હિન્દુ મરણ
કચ્છી માહેશ્ર્વરી વણિક
મૂળ ગામ નલિયા (કચ્છ) હાલે પૂના નિવાસી મહેન્દ્ર નારાયણદાસ માંડણ (ઉં. વ. ૬૫) તે મણિબહેનના સુપુત્ર. રેખાના પતિ બુધવાર તા. ૭-૧૨-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે વિશાલ તથા ડો. પ્રાચી સનિલ બાફનાના પિતા. તે જયંતિલાલ, અશ્ર્વિન, અશોક, મહેન્દ્ર (ભીખુ), તરુલત્તા મેઘશ્યામ લધ્ધડ, સ્વ. પ્રભા નટવરલાલ શેઠ અને રેખા મહેશ શારડાના ભાઇ. ઇશા, વિશાલ માંડણના સસરા. સ્વ. લાલજી તુલસીદાસ ભુતડા (કાંદિવલી)ના જમાઇ. સોહમ, જીયા, પર્વ અને અન્યાના દાદા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૯-૧૨-૨૨ના સાંજે ૪થી ૫. ઠે. મહાવીર પ્રતિષ્ઠાન, સેલિસબરી પાર્ક, મહર્ષિ નગર પોલીસ ચોકી સામે, પુણે ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જર સુથાર
મોરબી, હાલ થાણા સ્વ. લક્ષ્મણભાઈ ટપૂભાઈ પેશાવરીયાના પુત્ર વિનોદ (ઉં.વ. ૬૪) તા. ૫-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે રમાબેનના પતિ. હાર્દિક, ખૂશ્બુના પિતા. વિજયભાઈ, ભારતીબેનના ભાઈ.
સ્વ. જયંતીભાઈ વલ્લભભાઈ ભારદીયાના જમાઈ. પ્રાર્થનાસભા ૪.૩૦થી ૬.૦૦ વાગ્યે તા. ૧૦-૧૨-૨૨ના રાખેલ છે. સ્થળ: શ્રી ગુર્જર સુથાર વિશ્ર્વકર્મા બાગ, ૩૬/૩૭ બજાજ રોડ, વિલેપાર્લે (વે.).
કચ્છી બ્રહ્મક્ષત્રિય
લાલજી કપૂર (ઘેલા) (ઉં.વ.૮૫) ગામ સુમરી રોહા, હાલે કલકતા તે સ્વ. દયાલજી ઓધવજીના પુત્ર. લીલાવતીબેનના પતિ. સ્વ. સુંદરબાઇ ગોવિંદજી શનિશ્ર્વરા જખૌવાળાના જમાઇ. અ. સૌ. હિના અશોક નંદી, સ્વ. દિનેશના પિતા. સ્વ. શિવજી, સ્વ. વેલબાઇ પ્રાગજી મચ્છર, સ્વ. મંગલદાસ, ગં. સ્વ. કલાવતીબેન ગોવિંદજી વીંછીના ભાઇ. તા. ૭-૧૨-૨૨ના રામશરણ પામેલ છે. સાદડી પ્રથા બંધ છે.
કપોળ
તરેડ (મહુવા) હાલ વિલેપાર્લા સ્વ. પ્રભાબહેન જયંતીલાલ ત્રિભોવનદાસ ગાંધીના પુત્રવધૂ અ. સૌ. રેખાબેન બિપીનભાઇ ગાંધી (ઉં.વ. ૬૮) મિતુલ, અવની અમીશ શેઠના માતુશ્રી. રીટા રવિન્દ્રકુમાર વોરા, સ્વ. મહેશ, હીના સોહીનના ભાભી. ફાલ્ગુનીના સાસુ. જલાંલપુર માંડવાવાળા સ્વ. જયાબેન દોલતરાય કેશવજી વળીયાની દીકરી. સ્વ. અરુણ, જયોતિ, પલ્લવીના બેન. બુધવાર, તા. ૭-૧૨-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૦-૧૨-૨૨ના સાંજે ૪થી ૬. ઠે. વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપાર્લા (વેસ્ટ), લૌકિક પ્રથા બંધ છે.
વેદાંત બ્રાહ્મણ
ગામ બીદડા હાલ મુલુંડના સ્વ. કમળાબેન કમલકાંત વેદાંતના પુત્ર વિજય (ઉં. વ. ૭૩) તે પ્રવિણાબેનના પતિ. હિતેષ તથા આશિષના પપ્પા. નુપુરના સસરા. ઉષા, સ્વ. પારૂ, સ્વ. દક્ષાના ભાઇ. સ્વ. લક્ષ્મીશંકર જોષીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
મૂળ ગામ ભુજ કલ્યાણપર હાલ મુલુંડ સ્વ. બચુબેન પુરુષોત્તમ જોબનપુત્રાના પુત્રવધૂ. સ્વ. કાશીબાઇ કાનજી પબારીયાની સુપુત્રી ગં. સ્વ. વનિતા જોબનપુત્રા તા. ૫-૧૨-૨૨ના રામશરણ પામેલ છે. સ્વ. પ્રાણજીવન જોબનપુત્રાની ધર્મપત્ની. સ્વ. પરેશ તથા જયેશના માતુશ્રી. અ. સૌ. પ્રીતીબેનના સાસુ. સ્વ. કસ્તુરબેન કાનજી, અ. સૌ. પુષ્પાબેન પ્રભુલાલની દેરાણી. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
ગામ હરમડિયા હાલ ડોંબિવલી ગં.સ્વ. પ્રફુલાબહેન ઠક્કર (ઉં.વ. ૬૫) તે સ્વ. મહેન્દ્રભાઈ સુંદરલાલ ઠક્કરનાં પત્ની તથા સ્વ. વિઠ્ઠલદાસ અને શાંતાબહેન તન્નાનાં પુત્રી. સ્વ. લલિતભાઈ ઠક્કર અને સ્વ. મધુબહેન ધીરજલાલ પોપટનાં ભાભી. જતીન અને જિગરનાં માતુશ્રી તેમ જ ડિમ્પલબહેન જતીન ઠક્કરનાં સાસુનું તા. ૭-૧૨-૨૨ના અવસાન થયેલ છે. લૌકિક પ્રથા બંધ છે. સરનામું: એસ.કે. પ્રાઈડ, ફ્લેટ નંબર ૨૦૨, ન્યુ રિજેન્સી એસ્ટેટ, વેંકટેશન પેટ્રોલપંપની નજીક, ડોંબિવલી પૂર્વ.
સત્તાવીસ દશા પોરવાડ
ગામ વિજાપુર નિવાસી હાલ દહીસરના સ્વ. આનંદીબેન તથા સ્વ. કાંતિલાલ રતિલાલ દેસાઈના પુત્ર ભુપેન્દ્રભાઈ પટેલ (ઉં.વ. ૭૩) તે ૬/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. રીટાબેનના પતિ. મીરવના પિતા. કીર્તિભાઇ, જયેન્દ્રભાઈ, દિલીપભાઈ, મનોજભાઈ, સ્વ. રેખાબેન તથા ભારતીબેનના ભાઈ. દેવાંગ હસમુખલાલ જોશીના બનેવી. તેમની પ્રાર્થનાસભા ૯/૧૨/૨૨ના ૪ થી ૬ કલાકે જેએપીએસ સ્વામિનારાયણ મંદિર, આનંદ નગર, સી.એસ. લિંક રોડ, દહિસર ઈસ્ટ.
કચ્છી લોહાણા
મૂળ ગામ સુથરી હાલે પનવેલ, પ્રવિણભાઈ અર્જુન રવાસીયા (ઉં.વ. ૮૨), તે સ્વ. પુષ્પાબેનના પતિ. તે પ્રતિમા પ્રદીપ સચદે અને વંદના પ્રકાશ ઠક્કર, હિતેશ, મનીષના પિતા. તે પૂર્વી, લીનાના સસરા. તે કલ્યાણજી નરશી સચદે (ગઢશિશાવાળા)ના જમાઈ. તે સ્વ. કૃષ્ણકાંત, સુરેન્દ્ર, લક્ષ્મીકાંત, કિરીટ તથા સ્વ. શાંતાબેન, સ્વ. ભારતીબેન, સ્વ. ઉષાબેન તથા જયાબેન, રસીલાબેનના ભાઈ, તા. ૭-૧૨-૨૨ના શ્રીજી મહારાજના સાનિધ્યમાં ગયેલ છે. બંને પક્ષની પ્રાર્થના શનિવાર, તા. ૧૦-૧૨-૨૨ના સાંજે ૫ થી ૭ સિંધી પંચાયત હોલ, વિશ્રાલી નાકા, પનવેલ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઉમરેઠ વિશાખડાયતા વણિક
સ્વ. ચંચળબેન મોહનલાલ મગનલાલ શાહના પુત્ર સ્વ. સૂર્યકાંત શાહ (ઉં.વ. ૮૯) તા. ૬/૧૨/૨૨ના અવસાન પામેલ છે. જેવો મંજુલાબેનના પતિ. ફાલ્ગુની લલિત લાધાવાલા, મોના પરિમલ શેઠ, નિમેષ તથા હેમા દિગેશ શાહના પિતાશ્રી. સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. સરલાબેન તથા સ્વ. પુષ્પાબેન તેમજ ઉમાકાંતભાઈના ભાઈ. સ્વ. લલીતાબેન મોહનલાલ ભુલાભાઈ ગાભાવાલાના જમાઈ મુંબઈ મુકામે અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ગિરીનારાયણ બ્રાહ્મણ-જામનગર
શ્રીમતિ દક્ષા હર્ષદ પુરોહિત (ઉં.વ. ૬૧), હાલ વિરાર નિવાસી, તેઓ સ્વ. જયાલક્ષ્મી ચંદુલાલ પુરોહિતનાં પુત્રવધૂ અને ચોરવાડ નિવાસી સ્વ. મંજુલા જયસુખલાલ પાઠકનાં પુત્રી. મીના રવિન્દ્ર પુરોહિતના દેરાણી તા. ૬/૧૨/૨૨, મંગળવારને દિવસે વિરાર મુકામે શ્રીજીચરણ પામ્યાં છે. તેઓ ખૂશ્બુ અને દીશાનાં માતુશ્રી તથા જયકુમારનાં સાસુજી. જયેશ અને રાજેશ પાઠક તથા દીના ઉપાધ્યાય તથા કલ્પના મહેતાનાં મોટાં બહેન.