હિન્દુ મરણ
કચ્છી લોહાણા
મૂળગામ ખાવડા હાલે મુલુન્ડ ચેકનાકા અ.સૌ. હંસા કોટક (ઉં. વ. ૬૮) હસમુખ અર્જુન કોટકના ધર્મપત્ની. તથા સ્વ. પ્રફુલા કોટકના પુત્રવધૂ. તે ક્રિષ્ના રોહિત ઠક્કરના માતુશ્રી. તે તન્મયના નાનીમા. તે સ્વ. પ્રવિણા મહેશ, સ્વ. ભારતી હરેશ, ગં.સ્વ. ઉષા સુરેશ, ગં.સ્વ. વીણા અનિલ, ગં.સ્વ. ઉર્વશી ઉપેન્દ્ર, શૈલેષ અને વિરેન્દ્રના ભાભી. સ્વ. સાવિત્રી છગનલાલ જોબનપુત્રા ગામ હાજાપર (હરૂડી)ના સુપુત્રી તા. ૨૨-૧૨-૨૦૨૨ના પરલોકવાસી થયેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૫-૧૨-૨૦૨૨ના મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર રાજેન્દ્ર પ્રસાદ રોડ, મુલુન્ડ (વેસ્ટ) ૫ થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
મૂળ ગામ જખૌ હાલે મહાડ સ્વ. દેવજી મોરારજી ગણાત્રા ગામ તેરાની સુપુત્રી તથા સ્વ. જેઠમલ મોરારજી પલણના ધર્મપત્ની કમળાબેન જેઠમલ પલણ (ઠક્કર) (ઉં. વ. ૯૫) તા. ૨૩.૧૨.૨૨ના રામશરણ પામેલ છે. તે સ્વ. જગદીશભાઈ, મહેશભાઈ, ચંદ્રકાંતભાઈ, દમયંતીબેન જાધવજી, રંજનબેન વિનોદભાઈના માતોશ્રી. તથા લક્ષ્મીબેન, કલ્પનાબેન, ભાગ્યશ્રીબેનના સાસુમા. તથા જીગર, નમ્રતા, હની, શીતલ, દિવ્યા, નિષ્માં, અંકિતા, શ્ર્વેતા, હીના, દર્શન, જતીનના દાદીમાં. તથા બીજલ, ગૌરવના નાનીમા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર તા. ૨૫.૧૨.૨૨ના ગોપુરલ હૉલ, જ્ઞાનસરીતા સ્કૂલની બાજુમા, ભક્તિમાર્ગ, મુલુંડ વેસ્ટ, સમય ૪ થી ૫.૩૦. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. રૂક્ષ્મણી લાલજી ખીમજી ગંધાના સુપુત્ર હર્ષદ લાલજી ગંધા (ઠક્કર) (ઉં. વ. ૬૩) તે સ્વ. મણીબેન જેઠાલાલ જોબનપુત્રા ભુજવાળાના જમાઈ. તે માલતીબેનના પતિ. તે સ્વપ્નીલ તથા નમ્રતાના પિતા. તે રેણુકા કીર્તિ કેસરિયા તથા (ક્ધહૈયો) ક્રિષ્ના લાલજી ગંધાના મોટા ભાઈ તે કિશોર જેઠાલાલ જોબનપુત્રાના બનેવી. તે સુરેશ ખીમજી ગંધા તે સ્વ. જાધવજી ખીમજી ગંધાના ભત્રીજા. તે આશા ક્રિષ્ના ગંધાના જેઠ તા. ૨૩.૧૨.૨૦૨૨ના મજગામ મુંબઈ રામશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૨૫.૧૨.૨૦૨૨ રવિવારના રોજ કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફ્લોર, મુલુંડ મધ્યે સમય ૫ થી ૭.
દેસાઈ સઈ સુથાર જ્ઞાતિ
તળાજા નિવાસી હાલ ભાયંદર ઈસ્ટ પ્રવીણભાઈ કાનજીભાઈ ગોહિલના ધર્મપત્ની સ્વ. જયાબેન પ્રવીણભાઈ ગોહિલ (ઉં. વ. ૭૦) તા ૨૧/૧૨/૨૦૨૨ને બુધવારના રામચરણ પામેલ છે. તે પરષોત્તમભાઈ, જ્યોતિબેનના ભાભી તથા સ્વ. અતુલભાઈ, દિપકભાઈ, સ્વ. મેહુલભાઈ, રીટાબેન, ગીતાબેનના માતુશ્રી તથા ગં.સ્વ. જાગૃતિબેન, શિલ્પાબેનના સાસુ તથા ગામ પીપરલાવાળા સ્વ. પ્રેમજીભાઈ ત્રિભુવનભાઈ વાઘેલા, સ્વ. જયંતીભાઈ ત્રિભુવનભાઈ વાઘેલા, સ્વ. રામજીભાઈ છગનભાઈ વાઘેલાના બહેન. તેમની પ્રાર્થનાસભા તા ૨૫/૧૨/૨૦૨૨ ને રવિવાર ના સાંજે ૪ થી ૬. સ્થળ નર્મદા ટેરેસ બિલ્ડીંગ, અ વિંગ, નર્મદા નગર, કેબિન રોડ, ભાયંદર ઈસ્ટ.
વિસલનગરા નાગર
નારદીપુર નિવાસી હાલ અંધેરી સ્વ. સૂર્યકાંત પુરષોતમદાસ રાવલના ધર્મપત્ની, ગં. સ્વ. પુષ્પાબેન (ઉં. વ. ૮૩) ગુરુવાર તા.૧૫-૧૨-૨૨ના હાટકેશરણં પામેલ છે. તે તરૂણ, પ્રીતિ, નયનના માતા. હિમાંશુકુમાર, હેતલ, વૈશાલીના સાસુ. સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. વિદ્યાબેન, પ્રમોદભાઈના ભાભી. પિયરપક્ષે સ્વ. રસિકભાઈ, સ્વ. હસમુખભાઈ, કપિલાબેનના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ભાવરાઈ ભાટિયા
શિવજી પુરુષોત્તમ ગોવિંદજી આસર (ઉં. વ. ૮૭) તા. ૨૨/૧૨/૨૦૨૨ના અમદાવાદ મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે પ્રભાબેનના પતિ. અપૂર્વ અને અ.સૌ. જયશ્રીના પિતા. અ.સૌ. નીપા અને રાજેન્દ્ર કજરિયાના સસરા. સ્વ. રતનશી, સ્વ. સુંદરદાસ, સ્વ. રાધાબેન, સ્વ. કેસરબેન, સ્વ. દમયંતીબેનના ભાઈ. સ્વ. રાઘવજી લાલજી બેલગામવાળાના જમાઈ. અ.સૌ. ધ્વનિ, રિષિત, પંકિત, મિતુલ, તન્મયના દાદા. સર્વે લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ઠા. ટેક્ચંદ ચાંપસી સોચર (ગામ નારાયણ સરોવર) હાલે મુલુન્ડના પુત્ર પ્રવિણભાઈ સોચર (ઉં.વ. ૭૮), તે ભાનુબેનના પતિ, તા. ૨૩-૧૨-૨૨ શુક્રવારે રામશરણ પામ્યા છે. તે માધવજી હરિરામ ગઠિયા (ગામ મોટા લાયજા)ના જમાઈ. તે અમીત, જીગ્ના, પરેશભાઈ , સ્વ. મિનલ, મિતાલી ધર્મેશભાઈના પિતા. તે પ્રીયાસ, માયરાના દાદા. શીવમ, હર્ષિલ, રાશીના નાના. તે સ્વ. કમળાબેન ધરમશી, સ્વ. પ્રફુલ્લાબેન માધવજી, સ્વ. કલાવતી પ્રેમજીના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ એજ દિવસે આવી જવું. પ્રાર્થનાસભા તા. ૨૫-૧૨-૨૨, સ્થળ- બાલાજી હોલ, પુરુષોત્તમ ખેરાજ એસ્ટેટ, ગ્યાન સરિતા સ્કૂલની બાજુમાં, ડો. રાજેન્દ્ર પ્રસાદ રોડ, મુલુન્ડ-વેસ્ટ, ટાઈમ- ૪ થી ૬.
કપોળ
સાવરકુંડલાવાળ સ્વ. દામોદરદાસ હરકીસનદાસ પારેખના ધર્મપત્ની હીરાલક્ષ્મી (ઉં. વ. ૮૮) તે રાજુભાઇ, ઉમેશભાઇ, શૈલેષભાઇ તથા મનીષાના માતુશ્રી. મોક્ષદા, સુરભી, મયુરી તથા દિનેશકુમાર મોદીના સાસુ. સરલાબેન સ્વ. શ્યામુભાઇ, સ્વ. રસીલાબેન સ્વ. ચંદ્રકાન્તભાઇ તથા ઉષાબેન ગોપાલદાસના ભાભી. ચિતલવાળા જશવંતરાય મોહનલાલ મોદી તથા જયંતિલાલ મોહનલાલના બહેન. તા. ૨૪-૧૨-૨૨ના શનિવારના શ્રીજીચરણ પામેલ છે. સર્વ પક્ષે પ્રાર્થનાસભા તા. ૨૬-૧૨-૨૨ સોમવારના ૪થી ૬. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, ડાયમન્ડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ. ગ્રાઉન્ડ ફલોર, હોલ નં.૧, બોરીવલી (વેસ્ટ).
સુરતી વિશા લાડ વણિક
મુંબઇ નિવાસી ગં.સ્વ. મિનાક્ષીબેન દલાલ (ઉં. વ. ૮૯) તે સ્વ. શિરિષભાઇ ગેબીલાલ દલાલના પત્ની. તે વિપુલ, સ્મિતા રાજેશ શાહ, શિલ્પા સતીશ અમલાણી, સ્વાતિ રામ નારાયણના માતુશ્રી. તે જ્યોતિ, રાજેશકુમાર, સતિશકુમાર, રામભાઇના સાસુમા. તે સાગર-હેમાલી, આકાશ-દિતીના દાદી. તે સોનલ, પૂજા, અંજલી , અતીત , વિશાલ, આદિત્યના નાની. શનિવાર, તા. ૨૪-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા, રવિવાર તા.૨૫-૧૨-૨૨ના સાંજે ૫થી ૭. ઠે. ગરવારે સભાગૃહ ફેલોશિપ ઓફ ધી ફિઝીક્લી હેન્ડિકેપ, લાલા લજપતરાય કોલેજ માર્ગ, હાજીઅલી. મુંબઇ-૪૦૦૦૩૬. લૌકિક વ્યવહાર બંધ છે.