલવીયાના બહેન. તેઓ સલોની મયુરકુમાર બુદ્ધભટ્ટી, કોમલ, કૌશલ, જશ, શુભમના દાદી. પ્રાર્થનાસભા ગુરૂવાર, તા. ૧૨/૧/૨૩ના શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, પહેલે માળે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ) ૫ થી ૭.
હાલાઈ લોહાણા
ગોવાવાળા હાલ કાંદિવલી નિતેશ અનંતરાય બાબુલાલ લાખાણીના ધર્મપત્ની અ.સૌ. જુલી લાખાણી (ઉં.વ. ૪૮) તે પ્રણવ તથા યશના માતા. પુર્વાના સાસુ. કિશોર ધરમશી કાનાનીના પુત્રી. અલ્પા રાજેશ નાંભિયાર, ટીના ધર્મેશ કોટડીયા, નીકેશ બીજલ કાનાણીના મોટા બહેન. ૭/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૨/૧/૨૩ના સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦ કલાકે લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા ઓસવાડ
વલ્લભીપુર નિવાસી હાલ સાયન અમુલખ ધનજી વોરા (ઉં.વ. ૯૦) તે ઈચ્છાબેનના પતિ. પરેશ, મહેશ, અર્ચના, કામિનીના પિતા. વીણા, રંજન, જયેશ, ભરતના સસરા. વૈભવ, ઊર્મિશ, ચૈતન્ય, વલ્લભ અને કૌર્યવત્સ વલ્લભના દાદા. બીજલ, નિકિતાના મોટા સસરા તા. ૫/૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
લાઠી નિવાસી સ્વર્ગસ્થ પ્રભાબેન પ્રાણજીવનદાસ વડીયાના પુત્ર સુરેશભાઈ (ઉં.વ. ૬૮) તા. ૯/૧/૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે ચંદ્રિકાબેનના પતિ. વિશાલ તથા સાગરના પિતા. પૂજા તથા હેતલના સસરા. સ્વર્ગસ્થ રજનીભાઈના નાનાભાઈ. સ્વ. હંસાબેન, કડાબેન, ઉષાબેન, રેખાબેનના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રાજગોર બ્રાહ્મણ
મૂળ ગામ હરશુંપુર દેવડીયા નિવાસી હાલ મુંબઈ સ્વર્ગસ્થ રાણુબેન વિઠ્ઠલભાઈ ભરાડના સુપુત્ર શાંતિભાઈ ભરાડ (ઉં.વ. ૭૨) ૧૦-૧-૨૩ના શ્રીજીશરણ પામેલ છે. ચંદ્રિકાના પતિ. ભાવિશા અશોક મહેતા, જયેશ, ભદ્રેશ તથા ત્રિલોકના પિતા. સ્વર્ગસ્થ મણિશંકર, ધીરેન, દિલીપ, સ્વ. રોહિત તથા ધર્મેશના ભાઈ. સાસરા પક્ષે સ્વર્ગસ્થ અંજુબેન મૂળશંકર મહેતા જસદણના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૨/૧/૨૩ સમય ૫ થી ૭ કલાકે નિવાસસ્થાન: ૨૦૧ ગોડ્સ હેવન ક્રિસ્ટલ કોટ કમ્પાઉન્ડ, પવઈ પોલીસ સ્ટેશનની બાજુમાં, ગાંધીગ્રામ મુકામે રાખેલ છે.
ઘોઘારી મોઢ વણિક
સાવરકુંડલા નિવાસી હાલ કાંદીવલી સ્વર્ગસ્થ પુષ્પાબેન મનુભાઈ ભોળાના પુત્ર તે રંજન વોરા (ઉં.વ. ૭૮) ૧૦-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રફુલ્લાના પતિ. જીગ્નેશ, દીપાના પિતા. પાયલના સસરા. તરલાબેન ધનવંતરાય શેઠ, ઇન્દુબેન નવીનચંદ્ર છાપ્યાના મોટાભાઈ. જશવંતીબેન વાડીલાલ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા ૧૨-૧-૨૩ ગુરૂવાર રોજ પ થી ૭ વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પાંચમે માળે, પારેખ લેન કોર્નર, કાંદીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુથાર
ગામ ડુંગર હાલ બાવળા સ્વ. હિંમતભાઈ ધનજીભાઈ મકવાણા (ઉં.વ. ૫૫), તેઓ તા. ૧૦/૧/૨૩ મંગળવારના શ્રીજી રામચરણ પામ્યા છે. તેઓ ગીતાબેનના પતિ. તેઓ રતુભાઇ, બાલુભાઈ, નટુભાઈ, સ્વ. વિમળાબેન જયસુખલાલ ચુડાસમા, ગં. સ્વ. જયાબેન નટવરલાલ કવા, હંસાબેન સુરેશકુમાર વાઘેલાના ભાઈ. તેઓ સ્વ. અમૃતભાઈ લવજીભાઈ ચિત્રોડા (ગામ વાઘોડિયા)ના જમાઈ. તેઓ પારૂલબેન, હિરલબેન, ગુંજનબેન, ગોપાલના પિતાશ્રી. તેઓ પ્રફૂલકુમાર સુરેશભાઈ ડોડીયા, પુનીતકુમાર કનુભાઈ ચુડાસમા, મિતેષકુમાર પ્રવીણભાઈ મકવાણાના સસરા. તેમની સાદડી તા. ૧૨/૧/૨૩ ગુરુવારના બોરીવલી લુહાર સુથાર વેલ્ફર સેંટર, કાર્ટર રોડ નં.૩, બોરીવલી પૂર્વ, બપોરે ૫ થી ૭.
હાલાઈ લોહાણા
દ્વારકાવાળા હાલ (પાર્લા), ગં.સ્વ. ગુણવંતીબેન મોદી (ઉં.વ. ૯૦), તે સ્વ. ગોવીંદજી જીવણદાસ મોદીના ધર્મપત્ની. તે પ્રવીણ, ઈલા (આશાબેન) યોગેશકુમાર ગઢિયા, જ્યોતી ભુપેન્દ્રકુમાર ઠક્કર, વિણા કેતનકુમાર ધારિયા તથા વિજયભાઈના માતુશ્રી. ચેતનાબેન તથા વર્ષાબેનના સાસુ. શ્રી લક્ષ્મીદાસ હરિદાસ સુતરિયાના પુત્રી. કેતન, પાયલ, કવિનના દાદી તા. ૧૧-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૩-૧-૨૩ના જલારામ હોલ, (જુહુ), વિલેપાર્લા-વેસ્ટ, ૫.૦૦ થી ૭.૦૦.
કચ્છી લોહાણા
જબલપુર નિવાસી ગામ વાંકુના ગં.સ્વ. જ્યોતી (જમાબેન), તે શરદચંદ્ર પલણ, સ્વ. દિનેશચંદ્ર પલણના ભાઈ. સ્વ. વિનોદચંદ્ર દયાલજી પલણના પત્ની. તે પ્રસન્નના માતુશ્રી. તે ભારતીના સાસુ. તે સ્વ. રણજીત વિઠ્ઠલદાસ પવાણીના બહેન. દિશા, વરૂણ, મનસ્વી, નિકુંજ, આસ્થાના દાદીમા, તા. ૯-૧-૨૩ના જબલપુર મધ્યે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વૈષ્ણવ
શ્રીમતી રસીલા પ્રેમ ભાટીયા (ઉં.વ. ૮૪) સાંતાક્રુઝના રહેવાસી હાલે (ઘાટકોપર) તે. સ્વ. ગુલાબરાય કેશવલાલ મહેતા તથા સ્વ. નટવરલાલના બહેન. તે ભાવેશ ભાટીયાના માતૃશ્રી તથા શ્રીમતી શાલીની ભાવેશના સાસુજી તે તા. ૧૧-૧-૨૩ મંગળવારના શ્રીચરણ પામેલ છે. લૌકીક વ્યવહાર બંધ છે.