શ્રી દેવરાજ હરિલાલ ચૌહાણ (૮૯ વર્ષ) તે સ્વ. વિજયા દેવરાજ ચૌહાણના પતિ. ડૉ. શ્રી ગૌતમ ચૌહાણ, ડૉ. સૌ. ભારતી (પૂર્વી) નિશીથ ધ્રુવ અને સંજય ચૌહાણના પિતા. તે સૌ. જ્યોતિ ગૌતમ ચૌહાણ, સૌ. રૂપલ સંજય ચૌહાણ અને ડૉ. નિશીથ નટવર ધ્રુવના સસરા રહેનાર અંધેરી શનિવાર તા. ૦૩ ડિસેમ્બર ૨૦૨૨ના દિવસે રોહા (જિ. રાયગડ) મુકામે દેવલોક સિધાવ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
ઘોઘારી દશાશ્રીમાળી વૈષ્ણવ વણિક
મહુવા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. શાંતીલાલ કાળીદાસ મહેતાનાં સુપુત્ર ચી. ચંદ્રકાંત (ઉં. વ. ૮૩) તા. ૪-૧૨-૨૦૨૨ના રવિવારનાં રોજ શ્રીજીચરણ પામેલ છે. તે નલીનીબેનનાં પતિ. પરાગ, ચિરાગ, સંજયના પિતાશ્રી. તે અનીષા, રાખી, મીતાનાં સસરા. તે સ્વ. રમેશચંદ્ર, સ્વ. અનંતરાય અને સ્વ. શશીકાંતના ભાઇ. તે વસઇવાળા મનસુખલાલ તારાચંદ (કે. ટી. ગ્રૂપ)નાં જમાઇ. તે રૂચી, ખુશ્મી, મીસરી, માનસ અને દિપનનાં દાદા. પ્રાર્થનાસભા બન્ને પક્ષ તરફથી તા. ૮-૧૨-૨૦૨૨ના ગુરુવારના રોજ સમય ૫.૦૦થી ૬.૩૦. ઠે. ઝવેરબેન પોપટલાલ સભાગૃહ ઘાટકોપર ઇસ્ટમાં રાખેલ છે.
ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ
ગં. સ્વ. ચંપાબેન બેચરલાલ પંડયા (ઉં. વ. ૮૪) સ્વ. ભોગીલાલભાઇ, વિશ્ર્વનાથભાઇ, સ્વ. હરિલાલભાઇ, સ્વ. પુષ્પકાંતભાઇ, સ્વ. હીરાબેન તથા કુંદનબેનનાં બહેન. રક્ષાબેન તથા ચેતનાબેનનાં માતુશ્રી. ભાવિનનાં નાની તા. ૩-૧૨-૨૦૨૨નાં શનિવારે કૈલાશવાસી થયેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ખંભાતી દશા પોરવાડ વણિક
ગં.સ્વ. પ્રેમિલાબેન શ્રોફ (ઉં.વ. ૮૩) તે સ્વ. પુરુષોત્તમ ત્રિભોવનદાસ શ્રોફના પત્ની. અનિલ તેમજ ધીરેનના માતા. રીટા તથા નીપાના સાસુ. પ્રિતેશ, જીજ્ઞેશ, મિહિર, યશના દાદી. રીનાના દાદીસાસુ. ૪/૧૨/૨૨ના કાંદિવલી મુકામે શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
જૂનાગઢ હાલ અંધેરી રંજનબેન શશીકાંત હરજીવનદાસ મણિયારના પુત્ર તેજસ (ઉં.વ. ૪૦) તે ક્રિષ્નાના પતિ. અંજલિ નિલેશ જાજલ, શીતલ જગદીશ પડિયાના ભાઈ. અશોકભાઈ રતિલાલ છાટબારના ભાણેજ. મનુભાઈ શાંતિલાલ સોનેજીના જમાઈ. ૨/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
ઠા. અમૃતલાલ હીરજી કારીયા (ઉં.વ. ૮૪), મૂળ ગામ બખરલાવાળા હાલ પરેલી, સ્વ. પ્રભાબેનના પતિ. તે કાનજી કેશવજી મોનાની ઓડદરવાળાના જમાઈ. તે પ્રકાશ, અતુલ, કિરીટ, મુકેશ, ગં.સ્વ. જોશના બેન. રમેશકુમાર સચદેવ, સૌ. દક્ષાબેન મહેશકુમાર લાલના પિતા. તે સ્વ. ચંદુભાઈ, ધીરુભાઈ, ગં.સ્વ. સવિતાબેન ચીમનલાલ, સૌ. સુધાબેન ધનસુખલાલના ભાઈ. તે સૌ. પૂજા, નેહા, દીપિકા, મુસ્કાન, બિંદિયા, મીનલ, મહેક, પલક, ઋતિક, આકાશના દાદા. તે પરેલી મુકામે શ્રીજીચરણ પામેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા પરેલી મુકામે મંગળવાર, તા. ૬/૧૨/૨૨, ઠે. શા. કિશોર ઓસવાલ આરાધના ભુવન, જૈન મંદિરની બાજુમાં, સમય: ૩:૩૦ થી ૫:૦૦.
સુરતી દશા લાડ વૈષ્ણવ વણિક
શ્રી દીપનભાઈ કિશોરભાઈ પરીખ (ઉં.વ. ૬૩) તે સ્વ. કિશોરભાઈ અને મીનાક્ષીબેનના પુત્ર.રીટાબેનના ભાઈ. તે શિલ્પાબેનના પતિ. પાર્થ અને નિરાલીના પિતાશ્રી. સ્વ. શિરીષ અને સ્વ. સુમન ખાંડવાળાના જમાઇ, તા. ૫/૧૨/૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. અંતિમયાત્રા તા. ૭-૧૨-૨૨ના સવારે ૮.૦૦ કલાકે નીકળશે.
ઘોઘારી દશાશ્રીમાળી વણીક
મહુવા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. શાંતિલાલ કાળીદાસ મહેતાના સુપુત્ર શ્રી ચંદ્રકાંત (ઉં.વ. ૮૩)ના તા. ૪.૧૨.૨૨ રવિવાર રોજ શ્રીજીચરણ પામેલ છે. તે નલીનીબેનના પતિ. પરાગ, ચીરાગ, સંજયના પિતાશ્રી. અનીષા, રાખી, મીતાના સસરાજી. સ્વ. રમેશભાઈ સ્વ. અનંતરાય, સ્વ. શશીકાંતભાઈના ભાઈ. વસઈવાળા મનસુખલાલ તારાચંદના જમાઈ. પ્રાર્થનાસભા: ૮.૧૨.૨૨ ગુરુવાર બન્ને પક્ષ તરફથી સાંજે ૫ થી ૬.૩૦ કલાકે સ્થળ: ઝવેરબેન પોપટલાલ સભાગૃહ, ઘાટકોપર સ્ટેશન (ઈ).
હાલાઈ લોહાણા
મુળ ગામ જામદેવળીયા, હાલ કાંદિવલી તુલશીદાસ કાલીદાસ સીમરીયા (ઉં. વ. ૭૭) તે ઈન્દુબેનના પતિ. તે વિપુલ, મેહુલ, છાયા મનીષકુમાર પાબારીના પિતા. તે સ્વ. જેન્તીભાઈ (સોમાભાઈ) તથા સ્વ. વસંતભાઈ, લલીતાબેન ધીરજલાલ, મંજુલાબેન ચુનીલાલ, ભાવનાબેન મુકેશકુમાર, કલ્પનાબેન પરષોત્તમદાસ, સુશીલાબેન અનીલકુમારના ભાઈ. તે ઉષ્મા, ઉર્વશીના સસરા. તે જામ રાવલવાડા સ્વ. ગોપાલદાસ હિડોચા, સ્વ. મંજુલાબેન મનુભાઈ મજીઠીયાના જમાઈ. તે રવિવાર તા. ૪ ડિસેમ્બર ૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થના સભા મંગળવાર તા. ૬ ડિસેમ્બર, ૨૨ના સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ સુધી સ્થળ: શ્રી હાલાઈ લોહાણા મહાજનવાડી, પહેલે માળે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
ઘોઘારી લોહાણા
હિતેશભાઇ (બબુ) શાંતિલાલ વાઘાણી (દવાવાળા) (ઉં. વ. ૬૫) તે સ્વ. ઇન્દુમતીના નાના પુત્ર. સ્વ. રૂપાબેન, ઉજેશ, પ્રજેશ તથા શૈલા રાહુલ શાહના ભાઇ. તે રત્નાના પતિ. તે સ્વ. અરવિંદભાઇ છબીલદાસ રાજાણીના જમાઇ. તે દિશા તનુજ ખન્ના અને આયેશા વિવેક વેલન્ડીના પિતા. નીતારા અને આર્યાના નાના તા. ૪-૧૨-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૫૦, શાંતિ-વિલા, દાદાભાઇ રોડ, વિનાયક ગોરે પુલની બાજુમાં, વિલેપાર્લે (પશ્ર્ચિમ).
દશા પોરવાડ
લુણાવાડા, હાલ મુંબઇ-બોરીવલીના રસિકલાલ અંબાલાલ મહેતા (ઉં. વ. ૯૩) તે નિમેષ, પૌલોમી, કામીની, સેજલના પિતા. વૈભવ, વિશાલ, કુશાંગી, શિવાંગી, ઋષિ, ધ્રુવ, શીતલ, સનમ, સંગીતા, ભરતકુમાર, મનોજકુમાર અને ધર્મેશકુમારના સસરા સોમવાર તા. ૫-૧૨-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૬-૧૨-૨૨ના સાંજે ૫થી ૭. ઠે. કોરા કેન્દ્ર હોલ, ઓમ સત્યમ નિવાસની પાછળ, શિંપોલી રોડ, દલવી નગરની બાજુમાં, બોરીવલી (વેસ્ટ).