Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ગામ દકાના હાલ વિરાર સ્વ. રંભાબેન મહાશંકર વિઠ્ઠલજી દેસાઈના સુપુત્ર ઘનશ્યામભાઈ (ઉં.વ. ૭૩) તા. ૧૮/૧૧/૨૨ના કૈલાશવાસ થયેલ છે. તે અનિતાબેનના પતિ. ડિમ્પલ કૈશિક શાહ, રીટાબેન મનીષ પંડ્યા, સ્વાતિબેન યતિન ગોપાણી, વિશાખા ભૂપેન્દ્ર ઓસવાલ, ચેતનભાઈના પિતાશ્રી. અ. સૌ. વંદના ચેતન દેસાઇના સસરા. બળવંતરાય, દિનેશભાઈ, સ્વ. જીતેન્દ્રભાઈ, કનુભાઈ, અરુણાબેન અરવિંદભાઈ રાવલના ભાઈ. શોભાવડ નિવાસી મોહનલાલ કલ્યાણજી ભટ્ટના જમાઈ. બંને પક્ષની શોકસભા તા. ૨૪/૧૧/૨૨નાં, સરનામું:- રામાનંદ ભવન, રામ મંદિર રોડ, એમ .બી. એસ્ટેટ, વિરાર પશ્ર્ચિમ. સમય બપોરે:- ૩.૦૦ થી ૫.૦૦ (લૌકિક પ્રથા બંધ છે).
વિશા સોરઠીયા વણિક
લોયેજવાળા હાલ વિરાર શૈલેષ ગોવિંદજી શાહ (ઉં. વ. ૬૩) તે ૨૧-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. સુશીલાબેન ગોવિંદજીના પુત્ર. ગણોદવાળા સ્વ. શાંતાબેન તુલસીદાસ શાહના જમાઈ. સરોજબેનના પતિ. હર્ષદભાઈ અને રીટાબેનના ભાઈ. સાગર, પલક, પ્રિયંકા જીતેન શાહના પિતા. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૨૫-૧૧-૨૨ના સાંજે ૫ થી ૭ સ્થળ: ૧ માળે, રાજસ્થાન હોલ, આંબિલભવન, જૈન મંદિર રોડ, હવેલીની સામે, વિરાર (વેસ્ટ).
હાલાઇ લોહાણા
મૂળ ગામ ભંડુરી, હાલ મલાડ નિવાસી, ગં.સ્વ. પુષ્પાબેન મનસુખલાલ તન્ના (ઉં.વ. ૭૯) તે સ્વ. ચંદનબેન દેવચંદભાઈ રાજપોપટ (સુરત)ના પુત્રી. સ્વ. હિતેશ તથા કેતન (રાજા)ના માતુશ્રી. તે સ્વ. કાંતિભાઈ, ઇન્દુબેન, જનકબેન શશીકાંતભાઇ ઠક્કર, સ્વ. લીલાવતી બાબુભાઇ શિરોદરિયા, સ્વ. ધીરજબેન છોટાલાલ સચદે તથા સ્વ. પ્રભાબેન મગનલાલ બુદ્ધદેવના ભાભી. સોનલના સાસુ. હાર્દિક, જય તથા હેતના દાદીમાં સોમવાર, તા. ૨૧-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી હળવદ ઔદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી
મૂળગામ હળવદ હાલ જોગેશ્ર્વરી સ્વ. નૈષધરાય જાની માળિયાવાળા (ઉં.વ. ૮૧) તે સ્વ. ચંચળબેન તથા પ્રભાશંકર મગનલાલ જાનીના સુપુત્ર. ઉષાબેનના પતિ. ભાસ્કરભાઈ, જગદીશભાઈ, અશોકભાઈ, ચંદ્રિકાબેન, કુંજલતાબેનના ભાઈ. હેતલબેન દર્શનકુમાર ભટ્ટના પિતા. સ્વ. નર્મદાબેન તથા પ્રતાપરાય ચત્રભુજ ઉપાધ્યાયના જમાઈ. શ્રીજીના નાના, ૨૨/૧૧/૨૨ના કૈલાશવાસી થયેલ છે. પ્રાર્થનાસભા ૨૫/૧૧/૨૨ના ૪ થી ૬ કલાકે સૌરાષ્ટ્ર પટેલ સમાજ, પટેલ એસ્ટેટ રોડ, જોગેશ્ર્વરી વેસ્ટ.
શ્રી ગોળ મેળતવાલ
મૂળગામ સનખડા હાલ મુંબઈ પ્રવિણચંદ્ર દુર્ગાશંકર દીક્ષિત (ઉં.વ. ૬૪) તે સ્વ. પ્રવિણાબેનના પતિ. રિતેશ, હિતેશ, સતીષના પિતા. રિનાના સસરા. ગં.સ્વ. મધુબેન હિંમતલાલ દવે, ગિરજાશંકર, સ્વ. રમણીકલાલના ભાઈ. મહેન્દ્રભાઈ, કિરીટભાઈ, મહેશભાઈ મણિલાલ ત્રિવેદીના બનેવી. પ્રાર્થનાસભા ૨૪/૧૧/૨૨ ગુરુવારના રોજ ૪ થી ૬ કલાકે લેવા પાટીદાર મિત્ર મંડળ, ગોરાઈ પ્લોટ નં ૩૨૨/૩૪૨ સેક્ટર ૨, પ્રગતિ સ્કૂલની બાજુમાં, બોરીવલી વેસ્ટ.
પરજીયા સોની
પોરબંદરવાળા હાલ કાંદિવલી સ્વ. ચંદુલાલ નરોત્તમભાઇ ઢાકાના ધર્મપત્ની ગં.સ્વ. દેવયાનીબેન (ઉં.વ. ૬૭) તે ૨૨/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. બાબુલાલ લક્ષ્મણભાઇ સુરૂ કોડીનારના દીકરી. હેમલ, હેતલ, સચિન, મયુરના માતા. આદિત્ય, ઐશ્ર્વર્યા, શિવમના બા. અમિતા અને ભાવિનીના સાસુ. પ્રાર્થનાસભા ૨૪/૧૧/૨૨ના સાંજે ૪ થી ૬ કલાકે સનરાઈઝ હોલ, આનંદીબાઈ કોલેજ પાસે, સાઈબાબા નગર, બોરીવલી વેસ્ટ.
કચ્છી ભાટિયા
હાલ કાંદિવલી કિરણ ભગવાનદાસ અડાણી (ઉં.વ. ૭૨) તે સ્વ. લક્ષ્મીબેન ભગવાનદાસ મથુરાદાસના પુત્ર. સ્વ. નીતિન, સ્વ. મહેશના મોટાભાઈ. મીતા રાજા પંડ્યાના ભાઈ. દક્ષાબેન, વર્ષાબેનના જેઠ. ગ્રીષ્મા, પંકિત, કરણના કાકા. ૨૨/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
શ્રી વિશા સોરઠીયા વણિક
મુળ ગામ વડોદરા -ઝાલા (હાલ લંડન) શ્રીમતી ઉવેશીબેન (ઉષા) (ઉં.વ. ૬૯) તેઓ ચંદ્રકાન્ત કપૂરચંદ શાહના પત્ની. મિતેષ, ફાલ્ગુનીના માતુશ્રી. ભાવિષા તથા પીનાકના સાસુ. સ્વ. ભાનુબેન તથા ગં. સ્વ. હીરાબેન મણિલાલ શાહના સુપુત્રી તથા પ્રકાશ (રાજુ), પંકજ (રમેશ), સ્વ. જીગ્નેશ, મીના-સોનલ- કવિતાના બહેન તા. ૪/૧૧/૨૨-શુક્રવારના લંડન મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકીક પ્રથા બંધ રાખેલ છે.
હિંદુ મોચી
ગામ ગુંદરણા હાલ દહિસર ગં.સ્વ. સવિતાબેન ગોહિલ (ઉં.વ. ૮૫) તા. ૨૧/૧૧/૨૨ના રામશરણ પામ્યા છે. તેઓ સ્વ. ગોરધન ગોવિંદ સોલંકી (ગામ – વડતાલ)ના પુત્રી. સ્વ. ભગવાનદાસ ગિલાભાઈ ગોહિલના પત્ની. ઉમેશચંદ્ર, રંજનબેન ઈશ્ર્વરલાલ વંડરા, રશ્મિબેન દયાલજી વાઢેર, વિણાબેન જયંતિલાલ વાઘેલા, ઉષાબેન મનોહરકુમાર ચૌહાણ તથા વર્ષાબેન કિરીટકુમાર જેઠવાના માતોશ્રી. ગાયત્રી (કલ્પના)ના સાસુ. રીંકલ રોશન વ્યાસ, ડો. વિકલ અને અખિલના દાદીમા. પ્રાર્થનાસભા (ઉઠમણું) તા. ૨૪/૧૧/૨૨ ગુરુવારના સાંજે ૪.૦૦ થી ૬.૦૦ કલાકે નિવાસસ્થાન: હાર્મની સોસાઈટી, ઓવરીપાડા રિક્ષા સ્ટેન્ડની પાછળ, શૈલેન્દ્ર નગર, દહીંસર (ઈસ્ટ).
વાયડા વણિક
હાલ બોરીવલી નિવાસી શ્રીમતી પ્રીતિબેન તથા પરિમલભાઈ વેણીલાલ સોદાગરના જમાઈ રાહુલ ધારે (ઉં.વ. ૪૭) તે તા. ૨૦/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. સુનંદા તથા સુધાકર ધારેના પુત્ર. મીરાના પતિ. શ્રુતિ કપિલ ભાટિયાના બનેવી. પ્રાર્થનાસભા ૨૪/૧૧/૨૨ના ૩.૩૦ થી ૫.૩૦ કલાકે વર્ધમાન સ્થા. જૈન સંઘ (સર્વોદય હોલ) ગ્રાઉન્ડ ફ્લોર, ડાયમંડ ટોકીઝની સામે, એલ.ટી. રોડ, બોરીવલી વેસ્ટ.
શ્રી સોરઠીયા પ્રજાપતિ કુંભાર જ્ઞાતિ
વડાલા નિવાસી હાલ ઠાકુરલી નિવાસી સ્વ. શૈલષભાઈ ભરડવા (ઉં.વ. ૬૨), ૨૨/૧૧/૨૨ના રામશરણ પામ્યા હતા. તેઓ સ્વ. પ્રેમિલાબેન દામોદરભાઈ ભરડવાના પુત્ર. ભારતીબેનના પતિ. ધ્રુવ, ચાની જેઠવાના પિતા. તેજલબેન, હર્ષ મહેશભાઈ જેઠવાના સસરા. નીશ્ર્વના દાદા. પદમાબેન કાંતિલાલ ચિત્રોડા, જયાબેન જયંતીલાલ માવદિયા, મીનાબેન અશોકભાઈ લાડ, સ્વ. રાજેશભાઈના ભાઈ. સ્વ. વિરજીભાઈ રામજીભાઈ શિંગડીયા, સ્વ. પુષ્પાબેન વિરજીભાઈના જમાઈ. પ્રાર્થનાસભા ગુરૂવાર, ૨૪/૧૧/૨૨ના રોજ સ્થળ: શ્રી લોહાણા મહાજન વાડી હોલ, આગ્રા રોડ, કલ્યાણ વેસ્ટ, બપોરે ૩ થી ૫.
પાટણવાડા પંચાલ
ગં. સ્વ. ભાવનાબેન રજનીકાંત પંચાલ ગામ સંડરે હાલ વિક્રોલી તેઓ ૨૦-૧૧-૨૨, રવિવારે દેવલોક પામ્યા છે. બંને પક્ષની સાદડી સાથે રાખેલ છે. પ્રાર્થનાસભા ગુરુવારે ૪ થી ૬. પિયર પક્ષ ગામ લણવાવાળા સ્વ. મુલચંદદાસની પુત્રી. શારદાબેન, શાંતીભાઈ, અનિલભાઈ અને હસમુખભાઈના બહેન. તેઓ અમિતભાઈ, નીતા, મીના અને સારિકાના માતુશ્રી. પુ. વધૂ આરતીબેન, ભરતકુમાર, કમલેશકુમાર અને ગૌતમકુમારના સાસુ. પ્રિતીના દાદી. દિગિશા, દેવાંશી, પુજા, પિયુષ, સાક્ષીના નાની. સ્થળ: જૈન મંદિર હોલ, બિલ્ડીંગ નં. ૨ની સામે, ભારતનગર, ટાગોરનગર,
વિક્રોલી (ઈ).
ઔદિચ્ય બ્રાહ્મણ
બાલાગામના હાલ વસઈ રોડ સ્વ. વિનોદરાય કાશીરામ પંડ્યાના પુત્ર સ્વ. સતીશભાઈ પંડ્યા (ઉં. વ. ૬૩) તે સંગીતાબેનના પતિ. જયંતી દેવશંકર મહેતાના જમાઈ. તૃપ્તિ અને ખુશ્બુના પિતા. નિખિલ પ્રવીણચંદ્ર ઘાટલિયાના સસરા. નરેન્દ્રભાઈ કાશીરામ પંડ્યા અને સ્વ. અનસૂયાબેન કિશોરકાન્ત પંડ્યાના ભત્રીજા ૨૦-૧૧-૨૨, રવિવારના કૈલાશવાસી થયેલ છે. પ્રાર્થનાસભા નિવાસસ્થાન બી-૨૧, મહાવીર જ્ઞાન, સાઈનગર ગ્રાઉન્ડ, વસઈ રોડ (વે) ૨૫-૧૧-૨૨ના ૪ થી ૬.
ઔદિચ્ય ગોરવાલ બ્રાહ્મણ
પોસલિયાના હાલ બદદી (હિમાચલ) લલિતભાઈ લક્ષ્મીશંકર ત્રિવેદીના પત્ની હર્ષા ત્રિવેદી (ઉં. વ. ૬૪) તે વિરેન્દ્રભાઈ અને વૈકુંઠભાઈના ભાભી. તે મોસાળ પક્ષે સ્વ. મથુરભાઈ અને સ્વ. ઉષાબેન પારેખના પુત્રી. તે જાગૃતિ ભુવા અને સંજય પારેખના મોટા બેન ૧૮-૧૧-૨૨ના બદદી ખાતે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ વિંજાણ, હાલે ભુજ ચેતન મેઘજી સેજપાલ (ઉં. વ. ૫૪) તે ઝવેરબેન મેઘજી સેજપાલના પુત્ર, પલ્લવીબેનના પતિ. મીતના પિતા. લલિત, નિલેશના ભાઈ. સ્વ. પુરુષોત્તમ હરીરામ આઈયાના જમાઈ. તા. ૧૯.૧૧.૨૨ના રોજ ભુજમાં સ્વર્ગવાસ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
હિન્દુ મેઘવાળ
ગામ વડલી-મહુવા (હાલ મુંબઈ મહાલક્ષ્મી) સ્વ. રાજાભાઈ કાના વાઘ તથા સ્વ. પાલુબેન વાઘના પુત્ર બધાભાઈ વાઘ (ઉં. વ. ૭૭) તા. ૧૮-૧૧-૨૦૨૨શુક્રવારના રોજ રામચરણ પામ્યા છે. તે સ્વ. કંકુબાઈ વાઘના પતિ. તેમજ (ગામ-ભાદ્રોડ) સ્વ. ડાયાભાઈ કરસન સોલંકી તથા સ્વ. જીવીબેન ડાયા સોલંકીના જમાઈ. ધનજીભાઈ, કાન્તાબેન, દીપકભાઈ, મહેશભાઈ, નવિનભાઈ, વિનોદભાઈ, ગીતાબેન, ગિરિશભાઈના પિતા. જયંતિભાઈ સોંધરવા, રાજુભાઈ મકવાણા, ભાનુબાઈ, ભાવનાબાઈ, લલિતાબાઈ, ભારતીબાઈ, ભાનુમતીબાઈ, સ્વાતિબાઈના સસરા. મનિષ, રવિ, દિપિકા, રંજુ, પિંકી, નરેન, ધિરેન, જાહ્નવી, વંશિકા, ધ્રુવી, પારસ, જુગલ, મહેક, પ્રતિક, અનિકેત, હર્શિતા, યુગના દાદા. તેમની બારમાની વિધિ તા. ૨૫-૧૧-૨૦૨૨, શુક્રવાર-સાંજે ૫.૦૦ કલાકે રાખેલ છે. સ્થળ: એ-૨, ૬૦૭, એસ. કે. રાઠોડ માર્ગ, ડૉ. બાબાસાહેબ આંબેડકર નગર, મહાલક્ષ્મી, મુંબઈ-૪૦૦૦૩૪.
ઈડર ઔદીચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ બ્રાહ્મણ
ગામ બડોલી, હાલ મલાડના અ.સૌ. ભાવનાબેન જાની (ઉં. વ. ૫૯) તે ભરત વિઠ્ઠલદાસ જાનીના પત્ની. નિકુંજ, ભાવિશાનાં માતા. પ્રીતિ, સચિન પવારનાં સાસુ. સ્વ. કિરણ, જયેશનાં ભાભી. સ્વ. પુષ્પાબેન ભોગીલાલ જાનીનાં પુત્રી. નિયતીના નાની તા. ૨૨-૧૧-૨૨ના દેવલોક પામ્યાં છે. સાદડી અને લૌ. પ્રથા બંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -