Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

સૌરાષ્ટ્ર ખડાયતા વણિક
મુંબઈ નિવાસી હાલ વિદ્યાવિહાર, ગં. સ્વ. દેવયાનીબેન શાહ (ઉં. વ. ૭૩) તે ગૌતમભાઈ વૃંદાવનદાસ શાહના ધર્મપત્ની. અંબરીશ તથા વ્રીજેશના માતુશ્રી. હેમા તથા ભવ્યાના સાસુ. નિકુંજ, નિહાર તથા રિયાના દાદી. સુરેશભાઈ, હરિશભાઈ, સ્વ. પુષ્પાબેન, સ્વ. નિરૂબેન તથા સ્વ. નિમુબેનના ભાભી. લીલાવંતીબેન તથા જમનાદાસ માધવજી (તીરપુર)ના પુત્રી તા. ૫-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા શનિવાર તા. ૭-૧-૨૩ના રોજ સાંજે ૫ થી ૭. નિવાસસ્થાને રાખેલ છે. સરનામું- ૧૦૨, માતૃછાયા, ડી.કોલોનીની સામે, વિદ્યાવિહાર-ઈસ્ટ.
હાલાઇ ભાટિયા
ગં. સ્વ. પદ્માબહેન (ઉં. વ. ૯૫) તે સ્વ. જમનાદાસ કરસનદાસ આશર (સિકંદરાબાદ નિવાસી) ના પત્ની. તે ભરત, રાજન, બહાદુર, ભારતી સુરેશ, ઉષા, રઘુવીર, છાયા રમેશનાં માતા. મીના ભરત, ભાવના રાજન, બીના બહાદુરનાં સાસુ. તે દીપેશ, અલ્પેશ, સીલ્પેશ, મયંક, દર્શન, સાગર, હેતલ, વીરેન, રચના પ્રસન, બીજલના દાદી. તે મયૂર, કીર્તિ, સ્વ. કિની, હેમા તથા તેજલનાં નાની. તા. ૫-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા રવિવાર તા. ૮-૧-૨૩ના સાંજે ૪થી ૪.૩૦. ઠે. ગુજરાતી સ્કૂલ, સિકંદરાબાદ મુકામે રાખવામાં આવી છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ દુધઇ ધમણકા હાલ મુલુંડ ગં. સ્વ. હેમલતાબેન ચંદ્રકાંત મિરાણી (ઉં. વ. ૮૭) ગુરુવાર, તા. ૫-૧-૨૩ના શ્રીરામશરણ પામ્યા છે. તે સ્વ. ત્રિકમજી જે. મિરાણીના પુત્રવધૂ. તે નારાયણજી મોરારજી ચંદારાણા (ઠકકર) અંજારની સુપુત્રી. તે રાજુભાઇ, દિનેશભાઇ, જયેશભાઇ, ધર્મેશભાઇ, નલિની મહેન્દ્રભાઇના માતુશ્રી. નીતાબેન, અમીબેન, વર્ષાબેન, ભાવનાબેનના સાસુ. તે ઉમેશ, હર્ષ, પ્રણવ, ભાવિની, ટીના અને અંજલિના દાદી. તે કમલ, હેતલ, અને હીનલના નાની. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૭-૧-૨૩ના સાંજે ૫થી ૭. ઠે. કાલિદાસ મેરેજ હોલ, પી. કે. રોડ, મુલુન્ડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. દેવકરણ પ્રેમજી રૂખાણાના ધર્મપત્ની ગં. સ્વ. ગોદાવરીબાઇ ગામ તેરા (કચ્છ) હાલે મુલુંડ (ઉં. વ. ૯૫) તા. ૬ જાન્યુઆરી શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. રણછોડદાસ પરસોતમ આઇયા વીરાણી વાલાના પુત્રી. તે મુલવંતીબેન શંકરલાલ, નેત્રા સ્વ. રતનશી, દક્ષા નીતિનના માતુશ્રી. તે મીનાબેનના સાસુ. અમીત, કૃપા વિવેકભાઇ હરખાણીના દાદીમા. ઉર્મિના દાદી સાસુ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા પદ્માવતી બેંકવેટ હોલ, ૫મે માળે, એમ. જી. રોડ, શિવસેના ઓફિસની ઉપર, મુલુંડ (વેસ્ટ), શનિવારે તા.૭-૧-૨૩ના ૫થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.
સૌરાષ્ટ્ર ખડાયતા વણિક
મુંબઇ હાલ વિદ્યાવિહાર ગં. સ્વ. દેવયાનીબેન શાહ (ઉં.વ.૭૩) તે ગૌતમભાઇ વૃંદાવનદાસ શાહના ધર્મપત્ની. અંબરીશ તથા વ્રીજેશના માતુશ્રી. હેમા તથા ભવ્યાનાં સાસુ. નિકુંજ, નિહાર તથા રિયાના દાદી. સુરેશભાઇ, હરીશભાઇ, સ્વ. પુષ્પાબેન, સ્વ. નિરુબેન તથા સ્વ. નિમુબેનના ભાભી. લીલાવંતીબેન તથા જમનાદાસ માધવજી (તીરપુર)ના પુત્રી તા. ૫-૧-૨૩ના ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર તા. ૭-૧-૨૩ના ૫થી ૭, નિવાસસ્થાને. ઠે. ૧૦૨ માતૃછાયા, ઓપોઝીટ ડી. કોલોની વિદ્યાવિહાર (ઇસ્ટ).
કચ્છી લોહાણા
મૂળગામ ખેંગારપર હાલ વસઈ નીર્લોપ (ઉં.વ. ૪૨) તે નીલિમાબેનના પતિ. થરીશના પિતા. દમયંતી કાંતિલાલ ગોવિંદજી સોમેશ્ર્વરના પુત્ર. સ્વ. હીરજી, સ્વ. ચંદ્રા પરષોત્તમ, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. કાંતાબેન, ગં. સ્વ. જમનાબેન, ગં. સ્વ. લીલાવતી તથા ઝવેરબેનના ભત્રીજા. કાંતિબેન રામદૌલત પાંડેના જમાઈ. ૫/૧/૨૩ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૭/૧/૨૩ના ૪ થી ૬ લોહાણા મહાજનવાડી, એસ. વી. રોડ, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
નાગર વાણીયા
ચરાડા નિવાસી હાલ કાંદિવલી ગં. સ્વ. સરોજબેન (ઉં.વ. ૮૧) તે સ્વ. નવનીતલાલ નાથાલાલ શાહના ધર્મપત્ની. સ્વ. રમણલાલ પ્રેમચંદદાસ તથા સ્વ. જશોદાબેનના પુત્રી. સ્વ. રમણલાલ તથા ગં. સ્વ. મંજુલાબેનના ભાભી. ડૉ. વિજયકુમારના માતુશ્રી. ડૉ. બેલા વિજયકુમારના સાસુ. ચિ. વિશાલ, ચિ. પ્રનીતા, ચિ. જાનવી, ચિ. કૃણાલના દાદી. ગુરૂવાર, તા. ૫-૧-૨૩નાં શ્રીજીચરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૭-૧-૨૩ના ૪.૩૦ થી ૬ કલાકે. સ્થળ: સાવિત્રીદેવી હરીરામ અગ્રવાલ હોલ, શંકર લેન, જૈન મંદિરની સામે, ડોમનીક કોલોની, કાંદિવલી (વેસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
નવગામ ભાટીયા
મૂળ ગામ મોરબી હાલ કાંદીવલી, શ્રી નવીનભાઈ વેદ, વ્રજલાલ ગોકલદાસ વેદના પુત્ર, (ઉં.વ. ૮૫), સ્વ. ચંદાબેનના પતિ. સ્વ. રજનીકાંતભાઈ ઉદેશીના જમાઈ. કુમારભાઈ, સ્વ. કાશ્મીરાબેન, અજયભાઈ, ગોપાલભાઈના પિતાશ્રી. અ.સૌ. પ્રીતિ, જયેશકુમાર દુતીયા, અ.સૌ. રીમા, સ્વ. શીતલના સસરા. પૂર્વી, સલોની, ખુશી, વિનમ્ર, દેવાંશ, રોહિતના દાદા. મેઘા ધ્વનિલ કુમાર મેઘાણીના નાના, તા. ૫ જાન્યુઆરી, ૨૦૨૩ ગુરૂવાર, શ્રીજીચરણ પામ્યા છે. લૌકીક પ્રથા બંધ છે.
મચ્છુ કઠિયા સઇ સુતાર જ્ઞાતિ
મૂળ ગામ ધ્રાફા હાલ દહીંસર સ્વ. અમૃતલાલ તુલસીદાસ રાઠોડના સુપુત્ર સ્વ. દિનેશ અમૃતલાલ રાઠોડ (ઉં.વ.૬૬) તા. ૪-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે ભાનુબેનના પતિ. સ્વ. હિતેશ, ગૌરવ, જીજ્ઞેશના પિતા. જીનલના સસરા. સ્વ. રમેશભાઇ, અજયભાઇના મોટાભાઇ. સ્વ. પ્રાગજી તુલસીદાસ રાઠોડ, સ્વ. પરમાણંદ તુલસીદાસ રાઠોડના ભત્રીજા. સ્વ. કાળીદાસ વેલજીભાઇ પરમારના જમાઇ. તેમની સાદડી શનિવાર, તા. ૭-૧-૨૩ના સાંજે ૪.૩૦થી ૫.૩૦. ઠે. સાંઇ હોલ, રાધા કૃષ્ણ મંદિરની બાજુમાં, રાવલ પાડા, દહીંસર (ઇ) ખાતે રાખેલ છે, ઉત્તરક્રિયા બંધ રાખેલ છે.
હાલાઇ ભાટીયા
દિપક નરોત્તમ દુતીયા (ઉં. વ. ૪૫) તે સ્વ. નીશીકા (માલતી) અને સ્વ. નરોત્તમ હરીદાસ દુતીયાના પુત્ર. ક્ધિનરીના પતિ. ધ્રુવના પિતા. તે હરેશ કાનજી ભાટીયાના જમાઇ. પ્રજ્ઞા નીશીત કાપડીયાના ભાઇ તા. ૫-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા કે લૌકિક વ્યવહાર રાખેલ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -