કપોળ
ટીંબીવાળા હાલ અંધેરી (વેસ્ટ) ગં.સ્વ. ગુલાબબેન મગનલાલ મહેતાના પુત્ર રમેશભાઈ (ઉં.વ. ૭૦) તા. ૧૯/૧૧/૨૨ના શ્રીચરણ પામેલ છે. તેઓ સ્વ. આશાબેન (નંદીતાબેન) હર્ષદરાય મથુરીયા અને દીપકના ભાઈ. શ્રુતી જ્યુબિન મોદી અને રાહુલના મામા. દીશા સાહીલ જૈનના કાકા. શ્રી વૃજલાલ જીવરાજ મહેતાના ભાણેજ. પ્રાર્થનાસભા અને લૌકીક પ્રથા બંધ છે.
ચિંચણ તારાપુર દશા સોરઠીયા વણીક
ચિંચણ હાલ બોરીવલી ગં.સ્વ. ગુણવંતીબેન (જયાબેન) (ઉં.વ. ૯૨) રવિવાર, તા. ૨૦/૧૧/૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સ્વ. ગોપાલદાસ અમૃતલાલ શાહના ધર્મપત્ની. નિરંજન અને હેમંતના માતુશ્રી. સૌ. ભારતી અને સૌ. માધવીના સાસુ. લૌકીક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દ.શ્રી.વૈ. વણીક
ભાવનગર નિવાસી હાલ કાંદિવલીના કલ્પનાબેન ભુપેન્દ્રભાઈ મનહરલાલ મોદી (ઉં.વ. ૬૯) તા. ૨૦/૧૧/૨૨ના રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સ્વ. રમેશભાઈ ગણાત્રાના દીકરી. સ્વ. શશીકાંત અમૃતલાલ મોદીના ભત્રીજા વહુ. આશિષ, ભાવેશ અને નિકીતા પ્રતીકકુમાર શાહના માતુશ્રી. કિરણબેન સુરેશકુમાર મહેતાના ભાભી. ભરત રમેશભાઈ ગણાત્રાના બહેન. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
ચિત્રાવડ નિવાસી હાલ મુંબઈ સ્વ. નિર્મળાબેન તથા સ્વ. ગોરધનદાસ મુળજી ઠકરારના સુપુત્ર વિનોદભાઈ ઠકરાર (તીલયો) (ઉં.વ. ૬૩) તે ૨૧/૧૧/૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે ગીતાબેનના પતિ. જાનકી જીજ્ઞેશ પંચમતીયા તથા ચાંદની તર્પિત દોશીના પિતાશ્રી. ગુણવંતભાઈ તથા વસુબેન (કવિતા) કિશોરકુમાર રૂપારેલિયાના નાનાભાઈ. જયંતીલાલ લાલજી કઢીના જમાઈ. સ્વ. જગજીવનદાસ, સ્વ. મથુરાદાસ તથા સ્વ. રસિકલાલ હરિદાસ ગણાત્રાના ભાણેજ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૨/૧૧/૨૨ના મંગળવાર સાંજે ૪ થી ૬ કલાકે હાલાઇ લોહાણા મહાજનવાડી, ઠાકોરદ્વાર ચર્નીરોડ. લૌકિક વ્યવહાર બંધ છે.
નાયક ભોજક બ્રાહ્મણ
શ્રી નરેન્દ્ર દેવશંકર નાયક (ઉં.વ. ૬૦) ગામ: મંદ્રોપુર હાલ સૂરત, કૌશિકાબેનના પતિ અને પૂર્વી તથા રવિના પિતા તા. ૨૦ નવેમ્બરને રવિવારે દેવલોક પામ્યા છે. સદ્ગતની પ્રાર્થનાસભા/બેસણું તા. ૨૪મી નવેમ્બરને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વચ્ચે તેમના આ નિવાસ સ્થાનના સરનામે રાખવામાં આવી છે : સ્તુતિ યુનિવર્સલ, ગેલેક્સી સર્કલ નજીક, પાલ, સૂરત-૩૯૫૦૦૯.
બ્રહ્મભટ્ટ
ગં. સ્વ. હરિગંગા ભટ્ટ (લખલાણી)
(ઉં. વ. ૯૭) તા. ૧૭-૧૧-૨૨ના દેવલોક પામ્યા છે. હાલ મુંબઇ ઘાટકોપર વતન કુુતિયાણા તેઓ સ્વ. ઇશ્ર્વરલાલ કેવલરામ ભટ્ટના ધર્મપત્ની. તથા સ્વ. રંભાબેન ત્રિભોવનદાસ ભટ્ટના દીકરી (સદાવર્તી). તથા જગદીશ, નરેન્દ્ર, નાનુ નીલા, સ્મિતાના માતુશ્રી. તથા સ્વ. ભારતી સૌ. સીમ્મી તથા સૌ. પ્રજ્ઞાના સાસુ. ભાવના, જયશ્રી, અંજલિ. અજય, ડિમ્પલ, મમતા, સ્નેહલના દાદી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
રાજુલાવાળા સ્વ. દેવીદાસ ગીરધરદાસ સંઘવીના પુત્ર. સ્વ. ધરમદાસના ધર્મપત્ની મંજુલાબેન (ઉં. વ. ૭૩) તે રાજુલાવાળા સ્વ. દુર્લભદાસ નરોત્તમદાસ મહેતાના પુત્રી. સ્વ. રમણીકલાલ, ખુશાલભાઇ તથા સ્વ. પ્રવીણભાઇના બહેન. તા. ૨૧-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
લાઠીવાળા સ્વ. કાંતાલક્ષ્મી પરમાણંદદાસ વળીયાના પુત્રવધૂ અ.સૌ. ભારતી મહેશકુમાર વળીયા (ઉં.વ. ૭૫) એટલાન્ટા (યુ.એસ.એ.) મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વાતી અને સુજાતાના માતુશ્રી. તે નરેન્દ્રભાઇ, કિરીટભાઇ અને ડો. મીનાક્ષી તરુણ દોશીના ભાભી. હંસા અને નીતાના જેઠાણી. પીયર પક્ષે સ્વ. પ્રભુદાસ ત્રિભોવનદાસ મહેતાના સુપુત્રી. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ભાટીયા
અનુરાધા ગાંધી તે સ્વ. જયોતિન્દ્ર કાશિનાથ ગાંધીના પત્ની. પરાગ, નિલિમાનાં માતુશ્રી. નરેન્દ્ર ગાંધીનાં ભાભી. ગિરીશભાઇ, નલીનીબેન, પ્રેમીલાબેનના બેન. વિહાનના દાદી. કહાન પેથાણીના નાની તા. ૨૦-૧૧-૨૨ના તેમના નિવાસસ્થાને, હૈદ્રાબાદ મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
મોતાળા બ્રાહ્મણ
નિકુંજભાઇ જયમુનીશંકર મહેતા, ગામ મોતા હાલ મુંબઇ (ઉં. વ. ૮૨) તા. ૧૮-૧૧-૨૨ દેવલોક પામ્યા છે. તે સ્વ. કૌમુદીબેનના પતિ. નેહલભાઇ તથા શીતલબેનના પિતા. બકુલાબેન, જાગૃતીબેન તથા તેજલ બેનના ભાઇ. મૈત્રેયી બેન તથા હેમાંગભાઇના સસરા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. ગંગાબેન ગોકુલદાસ તેજપાલ સોમૈયા ગામ કલ્યાણપુરવાળાના પુત્ર પ્રતાપસિંહ (ઉં. વ. ૮૦) તે સુનીતા (તારા)ના પતિ. અને સ્વ. પુષ્પાબેન હીરજી કલ્યાણજી ઠક્કર ગામ વાંકુવાળાના જમાઇ. તા. ૨૧-૧૧-૨૨ના પરમધામવાસી થયા છે. તે સ્વ. પુરુષોત્તમ સુંદરજી, સ્વ. નંદલાલ, સ્વ. ગોરધનદાસ, સ્વ. ચત્રભુજ, સ્વ. વેલાબેન ગોપાલજી, સ્વ. ધનલક્ષ્મી લાલજી, સ્વ. રતનબેન દામજી અને ગં. સ્વ. અલકનંદા જમનાદાસના ભાઇ. તથા સ્વ. પ્રભુદાસ, ચિ. ભગવાનદાસ અને ચિ. શીવદાસના બનેવી. પ્રાર્થનાસભા રાખવામાં આવેલ નથી, લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
મહુવા હાલ ભાયંદર સ્વ. ગુણવંતરાય કલ્યાણજી મહેતાના ધર્મપત્ની ભારતીબેન (ઉં. વ. ૮૦) તા. ૨૦-૧૧-૨૨ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. તે મનોજ, અતુલ, કેતનના માતુશ્રી. રિટાબેન, આશાબેન, આરતીબેનના સાસુ. પૂજા નિરવ દેસાઇ, કવીશા, મિત, તેજલ, ધૈર્યના દાદી. અને પિયરપક્ષે સ્વ. પ્રવીણાબેન દિલીપકુમાર પારેખ, સ્વ. રમેશચંદ્ર બાલુભાઇ મહેતાના બેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૨-૧૧-૨૨ મંગળવારે રાજસ્થાન હોલ, ૬૦ ફીટ રોડ, કમલા પાર્કની સામે, ભાયંદર (વેસ્ટ), સાંજના ૪થી ૬.
અનાવિલ
જલાલપોર (નવસારી) નિવાસી હાલ બોરીવલી મુંબઇમાં મનુભાઇ નીછાભાઇ દેસાઇનું અવસાન તા. ૧૯-૧૧-૨૨ને શનિવારના થયેલ છે. તેમનું બેસણું તા. ૨૨-૧૧-૨૨ મંગળવારના સાંજે ૪થી ૬. ઠે. હાલાઇ લોહાણા મહાજનવાડી, શંકર મંદિર નજીક, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
કપોળ
સિહોરવાળા વામનરાય નાગરદાસ દોશીના સુપુત્રી ઇલાબેન દોશી (ઉં.વ. ૭૫) તા. ૨૦-૧૧-૨૨ના રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે વસંતભાઇ દોશીની બહેન. ભાનુબેન દોશીના નણંદ. તેમ જ રાજેશ અને સોનલના ફઇબા. લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુથાર
જેતપુર હાલ કાંદિવલી સ્વ. મગનલાલ કેશવજી કારેલીયાના પત્ની હીરાબેન કારેલીયા (ઉં. વ. ૯૨) તે તા. ૧૯-૧૧-૨૨ના શ્રીરામશરણ પામેલ છે. તે હરસુખભાઇના માતુશ્રી. મીતાબેનના સાસુ. જીજ્ઞેશભાઇ, મયૂરી, પ્રિતિક્ષા, લીનના દાદી. સ્વ. ઇન્દુબેન, રંજનબેન, રસીલાબેન, કલાબેન, સુધાબેન, વર્ષાબેનના માતાજી. સ્વ. ભગવાનજી, સ્વ. ભીખુભાઇ, સ્વ. મનુભાઇ, અશોકભાઇ, સુરેશભાઇ, પુષ્પાબેનના કાકી. પ્રાર્થનાસભા તા. ૨૪-૧૧-૨૨ના ગુરુવારે સાંજે ૫થી ૭. ઠે. લુહાર સુથાર સેનેટેરિયમ વાડી, અંબાજી માતાના મંદિર સામે, કાર્ટર રોડ-૩, બોરીવલી (ઇસ્ટ), લૌકિક પ્રથા બંધ છે.