હિન્દુ મરણ
ત્રીકમભાઇ ખુશાલદાસ પંચાલ ગામ પલાસર હાલ ઘાટકોપર (ઉં.વ.૯૦) ગુરૂવાર તા. ૨૪-૧૧-૨૨ના શ્રીરામશરણ થયા છે. પ્રાર્થનાસભા તા. ૨૮-૧૧-૨૨ સોમવારે બપોરે ૪થી ૬. ઠે. શ્રી અક્ષર પુરુષોતમ સ્વામીનારાયણ સંસ્કાર કેન્દ્ર, સરીતા પાર્ક, ગારોડીયા નગર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (પૂર્વ).
હાલાઈ લોહાણા
જામનગરના હાલ લુસાકા (ઝાંબિયા) પીયૂષભાઈ ગુલાબરાય ચંદારાણા (ઉ.વ.૬૩) તા. ૨૨-૧૧-૨૦૨૨, મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. તે ગીતાના પતિ. જસુમતી ગુલાબરાય ચંદારાણાના દીકરા. સુશીલાબહેન ત્રિકમદાસ દાવડાના જમાઈ. ઉપાસના દિવ્યાંગ કોઠારીના પિતા. જામ, ડોલી, રીટાના ભાઈ. નીતાના જેઠ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાધડ લોહાણા
મિનાક્ષી વિજય ગંધા ગામ મોડવધર ( હાલે કાંદિવલી) વિજય નારણજી ગંધાની ધર્મપત્ની, ( ઉં.વર્ષ. ૭૦), તે લીલાવતી કુંવરજી સુંદરજી સોનેટા ની પુત્રી, તે નીતા કલ્પેશ, શિલ્પા મનોજ ઠકકર, નિકિતા ભાવેશ સોમૈયાનાં માતૃશ્રી, તે પ્રિશા નાં દાદી, જય,કાજલ અને વરુણના નાની. તે વાસંતી,હેમલતા, કિશોરી, પુર્ણિમા, રાજુભાઈ અને શૈલેષભાઈ નાં બહેન. ૨૬/૧૧/૨૦૨૨ નાં રામશરણ પામેલ છે.
ગુર્જર ક્ષત્રિય કડિયા
સ્વ.ધનલક્ષ્મી બેન બાબુભાઈ વાળા (ઉમર:૭૨) કોળિયાક (હાલ મુંબઈ અંધેરી) તા:૨૪.૧૧.૨૦૨૨. ગુરુવાર રોજ શ્રી રામ શરણ પામ્યા છે. તે ઘનશ્યામભાઈ, સુમન નીતા મનીષા બીના શીતલના માતુશ્રી તે જીવનભાઈ પોપટભાઈ ત્રિકમભાઈ અશોકભાઈ નર્મદાબેનના ભાભી તે ભોજાભાઈ લક્ષ્મણભાઈ પરમારના બેન તે પ્રકાશ નરેશ રમેશ વિજય જીતેન્દ્રના સાસુ. તે યશ દેવાંશી ધ્રુવના દાદીની પ્રાર્થના સભા તા:૨૮.૧૧.૨૦૨૨. સોમવારના સાંજે ૫ થી ૭ રાખેલ છે. સ્થળ :ગુર્જર ક્ષત્રિય કડિયા વાડી, મહાજન વાડી , મામલતદાર રોડ, નં:૩, મલાડ વેસ્ટ.
ચરોતર રૂખી સમાજ
ગામ: ડભાસી ના વતની હાલ મુંબઈ સ્વ. વિજયભાઈ પ્રભુદાસ વાઘેલા સ્વર્ગવાસ ૨૪.૧૧.૨૦૨૨ ધર્મપત્ની લીલાબેન તેમજ દિકરા પ્રતાપભાઈ, પંકજભાઈ, હેમંતભાઈ, તુષારભાઈ, ગોપાલભાઈ તેમજ સાલુબેન, સપનાબેન, દિપાબેન, પુત્રવધુ ભાવના, રેખા, કવિતા, મોટાબેન રૂક્ષ્મણી, સુમન, જશોદાબેન તેમ જ મેક, વિધીશાના દાદા તેઓની પ્રાર્થના સભા: સુતક સુંવાળા : સોમવાર, તા. ૨૮-૧૧-૨૦૨૨. સાંજના ૫ થી ૦૭. રહેઠાણ: ડી. બ્લોક, સર જે.જે વેલ્ફેર સેંટર હોસ્પિટલ વસાહતના પટાંગણમાં, મુંબઈ:-૦૮.
ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
મૂળગામ હળવદ હાલ કલ્યાણ ગં. સ્વ. દિવ્યાબેન દેરાસરી (ઉં. વ. ૮૬) તે અ.નિ. જેષ્ઠાલાલ કાશીરામ દેરાસરીનાં ધર્મપત્ની. તે ધિરેન, અશ્ર્વિન તથા હિતેશના માતુશ્રી. તે દિવ્યાંગ, મીત તથા મનના દાદી. તે સોનલબેન, અલ્પાબેન તથા મનીષા બેનનાં સાસુ. તે અ.નિ. શાંતાબેન દુર્ગાશંકર પાઠકનાં દિકરી. તે અ.નિ. ઉમિયાબેન જુગતરામ, અ.નિ. ગિરજાબેન હરીરામભાઈ, અ.નિ. દુર્ગાબેન ગંગાધર, અ.નિ. કાંતાબેન ચંપકલાલના ભાભી. શુક્રવાર, તા. ૨૫-૧૧-૨૦૨૨ના રોજ અક્ષરનિવાસી પામેલ છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૮-૧૧-૨૦૨૨ના સાંજે ૫ થી ૭ મોરીયા હોલ વન ગ્રાઉન્ડ ફ્લોર, જસરાજ, ઠાકુર મેડિકલની બાજુમાં, કલ્યાણ વેસ્ટ ખાતે
રાખેલ છે.
ઘોઘારી દશાશ્રીમાળી વૈષ્ણવ વણિક
ભાવનગર નિવાસી સ્વ. વેણીલાલ છગનલાલ શાહ (ઘીવાળા) તથા સ્વ. વિજયાલક્ષ્મી વેણીલાલ શાહના પુત્ર કિરીટકુમારના ધર્મપત્ની ભારતીબેન શાહ (ઉં. વ. ૭૪) તા. ૨૫-૧૧-૨૨ના રોજ વિરાર (મુંબઈ) મુકામે શ્રીજીચરણ પામેલ છે. પૂના નિવાસી સ્વ. વિઠ્ઠલદાસ ચંદુલાલ ભગત તથા સ્વ. જયશ્રીબેન વિઠ્ઠલદાસ ભગતના જૈષ્ઠ સુપુત્રી. ઝરણા ધવલ સંઘવી તથા બિંદિયા નિમેષ અડાલજાના માતુશ્રી. સ્વ. ઉમેશભાઈ, શૈલેષભાઈ અને જેસલબેનના મોટાબેન.
દેવિકા અને અર્જુનના નાનીજી. (લૌકિક વ્યવહાર બંધ છે).
કચ્છી ભાટિયા
દિવ્યપ્રભા (ડૉલી) (ઉં.વ.૬૯) વર્ષ તે સ્વ. જયવંતી તથા જીવણદાસ પોરેચાનાં પુત્રી તે દુલારી તથા હેમાક્ષીનાં બહેન. તે સ્વ. જસુબેન ગોકલદાસ નેગાંધી, સ્વ. પ્રભાવંતી દિલિપસિંહ ભાટિયા તથા સ્વ. જયાબેન કનકસિંહ સંપટનાં ભત્રીજી. તે સ્વ. મથુરાદાસ ખટાઉનાં દોહિત્રી શનિવાર, ૨૬-૧૧-૨૦૨૨ના રોજ મુંબઈ મુકામે શ્રીજીચરણ પામ્યાં છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગામ ઢોરીવાલા દેવજી મુલજી સચદેનાં ધર્મપત્ની સુશીલાબેન (ઉં. વ. ૭૩) તે તા. ૨૬-૧૧-૨૦૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે હર્ષદભાઈ (રાજુ)ના માતુશ્રી. તે હરીશ દયાળજીભાઈ સચદેના કાકી. તે હીરાલાલ સવજીયાણીની મોટી દિકરી. તે અશોકભાઈ, ચંદાબેન, રંજનબેનના બહેન. તે ભારતીબેનનાં સાસુ. તે ધનંજય, જયમનના દાદી. તેમની પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકીક વ્યવહાર બંધ છે.
દેસાઇ સઇ સુતાર જ્ઞાતિ
ગામ શિહોર હાલ જોગેશ્ર્વરી શાંતિલાલ મગનલાલ ગોહિલ (ઉં. વ. ૭૪) શનિવાર, તા. ૨૬-૧૧-૨૨ના રામચરણ પામેલ છે. તે સ્વ. શારદાબેનના પતિ. તે સુરેશભાઇ, સંજયભાઇ, પ્રફુલભાઇ, વિજયભાઇ અને કવિતાબેનના પિતા. તે નિમીષાબેન, અલકાબેન, ભાવનાબેન, નિશાબેન અને રાજેશકુમારના સસરા. તે શીખા, શ્રુતિ, પ્રથમેશ, રિદ્ધિ, જય, દિયા, ગૌરવ, નૈત્રી, દેવાંશ, દ્રિતી અને પાર્થના દાદા. તે અયાવેજ નિવાસી હાલ ડોંબિવલી સ્વ. ગોરધનભાઇ, સ્વ. મનસુખભાઇ, જયંતીભાઇ, ભૂપતભાઇ, સ્વ. ધીરુભાઇ, સ્વ. લાભુબેન તથા ભારતીબેનના બનેવી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૮-૧૧-૨૨ના રોજ ૪થી ૬. ઠે. જોગેશ્ર્વરી અચલગચ્છ જૈન સંઘ, ૨૯ હરદેવી સોસાયટી, ગેટ નંબર ૩, બેન્ક ઓફ બરોડાની સામે, સ્ટેશન રોડ, જોગેશ્ર્વરી (ઇસ્ટ) લૌકિક પ્રથા બંધ છે.
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
દેવલી હાલ દહાણુના જીવરાજ (ભીખુભાઇ) ભગવાનજી મહેતા (ઉં. વ. ૬૬) તે અ. સૌ. જયોતિબેનના પતિ. સ્વ. લીલાવતી ભગવાનજી મહેતાના પુત્ર. સ્વ. દેવકુરબેન જુગલદાસ શેઠના જમાઇ. સ્વ. જશુમતી રમેશચંદ્ર ગાંધી, સ્વ. વિનોદ ભગવાનજી મહેતા, ગં. સ્વ. લતાબહેન (ઇલાબેન) રસિકલાલ શાહના ભાઇ શનિવાર, તા. ૨૬-૧૧-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે. ઠે. સી-૨, રુષભ એપાર્ટમેન્ટ, પી. પી. માર્ગ. શ્રીપાલ કોમ્પ્લેક્સની સામે, મામલે ગલી, વિરાર-વેસ્ટ.
કપોળ
ભાવનગરના હાલ કાંદિવલી સ્વ. હીરાબેન મનુભાઈ કોઠારીના પુત્ર સ્વ. ભૂપેન્દ્રભાઈ કોઠારીના ધર્મપત્ની ગં. સ્વ. ગુલાબબેન (ઉં. વ. ૮૪) ૨૭-૧૧-૨૨ના રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે નીપા સંઘવીના માતુશ્રી. દેવાંગ સંઘવીના સાસુ. ગં. સ્વ ભાનુબેન નટવરલાલ ગાંધીના ભાભી. પિયર પક્ષેથી ભાવનગરવાળા સ્વ. ગંગાદાસભાઈ તથા સ્વ. હીરા લક્ષ્મીબેન મહેતાના પુત્રી લૌકિક વ્યવહાર બંધ છે.
પુષ્કરના બ્રાહ્મણ
ગં. સ્વ. શ્રીમતી મોહિનીબેન કિશોરભાઈ બચાણી (ઉં. વ. ૮૦) ૨૬-૧૧-૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સ્વ. પહ્માબેન અને વાસુદેવ લોઢાના પુત્રી. વિશાલ, ભાવનાના માતાશ્રી. ભરત, રેનુના સાસુ. યુવાનના દાદી. ગૌરવ, માન્યાના નાની. પ્રાર્થનાસભા ૨૮-૧૧-૨૨ના ૫ થી ૫.૩૦. ઠે. હોલ નં. ૨, ઠઠાઈ ભાટિયા કાંદિવલી (પ.).
કપોળ
જાફરાબાદવાળા હાલ દહીંસર સ્વ. જયંતિલાલ મકનદાસ મહેતાના સુપુત્ર નટવરલાલના ધર્મપત્ની વીણા (ઉં. વ.૭૧) મેહુલ અને ચિંતનના મમ્મી. હેમા અને ગેયાના સાસુ. દિપ્તી, અતુલ, વર્ષા, પ્રીતિ, જીજ્ઞા અને મીરાના કાકી. તા. ૨૬-૧૧-૨૨ શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. પ્રતાપભાઇ. ગં. સ્વ. પુષ્પાબેન, સ્વ. વસંતભાઇ, સ્વ.વસુમતીબેન, હસુભાઇ, સ્વ. નિર્મળાબેન, મહેન્દ્રભાઇ, સ્વ. શારદાબેન તથા સ્વ. લીલાબેન પ્રાણજીવનદાસ મહેતાના ભાભી. કુંભણખાખરીયાવાળા ઋગનાથ ભાઇચંદ નાયાણીની સુપુત્રી. પ્રાર્થનાસભા ઠે. ગોખલે સ્કૂલ, સિંપોલી રોડ, બોરીવલી (વેસ્ટ), સમય ૪થી ૬, તા. ૨૯-૧૧-૨૨ મંગળવાર.