હિન્દુ મરણ
કચ્છી લોહાણા
કચ્છ ગામ નરા હાલે મુલુંડ ગં. સ્વ. લક્ષ્મીબેન નારાણજી ત્રિલોક હિન્દીસોતાના સુપુત્ર શાંતિલાલ હિન્દીસોતા (ઉં. વ. ૬૯) તા. ૨૯-૧૨-૨૦૨૨ના રોજ શ્રી રામશરણ પામેલ છે. દેવીબેનના પતિ. ફાલ્ગુની મીતેશ સચદે અને શ્રદ્ધા સિમિત સૌમૈયાના પિતાશ્રી. ક્રિશિવ અને ધીરના નાનાજી. સ્વ. વેલજી હરીરામ ભગદેવના જમાઈ. દયારામભાઈ, સ્વ. પુષ્પાબેન ખેરાજભાઈ સાઘ, પ્રતાપભાઈ, દમયંતીબેન, સ્વ. નીલાબેન પ્રતાપભાઈ ધીરાવાણી અને કમલેશભાઈના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર તા. ૩૧-૧૨-૨૦૨૨ના સાંજે ૫.૩૦ થી ૭. ગોપુરમ હોલ, ડૉ. આર. પી. રોડ, મુલુંડ વેસ્ટ.
ઝાલાવાડી સઈ સુથાર જ્ઞાતિ
ભડલી નિવાસી હાલ મુંબઈ સ્વ. ભાગુબેન શાંતિલાલ કાનજીભાઈ પરમારના સુપુત્ર ચંદ્રકાંતભાઈ પરમાર (ઉં. વ. ૬૬) જ્યોત્સનાબેનના પતિ. અમીષભાઈ તથા ખ્યાતિબેન નિમેશકુમાર ગાળિયાના પિતાશ્રી. નિકિતાબેનના સસરા. ગીતાબેન હરજીવનદાસ ગોહિલ, રમાબેન બળવંતરાય ચાનપુરા, દીનાબેન વિજયભાઈ ચૌહાણના ભાઈ. સ્વ. હરજીવનદાસ કપુરીયાના જમાઈ. તા. ૨૮-૧૨-૨૦૨૨ના બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તારીખ ૩૧-૧૨-૨૦૨૨ના શનિવાર સાંજે ૪ થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે. સ્થળ: એસ.એન.ડી.ટી. કોલેજ, એન્ટૉપ હીલ, રફી અહેમદ કીડવાઈ માર્ગ, માટુંગા, મુંબઈ-૧૯.
કચ્છી લોહાણા
કચ્છ ગામ (કેરા) હાલે (ડોંબિવલી) તે સ્વ. કરસનદાસ નાગજી પવાણી તથા સાકરબેનના સુપુત્ર હિતેન્દ્ર પવાણી (ઉં. વ. ૬૨) તે રશ્મીબેનના પતિ તા. ૨૯-૧૨-૨૦૨૨ ગુરુવારના રામશરણ પામેલ છે. તે મિતેશ તથા ફોરમના પિતા. તે મોહનભાઈ, હરીશભાઈ, સુરેશભાઈ, જયેશભાઈ તથા હેમલતા દયારામ અનમ, પૂર્ણિમા વિજય સૌમયાના ભાઈ. તથા સ્વ. હંસાબેન, સ્વ. હેમલતાબેન, લતાબેન, મીનાબેન, દેવીબેનના દિયર તથા રમણીકલાલ વેલજી બારું (મોટી વિરાણી) હાલે પનવેલવાળાના મોટા જમાઈ તેમની પ્રાર્થના સભા તા. ૩૧-૧૨-૨૦૨૨ શનિવાર સાંજે ૫ થી ૬.૩૦. જગદીશ બૅંકવેટ હૉલ, પહેલા માળે, શહીદ ભગત સિંઘ રોડ, (ભાજી માર્કેટ), ડોંબિવલી (ઈસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
દીવેચા બ્રહ્મક્ષત્રિય
ભાયંદર નિવાસી કપીલ મોરેશ્ર્વર દીવેચા (ઉં. વ. ૯૪)તે પન્નાબેનના પતિ. હેમંત, સ્વ. નિખીલ, હરિહર, સ્વ. ઘનશ્યામ અને સૌ. બીનાના પિતા. ઉમા, શમા, આરતી અને પ્રશાંતના સસરા. ગુરુવાર તા. ૨૯.૧૨.૨૦૨૨ શ્રીજીચરણ પામેલ છે. બેસણું શનિવાર તા. ૩૧.૧૨.૨૦૨૨ સાંજે ૪ થી ૬. સરનામું: ૩૦૪-બલદેવ સ્મૃતિ, ૩જે માળે, વિનાયક નગર, નિર્મલા નિકેતન સ્કૂલની સામે, ભાયંદર (વેસ્ટ).
હાલાઈ લોહાણા
જીરાગઢ હાલ કાંદિવલી રમેશભાઈ અમરશી કાનાબાર (ઉં. વ. ૭૨) તે સ્વ. રળીયાતબેન અમરશી કાનાબારના પુત્ર. તે કુસુમબેનના પતિ. તે સ્વ. વલ્લભદાસ અમરશી કાનાબારના નાના ભાઈ. તે ચેતન તથા દિપકભાઈના કાકા. તે રાજકોટવાળા સ્વ. અમૃતલાલ ધનજીભાઈ ચંદારાણાના જમાઈ. તેમજ મુકેશભાઈ, મહેશભાઈ, હર્ષદભાઈ તથા જીતુભાઈ ચંદારાણાના બનેવી. તા. ૨૯-૧૨-૨૦૨૨ ગુરુવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
વિશા સોરઠીયા વણિક
મોટા કાલાવડવાલા માલા હરકીશન મલકાણના પુત્રવધૂ અ. સૌ. મોનિકા (ઉં. વ. ૪૨) જે મહર્ષીના ધર્મપત્ની. શાંતિબેન અનુપકુમાર સુંદરના પુત્રી. ચિ. આલીયાના માતુશ્રી. હિરવા સિદ્ધાર્થના દેરાણીનું અવસાન તા. ૨૮-૧૨-૨૦૨૨ના રોજ થયેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
પાંચાલ
જયંતીભાઈ છબીલદાસ પાંચાલ, જે અ.સૌ. કલાવતીબેનના પતિ તા. ૨૬ ડિસેમ્બર ૨૦૨૨ને દિવસે ૮૩ વર્ષની ઉંમરે પૂનામાં ગુજરી ગયા છે. તેમની પ્રાર્થનાસભા રાખી નથી.
વાંઝા જ્ઞાતિ
વિસાવદરવાળા-હાલ મુંબઈ (કાંદિવલી) સ્વ. વસંતભાઈ પ્રેમજીભાઈ ભદ્રેશ્ર્વરાના ધર્મપત્ની ગં.સ્વ. મંજુલાબેન ભદ્રેશ્ર્વરા (ઉં.વ. ૭૮) તા. ૨૯-૧૨-૨૨, ગુરુવારના રોજ ગોપાલશરણ પામ્યા છે. તે વર્ષાબેન માંડલીયા, ભાવનાબેન તથા સચિનભાઈ ભદ્રેશ્ર્વરાના માતુશ્રી. તે સોનલબેન કૌશિકભાઈના સાસુ. તે રીયા અને મનનના દાદી. અભિષેક અને ધીલનના નાની. સુભાષભાઈ શાંતિભાઈ આમરસેડા (બગસરાવાળા)ના બેન. પ્રાર્થનાસભા તા. ૧-૧-૨૩, રવિવારના રોજ ૧૦થી ૧૨ ક. સ્થળ: લોહાણા મહાજનવાડી, પહેલામાળે, એસ.વી. રોડ, શંકરમંદિરની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ).
ખંભાત દશા મોઢ અડાલજા વણિક
કાંદિવલી નિવાસી ચંદ્રકાંતભાઈ (ઉં.વ.૮૨) તા. ૨૬-૧૨-૨૨ને સોમવારે શ્રીજીચરણ પામેલા છે. તેઓ સ્વ. મધુકાંતા તથા સ્વ. ત્રિભોવનદાસ ચુનીલાલ શાહના પુત્ર. શોભનાબેનના પતિ. નેહા તથા બીજલ દેસાઈના પિતા. મનીષ ધીરજલાલ દેસાઈના સસરા. સ્વ. સુબોધભાઈ, ઈંદીરાબેન અને ઈન્દુબેનના ભાઈ. સ્વ. જયાબેન અને જયંતીલાલના જમાઈ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા તા. ૨-૧-૨૩, સોમવાર ૪થી ૬. સ્થળ: શ્રી વાંઝા જ્ઞાતિ યુવક મંડળ (મુંબઈ) વાંઝા જ્ઞાતિની વાડી, મથુરાદાસ એક્સટેન્શન રોડ, કાંદિવલી (વેસ્ટ).
ઔદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ
મૂળ ઉપલેટા, હાલ નાલાસોપારા ગં.સ્વ. નિર્મળાબેન પ્રભુલાલ મહેતા (ઉં.વ.૮૯) તા. ૨૮-૧૨-૨૨ના બુધવારે કૈલાસવાસી થયા છે. તે અનિલ, ભરત, હિતેશ, હેમેન અને મિન્ટુ નરેન્દ્રના માતા. નરેન્દ્ર મૂળશંકર, વિશાખા, સ્વ. જાગૃતિ, રશ્મિ અને દક્ષાના સાસુ. ડૉ. નૈમિષ, શ્રદ્ધા, ગૌતમ, હાર્દિક, માનસી અભય, જાનવી આકાશ, ભાર્ગવી અંકિત, મુદ્રિકા નિશીથના દાદી અને ઉનાવાળા સ્વ. નાનાલાલ ભગવાનજી વ્યાસના પુત્રી. પ્રાર્થનાસભા તા. ૧-૧-૨૩ના રવિવારે ૩.૩૦થી ૫.૩૦. સ્થળ: સોપારા હોલ, શ્રીજી એપાર્ટમેન્ટ, વસઈ સહકારી બેન્કની નીચે, ઉડાન પુલની બાજુમાં, પંચમુખી હનુમાન મંદિર સામે, સિવિક સેન્ટર નજીક, નાલાસોપારા (વેસ્ટ).
વણકર મેઘવાળ
ગામ વડીયા (શિહોર) હાલ મુંબઈના સ્વ. પ્રેમજીભાઈ ગોહિલ (ઉં. વ. ૭૧) ૨૭-૧૨-૨૨ના દેવલોક પામ્યા છે. તેઓ સ્વ. દેવજી ડાયા ગોહિલ તથા સ્વ. નાનુબાઈ, સ્વ. ટીડીબાઈ, સ્વ. મોતીબાઈના પુત્ર. જશુબેનના પતિ. જ્યોતિ, મનીષ, વર્ષા, જતીનના પિતા. સ્વ. મેઘજીભાઈ, સ્વ. લક્ષ્મણભાઈ, હિરાભાઈ, રામજીભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. ખીમીબેન, કુંવરબેન, જેઠીબેન, લક્ષ્મીબેનના ભાઈ. સ્વ. ખીમીબાઈ વિશ્રામ રાઠોડના જમાઈ. સ્વ. ડાહીબેન, જાનાબેન, શ્યામબેન, ઉમાબેનના દીયર. બારમાની વિધી તથા શોકસભા ૧-૧-૨૩ના રવિવારે, ૩ કલાકથી સંત વીર મેઘમાયા માર્ગ, એ/૬, બિલ્ડીંગ પટાંગણ, મહાલક્ષ્મી રેસકોર્સ સામે રાખવામાં આવી છે.
મેઘવાળ
સ્વ. હમીરભાઈ બોરીચા ગામ જરીયા ભાવનગર, હાલ-તુલશીવાડી- મુંબઈ તેઓ તા. ૨૧/૧૨/૨૨ના બુધવારે રામચરણ પામ્યા છે. તેઓ સ્વ. ખીમીબેન અને સ્વ. મૂળજીભાઈના પુત્ર. હિરાબેનના પતિ. સ્વર્ગીય ગંગાબેન અને માધાભાઈ વેગડાના જમાઈ. પ્રવિણા, ભારતી, લતા અને શૈલેષના પિતાશ્રી. સ્વ. જીવણભાઈ, સ્વ. કલાભાઈ, દાનાભાઈ. લક્ષ્મીબેન, રતનબેનના ભાઈ. નીતા, નરેશ, વિનોદ, રાજેશના સસરા. બારમાની વિધિ તા. ૧/૧/૨૩ના રવિવારે સ્થળ: બી૨ મહાલક્ષ્મી વ્યુહ હા.સો. બી૧ તુલસીશ્યામ હાઉસિંગ સોસાયટી પાસે, સામંતભાઈ રાઠોડ માર્ગ, તુલશીવાડી મુંબઈ-૩૪, સાંજે ૫ કલાકે.
ઘોઘારી મોઢ વણિક
બોટાદ નિવાસી સ્વ. નવનીતરાય ચં. વડોદરીયાના પત્ની હાલ મીરા રોડ ગં. સ્વ. મંગળાબેન (ઉં.વ. ૮૯) તે ૨૭/૧૨/૨૨ના અક્ષર નિવાસી થયેલ છે. તે તુષાર, અમરીશ, જયેશ, મીતા પરેશ ગાંધી, રેખા વિરેન્દ્ર વોરાના માતુશ્રી. તે વિણા, મમતા, મીલનના સાસુ. તે સ્વ. કનૈયાલાલ, સ્વ. કાંતાબેન, સ્વ. વિમળાબેન, સ્વ. જશવંતીબેન અને હંસાબેનના ભાભી. તે હરિપ્રસાદભાઇ, સુરેન્દ્રભાઇ, હસુમતીબેનના બહેન. બન્ને પક્ષ તરફથી પ્રાર્થનાસભા તા. ૧/૧/૨૩ રવિવારના સ્વામી નારાયણ મંદિર, પહેલે માળે, સેકટર નં. ૧૦, મીરા રોડ ખાતે સાંજે ૫.૩૦ થી ૭.૩૦.
મોઢ ચાતુર્વેદી ચુથા સમવાય બ્રાહ્મણ
પાલીતાણા નિવાસી હાલ દહિસર સ્વ. હસમુખરાય ભાનુશંકર દવેના ધર્મપત્ની ગં. સ્વ. કૈલાશબેન દવે (ઉં.વ. ૬૬) તે ૨૯/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે રીંકેશના માતુશ્રી. નરેશભાઈ – રેખાબેન કે શાહના ભાભી. ધરવાળા સ્વ. કાંતિલાલ જટાશંકર ત્રિવેદીના દીકરી. પ્રવીણભાઈ તથા પ્રજ્ઞાબેન યજ્ઞેશકુમાર જોશીના બહેન. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા ૩૧/૧૨/૨૨ના ૪ થી ૬, રાધા કૃષ્ણ મંદિર હોલ, કોંકણી પાડા, એસ. એન. દુબે રોડ, દહિસર ઈસ્ટ.
દશા શ્રીમાળી વણિક
બજુડ નિવાસી હાલ બોરીવલી ગં.સ્વ. કાંતાબેન કેશવલાલ પરષોત્તમદાસ મહેતા (વાઘાણી) (ઉં.વ. ૯૦) તે ૩૦/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે રમેશભાઈ, ભરતભાઈ, રંજનબેન શાંતિલાલ, પ્રફુલાબેન રમણીકલાલ, વનીતાબેન સુરેશકુમારના માતા. સ્વ. પ્રભાવતી, સ્વ. મફતલાલ, કોકિલાબેન, સ્વ. ચંપાબેનના કાકી. પ્રતિભા, ભારતીના સાસુ. થોરડીવાડા સ્વ. પ્રેમચંદભાઈ, સ્વ. હરિભાઈ ત્રિભોવનદાસ શાહના બહેન. કેતન-વિધિ, દેવલ – પૂર્વી, નીલ – ખુશી તથા યોગેશ, વૃત્તિના દાદી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે. ચક્ષુદાન કરેલ છે.
દશા સોરઠીયા વૈષ્ણવ વણિક
સરધાર વાળા, હાલ અંધેરી, શ્રી જયંતીલાલ ભુપતરાય મહેતાના પત્ની અ.સૌ. હસુમતી મહેતા (ઉં.વ. ૮૦) તા. ૨૯ ડિસેમ્બર, ૨૦૨૨, ગુરૂવારના શ્રીજીચરણ પામેલ છે. તે હિરેન તથા અ.સૌ. કલ્પના દેવેશ તલાટીના માતા. અ.સૌ પૂજાના સાસુ તથા પિયરપક્ષે અ.સૌ. ધીરજબેન, સ્વ. મુકુંદ, સ્વ. પ્રદીપ મણિલાલ ગાદોયાના બેન તથા સ્વ. ધનલક્ષ્મી છબીલદાસ મહેતા, નયનાબેન વિનોદરાય મહેતા, સ્વ. વિજયાલક્ષ્મી જીતેન્દ્ર શેઠના ભાભી. સાદડીની પ્રથા બંધ છે.
કપોળ
ધાંધલીવાળા હાલ પૂના નિવાસી નાગેન્દ્ર નંદલાલ મહેતા (ઉં.વ. ૭૯), તા. ૨૭-૧૨-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ માલતીબેન (માયા)ના પતિ. સ્વ. ધીરેન, નમીતા, ભાવેન (ટીકુ)ના પિતા. સ્વ. સુશીલાબેન, જગમોહનદાસ, સાકરલાલના ભાઈ. સાવરકુંડલાવાળા સ્વ. ચીમનલાલ સાકરલાલ મહેતાના જમાઈ. અલીબાગવાળા તુલસીદાસ વોરાના ભાણેજ. પ્રાર્થનાસભા તથા લૌકિક વહેવાર બંધ છે.