કોળી પટેલ
ગામ ધમડાછા (મુંબઈ મલાડ)ના ગં. સ્વ. સવિતાબેન (સોમલીબેન) નાનુભાઈ પટેલ (ઉં. વ. ૮૮) તા. ૨૮-૧૧-૨૨ સોમવારના દેવલોક થયેલ છે. તે સ્વ. જીવનભાઈ, સ્વ. રણછોડભાઈ, સ્વ. કેશવભાઈ, સ્વ. રવજીભાઈ, સ્વ. મંગુભાઈના બંધુપત્ની. તે સ્વ. દિવાળીબેન, સ્વ. મંગીબેન, સ્વ. ગોદાવરીબેનના બહેન. તે ભગવતી હસમુખ, સરસ્વતીના માતુશ્રી. તે મયુર-રાની, વિજય, રિન્કલ પ્રદિપ, અશ્ર્વિની પ્રીતમના નાની. બેસણું ૫-૧૨-૨૨ સોમવારે ૨ થી ૫ અને પુષ્પાણી (બારમું) ૮-૧૨-૨૨ને ગુરુવારે ૩ થી ૫. સરનામું: ૩૦૩, કોહિનૂર બિલ્ડિંગ, નવનીત હૉસ્પિટલની બાજુમાં, આચોલે તલાવ, નાલાસોપારા ઈસ્ટ. પિયર પક્ષનું બેસણું હાથિયાવાડી ખાતે સોમવારે રાખેલ છે.
કોળી પટેલ
વેસ્મા (હાલ મુંબઈ) ગજરાબેન જીવણભાઈ પટેલ (ઉં. વ. ૮૫) ૧-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જીવણભાઈના પત્ની. ઈલા, અરવિંદ, મીરા, રૂપલના માતા. જયંતિભાઈ, સોનલના કાકી. પુષ્પાબેન, નયનાબેન, સ્વ. હર્ષદભાઈ, નરેન્દ્રભાઈ, હેમંતના સાસુ. સ્વ. ક્ષેમલ, બીના, વિશાલ તથા હિતાંશુના દાદી. પ્રાર્થનાસભા સોમવાર, ૫-૧૨-૨૨ના ૪.૩૦થી ૬.૩૦ સોરઠીયા વાડી, ૩જી પાંજરોપાળ લેન, સી. પી. ટેંક રોડ, મું-૪ પુષ્પપાણી સોમવાર, ૧૨-૧૨-૨૨ના ૩ થી ૫. ઠે. ૩૩, લક્ષ્મી નિવાસ, ૨જી પાંજરાપોળ લેન, સી. પી. ટેન્ક, મુંબઈ-૪. (લૌકિક રિવાજ બંધ છે).
કપોળ
ભાવનગરવાળા (ભૂંભલી)ના હાલ મલાડ સ્વ. પદ્માબહેન અમૃતલાલ મકનદાસ સંઘવીના પુત્રવધૂ સૌ. અરુણાબેન (ઉં. વ. ૬૯) તા. ૨૯-૧૧-૨૨ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે હરીશભાઇના પત્ની. ચિ. હર્ષિલ (રામ)ના માતુશ્રી. અ. સૌ. લજજાના સાસુ. તે સ્વ. મહેશભાઇ, સ્વ. મૃદુલભાઇ તથા દીપકભાઇ, હિનાબેન, હરખચંદભાઇ છેડાના ભાભી. તે મહુવાવાળા સ્વ. હિરલક્ષ્મીબેન જેઠાલાલ પોપટલાલ મહેતાની દીકરી. પ્રાર્થનાસભા તા. ૫-૧૨-૨૨ના સાંજે ૫થી ૭. ઠે. કપોળ બેન્કવેટ હોલ, કપોળ વાડી, કાચપાડા, મલાડ (વેસ્ટ).
દશા નાગર
અરુણકુમાર દ્વારકાદાસ શાહ (ઉં. વ. ૮૦) તે સ્વ. પ્રમોદીનીબેનના પતિ, ઋષિ, જયના પિતા, રશ્મિ તથા સીમરના પિતા, સ્વ. ગોવર્ધનદાસભ હાથીવાલાના જમાઈ, સ્વ. મનસુખભાઇ શેઠ, સ્વ. તારલાલ શેઠ, દીપકભાઈ શાહ, સરોજબેન મણિયાર, પારૂલબેન પારેખના ભાઈ, ૩૦/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. બેસણું ૪/૧૨/૨૨ ના ૩ થી ૫.૩૦ કલાકે નિવાસસ્થાન: રૂ.નં ૧૦૭, બિલ્ડીંગ નં ૩૫ મૂનલાઈટ સોસાયટી, યુનિટેક વેસ્ટ એન્ડ. વિરાર વેસ્ટ.
શ્રી દશા સોરઠિયા વણિક સમાજ
વિસાવદર હાલ કાંદિવલી સ્વ. લીલીબેન તથા સ્વ. દ્વારકાદાસભાઈ જગજીવનભાઇ કિકાણીના સુપુત્ર હસમુખભાઇ (ઉં. વ. ૬૩) સોમવાર તા. ૨૮-૧૧-૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ. બિંદુબેનના પતિ. તેઓ ઝમીરના પિતા. તેઓ શ્રૃતિના સસરા. તેઓ સ્વ. હરિભાઈ નરભેરામ શ્રીમાંકરના જમાઈ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
કપોળ
મહુવાવાળા હાલ થાણા સ્વ. હીરાબેન વેણીલાલ વોરા ના પુત્ર જીતેન્દ્રભાઈ (ઉં.વ.૭૭) તે ૩૦/૧૧/૨૨ ના શ્રીજીશરણ પામેલ છે. તે સુજીત-રાધિકા, પિયુષ-પૂર્વી તથા સ્વ. ફાલ્ગુની સંજયકુમાર ગોરડિયાના પિતાશ્રી. સ્વ.નવનીતભાઈ, બિપીનભાઈ, કિશોરભાઈ, સ્વ. રાજુભાઈ, ગં.સ્વ યશોમતીબેન પ્રવિણચંદ્ર વડિયા, સરલાબેન પ્રકાશકુમાર મહેતાના ભાઈ, ઓથાવાળા વિઠ્ઠલદાસ ગીરધરલાલ પારેખના જમાઈ. પ્રાર્થનાસભા ૫/૧૨/૨૨ના રોજ ૫ થી ૭ કલાકે સ્વસ્તિક ગ્લોરિયા, હાઈ પોઇન્ટ ઓવલા નાકા, ઘોડબંદર રોડ, થાણા (વેસ્ટ).
કપોળ
દામનગર વાળા હાલ વસઈ, ગ. સ્વ. વિમળાબેન રમણીકલાલ ગોકળદાસ મહેતાના પુત્રવધૂ. રાજેશના પત્ની, અ. સૌ. શીલા (શિલ્પા) (ઉંં.વ.૫૯) તા.૦૨/૧૨/૨૦૨૨ શુક્રવારના વસઈ મુકામે શ્રીજી ચરણ પામેલ છે. તે જાનકી ધ્રુમલ મહેતા તથા કૃપાલીના મમ્મી,ગ. સ્વ. જયશ્રીબેન અશોકભાઈ પારેખ, ઇલાબેન નરેશકુમાર મોદી તથા કિરણભાઈના ભાભી તે બીનાના જેઠાણી તથા ગ. સ્વ. ભાનુબેન વામનરાય મહેતાના દીકરી તથા અતુલ, કૌશિક, અનિલના મોટાબેન. તેમની પ્રાર્થના સભાતા. ૦૫/૧૨/૨૦૨૨ ને સોમવારના સાંજે ૫ થી ૭ રાખેલ છે. સ્થળ: હાલાય લોહાણા મહાજન વાડી, પહેલે માળે, શંકર મંદિર ની પાસે, એસ. વી. રોડ, કાંદીવલી – વેસ્ટ
મોઢ વણિક
શ્રી અરવિંદ મણીલાલ માસ્ટર (ઉં.વ. ૮૬), તે સ્વ. ચંદનબેન તથા સ્વ. મણીલાલ માસ્ટરના પુત્ર, સ્વ. હંસાબેન (અલ્કાબેન) માસ્ટરના પતિ, શનિવાર તા. ૨૬-૧૧-૨૦૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. શોકાકુલ- દિકરો-પુત્રવધુ- કેયુર-શોભા માસ્ટર, પૌત્રી- રીયા માસ્ટર, દિકરી-જ્માઈ- મનીષા-કલ્હાર વોરા, દોહિત્ર-દોહિત્રી-ફલક- હેતા વોરા.
કચ્છી લોહાણા
ગં. સ્વ. વસુમતીબેન લક્ષ્મીદાસ ધીરાવાણી (ઉં. વ. ૮૭) કચ્છ કોડારા હાલ મુલુંડ, અરજણ હરિરામના પુત્રવધૂ. નયનાબેન રાજેશભાઇ, અરુણાબેન જનકભાઇ, પ્રીતીબેન અરુણભાઇ, બિરેનના માતુશ્રી. રૂપલના સાસુ. કચ્છ ભાડઇ ગોપાલજી જેઠાના સુપુત્રી. હરિભાઇ પોપટના બેન. તા. ૩-૧૨-૨૨ના શ્રીરામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગામ મોટી વિરાણીવાળા હાલ મુલુંડના સ્વ. શાન્તાબેન હિરજી કલ્યાણજી ઠક્કર (બારૂ)ના નાની સુપુત્રી. જયશ્રી (જસુ) (ઉં. વ. ૬૨) તે સ્વ. ઉલસાબેન રામજી ભોજા ગામ નાના રતડિયાની દોહીત્રી તા. ૨-૧૨-૨૨ શુક્રવારના શ્રી રામશરણ પામેલ છે. તે સ્વ. હરિશ, અનીલ, મહેન્દ્ર, ગં. સ્વ.જયા પ્રદીપ કોઠારી, ભારતી રાજેન્દ્ર ધ્રુવ, ઉષા ભરત તન્નાની બહેન. તે ગં. સ્વ. મહાલક્ષ્મી, મંજુલા અને કીર્તિની નણંદ. તે શીતલ, બીના અને એકતાની ફઇસાસુ. પ્રાર્થનાસભા તા. ૪-૧૨-૨૨ના રવિવારના સાંજે ૫થી ૭. ઠે. પદમાવતી બેંકવેટ હોલ, એમ. જી. રોડ, શિવસેના ઓફિસ ઉપર, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
બ્રહ્મભટ્ટ
ગુરૂવચન મંગળદાસ બ્રહ્મભટ્ટ (ઉં. વ. ૯૫) તા. ૨-૧૨-૨૨ના શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. તે ભાસ્કર, તરુણ તથા ક્રિષ્ણકુમારના પિતા. તથા શુષ્મા, પ્રાર્થના તથા દીપિકાના સસરા. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
દેલવાડા વાળા (હાલ મુંબઇ) સ્વ. હસમુખરાય રતિલાલ હરકિશનદાસ ગોરડીયાના ધર્મપત્ની ગં. સ્વ. જયોત્સનાબેન (ઉં.વ.૮૮) શુક્રવાર તા. ૨-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સંજય ગોરડીયા તથા સ્વ. પરેશ, સ્વ. હિમાંશુના માતુશ્રી. અ. સૌ. ચંદાના સાસુ. ચિ. અમાત્ય (લાલુ)ના દાદી. મોસાળ પક્ષે ધોધલા (હાલ બરોડા) સ્વ. તુલસીદાસ રાઘવજી વોરાના દીકરી. સર્વ લૌકિક ક્રિયા તથા પ્રાર્થનાસભા સદંતર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
ગં. સ્વ. વિજયાલક્ષ્મીબેન ઉર્ફે (મણિબાઈ) (ઉં. વ. ૮૪) ૧-૧૨-૨૨ના ગુરુવારના નાગપુર ખાતે શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. ઉપેન્દ્ર ગોરધનદાસ પોપટના ધર્મપત્ની. ભાવનાબેનના માતુશ્રી, પ્રધાન વાગજી રોહાવાળાની પુત્રી. પ્રકાશભાઈ મોતીરામ કોઠારી નાગપુર (વિરાણી)વાળાના સાસુ. મણિલાલભાઈ, અરવિંદભાઈના ભાઈના પત્નીની પ્રાર્થનાસભા ૫-૧૨-૨૨, સોમવાર. સ્થળ: શ્રી ભુજ લોહાણા નવી મહાજન વાડી, રૂખાના હોલ, પહેલે માળે, ભુજ (કચ્છ). સમય ૪ થી ૫.
સુરતી દશા મોઢ માંડલીયા
સુરત (હાલ મુલુંડ સ્વ. ભૂપેન્દ્રભાઈ વેણીલાલ નાણાવટીના ધર્મપત્ની પ્રતિમા નાણાવટી (ઉં. વ. ૭૬) શુક્રવાર, ૨-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે તારાબેન બાબુલાલ છાણીવાળાના દીકરી. કેતનભાઈ, તૃપ્તિબેનના માતુશ્રી. સેજલબેન સંજયભાઈના સાસુમા. વિપુલભાઈ, ઉષ્માબેનના કાકી. અનુજ, પંકિત, જાનવી, વરૂણ, બીજલ, યશ, પૂજાના દાદીમા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
લોહાણા
સાવરકુંડલાના હાલ કલ્યાણ રમાકાંત વલ્લભદાસ ખખ્ખર (ઉં.વ. ૮૫) તે કાશીબેન તથા વલ્લભદાસ ખખ્ખરના પુત્ર. તે સરલાબહેનના પતિ. તે હિંમતલાલ ત્રિભોવનદાસ જોબનપુત્રાના જમાઇ. તે વસંતાબેન ઉનડકટ, દિનકરભાઇ તેમ જ વિનોદભાઇના ભાઇ. તે સ્વ. સુકેશી રાઘવન, હિતેશ તથા સંજયના પિતા શુક્રવાર, તા. ૨-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.