હિન્દુ મરણ
ગં. સ્વ. શીલાબેન પ્રતાપ આશર (ઉં.વ. ૭૮) તે સ્વ. ત્રીકમદાસ જમનાદાસ આશરના પુત્રવધૂ. તે સ્વ. નારાણદસ કાપડિયાના સુપુત્રી. બહાદુરભાઈ, શોભનાબેન અને કૃષ્ણાબેન (પ્રીતિ)ના બેન. તે બીના સુનીલ અંજારિયા, પિન્કી મનીષ વેદ અને જાનકી દર્શન વેદના માતુશ્રી, તા. ર૮-૧૧- ૨૨ના અમદાવાદમાં શ્રીજીના ચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
જાફરાબાદવાળા હાલ બોરીવલી સ્વ. અમૃતલાલ કેશુરદાસ ગોરડિયાના પત્ની કાંતાબહેન (ઉં.વ. ૯૦) તા. ૨૭-૧૧-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે ઇંદોરવાળા સ્વ. ગ્યારસીબહેન અને સ્વ. જગન્નાથભાઇની દીકરી. પ્રતાપરાય, ગુણવંતરાયના માતુશ્રી. સુરેખાબહેન, રેખાબહેનના સાસુ. શીતલ, નિકુંજ, અમી, કૃણાલના દાદી. મેધા, માહી, હૃદયના મોટા નાની. (લૌકિક પ્રથા બંધ છે).
કચ્છી બ્રહ્મક્ષત્રિય
ગામ બાયઠ હાલે ઘાટકોપર દિલીપ દેવજી નિર્મળ (ઉં.વ. ૪૭) તા. ૨૭-૧૧-૨૨ના ઘાટકોપર મધ્યે રામશરણ પામ્યા છે. તે દીપાના પતિ. જશુમતીબેન વિઠ્ઠલદાસ નિર્મળના પુત્ર. સ્વ. વસંતભાઈ, મેઘજીભાઈ, કાનજીભાઈ, પ્રેમજીભાઈના ભત્રીજા. વિજયા, અનિલના ભાઈ. વંશીકા અને મૌલિકના પિતાશ્રી. સ્વ. કિશોરભાઈ લાલજી મામતોરા (માંડવી)ના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩૦-૧૧-૨૨, બુધવારે સાંજે ૪ થી ૫ વાગે. સ્થળ: પાંજીવાડી હોલ, કાંજુરમાર્ગ (ઈસ્ટ), સ્ટેશનની બાજુમાં. દશાવ પ્રથા બંધ છે.
હાલાઈ ભાટિયા
સ્વ. પોપટલાલ પ્રાણજીવનદાસના પુત્ર મહેન્દ્ર પોપટલાલ દુતિયા (ઉં.વ. ૮૫) તા. ૨૦-૧૧-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે લલિતા (લતા)ના પતિ. બેટવાળા મોરારજી હરજીવન આશરના જમાઈ. સ્વ. વિજયસિંહ, શાંતિકુમાર, સ્વ. મનુબેન, સ્વ. મકુબેન, સ્વ. તારાબેન, સ્વ. મંજુબેન, ગં. સ્વ. સકુબેનના ભાઈ. પ્રકાશ, જયશ્રીના કાકા. લૌકિક વ્યવહાર બંધ છે.
વિસા સોરઠિયા વણિક
પોરબંદર હાલ કાંદિવલી ગં. સ્વ. મીનાક્ષી રમેશચંદ્ર ભગવાનદાસ શાહ (ઉં.વ. ૮૦) તા. ૨૮-૧૧-૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે દિપ્તી, જતીન, હિતેશના માતુશ્રી. દેવેન, પીન્કી, હીનાના સાસુ. આશિત, તન્વીના નાની. કાવ્યા, રિદ્ધિ, કેવીનના દાદી. રમણલાલ વસંતલાલ શેઠના પુત્રી. ઠે. ૧૭૦૧/બી, રીવોના હીરાનંદાની હેરીટેજ, એસ. વી. રોડ, પોઈસર, કાંદિવલી વેસ્ટ. લૌકિક વહેવાર બંધ છે.
રાજય પુરોહિત બ્રાહ્મણ
મૂળગામ ભરાણા હાલ ઐરોલીના સ્વ. રતીલાલ કાંતીલાલ જોશીના સુપુત્ર ભાવેશભાઇ (ઉં. વ. ૪૨) તે તા. ૨૫-૧૧-૨૨ના રોજ અવસાન પામ્યા છે. તે સોનાલીબેનના પતિ. તે પ્રિયંકા, ખુશી તથા કિષ્ણના પિતા. તે વિપુલભાઇ તથા બિંદીયાબેન સતીષકુમાર પંડયાના ભાઇ. પ્રાર્થનાસભા તા. ૧-૧૨-૨૨ ગુરુવારના સાંજે ૪થી ૫. ઠે. તિરુપતિ બાલાજી મંદિર, તિલક રોડ, ઘાટકોપર (પૂર્વ).
કપડવંજ દશા પોરવાડ વણિક
ઉમરેઠ હાલ બોરીવલી ગં. સ્વ. કોકિલાબેન પરીખ (ઉં.વ.૮૦) મંગળવાર તા. ૨૯-૧૧-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મહેન્દ્રભાઇ ઓચ્છવલાલ પરીખના ધર્મપત્ની. રવિ, અર્ચના, જીજ્ઞાના માતુશ્રી. જલ્પા, તૃષાલકુમાર, રાકેશકુમારના સાસુજી. યાશિકા, જૈવિકા, પ્રાથી અને વિશ્ર્વાનીના બા. સ્વ. બિપીનભાઇ, મહેન્દ્રભાઇ, અરવિંદભાઇ, સ્વ. કુસુમબેન, નીલાબેન, સુધાબેનના બહેન. પ્રાર્થનાસભા ગુુરુવાર તા. ૧-૧૨-૨૨ના રોજ સાંજે ૫થી ૭. નિવાસસ્થાને કલબ હાઉસમાં રાખવામાં આવેલ છે. ઠે. રવિ પરીખ, ગુંડેચા ટ્રિલિયમ, ફલેટ નં. સી-૧૬૦૩, ઠાકુર વિલેજ, બોરીવલી (ઇસ્ટ).
અનાવિલ બ્રાહ્મણ
મુંબઈ નિવાસી, ગં. સ્વ. નલિની રોમેશ દેસાઈ (ઉં.વ. ૮૭) સોમવાર, તા. ૨૮-૧૧-૨૨ના દેવલોક પામેલ છે. તે બિમલ, ફાલ્ગુનના માતુશ્રી. નીપા, અનુરાધાના સાસુ. પંક્તિ, પ્રેમના દાદી. જય, પ્રિયંકાના દાદી સાસુ. પ્રાર્થનાસભા ૧-૧૨-૨૨, સાંજે ૫-૭ હોલ ઓફ હાર્મની, નેહરુ સાયન્સ સેંટર, વર્લી ખાતે રાખેલ છે.
કપોળ
નાગેશ્રીવાળા હાલ બોરીવલી વલ્લભદાસ પરમાનંદદાસ લહેરીના પુત્ર ચત્રભુજ (ચંદ્રકાન્ત) (ઉં.વ. ૮૫) તે મનોરમાબેનના પતિ. સ્વ. પુરુષોત્તમભાઈ કાળીદાસ સંઘવીના જમાઈ. મયુર, ભાવેશ તથા રેખા વસંતકુમાર સંઘવીના પિતાશ્રી. ઉર્વશી, રેખાના સસરા, ૨૯/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧/૧૨/૨૨ના સાંજે ૫ થી ૭. ઠે.: હાલાઇ લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, એસ.વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
હાલાઇ લોહાણા
મેંદરડા હાલ બોરીવલી દિનેશભાઇ અઢિયા (ઉં.વ. ૭૩) તે સ્વ. સવિતાબેન વનરાવનદાસ અઢિયાના પુત્ર. જ્યોતિબેનના પતિ. સ્વ. મદનભાઈ, સ્વ. ભરતભાઈ, જીતેન્દ્રભાઈ, અશોકભાઈ, પુષ્પાબેનના ભાઈ. હેતલ મહેશકુમાર ગણાત્રા, હિતેશ, મેહુલના પિતા. સ્વ. હરિદાસ ભોવાનદાસ તન્ના કુકરાળાવાળાના જમાઈ. દેવાંશી, મહેક, નૈતિકના દાદા/નાના. ૨૮/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
મૂળગામ દ્વારકા હાલ કાંદિવલી, શ્રી કિરીટ નંદલાલ દાવડાના ધર્મપત્ની અ.સૌ. બિના (ઉં.વ. ૫૯), તા. ૨૯-૧૧-૨૨ મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. હેમકલા રામદાસ તન્ના, કેશોદવાળાના દિકરી. તે ચિ. નિયતીના માતુશ્રી. મધુબેન, ઈશ્ર્વર, સુરેશના ભાભી. ચિ. હનિષ્કાના નાનીમા. સુરભી, મયુરીના બેન. લૌકિક વ્યવહાર બંધ છે.