હિન્દુ મરણ
ભરતભાઈ ચંપકલાલ સુતારીઆ (ઉં.વ. ૯૦) ૧૧-૧૨-૨૨ના સ્વર્ગવાસ પામ્યા છે. અંતિમયાત્રા ગુરુવાર તા. ૧૫-૧૨-૨૨ના ૧૦ વાગે સવારે નિવાસસ્થાનેથી સાંતાક્રુઝ હિન્દુ ક્રીમેટોરીયમ, શાસ્ત્રી નગર, સાંતાક્રુઝ વેસ્ટ માટે નીકળશે. અમીત ભરત સુતારીઆ, રીટા હરીશ શાહ, શ્રીમતી લીના રૂપારેલ (બેન), હરિશ શાહ, નીલ હરીશ શાહ.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
મહુવા નિવાસી હાલ કાંદિવલી નીતિનભાઈ દોશીના ધર્મપત્ની અ.સૌ. રક્ષાબેન (ઉં.વ. ૬૧) તે ૧૧/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. સવિતાબેન નાગરદાસ ચુનીલાલ દોશીના પુત્રવધૂ. ઉષાબેન વિજયભાઈ દોશી તથા નયના વિરેન્દ્ર દોશીના ભાભી. સ્વ. મનહરલાલ નંદલાલ દાણીના પુત્રી. સ્વ. અરવિંદભાઈ, સ્વ. ઉપેન્દ્રભાઈ તથા રશેષભાઈના બહેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૧૫/૧૨/૨૨ના ૪ થી ૬ વર્ધમાન સ્થા. જૈન સંઘ, એલ.ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ.
ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
મૂળગામ ભાલુશાણા હાલ કાંદિવલી ચંદ્રકાન્ત કિરપાશંકર જોશી (ઉં.વ. ૭૫) તે ૧૦/૧૨/૨૨ના અવસાન પામેલ છે. તે સુશીલાબેનના પતિ. આનંદ, રમેશ, મહેશના પિતા. વિજ્યા, સપના સાધનાના સસરા. પ્રતીક, નમ્રતા, યશ, નવીન, સૂરજના દાદા. રામોવા દુર્ગાપા કડગોળના જમાઈ. પ્રાર્થનાસભા ૧૪/૧૨/૨૨ના ૫ થી ૭ હરિનામ મંદિર, એશિયન બેકરીની બાજુમાં, ઈરાની વાડી, કાંદિવલી વેસ્ટ.
શ્રી દશા સોરઠિયા વણિક
જેતપુર નિવાસી હાલ રાજકોટ સ્વ. વિમલાબેન લાલચંદ દોશીના પુત્રવધૂ સ્વ. ભરતભાઈના ધર્મપત્ની ગં.સ્વ. ભારતીબેન (ઉં.વ. ૬૦) તા. ૧૨/૧૨/૨૨ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે આશાબેન દિનેશભાઈ માંડવિયાના ભાભી. તે શિરીષ તથા નિકીતા નિશીત પરીખના માતુશ્રી. સમરના નાની. સ્વ. પ્રભુદાસ લવજી મલકાણના દિકરી. સાદડી તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે.
શ્રીમાળી બ્રાહ્મણ
મૂળ બાળાપુર હાલ મલાડ સ્વ. પન્નાલાલ હિરાલાલ ત્રિવેદી તથા ગં. સ્વ. ગોદાવરીબેન પન્નાલાલ ત્રિવેદીના પુત્રવધૂ અ. સૌ. જ્યોત્સના સંતોષ ત્રિવેદી (ઉં. વ. ૭૦) તે સંતોષ (કિશોરભાઈ) ત્રિવેદીના પત્ની. ચિ. અનંત, ચિ. આનંદ, ચિ. તૃપ્તિના માતુશ્રી. અ. સૌ. પલક, અ. સૌ. શાલૂના સાસુજી. અતુલ ત્રિવેદી, ઉમેશ ત્રિવેદીના ભાભી. ચિ. આરવ, ચિ. અંશ, ચિ. શૌર્યના દાદી. ચિ. નાયશા, ચિ. પાર્થના નાનીજી તા. ૧૨-૧૨-૨૨ ના રોજ દેવલોક પામ્યા છે. લૌકિક રિવાજ બંધ રાખેલ છે.
ચિખલી મોઢ વણિક
બોરીવલીના રહેવાસી, ચિત્તરંજન રતિલાલ મેહતા (ઉં. વ. ૯૧) શનિવાર તા. ૧૦-૧૨-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે હિમાંશુ, ચેતન, મનીષાના પિતાશ્રી. અને સ્વ. સરોજબેન મેહતાના પતિ. લૌકિક વ્યવહાર બંધ છે.
મેઘવાળ
ગામ સાંકડાસર, સ્વ. રૂડાભાઈ ચારણીયાના દીકરા સ્વ. નારાયણભાઈ ચારણીયા (ઉં. વ. ૭૫) તે તા. ૧૦-૧૨-૨૨ના શનિવારના રામચરણ પામ્યા છે. તે ગં.સ્વ. બાયબાઈના પતિ તથા મંજુલા, પરેશ, જયકુમાર, ચેતન, આકાશના બાપુજી તથા સ્વ. પ્રવિણ બારિયા, શિતલના સસરા. તેમનું કારજ તા. ૧૬-૧૨-૨૨ના શુક્રવારના સવારના ૧૦ કલાકે તેમના ઈગતપુરી નિવાસસ્થાને રાખેલ છે. સરનામું: ગાંધીનગર, શ્રી રામદેવજી બાપાના મંદિર પાસે, ઈગતપુરી, પિનકોડ- ૪૨૨૪૦૩.
હાલાઈ લોહાણા
મૂળગામ થાણા દેવડી હાલ કલ્યાણ ભરતભાઈ નરોત્તમદાસ સૂચક (ઉં. વ. ૭૨) તે ૧૦-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે હંસાબેનના પતિ. તે દર્શિકા કેતન, રીન્કુ ધર્મેશ, બીનલ મીથીલેશ તથા ધ્વનીના પિતાશ્રી. તે આરુષી, મેધાંશ, શીવાંશી તથા ધૂનના નાના. તે સ્વ. ભૂપેન્દ્રકુમાર સૂચક, સ્વ. રાજેન્દ્રભાઈ સૂચક, ભાનુબેન પ્રભુદાસ, કનકબેન રમેશકુમાર, ભારતીબેન નિતીનકુમાર, રસીલાબેન નરેશકુમાર અને સ્વ. ગીતાબેનના ભાઈ. તે અંકિત અને હિમાંશુના બાપુજી. તે સ્વ. જમનાદાસ જીવાણી, સ્વ. જયંતીલાલ જીવાણી તથા રમણીકલાલ જીવાણીના બનેવી. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૫-૧૨-૨૨ના ૪ થી ૬. ઠે. લોહાણા મહાજન વાડી, સરદાર પટેલ રોડ, કલ્યાણ (વે).
કંડોળિયા બ્રાહ્મણ
પ્રદ્યુમન વ્યાસ (ઉં.વ. ૮૩) દીવ નિવાસી હાલ અંધેરી તે સ્વ. નંદરામ કરુણાશંકર વ્યાસ અને સ્વ. નર્મદા વ્યાસના પુત્ર. અમરેલીવાળા સ્વ. નાનાલાલ દેવશંકર વ્યાસ અને સ્વ. અ. સૌ. પ્રભાવતી નાનાલાલ વ્યાસના જમાઈ. સ્વ. અ. સૌ. શશીકલા પ્રદ્યુમન વ્યાસના પતિ. ઉદય, કિરણ, મમતા, દર્શના, ગીતાના પિતાશ્રી તા. ૪-૧૨-૨૨, રવિવારના શ્રીકૃષ્ણમયી થયેલ છે. પ્રાર્થના, સાદડી તથા લૌકિક પ્રથા બંધ છે.
ભરૂચ દશા લાડ વણિક
ગં. સ્વ. શકુંતલાબેન (ઉં.વ. ૮૫) તે સ્વ. અશોકભાઈ નરેન્દ્રલાલ જગાશેઠના ધર્મપત્ની. સ્વ. જયાબેન તથા સ્વ. નરેન્દ્રલાલ વિઠ્ઠલદાસ જગાશેઠના પુત્રવધૂ. સ્વ. ભાનુબેન તથા સ્વ. રામલાલ મોહનલાલ ઘીવાલાના પુત્રી. હસિત-લીઝા, વિશદ-કાનનના માતુશ્રી. કવિશા, ઉર્વિશા, ધ્રિતીના દાદી. સ્વ. સુજ્ઞાબેન તથા સ્વ. મહેન્દ્રભાઈ જગાશેઠ, ગીતાબેન તથા સ્વ. પદ્મકાંતભાઈ જગાશેઠ, સ્વ. જયશ્રીબેન કૃષ્ણકાંત મહેતા, સ્વ. નીલાબેન સુરેશભાઈ તુમડીના ભાભી સોમવાર, તા. ૧૨-૧૨-૨૨ના રોજ ગ્રાંટ રોડ, મુંબઈ ખાતે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
મધુકાંત હીરાલાલ કોઠારી (ઉં.વ. ૭૭) રવિવાર, તા. ૪-૧૨-૨૨ના અક્ષરનિવાસી થયેલ છે. તે અંજના મધુકાંત કોઠારીના પતિ. રૂપાલી, આશિષના પિતા. સરનામું: ગીતા પ્રકાશ, ગરોળીયા નગર, ઘાટકોપર. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી વણિક
ગઢાળી હાલ ઘાટકોપર જયંતીલાલ ભગવાનદાસ ગોકાણી (બટુકભાઈ) (ઉં.વ. ૭૯) તે સ્વ. રેખાબેનના પતિ. અતુલ, મનોજ, સ્વ. બીનાના પિતા. શિલ્પા, હેમાલી, શ્રેણીકના સસરા. સ્વ. નરોત્તમભાઈ, મનહરભાઈ, સ્વ. હીરાબેન, સ્વ. કાંતાબેન, સ્વ. ગુણીબેન, મેનાબેન, રંજનબેનના ભાઈ. સ્વ. અનંતરાય જીવનલાલ કામદારના જમાઈ સોમવાર, તા. ૧૨-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૫-૧૨-૨૨ના ગુરુવારે સાંજે ૫ થી ૬.૩૦ લાઈન્સ કોમ્યુનિટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર ઈસ્ટ.
વિશાનીમા જ્ઞાતિ વણિક
મહુધા હાલ મુંબઇ શર્મિષ્ઠાબેન પરીખ (ઉં. વ. ૭૩) તે સ્વ. નિપૂણચંદ્રના ધર્મપત્ની. ઉદયભાઇ, મેહુલભાઇ, પ્રીતીબહેનના માતુશ્રી. અ. સૌ. અલ્પાબેન, ભવ્યાબેન તથા પરાગભાઇના સાસુ. રશ્મીકાંતભાઇ, સ્વ. પ્રદીપભાઇ, મીનાબેન અને ભુપેશભાઇના ભાભી. તથા પીનાંકના દાદી અને ખ્યાતી, પરીનના નાની સોમવાર, તા. ૧૨-૧૨-૨૨ મુંબઇ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. બેસણું-પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૫-૧૨-૨૨ના સાંજે ૫થી ૭. ઠે. લોહાણા મહાજનવાડી, બીજે માળે, શંકરમંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).