હિન્દુ મરણ
દશા મોઢ માંડલિયા વણિક
સરસીયા નિવાસી બચુભાઇ નાગરદાસ દોશીનાં સુપુત્ર યતીશના ધર્મપત્ની છાયા (ઉં. વ. ૪૭) (હાલ વિરાર) તે રાજેશભાઇ તથા જયોતિબેનના ભાભી. તે ધીરજલાલ શામજી મહેતાની સુપુત્રી. તથા જાગૃતિ, બીના તથા મીતાની બહેન તા. ૧૭-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
ભાર્ગંવ બ્રાહ્મણ
શ્રી પરેશભાઈ સુરેશભાઈ ઠાકર (ઉં.વ. ૭૫), શ્રીમતી અંજનાબેન ઠાકરના પતિ. સૌ. લજ્જા મરજાદીના પિતાશ્રી. શ્રી કુનાલ મરજાદીના સસરા. સૌ. આશાબેન હરેનભાઈ જોખાકર અને સૌ. શોભાબેન મુકેશભાઈ કાપડિયાના ભાઈ. ચિ. અર્થના નાના, શુક્રવાર, તા. ૧૮ /૧૧/ ૨૨ના અવસાન પામેલ છે. તેમનું બેસણું રવિવાર, તા. ૨૦/૧૧/૨૨ બપોરે ૩.૩૦ થી ૫.૫૦ ભારતીય વિધા ભવન ઓડિટોરીયમ, ૨૯, કે.એમ. મુનશી માર્ગ, ગામદેવી ખાતે રાખવામાં આવેલ છે.
કપોળ
અમરેલીવાળા (હાલ પાર્લા) સ્વ. લીલાવંતીબેન કમળશી રૂગનાથ મહેતાના પુત્ર ચિ. ભરતભાઈ (ઉં.વ. ૬૬) શુક્રવાર, તા. ૧૮/૧૧/૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે કૃપાબેનના પતિ. વિરલ તથા માનસીના પિતા. સ્વ. અરવિંદભાઈ, રસિકભાઈ, ગીરીશભાઈ, દિલીપભાઈ તથા સૌ. પન્નાબેન જીતેન્દ્ર પારેખના ભાઈ. રસનાળવાળા સ્વ. વેણીલાલ કરસનદાસ મહેતાના જમાઈ. ચંદ્રિકાબેન, પન્નાબેન, રંજનબેન, શોભાબેન તથા મીરાબેનના બનેવી. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુતાર
ગામ સાવરકુંડલાવાળા વલ્લભભાઈ કુરજીભાઈ ચુડાસમા હાલ વસઈના ધર્મપત્ની સ્વ. જયાબેન વલ્લભભાઈ ચુડાસમા (ઉં.વ. ૭૦) તા. ૧૮-૧૧-૨૨ના શુક્રવારના શ્રીરામચરણ પામ્યા છે. તેઓ સંજયભાઈ, આશાબેન મનીષકુમાર સિદ્ધપુરા, નીતાબેન અશોકકુમાર ચિત્રોડાના માતૃશ્રી. સ્વ. મનસુખભાઈ, ચુનીભાઇ, સ્વ. લાલજીભાઈના ભાઈના ધર્મપત્ની. સાવરકુંડલાવાળા સ્વ. વશરામભાઈ નથુભાઈ મકવાણાના દીકરી. રીનાબેનના સાસુ. સાદડી તા. ૨૧-૧૧-૨૨ના સોમવારના ૪ થી ૬ કલાકે સ્થળ: લુહાર સુથાર વેલફેર સેન્ટર, કાર્ટર રોડ નંબર ૩, દત્તપાડા રોડ, બોરીવલી ઇસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
જામખંભાળિયા નિવાસી હાલ કાંદિવલીના સ્વ. મંજુલાબેન હરિદાસ મપારાના પુત્ર અશોક મપારા (ઉં.વ. ૬૧), તે મનિષાબેનના પતિ. ઋષીકા (પૂનમ) શ્યામકુમાર મહેતા તથા માનસીના પિતા. રણજીતભાઈ કોટડીયાના જમાઈ. વેદ તથા શ્ર્લોકના નાના. ઈન્દુબેન બિપીનકુમાર મોદી, ભારતીબેન શૈલેષકુમાર ચીતલિયા, રણજીતભાઈ, સ્વ. દિલીપભાઈના નાનાભાઈ, તે તા. ૧૭-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાટિયા (અંજારિયા)
મૂળરાજ વેદ (બાબાભાઇ) (ઉં. વ. ૮૨) તે સ્વ. પ્રભા, ગીતાના પતિ. તે સંદીપના પિતા. તથા સ્વ. પુષ્પા ગોકલદાસ વૈદના પુત્ર. સ્વ. સુંદરદાસ જીવણદાસ ટોપરાણીના જમાઇ. અ. સૌ. સંગીતાના સસરા. તે સ્વ. લક્ષ્મી પ્રવીણકુમાર આશર, બિપીન, મહેન્દ્ર, અ. સૌ. નીતા મહેન્દ્ર સંપટ, રશ્મિ રાજેન્દ્ર આશરના મોટાભાઇ. ગુરુવાર, તા. ૧૭-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૦-૧૧-૨૨ના સાંજે ૪.૩૦થી ૬. ઠે. સાઇ પ્રેમ કો-ઓપ-સો, પ્લોટ નં.૧૦, સેકટર નં-૮, ચારકોપ, કાંદિવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
ગોહિલવાડ ગુરુબ્રાહ્મણ
સ્વ. ગૌરશ્રી હરજી કાના પુરાણી અને સ્વ. રૂડીબાઈના જ્યેષ્ઠ પુત્રવધૂ તથા સ્વ. ગૌર શ્રી ઘુડા ટાભા ખડોદરા અને સ્વ. રતનબેનના જ્યેષ્ઠ દીકરી. સુરેશભાઈ રાણાભાઈ પુરાણીના માતુશ્રી. ગં. સ્વ. પ્રેમબેન રાણાભાઈ પુરાણી (ઉં. વ. ૮૬) તા. ૧૪-૧૧-૨૨ સોમવારે શ્રીરામચરણ પામ્યા છે. તેમનું બારમું/કારજ સોમવાર તા. ૨૧-૧૧-૨૨ના સાંજે ૫ કલાકે, માવજી રાઠોડ રોડ, વાલપખાડી, શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પટાંગણ પાસે રાખવામાં આવ્યું છે.
કચ્છી લોહાણા
સ્વ. જેઠાભાઈ પ્રેમજી વાઘજી ઠક્કર (ગટ્ટા) કચ્છ ગામ કોજાચોરા હાલે મુલુન્ડના ધર્મપત્ની ગં.સ્વ. ઉષાબેન (ઉં. વ. ૭૮) તા. ૧૯-૧૧-૨૨ના શ્રીરામશરણ પામેલ છે. તે જયેશ, પ્રશાંત તથા અ.સૌ. કુંતલ (મીરા)ના માતુશ્રી. તે સ્વ. બબાબાઈ તથા સ્વ. ખીમજી વિરજી ઠક્કર કચ્છ ગામ આરીખાલાવાળાના સુપુત્રી. તે અ.સૌ. દિવ્યા, અ.સૌ. સોનલ તથા કૈલાશભાઈ નરોત્તમના સાસુ. તે ગ. સ્વ. ભગીરથીબેન પ્રેમજી વિઠ્ઠલદાસ, સ્વ. અનુસુયાબેન (શાંતિબેન) નાગજીના ભાભી. તે સ્વ. લાલજી, અ.સૌ. નીનાબેન, સ્વ. સરસ્વતીબેન, શિવેન્દ્ર, ચંદ્રસેન, મધુરીબેન, સ્વ. ભગવતીબેન, નરેશભાઈ તથા સ્વ. જ્યોતિબેનના બહેન. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર તા. ૨૦-૧૧-૨૨ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સ્થળ: ધ આર્ટ ઓફ લીવીંગ સેન્ટર, ૧લે માળે, પરમેશ્ર્વરી સેન્ટર, આશા નગરની બાજુમાં, મુલુન્ડ (વેસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ તે જ દિવસે આવી જવું).
ખંભાત દશાશ્રીમાળી વણિક
સ્વ. નિતીન રતિલાલ શાહ (ઉં. વ. ૮૦) તા. ૧૯.૧૧.૨૨ના શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સ્વ. સરોજબેનના પતિ. સોનલ, રૂપલ અને જીજ્ઞેશના પિતાશ્રી. મિલનકુમાર, સંદીપકુમાર અને અવનીના સસરા. અનુજ, માલવીકા, નીલ, જીત અને સિદ્ધિના નાના. દિધાનનાં દાદાજી. તેઓ ચીમનલાલ ઈચ્છાલાલ દાળીયાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૧-૧૧-૨૨ના સોમવારે, સેવા સદન સોસાયટી, પંડીતા રમાબાઈ રોડ, ગામદેવી (ગામદેવી પોલીસ સ્ટેશનની બાજુમાં) સાંજે ૫ થી ૭.
વેરાવળ દશાશ્રીમાળી વૈષ્ણવ વણિક
વેરાવળ નિવાસી, હાલ મુંબઈ, સાંતાક્રુઝ અ.સૌ. રંજનબેન મહેન્દ્રકુમાર લોઢવિયા (ઉં. વ. ૮૬) તે ગો.વા. પુષ્પાબેન તથા ગો.વા. પ્રાણજીવનદાસ જમનાદાસ લોઢવિયાના જ્યેષ્ઠ પુત્રવધૂ. ગો.વા. ધનકુંવરબેન તથા ગો.વા. મોહનલાલ જુઠાભાઈ પારેખના સુપુત્રી. અ.સૌ. ચેતના તથા ચિ. રૂપાના માતુશ્રી. તા. ૧૮-૧૧-૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસસ્થાન: ૭૦સી, હરિ નિવાસ, ત્રીજો ગોળીબાર રોડ, સાંતાક્રુઝ (ઈસ્ટ).
લુહાર સુથાર
અમરાપુલવાળા હાલ કાંદિવલી શ્રી પુરુષોત્તમભાઈ બ્રાહ્મણ ડોડિયાના ધર્મપત્ની મંજુલાબેન (ઉં. વ. ૭૨) તા. ૧૭-૧૧-૨૨ને ગુરુવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. રાજેશ ઉમેશના માતા. રેખા, રેણુકાના સાસુ. શારદાબેન વિઠ્ઠલભાઈના ભાભી. કાંતિભાઈ, રમેશભાઈ, મગનભાઈ, સિદ્ધપુરાના બેનની સાદડી તા. ૨૧.૧૧.૨૨ને સોમવાર સાંજે ૫ થી ૭ લુહાર સુથાર વાડી બોરીવલી (ઈ.). પારસનગર ૫ સી.૧૦૨, શંકરગલી, કાંદિવલી (વેસ્ટ).
હિન્દુ મેઘવાળ
ગામ મોટા સમઢીયાળા હાલ મુંબઈ મહાલક્ષ્મી સ્વ. જેઠીબેન મારૂ (ઉં. વ. ૭૯) તા. ૧૧-૧૧-૨૨ શુક્રવારના રોજ રામચરણ પામ્યા છે. તેઓ સ્વ. માવજીભાઈ મારૂના પત્ની. સ્વ. ભુરાભાઈ, સ્વ. કેસરબેન, સ્વ. પ્રેમબેનના પુત્રવધૂ. સ્વ. મીઠીબેન અને સ્વ. પુનાભાઈ વાઘા જોગદીયાના દીકરી. સ્વ. કરૂણાબેન, રમેશ, અશોક, પ્રવિણ, મીનાક્ષીના માતા. માધુરી, આશા, પુષ્પા, ગીરીશ ગોહિલના સાસુ. વિભુશા, અંકિતા, જેનિશ, પલક, અવની, ચીનમય, નિયતિ, પહલ, વરુશ્કા, રાહુલ, પિયુષ, કેહકશા, ધીરજના દાદી. બારમાની વિધિ (ઉત્તરક્રિયા) તા. ૨૧-૧૧-૨૨ સોમવારના સાંજે ૫ કલાકે નિવાસ સ્થાન એ/૧, સમ્રાટ અશોક બિલ્ડિંગ, રૂમ નંબર. ૫૦૩, પાચમા માળે, મહાલક્ષ્મી, મુંબઈ-૩૪.