હાલાઈ લોહાણા
પોરબંદર નિવાસી હાલ મુલુંડ, મનુભાઈ મથુરાદાસ અમલાણી (ઉં.વ. ૮૫) રવિવાર, તા. ૨૭/૧૧/૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે અ.સૌ. રમીલાબેનના પતિ. સુધીર, નિશા રમેશ ધનેચા, પારુલ મહેશ સવાણીના પિતાશ્રી. જાગૃતિ સુધીરના સસરા. ક્રિષ્ના નિશાંત આંધળે, હર્ષના દાદા. નંદકુમાર શિવજી ઠક્કરના વેવાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૯/૧૧/૨૨ના સાંજે ૫ થી ૭. સ્થળ: શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ હોલ, બ્લોક નંબર ૬૧/૪-૫ ગુરુગોવિંદ સિંહ માર્ગ, મુલુંડ કોલોની, મુલુંડ વેસ્ટ.
પાટણ વિશા દિશાવાળ વણિક
પાટણ નિવાસી હાલ મુંબઈ (પુના) દત્તાબેન પરીખ (ઉં.વ. ૮૪) તે ૨૬/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ચંદ્રવદન ભોગીલાલ પરીખના ધર્મપત્ની. કેતન, જેસિકા, નીપાના માતુશ્રી. જિગિષા, સ્વ. સેતુભાઇ, ધર્મેન્દ્રભાઈના સાસુ. વિપીનભાઈ, પ્રમોદાબેન, હેમીબેન, પન્નાબેન, વર્ષાબેનના ભાભી. પિયરપક્ષે કિરીટભાઈ, સ્વ. રાજેન્દ્રભાઇ, સ્વ. હરીશભાઈ, દીપકભાઈ, સ્વ. રીટાબેન, ઇલાબેનના બહેન. સ્વ. મટુલાલ પરીખના દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી લોહાણા
સાવરકુંડલા હાલ કાંદિવલી ગં.સ્વ. જયાબેન (દેવકરબેન) નટવરલાલ મશરૂ (ઉં.વ. ૮૩) તે ૨૭/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. સાવરકુંડલાવાળા સ્વ. કાશીબેન હેમરાજ ખીમાણીના દીકરી. ગં.સ્વ. સદેયાબેન મુકેશકુમાર, જયેશ, દિપકના માતા. સોનલ તથા દક્ષાના સાસુ. સ્વ. કાંતાબેન, સ્વ. ચંપાબેન, સ્વ. લાભુબેન, સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. શારદાબેન, સ્વ. ધીરજલાલના બહેન. ગં.સ્વ. માલતીબેન, ગં.સ્વ. મીનાબેન બળવેનરાય, સ્વ. લીલીબેન, સ્વ. કમલાબેન, સ્વ. પ્રભાબેન, સ્વ. ઇન્દુબેન, અ.સૌ. ઉર્મિલાના ભાભી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૨૯/૧૧/૨૨ મંગળવાર રોજ ૪ થી ૬ લોહાણા મહાજનવાડી, બીજે માળે, શંકર મંદિર પાસે, એસ.વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
કપોળ
ભાવનગર હાલ કાંદિવલી સ્વ. ભુપેન્દ્રભાઈ મનુભાઈ કોઠારીના ધર્મપત્ની ગં.સ્વ. ગુલાબબેન (ઉં.વ. ૮૪) તે ૨૭/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે નીપા દેવાંગ સંઘવીના માતુશ્રી. ખુશના નાની. પિયરપક્ષે ભાવનગરવાળા સ્વ. હીરાલક્ષ્મીબેન ગંગાદાસ મહેતાના પુત્રી. સ્વ. ભદ્રેશભાઈ, સ્વ. સરલાબેન, જુગલભાઈ શેઠના મોટાબેન. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
નાગેશ્રીવાળા હાલ કાંદિવલી સ્વ. રમાબેન તથા સ્વ. મગનલાલ દામોદરદાસ સંઘવીના પુત્ર વસંતભાઈ (ઉં.વ. ૮૨) તે ૨૫/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. કિશોરીબેનના પતિ. સ્વ. અરૂણભાઇ, નરેન્દ્રભાઈ, હર્ષદભાઈ, સ્વ. પ્રતાપભાઈ, સ્વ. ભરતભાઈ, ભાસ્કરભાઈ, ગં.સ્વ. ભાનુમતી જનકકુમાર વોરાના ભાઈ. વિનેશ, દીપ્તિના પિતા. બીના તથા જયેશ વોરાના સસરા. ધાંઘડી નિવાસી વ્રજલાલ ભગવાનદાસ કાણકિયાના જમાઈ. જાફરાબાદવાળા. સર્વ તરફથી પ્રાર્થનાસભા ૨૯/૧૧/૨૨ના ૫ થી ૭ હાલાઇ લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, એસ.વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ
સાવરકુંડલા હાલ વિલેપાર્લે રમણીકભાઇ માવજીભાઈ ચુડાસમાના ધર્મપત્ની. શોભાબેન, જીજ્ઞેશ, હેતલબેન વિજયકુમાર પીઠડિયાના માતુશ્રી. ધનજીભાઈ, મનસુખભાઇ, રતિભાઈ, શાંતિભાઈ, સુરેશભાઈ, કમુબેનના ભાઈના પત્ની. સેજલના સાસુ. ચીમનભાઈ કાનજીભાઈ વાઘેલા તથા પ્રવીણભાઈ કાનજીભાઈ વાઘેલાના બહેન, ૨૫/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૯/૧૧/૨૨ના ૪ થી ૬ ગુરૂનાનક દરબાર, ગુરુદ્વારા હોલ, સાઈબાબા નગર, બોરીવલી વેસ્ટ.
હાલાઇ લોહાણા
જામસલાયા, હાલ બોરીવલી મધુસુદન વલ્લભદાસ સામાણી (ઉં.વ. ૭૪) તે મીનાબેનના પતિ. નિકુંજ તથા ચિંતનના પિતા. શ્ર્વેતા તથા અમીના સસરા. સ્વ. લક્ષ્મીદાસ (બાબુભાઇ), જયંતભાઈ, સ્વ. પુષ્પાબેન કરસનદાસ, સ્વ. મંજુબેન, મધુબેન, રેખાબેન, શીલાબેન, કલ્પનાબેન, ઉષાબેન, રીટાબેનના ભાઈ. સાસરાપક્ષે કલકત્તાવાળા સ્વ. ભગવાનજી જેઠાભાઇ ગણાત્રાના જમાઈ ૨૭/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૨૯/૧૧/૨૨ મંગળવાર રોજ ૪ થી ૬ કલાકે શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ (સર્વોદય હોલ) ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠીયા બ્રહ્મશ્રત્રીય
ગામ આકોલા હાલ ગોરેગાંવ શ્રી. જીતેન્દ્ર નરસિંહભાઈ જોગી (ઉં.વ. ૬૭) તે ભાવનાબેનના પતિ તેમજ સૌ. ઉર્જા બોનાવેનચર ડિસોઝાના પિતાશ્રી તથા સ્વ. કાલિદાસ મકનજી પડિયાના ભાણેજ તેમજ સ્વ. મૂળચંદ કાનજી વોરાના જમાઈ શનિવાર, તા. ૨૬/૧૧/૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી વૈષ્ણવ
કુતાણા નિવાસી (હાલ કાંદિવલી) સ્વ. પ્રાણલાલ ચત્રભુજ વોરા તથા સ્વ. હીરાબેન પી વોરાના પુત્ર અતુલ (ઉં.વ. ૫૧) તે શનિવાર, તા. ૨૬/૧૧/૨૨નાં શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ઝવેરલાલ તથા સ્વ. હંસાબેનનાં ભત્રીજા. તે યોગેશ, જયદિપના ભાઈ. જયશ્રી તથા રૂપાનાં દિયર. હર્ષના પિતા. તે નિધિ સંકેત શાહ, હિરલ કરણ મહેતાનાં કાકા. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ પિંડારા હાલ કલ્યાણ સ્વ. અમૃતબેન ગોકુળદાસ રાડિયાના પુત્ર. ભગિનીબેનના પતિ પ્રભુદાસ ગોકુળદાસ રાડિયા તે સવિતાબેન, દેવકુંવરબેન, કમળાબેનના ભાઈ. ખુશ્બુ અમર દક્ષિણી, નિમેષના પિતા. શાંતિલાલ પરષોત્તમ ચગના જમાઈ તા. ૨૬-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવેલ છે.
દશનામ ગોસ્વામી સમાજ
મલાડ વસંતગીરી (પપુ) (ઉં.વ. ૫૧) ગામ લાખીયારવીરા હાલે માંડવી તે સ્વ. લક્ષ્મીબેન નરસિંહગીરી ગોસ્વામીના પૌત્ર. સ્વ. નારાણપુરી સેવાપુરી ગોસ્વામી (પરજાઉવાળા)ના દોહિત્ર. સ્વ. ભાનુબેન, સ્વ. મંગલગીરીના પુત્ર. સ્વ. જિતેન્દ્રગીરી, પ્રકાશગીરી (અનિલ), ભાવના કમલગીરી (માંડવી)ના નાના ભાઈ. કાર્તિકગીરી, વિવેકગીરી, વિનયગીરી, ભૂમિના મામા તા. ૨૭-૧૧-૨૨, રવિવારે અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ સતાપર હાલે મુંબઈ ચીચબંદર સ્વ. ગોદાવરીબેન હીરજી વાલજી રાજલના પુત્ર અરવિંદભાઈ (ઉં.વ. ૭૭) શનિવાર, તા. ૨૬-૧૧-૨૨ના રામશરણ પામેલ છે. તે સ્વ. નર્મદાબેન ગોરધનદાસ, સ્વ. ઠાકરશીભાઈ, ગં. સ્વ. વાસંતીબેન ચુનીલાલ, સ્વ. જમનાદાસ, ભાગીરથીબેન, સ્વ. પ્રેમીલાબેન મુલજીભાઈ, સ્વ. લીલાવંતીબેન મુકેશકુમાર, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. નવીનભાઈના ભાઈ. મેહુલ, ધારીણી, કોમલના મોટા બાપા. ગં. સ્વ. ભારતીબેન તથા ગં. સ્વ. નીલમબેનના જેઠ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
વડનગર – વિસાનગર વણિક
વડનગરના, હાલ કાંદિવલી રાસવિહારી પી. મણિયાર (ઉં.વ. ૯૫) તે સુલોચનાબેનના પતિ. અર્ચનના પિતાશ્રી. હિતેન્દ્ર, તુષારભાઈના સસરા. દિવ્યેશભાઈના બનેવી. વેદાન્ત, અવની, મિત્રાંક, ક્રિષાંકના નાના રવિવાર, તા. ૨૭-૧૧-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨૯-૧૧-૨૨ના સાંજે ૫.૩૦ થી ૭. ઠે. મધુપુરી એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર, ગોખલે રોડ, દહાણુકર વાડી, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
વતન દાવડ હાલ નાલાસોપારાના સ્વ. મહેન્દ્રકુમાર મુગટલાલ ગોરના ધર્મપત્ની ગં. સ્વ. રમીલાબેન (ઉં.વ. ૭૦) તે દેશોતરવાળા સમર્થલાલ કૃષ્ણરામ જોષીના દિકરી. નયનભાઈના માતુશ્રી મંગળવાર, તા. ૨૨-૧૧-૨૨ના એકલીંગજીશરણ થયેલ છે. બંને પક્ષનું બેસણું/સાદડી ગુરુવાર, તા. ૧-૧૨-૨૨ના ૨ થી ૪ નિવાસસ્થાને રાખેલ છે. સરનામું: નયનભાઈ મહેન્દ્રકુમાર ગોર, સી/૨૧૨, દેવ સૃષ્ટિ કોમ્પલેક્ષ, બિલ્ડિંગ નં. ૧, રીલાયેબલ કોમ્પલેક્ષની પાછળ, નીલેમોરે, નાલાસોપારા વેસ્ટ.
કપોળ
સિહોરવાળા હાલ તિલકનગર, સ્વ. લલિતાબેન જયંતિલાલ મહેતાના પુત્ર હરેશભાઇ (ઉં. વ. ૭૩) તા. ૨૮-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. કુંદનના પતિ. પ્રદીપ, સ્વ. જયોતિ, સ્વ. ઉમેશ તથા ચેતના રાજેન્દ્ર મહેતાના ભાઇ. અમિતના પિતા. રાધિકાના સસરા. છોટાલાલ જીવરાજ મહેતાના જમાઇ. દયાળજી નથુભાઇ મહેતા (હાલ અહમદનગર)ના ભાણેજ. પ્રાર્થનાસભા રાખેલ નથી.