હિન્દુ મરણ
કચ્છી ભાનુશાલી
સ્વ. શંકરભાઈ બાબુભાઈ વીરજી મીઠીયા (ઉં.વ.૬૭) કચ્છ સાંધાણ. તા. ૧૩-૧૨-૨૨ના રોજ મુંબઈ મધ્યે ઓધવશરણ પામેલ છે. માવિત્ર સ્વ. બાબુભાઈ વીરજી મીઠીયા, સ્વ. ત્રિકમદાસ જેઠાલાલ મીઠીયા ભાઈઓ. ભરતભાઈ, હરેશભાઈ જમાઈ. હિતેષ જીવનભાઈ કટારિયા બેરાચીયા બનેવી. દામજી જેઠાલાલ હુરબડા હાજાપર સાસરા. સ્વ. મુરજીભાઈ થાર્યાભાઈ મંગે હમીરપર. મોસાળ-રામજી મોરારજી ગોરી લઠેડી પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કોળી પટેલ
ગામ ધમડાછા હાલ મલાડ સ્વ. પુનમભાઈ લલ્લુભાઈ પટેલના ધર્મપત્ની હસુમતીબહેન (ઉં.વ. ૬૩) સ્વર્ગવાસ પામ્યા છે. તે સ્વ. બાબુભાઈ, સ્વ. સોમાભાઈ, વાસંતીબેન, ચંપાબેનના દેરાણી. યોગેશ, સંતોષ, પપ્પુના કાકી. શશીકાન્ત, દિપક, પ્રવીણાબેનના બહેન. નયના, મનીષાના નણંદ. બેસણું તા. ૧૫-૧૨-૨૨ના ગુરુવારે બપોરે ૩ થી ૫ રાખેલ છે. બંને પક્ષનું બેસણું એક સાથે રાખેલ છે. સ્થાન: ૩૦૩, લક્ષ્મી હાઈટ્સ, સોમવારી બજાર, મલાડ પશ્ર્ચિમ. લૌકિક રિવાજ (ભાતી રિવાજ) બંધ છે. બીજી બધી વીધી તેમના ગામ ધમડાછા રાખેલ છે. દસમું અને અગિયારમું મંગળવાર, તા. ૨૦-૧૨-૨૨ અને બારમું ગુરૂવારે તા. ૨૨-૧૨-૨૨ તથા પુષ્પાણી સાંજે ૪ વાગે રાખેલ છે. માહિયો અને વરસી રવિવાર, તા. ૨૫-૧૨-૨૨ના છે.
પાંચોટીયા-તા. (માંડવી) ગોસ્વામી રતનભારથી (ઉં.વ.૬૨) તે સ્વ. દમયંતીબેન વિશ્રામભારથીના પુત્ર. સ્વ. હરીભારથી, ગં.સ્વ. જશોદાબેનના ભાઈ. સ્વ. મહેશ ભારથીના પિતા, પુષ્પાબેન હરીભારથી (મુલુંડ)ના જેઠ. દિનેશના મોટાબાપુ તા. ૧૩-૧૨-૨૨ના અવસાન પામ્યા છે. તેમનું ઉઠમણું તા. ૧૫-૧૨-૨૨ના પાંચોટીયા કચ્છ મધ્યે રાખેલ છે. જેરામભારથીના નિવાસસ્થાને ગુરુવારે સાંજે ૩થી ૪.
પાંચોટીયા-તા. (માંડવી) ગોસ્વામી મહેશભારથી (ઉં.વ.૩૬) તે સ્વ. રતનભારથીના પુત્ર. પુષ્પાબેન હરીભારથીના ભત્રીજા. દિનેશ, નયના, ચંદ્રિકા તથા ક્રિષ્નાના પિતરાઈ ભાઈ. તા. ૧૩-૧૨-૨૨ના અવસાન પામ્યા છે. તેમની સાદડી તા. ૧૫-૧૨-૨૨ના જેરામભારથીના નિવાસસ્થાને રાખેલ છે. પાંચોટીયા કચ્છ મધ્યે. ગુરુવાર સાંજે ૩થી ૪.
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
પાટણા (માલજી) હાલ વિલેપાર્લા સ્વ. ધનકુંવર મનસુખલાલ પારેખના પુત્ર છોટાલાલ (કનુભાઈ) (ઉં.વ. ૮૭) તે સ્વ. મૃદુલાબેનના પતિ. ભાવના, નરેશ, હર્ષા, દર્શના, કાશ્મીરા, ઝરણાના પિતાશ્રી. સ્વ. ઈન્દિરાબેન, સ્વ. ઈશ્ર્વરલાલ, સ્વ. ભાનુબેન, સ્વ. વસંતબેનના ભાઈ. સ્વ. જુગલદાસ, વલ્લભદાસ મહેતા (વકીલ, મહુવા)ના જમાઈ. વિપુલ, ફાલ્ગુની, ચેતન, હેમંત, અશ્ર્વિન, ભાવેશના સસરા તા. ૧૩-૧૨-૨૨, મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. તેમની સાદડી તથા લૌકિક વ્યવહાર
બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ સતાપર હાલે મુંબઈ ચીંચબંદર સ્વ. ગોદાવરીબેન હીરજી વાલજી રાજલની પુત્રી ભાગીરથીબેન (ઉં.વ. ૮૩) સોમવાર, તા. ૧૨-૧૨-૨૨ના રામશરણ પામેલ છે. તે સ્વ. નર્મદાબેન ગોરધનદાસ સોનેટા, સ્વ. ઠાકરશીભાઈ, ગં. સ્વ. વાસંતીબેન ચુનીલાલ ઠક્કર, સ્વ. જમનાદાસ, સ્વ. પ્રેમીલાબેન મુલજીભાઈ રૂપારેલ, સ્વ. લીલાવંતીબેન મુકેશકુમાર, સ્વ. અરવિંદભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. નવીનભાઈના બેન. મેહુલ, ધારીણી, કોમલના ફઈબા. ગં. સ્વ. ભારતીબેન,ગં. સ્વ. નીલમબેનના નણંદ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
વિસા નાગર વણિક
વડનગર હાલ મુંબઈ ગં. સ્વ. હંસાબેન જશવંતલાલ શેઠ (ઉં.વ. ૯૨) તા. ૧૨-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે કૃષ્ણકુમાર, સ્વ. ઈલાબેન, હિનાબેન, ભાવનાબેનના માતુશ્રી. સ્વ. મીનાબેન, સુરેશભાઈ, મહેશભાઈ, અશ્ર્વિનભાઈના સાસુ. સ્વ. ચીનુભાઈ, સ્વ. ઉદયભાઈ, સ્વ. નિરંજનાબેનનાબેન. મેઘના, નિમેષના દાદી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૫-૧૨-૨૨ના નિવાસસ્થાને રાખેલ છે. સમય સાંજે ૪ થી ૬. સ્થળ: પ્લોટ નં. ૫૧૬, સી-૨૦, શીવતીર્થ સોસાયટી, સેકટર-૫, ચારકોપ, કાંદિવલી વેસ્ટ.
હાલાઈ લોહાણા
ગામ માળિયા હાટીના હાલ કાંદિવલી સ્વ. હીરાબેન હરીદાસ કારીયાના પુત્ર જીતેન્દ્ર (જીતુભાઈ) કારીયા (ઉં.વ. ૭૦) તે પ્રમોદીબેનના પતિ. ગૌરવ, ખુશ્બુના પિતા. સ્વ. વલ્લભદાસ હંસરાજ કારીયા (ટોપીવાલા)ના ભત્રીજા. સ્વ. દેવીયાનીબેન, સ્વ. નરેન્દ્ર, મહેશભાઈ, સ્વ. પ્રતાપભાઈ, તરલા, જયોતી, લલિતના ભાઈ. સોનલબેનના સસરા. સ્વ. ચંપાબેન માધવદાસ કલ્યાણજી લાખાણીના જમાઈ તા. ૧૨-૧૨-૨૨, સોમવારે શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૫-૧૨-૨૨ના ગુરુવારે સાંજે ૫ થી ૭ શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, શંકર મંદિરની બાજુમાં/ કાંદિવલી વેસ્ટ.
ચીખલી મોઢવણિક
મુંબઈ-માટુંગા નિવાસી ગીતા શાહ (ઉં.વ.૭૯) તેઓ સ્વ. દિલીપ કાંતિલાલ શાહના ધર્મપત્ની, સૌ. મનિષા હર્ષદ ભોજનાઈકના માતા, શ્રી હર્ષદ ભોજનાઈકના સાસુ તથા ચિ. સ્વરાના નાની-મંગળવાર, ૧૩-૧૨-૨૨ને દિને શ્રીજીચરણ પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
કચ્છી લોહાણા
મુળ જખૌ હાલે વડોદરાના શંકરભાઈ ખીમજીભાઈ ઠક્કર (ઉં.વ.૭૦) તે ગં.સ્વ. વિજયાબેન (સરલાબેન)ના પતિ, હિમાંશુભાઈ અને રિતેશભાઈના પિતા, સ્વ. ગંગાબેન ગોવિંદજી હંસરાજ ઠક્કર (જખૌવાળા)ના જમાઈ. સ્વ. સરસ્વતીબેન રામદાસ હંસરાજ ઠક્કરના નાનાભાઈના જમાઈ. સ્વ. હીરજી ગોવિંદજી, સુરજી ગોવિંદજી, ચેતન ગોવિંદજી, વિશનજી ગોવિંદજીના બનેવી. તા. ૧૦-૧૨-૨૨, શનિવારના રોજ અવસાન પામ્યા છે. મુંબઈમાં લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ-વણિક
ભાવનગર નિવાસી, સ્વ. અનંતરાય મનસુખલાલ શેઠના ધર્મપત્ની. ગં.સ્વ. ઉષાબેન શેઠ (ઉં.વ.૭૯) મુંબઈ મુકામે મંગળવાર, ૧૩-૧૨-૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કંચનબેન મણીભાઈ કામદારની સુપુત્રી અને સ્મિતાબેન પારેખ, બીનાબેન લાખાણી, જયેશભાઈ શેઠના માતુશ્રી તથા પિયુષભાઈ પારેખ, મિલનભાઈ લાખાણી અને મોનાબેન શેઠના સાસુ. તેમ જ યશના દાદી. દેવાંશ અને કેવલના નાની. તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી લોહાણા
ગામ બોરડી (ધારી) હાલ નાલાસોપારા ગં.સ્વ. રસીલાબેન તથા સ્વ. કાંતિલાલ પરમાણંદ નગદીયાના પુત્રવધૂ. ગીતાબેન (ઉં.વ.૬૧) તે તા. ૧૪-૧૨-૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે પ્રવિણભાઈ નગદીયાનાં ધર્મપત્ની. તે સ્વ. ભાવેશ, હિતેશ, સચીન, મનીષા મિતેશ રંગપરીયાનાં માતુશ્રી. તે દિપ્તી, હર્ષા તથા બિનાના સાસુ. તે સ્વ. રતિલાલ બાવચંદ જીવાણીના સુપુત્રી. તે ભૂપતભાઈ, જયશ્રીબેન, જીતેન્દ્ર, વંદના, પરેશ, ચેતનાના ભાભી. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૫-૧૨-૨૨ના સાંજે ૪થી ૬. સ્થળ: મારુ આરાધના ભવન, તુલીંજ રોડ, સાઈનાથ નગર, નાલાસોપારા (ઈસ્ટ).
ઘોઘારી લોહાણા
જયંતભાઈ (ઉં.વ. ૬૦) તે મૂળ ગામ ભાવનગર હાલ કાંદિવલી સ્વ. લલીતાબેન હિંમતલાલ દુર્લભજી મજીઠીયાના પુત્ર. અનિતાબેનના પતિ. ધર્મિશના પિતા. હિના નલિન ખીર, પારુલ યોગેજ પારપાણી તથા જતીનના ભાઈ. ગં.સ્વ. ભારતીબેન પ્રભુદાસ વૃજલાલ કરિયાના જમાઈ. મંગળવાર, ૧૩/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પરજીયા સોની
દાઠાવાળા હાલ ભાયંદર સ્વ. પોપટલાલ શામજીભાઈ સુરૂ (સોની)ના ધર્મપત્ની નિર્મળાબેન સુરૂ (સોની) (ઉં.વ. ૮૪) તે ૧૨/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે અશ્ર્વિન, પરેશ, કલ્પનાના માતુશ્રી. અલ્પાના સાસુ. વૈષ્ણવી, ધૃવીન તથા રાજના બા. પીયરપક્ષે લાઠીવાળા સ્વ. લક્ષ્મણના ભાઈ. ઝઘડાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી દશા દિશાવાળ વણિક
કોળીયાક નિવાસી હાલ ભાયંદર સ્વ. દેવિંદ્રાબેન પ્રતાપરાય મથુરાદાસ મહેતાના પૌત્રી રૂચિ ભરતકુમાર મહેતા (ઉં.વ. ૨૬) તે સ્મિતા ભરતકુમારના પુત્રી. મહેન્દ્રભાઈ, નગીનભાઈ તથા પ્રકાશભાઈના ભત્રીજી. હિરલ અમિતકુમાર, ચાર્મી ધ્રુવના બહેન તથા પ્રથમ અને યુગના માસી. મોસાળપક્ષે સ્વ. રમાબેન જયંતીલાલ વૃજલાલ વડોદરિયાના દોહિત્રી તા. ૧૩-૧૨-૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
દેસાઈ સઈ સુતાર
મહુવા નિવાસી હાલ કાંદિવલી સ્વ. બચુભાઈ રામજીભાઈ હિંગુના પુત્ર દિલીપભાઈ હિંગુ (ઉં.વ. ૫૬) તા. ૧૦-૧૨-૨૨ને શનિવારના રામચરણ પામેલ છે. તે વિનુભાઈ, ચીમનભાઈ, શશીભાઈ, વસંતભાઈ, રંજનબેન ભાસ્કરભાઈ માંડળીયાના નાનાભાઈ. મધુબેનના પતિ. અંશના પિતાશ્રી. પરેશભાઈ પ્રકાશભાઈ, ભાવનાબેન, હીનાબેન મનોજભાઈના બનેવી. પ્રાર્થનાસભા તા. ૧૫-૧૨-૨૨ને ગુરૂવારના સાંજના ૪ થી ૬. સ્થળ:- દેસાઈ સઈ-સુતાર જ્ઞાતિ મંડળની વાડી, અશોક ચક્રવર્તી રોડ નં. ૪, ગણેશ મંદિરની સામે, કાંદિવલી (પૂર્વ).
કપોળ
અમરેલીવાળા હાલ મુંબઈ, ગં.સ્વ. સુશીલાબેન ચીમનલાલ મહેતા (ઉં.વ. ૮૧) સ્વ. મુકેશભાઈ, નિતીનભાઈ, વિજયભાઈના માતુશ્રી. નિકેતા, તેજલના સાસુ. મહુવાવાળા સ્વ. બચુભાઈ નાગરદાસ દોશીના દીકરી. અજયભાઈ દોશીના બહેન. નિરાલી, મીત, મોનીલ, પાર્થના દાદી. તા. ૧૩/૧૨/૨૨ના શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી લોહાણા
ગામ બોરડી (ધારી) હાલ નાલાસોપારા ગં.સ્વ. રસીલાબેન તથા સ્વ. કાંતિલાલ પરમાણંદ નગદિયાના પુત્રવધૂ ગીતાબેન (ઉં.વ. ૬૧) તે તા. ૧૪/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તેઓ પ્રવીણભાઇ નગદિઆના ધર્મપત્ની. સ્વ. ભાવેશ- બીના, હિતેશ- દીપ્તિ, સચીન – હર્ષા તથા મનીષા મીતેશ રંગપરીયાના માતોશ્રી. સ્વ. રતિલાલ બાવચંદ જીવાણીના સુપુત્રી. ભુપતભાઇ, જયશ્રીબેન જીતેન્દ્ર, વંદના, પરેશ ચેતનાના ભાભી. બંને પક્ષની પ્રાર્થના સભા ૧૫/૧૨/૨૨ ગુરુવારે સમય ૪ થી ૬ કલાકે મારુ આરાધના ભવન, તુલીંજ રોડ, સાઇનાથ નગર, નાલાસોપારા ઇસ્ટ.
હાલાઈ લોહાણા
બાટવાવાળા હાલ બોરીવલી કૃષ્ણકાંત રામજી લવજી નથવાણી (ઉં.વ. ૭૫) તે જયશ્રીબેનના પતિ. શીલા સંદીપકુમાર ચોલેરા તથા જતીનના પિતા. સ્વ. જયંતભાઈ ઠક્કર, દ્વારકાદાસભાઈ, સ્વ. લીલાવતીબેન ગોરધનદાસ મજીઠીયા, સ્વ. રાધાબેન પુષ્પસેન કોટક, લાભુબેન ગોરધનદાસ અમલાનીના ભાઈ. વાસ્કો ગોવાવાળા સ્વ. ધીરજબેન વ્રજલાલ ગોકલદાસ અઢિયાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૫/૧૨/૨૨ના સવારે ૧૦ થી ૧૨ લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ.
હરસોલા વૈષ્ણવ વણિક
ઘાટકોપર નિવાસી શ્રી કનુભાઈ મહસુખભાઈ ગાંધી (હરસોલવાળા)ના ધર્મપત્ની મંજુલાબેન (ઉં.વ. ૭૭) તે પૂરવ, અર્ચના અને રૂપલના માતુશ્રી. તે મીકીભાઈ શાહ, મયુર શાહ અને ઉર્વીના સાસુ. માલવણવાળા ફુલચંદભાઈ, મણીબેન પરીખના સુપુત્રી. તે સ્વ. રમેશભાઈ, સ્વ. કનુભાઈ, દેવેન્દ્ર, સુભાષ, રજનીકાન્ત, સ્વ. પ્રેમીલાબેન દાણી, શકુન્તલાબેન પરીખ, મીનાબેન મહેતાના બહેન. તે નિલ, નિલય, ફોરમના દાદી, તા. ૧૩-૧૨-૨૨ના મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૬-૧૨-૨૨ના સાંજે ૫ થી ૭, લાયન્સ કોમ્યુનીટી હોલ, ગારોડીયાનગર, ઘાટકોપર-પૂર્વ, (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
સુરતી વિશા દિશાવળ વણિક
અ.સૌ. દેવહુતી નાગેન્દ્ર શ્રોફ (ઉં.વ. ૭૩) તા. ૧૩-૧૨-૨૨, મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે નાગેન્દ્ર શ્રોફના ધર્મપત્ની. તે સ્વ. દૌલતભાઈ પટેલના પુત્રી. દર્શના, સમર, હિતેશીના માતુશ્રી. ગીટા તથા રાજના સાસુ. સ્વ. નલીનકાન્ત તથા સ્વ. શોભનાબેન તથા જગદીશભાઈ અને અ.સૌ. ગીતા શ્રોફના ભાભી. શુભાંગી, વૈષ્ણવના દાદી-નાની. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠીયા વણિક
મુંબઈ નિવાસી હાલ સાયન સ્વ. જગદિશ માણેકલાલ મહેતાના ધર્મપત્ની સુશીલા (ઉં.વ. ૭૭), તે સ્વ. માણેકલાલ કાલીદાસના પુત્રવધૂ તથા આકોલા નિવાસી સ્વ. ભગવાનદાસ નરસીદાસ લોટીઆની દીકરી તથા પુત્ર ચેતન તથા પુત્રી માનસી અરોરાના માતુશ્રી તથા અ.સૌ. લીસા તથા જમાઈ અજય અરોરાના સાસુ. દિલ્હી મુકામે તા. ૧૨-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠ વિશા શ્રીમાળી
વાડોદર નિવાસી હાલ ઘાટકોપર વોરા પ્રભાબેન છગનલાલ કાળીદાસના સુપુત્ર કનુભાઈ (ઉં.વ. ૬૫) તે સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. હરકિશનભાઈ, સ્વ. કિશોરભાઈ, અ.સૌ. તૃપ્તિબેન હિમાંશુભાઈ મહેતાના ભાઈ. ધીરેન, વિવેક, જયુબેન મનીષકુમાર વસા, નેહલ ધર્મેશકુમાર રાયઠઠા, એશા અતુલ ઠક્કર, શૈલી, દિશા, ચાર્મીના કાકા, તા. ૧૪/૧૨/૨૨ બુધવારના અરિહંતશરણ પામેલ છે (ચક્ષુદાન કરેલ છે). લૌકિક વ્યવહાર બંધ છે. એડ્રેસ: ૭૦૧, પૂર્ણિમા, એલબીએસ માર્ગ, ઘાટકોપર વેસ્ટ.
કપોળ
અમરેલી હાલ માટુંગા સ્વ. તુલસીદાસ ધનજી વોરાના પત્ની સ્વ. ગુલાબબેન (ઉં.વ. ૯૫) તે નરોત્તમદાસ રણછોડદાસ પારેખના પુત્રી. સ્વ. તુષારભાઈના માતુશ્રી. કલ્પનાબેનના સાસુ. આદિત્ય, પ્રિયાના દાદી. જગદીશભાઈ વોરાના ભાભી તા. ૧૪-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.