હિન્દુ મરણ
કોળી પટેલ
ગામ દેવધા હાલ અંધેરી સ્વ. બાબરભાઈ ડાહ્યાભાઈ પટેલના પત્ની મણીબેન (મનુબેન) (ઉં. વ. ૮૩) તા. ૨૪-૧૨-૨૨ના સ્વર્ગવાસ પામ્યા છે. તે સુરેશ, કલ્પનાના માતા. બીનાબેન તથા પ્રદીપકુમારના સાસુ. હિરલ, ધ્વનીના દાદી. કરણ, નીલના નાની. બેસણું તા. ૨૬-૧૨-૨૨, સોમવારના બપોરે ૨થી ૪. બારમું અને પુષ્પાણી તા. ૪-૧-૨૩, બુધવારના સાંજે ૪ વાગે નિવાસસ્થાને. લૌકિક વ્યવહાર બંધ છે.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
નાગધણીબા હાલ મુંબઇ સ્વ. ભાનુશંકર નાનજી જોશીના ધર્મપત્ની ગં. સ્વ. રસિલાબેન (ઉં. વ. ૮૯) તે વિનોદ, ગિરીશ, મનીષ, સૌ. માયાબેન કિરીટકુમાર વ્યાસ, મમતાબેન પ્રેમકુમાર ખત્તરના માતુશ્રી. સૌ. મીતા સૌ. અનુરાધા, સૌ. પ્રિતના સાસુમા. અ. સૌ. કવિતા હરિકેશ, અ. સૌ. રિચા નયન, વિશ્ર્વેશ, મીત, દેવાંગ, ધાર્મિક, અ. સૌ. યુક્તિ વિશાલ, અ. સૌ. રુચિતા વૈભવ, ચી. પૃથ્વી, ચી. સ્વક્ષ, ચી. વિહાન, અ. સૌ. રુવિરના બા. પિયર પક્ષે જસપરા હાલ તળાજા, સ્વ. હિરાબેન નંંદલાલ, અ. સૌ. હંસાબેન પંડયા, નીરંજનાબેન પંડયા, અ. સૌ. મીનાક્ષીબેન જોશી, કૌશલ્યા બેન પંડયા, સ્વ. ભરતભાઇ પંડયાના મોટાબેન શુક્રવાર, તા. ૨૩-૧૨-૨૨ના કૈલાસવાસી થયા છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ બ્રહ્મક્ષત્રિય
ગં. સ્વ. દમયંતી હરિલાલ મામતોરા (ઉં. વ. ૯૧) સ્વ. જમનાદાસ બેચરદાસ કાટબામણાની પુત્રી તથા પરેશ, હરેન્દ્ર, સ્વ. વંદના રસિકલાલ મચ્છર, ભારતી ચંદ્રકાંત મચ્છરના માતુશ્રી. સૌ. મીરા, રોહિણીના સાસુ. અર્પિત, ઉન્નતિ, પ્રિયાંકના દાદીમા. સૌ. સ્વીટી, માનસીના દાદી સાસુ રવિવાર, તા. ૨૫-૧૨-૨૨ના રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૬-૧૨-૨૨ના સાંજે ૪.૩૦થી ૬.૩૦. ઠે. જવાહરનગર હોલ, એસ. વી. રોડ., સીટી સેન્ટરની સામે, ગોરેગાંવ (વેસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ. શાંતાબાઇ આશાનંદ ચંદનગામ કચ્છ તેરા હાલ ઉલ્હાસનગરના પુત્ર ગંગાદાસ (રાજુભાઇ) (ઉં. વ. ૭૪), તા. ૨૪-૧૨-૨૨ શનિવારના પરમધામ ગયા છે. તે ગં. સ્વ. મનિષાબેનના પતિ. તે ચિ. ભરતના પિતા. તે હિનાબેનના સસરા. તે વરુણ, હિતના દાદા. તે સ્વ. શાંતાબેન કાનજીભાઇ કોટક ગામ નારાયણ સરોવરવાળાના નાના જમાઇ. પ્રાર્થનાસભા સોમવાર, ૨૬-૧૨-૨૨ના સાંજે ૫થી ૬-૩૦. ઠે. કચ્છી લોહાણા મહાજનવાડી, પવાની હોલ, ૧લે માળે, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
સુથાર મિસ્ત્રી
ગામ વલસાડ હાલ મુંબઇ ગં. સ્વ. પુષ્પાબેન (સુધાબેન) મોહનલાલ મિસ્ત્રી (ઉં. વ. ૭૭) શનિવાર, તા. ૨૪-૧૨-૨૨ના દેવલોક પામેલ છે. તે સ્વ. મોહનલાલ નરોતમદાસ મિસ્ત્રીના ધર્મપત્ની. તે ભાવના, હિના, છાયાના માતુશ્રી. તે અનિલભાઇ, હરીશભાઇના સાસુ. તે તેજસ, નીલ, કરણ, શ્રાવ્યાના નાની. પ્રાર્થનાસભા બુધવાર તા. ૨૮-૧૨-૨૨ના સાંજે ૪થી ૬. ટેલિફોનિક રાખવામાં આવેલ છે.