Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

ઘોઘારી મોઢ વણિક
જોડયા નિવાસી હાલ મુંબઇ ભીખાલાલ હરિલાલ કોઠારી (ઉં. વ. ૯૪) મંજુલાબેનના પતિ તા. ૨૩-૧૦-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પૂર્ણિમા, પ્રજ્ઞાના પિતા. સ્વ. વિનયચંદ્ર અને સ્વ. ભાનુબેનના ભાઇ. ચિરંજીવ જીગ્નેશ અને સ્વ. વર્ષના નાનાજી. રાજકોટ નિવાસી સ્વ. શિવલાલ લાલજી વોરાના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
રાજુલા (હાલ વડાલા) સ્વ. અરુણકુમાર સુંદરદાસ ભુતાના ધર્મપત્ની રમાબેન (ઉં.વ.૮૨) તે સ્વ. મહેન્દ્રભાઈ અને સ્વ. ઈન્દિરાબેનના ભાભી. કાશ્મીરા મહેન્દ્રકુમાર દેસાઈ, કેતન, જતનના માતુશ્રી. આશા અને આરતીના સાસુ. અન્સુલ અને ક્ધિનરીના દાદી. મહુવાવાલા સ્વ. જયંતીલાલ દેવીદાસ પારેખના પુત્રી તા. ૨૨-૧૦-૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૭-૧૦-૨૨ના સાંજે ૫.૩૦થી ૭.૩૦ના રોજ સુકુરચાયન હોલ, આર.એ.કે.રોડ, વડાલા (વેસ્ટ) મધ્યે
રાખેલ છે.
કચ્છી લોહાણા
કચ્છ- ઢોરી-ભુજ હાલે મુંબઈ સ્વ. ખટાઉભાઈ ખીમજીભાઈ ઠક્કર (પલણ), તે સ્વ. કેશરબેન ખીમજીભાઈ ઠક્કરના પુત્ર. તે સ્વ. નિર્મલાબેન (બબીબેન)ના પતિ તથા દિનેશ, ભૂપેશ અને પરેશના પિતા. તે સ્વ. દયારામભાઈ, સ્વ. ભાણજીભાઈ, સ્વ. ગોદાવરીબેન, સ્વ. ગંગાબેનના ભાઈ તથા સ્વ. કરશનદાસ રવજી ઠક્કર (વકીલ)ના બનેવી. તે સંગીતાબેન, વર્ષાબેન અને મનીષાબેનના સસરા તા. ૨૩-૧૦-૨૨, રવિવારના રોજ મુંબઈ મધ્યે શ્રીરામ શરણ પામેલ છે. મુંબઈમાં પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
ગં.સ્વ. જયાબેન દ્વારકાદાસ ચોટાઈ (ઉં.વ. ૮૯) તે સ્વ. કિરીટભાઈ, નરેશભાઈ, ઉમેશભાઈ, તરૂણાબેન નવનીતલાલ કક્કડ, કામિની વિપુલકુમાર રાયઠઠ્ઠાના માતુશ્રી. મગનલાલ ભાણજી ચોટાઈના ભાભી. સ્વ. સાકરબેન જમનાદાસ તન્નાના દીકરી. હર્ષા, સુનિતા તથા નેહાના સાસુ. મિતાલી, ઈશાલી, ઉન્નતિ, અનીશ, આયુષી તથા ફોરમના દાદી. ૨૧/૧૦/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
શિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણ
દકાના નિવાસી હાલ બોરીવલી બિપીનભાઈ બાલાશંકર દેસાઈના ધર્મપત્ની અ.સૌ. મીનાક્ષી (મીના) (ઉં.વ. ૫૩) તે ૨૨/૧૦/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે કવિતા તથા મનીષના માતુશ્રી. ઇન્દિરા હરેશકુમાર રાવળ, મંજુલા રાજેશકુમાર ભટ્ટ, વર્ષા સુનિલકુમાર મહેશ્ર્વરીના ભાભી. વાઘનગર નિવાસી સ્વ. જશુમતી નટવરલાલ ભટ્ટના દીકરી.
હાલાઇ લોહાણા
રમણીકલાલ કપૂરચંદ રાજા (ઉં.વ. ૮૧) (યવતમાલવાળા) હાલ ગોરેગાંવ તે મંજુલાબેનના પતિ તથા મહેન્દ્ર તથા કિશોરના પિતાશ્રી. તે સ્વ. ચંપાબેન મોહનલાલ દેવાણી તથા વિનોદભાઈ કપૂરચંદ રાજાના ભાઈ. તે સ્વ. ગોરધનદાસ માવજી સૂચક (પનવેલ)ના જમાઈ. તે સ્વ. નવીન ગોરધનદાસ સૂચકના બનેવી. તે દક્ષા તથા મનીષાના સસરા. તા. ૨૪-૧૦-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રીમાળી બ્રાહ્મણ
રાજસીતાપુર નિવાસી હાલ ઘાટકોપર, ચંદ્રકાન્ત કુબેરજી ત્રિવેદી (ઉં.વ. ૯૨), તા. ૨૩-૧૦-૨૨ને રવિવારના કૈલાશવાસી થયેલ છે. તે નિતેશ, હિતેશ તથા દિપીકાબેનના પિતાશ્રી. જ્યોત્સ્નાબેન, અલ્પાબેન, તથા મહેન્દ્રભાઈના સસરાજી. તે પ્રિતેશ, વિધિ આદિત્ય શેઠ, કોમલ, અયાંશના દાદાજી તેમજ પ્રતીક, કાનન યોગેશભાઈ ગાંધીના નાનાજી. તે જ્યોત્સ્નાબેન, નવીનભાઈના બનેવી. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ ભાટીયા
જયંતકુમાર ચંદ્રસેન ભાટીયા (ઉં.વ. ૭૫) તે સ્વ. ચંદ્રસેન તથા સ્વ. ઝવેરબાઈના પુત્ર નીરૂબેન, દિપકભાઈ, સ્વ. રણજીતભાઈ તથા સ્વ. કમલેશભાઈના ભાઈ. પન્નાબેનના પતિ. અ.સૌ. સ્વાતી વિશાલ ઝવેરી તથા નેહાના પિતા. આર્નવ તથા અહાનના નાના. શનિવાર તા. ૨૨.૧૦.૨૨ના બેંગલોર મુકામે શ્રીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -