હિન્દુ મરણ
મોરારજી (મધુભાઈ) ભાટીયા (ઉં. વ. ૯૫) સ્વ. રામદાસ મેઘજી તથા સ્વ. લીલુબાઈના પુત્ર. સ્વ. ચંદાબેનના પતિ. સ્વ. શાંતિકુમાર આર. કાનજીના જમાઈ. તે ચંદ્રસેન, પ્રતાપ, સ્વ. રમેશ, વિઠ્ઠલ, રશ્મિ, ગિરીશ, રવિ તથા સ્વ. હેમલતા (નયના) નરોત્તમ આશર, અ. સૌ. નિર્મળા માનસિંહ ભાટિયા, અંજના મકુંદ મટાણીના ભાઈ. અ. સૌ. જ્યોતિ અતુલ સુરૈયા, અ. સૌ. ભક્તિ હિમાંશુ કાપડિયાના પિતા તે ૨૧-૧૧-૨૨ના થાણા મુકામે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. લક્ષ્મીબાઈ મોરારજી ગાંગજી ક્કડ (ઠક્કર) કચ્છ ભાડરા હાલે મુલુંડના પુત્ર સ્વ. મુલરાજ (ઉં. વ. ૮૬) તે ભાનુબેનના પતિ. તે સ્વ. સુંદરજી લીલાધર કારીયા કચ્છ નેત્રાવાલાનાં જમાઈ તે ભગવાનદાસ, જગદીશ, ભાગેરથી લક્ષ્મીદાસ ઠક્કર, પુષ્પાબેન જગદીશ શેઠ, ઉષાબેન વિક્રમભાઈનાં ભાઈ. તે બિપીન, ગીરીષ, યોગેશ, સ્વ. અનુસુયાબેન, આશાબેનનાં બનેવી તે રવિવાર, ૨૦-૧૧-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. તથા લૌકિક વહેવાર સદંતર બંધ છે.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ
ગં. સ્વ. જાનકીબેન કીતા કચ્છ ભદ્રેશ્ર્વરવાલા (ઉં. વ. ૮૩) તે સ્વ. કાંતિલાલ ધારશી કીતાના ધર્મપત્ની, સ્વ. શાંતાબેન ધારશી કીતાના પુત્રવધૂ.. સ્વ. લીલબાઈ મણિશંકર ચઠ્ઠ કોઠારાવાળાના નાના પુત્રી. તે સ્વ. ખરાશંકર, સ્વ. વસંતરાય, સ્વ. જગન્નાથ, સ્વ. મંગળાબેન, સ્વ. સીતાબેન અને શિવશંકરના બેન. જ્યોતિ, દિવ્યા, યામિની તથા બિરેનના માતુશ્રી. નવીનભાઈ, સ્વ. દેવેન્દ્રભાઈ, પ્રફુલભાઈ તથા રેખાના સાસુજી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૩-૧૧-૨૨ના ૫ થી ૭. ઠે. ગ્રાઉન્ડ ફલોર, સારસ્વતવાડી, ઝવેર રોડ, મુલુંડ (વે).
સાઠોદરા નાગર બ્રાહ્મણ
વિલેપાર્લાના અતુલભાઈ વિજ્ઞાનપ્રસાદ કંથારીયા (ઉં. વ. ૬૪) સોમવાર, ૨૧-૧૧-૨૨ના હાટકેશ શરણ પામેલ છે. તેઓ અ. સૌ. દર્શનીના પતિ. ડો. દેવાંગ, અ. સૌ. સમીક્ષા તથા રક્ષિતાના પિતા. અ. સૌ. માનસી કંથારિયા અને હેમંત રવિન્દ્ર હટકરના સસરા. જાનકી-પર્જન્યાના નાના. હેતવીના દાદા. સ્વ.નું બેસણું ગુરુવાર, ૨૪-૧૧-૨૨ના સવારે ૯ થી ૧૧. ઠે. ૫૦૨, શંકરનિવાસ, એસ. વી. રોડ, ઈર્લા વિલેપાર્લા (પ.).
હાલાઈ લોહાણા
જુનાગઢના હાલ મુંબઈ સ્વ. રુક્ષ્મણીબેન ભગવતીદાસ ઉન્નડકટના પુત્ર પ્રફુલભાઈ (ઉં. વ. ૭૫) તે સ્વ. મનસુખભાઈના નાના ભાઈ. ભૂપતભાઈ તેમજ બીપીનભાઈના મોટાભાઈ, તેમજ સ્વ. હીરાબેન જેઠાલાલ નથવાણી, સ્વ. ઉર્મીલાબેન માધવજી ધનેશા, સ્વ. વનિતાબેન ધરમશી બાટવિયા તથા અ. સૌ. સરોજબેન નરેન્દ્રકુમાર તન્નાના ભાઈ. તેજશ- નિકીતા દર્શનકુમાર ગણાત્રા તથા પ્રીતી ભરતકુમાર રૂપારેલનાં કાકા મુંબઈ મુકામે ૨૧-૧૧-૨૨, સોમવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વહેવાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
ઝાલાવાડી સઈ સુથાર
સાયલા નિવાસી હાલ દહિસરના સ્વ. કાંતિભાઈ જગજીવનદાસ વઢવાણાના ધર્મપત્ની મધુબેન (ઉં.વ. ૭૫) તે ૨૦/૧૧/૨૨ના સ્વર્ગવાસી થયેલ છે. તે વીણાબેન સોલંકી, ધનેશભાઈ, પ્રીતિબેન થોભાની, જયેશભાઇના માતુશ્રી. જ્હાન્વી સાક્ષીના દાદી. આકાંશા, પ્રાર્થી, સારા, શોર્યના નાની. સ્વ. કાનજીભાઈ ધંધુકિયાના દીકરી. પ્રાર્થનાસભા ૨૪/૧૧/૨૨ના ૪ થી ૬ કલાકે નિવાસ સ્થાન: ૫/એ રાજા એપાર્ટમેન્ટ, દહિસર સ્ટેશન સામે, દહિસર વેસ્ટ.
વાંઝા જ્ઞાતિ
સેમરાળા નિવાસી હાલ કાંદિવલી ગો.વા લવજીભાઈ વાલજીભાઇ સોલંકીના પુત્ર લલિતભાઈ (ઉં.વ. ૫૫) તે ૨૧/૧૧/૨૨ના ગોપાલશરણ પામેલ છે. તે ભુપેન્દ્રભાઈ, લક્ષ્મીકાંત, ચંદ્રિકાબેન અશોકભાઈ ગોહેલ, રસીલાબેન ભરતકુમાર ભદ્રેશ્ર્વરાના ભાઈ. સ્વ. ગીતાબેનના પતિ. ગૌરવના પિતા. બાબુભાઇ મોહનભાઇ કામોઢિના જમાઈ. પ્રાર્થનાસભા ૨૪/૧૧/૨૨ના ૪ થી ૬ કલાકે નિવાસસ્થાન: ૩૦૬/૨૧ મિત્ર પરિવાર સોસાયટી સેક્ટર ૩, ચારકોપ, કાંદિવલી વેસ્ટ.
હાલાઇ લોહાણા
મૂળ ગામ ભંડુરી, હાલ મલાડ નિવાસી, ગં સ્વ. પુષ્પાબેન મનસુખલાલ તન્ના (ઉં.વ. ૭૯) તે સ્વ. ચંદનબેન દેવચંદભાઈ રાજપોપટ (સુરત)ના પુત્રી. તે સ્વ. કાંતિભાઈ, ઇન્દુબેન, જનકબેન શશીકાંતભાઇ ઠક્કર, સ્વ. લીલાવતી બાબુભાઇ શિરોદરિયા, સ્વ. ધીરજબેન છોટાલાલ સચદે તથા સ્વ. પ્રભાબેન મગનલાલ બુદ્ધદેવના ભાભી. સોનલના સાસુ. હાર્દિક જય તથા હેતના દાદીમા સોમવાર, તા. ૨૧-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
મોતાળા બ્રાહ્મણ
નિકુંજભાઈ જયમુનીશંકર મહેતા, ગામ મોતા, હાલ મુંબઈ (ઉં. વ. ૮૨) તા. ૧૮ નવેમ્બરે દેવલોક પામ્યા છે. તેઓશ્રી સ્વ. કૌમુદીબેનના પતિ. નેહલભાઈ તથા શીતલબેનના પિતા. બકુલાબેન, જાગૃતિબેન તથા તેજલબેનના ભાઈ. મૈત્રેયીબેન તથા હેમાંગભાઈના સસરા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
ગામ કેરા કચ્છનાં સ્વ. ગંગાબેન અને સ્વ. રામજીભાઇ ખટાઉ રંગવાળાના પુત્ર જીતેન્દ્ર ખટાઉ (ઉ.વ. ૭૪) સોમવાર, તા. ૨૧-૧૧-૨૨ના રામશરણ પામેલ છે. તે યામીનીબેન ખટાઉના પતિ. તે પૂજા અને વૈદીહીના પિતાશ્રી. તે સિદ્ધાર્થભાઇ અને પ્રશાંતભાઇના સસરા. તે લક્ષ્મીબેન, સુશીલાબેન, સ્વ. પ્રવીણભાઇ, દ્વારકાભાઇ, સ્વ. હર્ષદભાઇના ભાઇ. તે સ્વ. પ્રવીણભાઇ શેઠીયા તથા જયાબેન શેઠીયાના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. ઠા. હરિરામ આથા (ઉં. વ. ૮૫) તે સોમવાર તા. ૨૧-૧૧-૨૨ના પરમધામવાસી થયા છે. સ્વ. ઠા. જમનાબેન દેવકરણ સુંદરજી આથા કચ્છ ભદ્રેશ્ર્વરના સુપુત્ર. તે સ્વ. રતનબેનના પતિ. તથા સ્વ. ઠા. લક્ષ્મીબેન વીરજી કેશવજી ખાંટ (માંડવી-કચ્છ)ના જમાઇ. સ્વ. ગોદાવરીબેન જીવરામ કોઠારી, ગં. સ્વ. કેસરબેન જમનાદાસ ભલ્લા, ગં. સ્વ. કલાબેન જીવરાજ ચાંપશીના ભાઇ. અ. સૌ. ભારતીબેન ધીરેનના સસરાજી. અ. સૌ. સરલા શૈલેષભાઇ ગદ્યા, અ. સૌ. વંદના પ્રજ્ઞેશભાઇ ભગદેના પિતા. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૨૩-૧૧-૨૨ સાંજે ૫.૩૦થી ૭. ઠે. કચ્છી લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફલોર, આર. આર. ટી. રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી સઇ સુતાર
ગં. સ્વ. ભાનુબેન (ઉં. વ. ૬૮) તે સ્વ. દિલીપભાઇ વઢવાણાનાં પત્ની તા. ૨૨-૧૧-૨૨ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ભાઇલાલ વેલશી પરમારનાં દીકરી. તે નિકિતા, પીનલના માતુશ્રી. તથા પ્રદીપ, જયેન્દ્ર, વિશ્ર્વજીત, જસુમતી અને જયોત્સનાના બેન. તથા ગં. સ્વ. લતાબેન કૃષ્ણકાંત વઢવાણાનાં દેરાણી. હેતલ, ચૈતાલી મયુરના કાકી. પ્રાર્થનાસભા ગુરુવારના તા. ૨૪-૧૧-૨૨ સવારે ૧૧થી ૧. ઠે. ૧લે માળે, વિઘ્નેશ્ર્વર સોસાયટી, એમ. બી. ટાવરની સામે, એમ. બી. એસ્ટેટ, વિરાર (વેસ્ટ).
ખંભાતી લાડ વણિક
વિલેપાર્લે નિવાસી ગં. સ્વ. મૃદુલાબેન તેઓ સ્વ. અરૂણભાઇ જીવનલાલ ગુંદરિયાના ધર્મપત્ની. ચૌલા મેહુલકુમાર મારફતિયા, રિમ્પા વિરાજ સરૈયાના માતુશ્રી. પ્રશમ, રિઆ, અવિના નાની. શ્ર્વસુરપક્ષે સ્વ. મફતલાલ, સ્વ. ચંદ્રકાંતભાઇ, સ્વ. પ્રવીણભાઇ તથા સ્વ. ભગુભાઇ ગુંદરિયાના ભાભી. પિયર પક્ષે ઊના દેલવાડાવાળા સ્વ. નંદલાલભાઇ, સ્વ. ખુશાલદાસ તથા રવિન્દ્રભાઇ, સ્વ. જયાબેન મહેતા તથા હંસાબેન દોશીના બહેન તા. ૨૨-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.