હિન્દુ મરણ
મૃદુલા (ભારતી) કિશોરભાઈ ઠક્કર (માણેક) ગામ કચ્છ મોટી ભાડઈ (માંડવી) સ્વ. કિશોરભાઈ દયાળજી માણેકના ધર્મપત્ની. જમનાદાસ કરસનદાસ કોટકની દીકરી. સ્વ. હિના મહેતા અને જયશ્રી, સમીરના માતુશ્રી. કૌશીક મહેતા, સ્વ. વિનેશ ટોપરાનીના સાસુ ૭-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકીક વ્યવહાર બંધ છે.
કોળી પટેલ
તોરણગામ હાલ મલાડ પૂર્વના સ્વ. ઠાકોરભાઈ તથા સ્વ. કલાબેનના પુત્ર સતીશ પટેલ શુક્રવાર, ૬-૧-૨૩ના દેવલોક પામ્યા છે. તે પારુલબેનના પતિ. તે દેવ અને તનિષાના પિતા. પરેશભાઈ, નેહાબેનના ભાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૨-૧-૨૩ના ૨ થી ૫. તેમની પુચ્છપાણીની ક્રિયા મંગળવાર ૧૭-૧-૨૩ના ૩ થી ૫ નિવાસસ્થાને રાખેલ છે. ઠે. રૂમ નં. ૧૧, મુનશી ચૌલ, ડી. એમ. કે. બેંક પાસે, કુરાર ગામ, મુંબઈ-૯૭.
ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ
બગસરા નિવાસી સ્વ. સુરેશચંદ્ર ડાહ્યાલાલ રાજ્યગુરુ (ઉં. વ. ૭૦), તા. ૮-૧-૨૩, રવિવારના રોજ અમદાવાદ ખાતે અવસાન પામેલ છે. સ્વ. હસમુખભાઈ, સ્વ. દિલીપભાઈ, સ્વ. કિશોરભાઈ, સ્વ. કિરીટભાઈ, મનોજભાઈના ભાઈ તથા ભીખુભાઈ જોષી (ચલાલા)ના બનેવી તથા પુનિતભાઈ, વિરલભાઈ, જયભાઈના કાકા. આયુષભાઈ, ગૌતમભાઈના મોટા બાપુજી. તેમનું બેસણું તા. ૧૨-૧-૨૩, ગુરુવારના રોજ અમદાવાદ સિંગરવા નિવાસસ્થાને બપોરે ૪ થી ૬ રાખેલ છે.
હાલાઈ લોહાણા
ગં. સ્વ. સવિતાબેન નાગ્રેચા (ઉં. વ. ૮૪), હાલ માટુંગા, તે સ્વ. કિશોરભાઈ રામજી નાગ્રેચાના પત્ની. તે જ્યોતિ રૂપારેલ, ભરત, કિરીટના માતુશ્રી. યતીન રૂપારેલ, ચેતના, અલ્પાના સાસુ. તે હરિભાઈ અંદરજી ચતવાણીની બહેન. તે રમાબેન, ભક્તિબેન, મનોરમાબેન, ઈન્દુબેન, કુસુમબેન, રમેશભાઈના ભાભી સોમવાર, તા. ૯-૧-૨૩ના શ્રીનાચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી રાજગોર
ગં. સ્વ. ગુણવંતી મનસુખલાલ રાજગોરના પુત્ર મેહુલ રાજગોેર (ઉં. વ. ૪૫) ગામ કોટડા (રોહા) હાલ મુલુંડ રવિવાર, તા. ૮-૧-૨૩ના રામશરણ પામેલ છે. તે ધારૂલના પતિ. ધ્રુવના પિતા. તે હિતેશ, રાજીવ, નીતા વિજયભાઈ, વૈશાલી ભાવિનભાઈ, આરતી નિમેષભાઈના ભાઈ. સ્વ. સરોજબેન રસિકલાલ શાહ ગામ (વલભીપુર)ના જમાઈ. તે સ્વ. મોગીબેન નવલશંકર નાકરના દોહિત્રા. બંને પક્ષની પ્રાર્થનાસભા રાખેલ છે. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૧૧-૧-૨૩ ૪ થી ૬. પ્રાર્થના સ્થળ: ગોપુરમ હોલ, ડૉક્ટર આર. પી. જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠિયા વણિક
બાબરા હાલ મુંબઈ મીનાબેન (ઉં. વ. ૬૭) ૯-૧-૨૩ના સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે સુરેશભાઈ બચુભાઈ મલકાણના ધર્મપત્ની. ઈશીતા નૈયનેશ શેઠના માતૃશ્રી. હીરાબેન પ્રાણલાલ સાંગાણીના દીકરી. પ્રમીલા મધુકર શેઠ, જ્યોતિ મધુકર ભુપતાણી, નયનાબેન રાજેશ શેઠ, તૃપ્તી સુધીર શાહના મોટાબેન. મીતાબેન શરદભાઈ શેઠના વેવાઈ. સ્વ. હસુબેન, હર્ષાબેન માયાણી, દક્ષા ધીરેન્દ્ર ધ્રુવ, ગં. સ્વ. આશા ધરમશી વાશીના ભાભી. લૌકિક વ્યવહાર તથા સાદડી પ્રથા બંધ રાખેલ છે.
બ્રહ્મક્ષત્રિય
કુતિયાણાના હાલ ઘાટકોપર મુલચંદ દયારામ કકૈયા (ઉં. વ. ૭૦)નું ૯-૧-૨૩ના સ્વર્ગવાસ થયેલ છે. તે ક્રીષ્નાબેનના પતિ. યજ્ઞેશ તથા ભૂમિ પ્રિતેશ દેસાઈના પિતા. પ્રાર્થનાસભા: મુંબઈ ૧૨-૧-૨૩, ગુરુવારે ૫ થી ૭. સ્થળ: બી વિંગ, શિવ શરણ બિલ્ડીંગ-૧૧૨, વૃંદાવન સોસાયટી પાસે, તિલક નગર, ચેંબુર, મુંબઈ. રાજકોટ ૧૩-૧-૨૩, શુક્રવારે ૪ થી ૬. સ્થળ: બ્રહ્મક્ષત્રિય વાડી, પેડક રોડ, રાજકોટ.
અનાવિલ બ્રાહ્મણ
ચણોદ, વલસાડ હાલ કલ્યાણના જીગ્નેશ નાયક (ઉં. વ. ૪૭) ૯-૧-૨૩ના રામશરણ પામેલ છે. તે સ્વ. રતિલાલ નાગરજી નાયક તથા ગં. સ્વ. કંચનબેનના પુત્ર. તે નિમિત્તના ભાઈ. તે નિલના કાકા. તે ઉષાબેનના દિયર. તે સ્વ. ગુલાબભાઈ, જગુભાઈ, સ્વ. નાથુભાઈ તથા હરિભાઈ, રમણભાઈ, સ્વ. જેલીબેન નિછાભાઈ દેસાઈ, સ્વ. ઉર્મિલાબેન મહેન્દ્ર નાયકનો ભત્રીજો. પ્રાર્થનાસભા ગુુરુવાર, ૧૨-૧-૨૩ના ૩ થી ૫. જલારામ સભાગૃહ, લોહાણા મહાજન વાડી, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, કલ્યાણ વેસ્ટ. (લૌકીક રિવાજ બંધ છે.)
લુહાર-સુથાર
ગામ – કાંધી હાલ ઘાટકોપર સ્વ. શ્રી નાનજીભાઈ ગોરધનભાઈ પરમારના ધર્મપત્ની તે સ્વ. શ્રી આણંદજીભાઇ પ્રેમજીભાઇ મકવાણાના દીકરી હેમલતાબેન પરમાર (ઉં.વ. ૮૯) તા. ૮/૧/૨૩ રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ તારાબેન, મહેશભાઈ, હિંમતભાઈ, અશોકભાઈ, રાજુભાઈના માતોશ્રી તથા કિરણબેન, દક્ષાબેન, પ્રફુલ્લાબેન, હર્ષાબેન તથા વસંતભાઈ મકવાણાના સાસુ. તેઓ પ્રતિક, રિષિત, દેવ, પ્રિતેશ, વિકાસ, સ્મિત, જીનલ, પ્રિયા, નિયતિ અને ખ્યાતિના દાદીમાં. પ્રાર્થનાસભા તા. ૧૨/૧/૨૩ના ગુરુવાર ૪ થી ૬ મહારાજા અગ્રસેન ભવન, સ્વામિનારાયણ મંદિરની ઉપર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર- ઈસ્ટ.
લુહાર સુતાર
ગામ ધારી હાલ કાંદિવલી મનીષાબેન પ્રકાશભાઈ સિદ્ધપુરાના સુપુત્ર જીગર (ઉં.વ. ૨૪) તા. ૯/૧/૨૩ સોમવારના રામચરણ પામેલ છે. તેઓ સરલાબેન કાંતિલાલ સિદ્ધપુરાના પૌત્ર. વર્ષાબેન નરોત્તમભાઈ દાવડાના દોહિત્ર. ધ્વની કૌશલના ભાઈ. દક્ષાબેન, મીતાબેન, પ્રીતિબેનના ભત્રીજા. તેમની સાદડી તા. ૧૨/૧/૨૩ ગુરૂવારના શનિવારે ૫.૦૦ થી ૭.૦૦ શ્રી લુહાર સુતાર વાડી, દત્તપાડા, બોરીવલી પૂર્વ.
હાલાઈ લોહાણા
જ્યોત્સનાબેન કિશોરભાઈ (ગોપાલ) મજીઠીયા (ઉં.વ. ૬૭), મૂળ ગામ સલાયા હાલ બોરીવલી તે સ્વ. લલીતાબેન ગુલાબભાઈ મજીઠીયાના પુત્રવધૂ. અમિત, ભાવિક, સિમ્મીના માતૃશ્રી. હેતા, બેલા, મિનેશ માટેચાના સાસુ. સ્વ. જસ્વતીબેન કાંતિલાલ અમલાનીના પુત્રી. રમેશભાઈ, જયશ્રીબેન, જ્યોતિબેન અને વિરેનભાઈના બેન તે તા. ૯/૧/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૧૨ જાન્યુઆરી, ૨૦૨૩, ગુરુવારે ૫ થી ૬.૩૦ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. સરનામું: સુંદર ધામ. રામ બાગ લેન, એસ વી રોડ, બોરીવલી વેસ્ટ.
ઔદિચ્ય સહસ્ત્ર સાઠા બ્રાહ્મણ
મોહનપુર નિવાસી હાલ દહિસર ગં.સ્વ. જયાબેન જયંતીલાલ વ્યાસ (ઉં.વ. ૮૮) તે સ્વ. કોદરીબેન મહાશંકર ત્રિવેદીના પુત્રી. સ્વ. જયંતીલાલ યશવંતલાલ વ્યાસના ધર્મપત્ની. સ્વ. ધીરેન, નંદા, સ્વ. ઇલા, કામિની તથા સ્વ. હિરેનના માતા. વર્ષા, સુનિતા, શૈલેષ, સ્વ. પ્રમોદ, પંકજના સાસુ. લેનિન, ડેનિશ, અનમોલ, ધ્રુવીન, જીગર, સાહિલ, અમિત, સર્જન, સલોનીના બા. રવિવાર, ૮/૧/૨૩ના દેવલોક પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જર ક્ષત્રિય કડિયા
મૂળ ગામ ધૂળકોટ હાલ બોરીવલી દામજીભાઈ પોપટલાલ માકડિયા (ઉં.વ. ૮૧) તે ૮/૧/૨૩ના સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ. સુલોચનાબેનના પતિ. રીટા હરકચંદ મોટા, સુષ્મા પરેશ સોલંકી, નયના દિનેશ ગાગાની તથા પ્રીતિ અમરીશ લક્કડના પિતા. સ્વ. પરષોત્તમ, સ્વ. નારણભાઈ, હંસા કુંવરજી રતનાની, કોકિલા વિરેશ સોઢાના ભાઈ. સ્વ. હીરાભાઈ પરમારના ભાણેજ. સ્વ. રવજીભાઈ ટાંકના જમાઈ. પ્રાર્થનાસભા ૧૨/૧/૨૩ના ૪ થી ૬ કચ્છી કડવા પાટીદાર સમાજ, રતન નગર, ઝેવિયર્સ સ્કૂલની બાજુમાં, બોરીવલી ઇસ્ટ.