હિન્દુ મરણ
કચ્છી લોહાણા
ઘાટકોપર નિવાસી ગં. સ્વ. મંજુલાબેન (મુલાબેન) (ઉં. વ. ૭૯) તે સ્વ. હીરાલાલ લવજી ગંધાના ધર્મપત્ની. તે લવજી અખઈ ગંધાના પુત્રવધૂ. સ્વ. ગોદાવરીબેન માવજીભાઈ તથા સ્વ. રેવાગૌરી માવજીભાઈના દેરાણી. તે સ્વ. કાન્તાબેન પરશોત્તમભાઈ આપા તેમ જ સ્વ. ચંપાબેન ચંદ્રકાન્ત કબાલીના ભાભી. તે અંજારના સ્વ. રણછોડદાસ હીરજી દૈયાના પુત્રી. અમૃતલાલ, દિલીપકુમાર, પ્રેમાબેન દામજી પલણ, સ્વ. ત્રિવેણીબેન કાંતિલાલ ઠક્કર અને સીતાબેન ભગવાનજી ઠક્કરના બહેન તા. ૧૬-૫-૨૩ મંગળવારના રોજ ઘાટકોપર મધ્યે રામશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશામોઢ અડાલજા વણિક
નડિયાદ નિવાસી હાલ (કાંદિવલી), સ્વ. ચંદ્રકાંત દલાલના ધર્મપત્ની અ. સૌ. સુલોચના દલાલ (ઉં. વ. ૮૬) તે મીતા, રીતા અને નિલેશ દલાલના માતાજી. અનિલ કુમાર, પંકજકુમાર અને સુનીતાના સાસુ. પથિક, મંથન, કેતુલના નાની. અને યશના દાદી તા. ૧૪મી મે ૨૦૨૩ના રોજ શ્રીજીચરણ પામેલા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિલેશ દલાલ, ૭સી-૫૦૪, એલિકા નગર, મકાન નંબર ૭, સી વિંગ, લોખંડવાલા ટાઉનશિપ, અકુર્લી રોડ, કાંદિવલી (પૂર્વ).
પરજિયા સોની
મૂળ મહુવાવાળા હાલ મલાડ, સોની ભાસ્કરભાઈ જગજીવનદાસ જગડાના ધર્મપત્ની અ.સૌ. સ્વ. સોની કુંદનબેન જગડા (ઉં.વ. ૬૧) તા. ૧૫-૫-૨૩, સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે કીર્તિભાઈ ભાસ્કરભાઈ, અ.સૌ. તેજલબેન અતુલકુમાર, અ.સૌ. વિજેતા ધર્મેશભાઈના માતુશ્રી. પાયલબેનના સાસુ. જય, ક્રિશાની દાદી. સાહિલ, ખુશી, સૌમ્યાના નાની. તે જમનાદાસ શ્યામજીભાઈ ધાણક (ઉનાવાળા)ના દીકરી. તેમની પ્રાર્થનાસભા તા. ૧૮-૫-૨૩, ગુરુવારે ૫.૦૦થી ૬.૦૦. સ્થળ: સોની વાડી, શિમપોલી ક્રોસ રોડ, બોરીવલી (વેસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ. દમયંતીબેન દિલીપ (ડુંગરશી) રાજ ગામ કચ્છ ગઢશીશા હાલ ઘાટકોપરવાળાના પુત્ર ભરતભાઈ (ઉં.વ. ૭૬) તે કંચનબેનના પતિ. તે સ્વ. સાકરબાઈ કરસનદાસ અંજારીયાના જમાઈ. તે સચિન તથા ભાવેશના પિતા. તે ગીતાબેન પંકજકુમાર જોબનપુત્રા, સ્વ. કમલેશ, સ્વ. પંકજ, નિલેશ તથા વિવેકના ભાઈ. તે અ.સૌ. તેજલ તથા અ.સૌ. હેતલના સસરાજી મંગળવાર, તા. ૧૬-૫-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૮-૫-૨૩ના ૪થી ૬. ઠે: બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર હોલ, ૯૦ ફીટ રોડ, ગારોડિયા નગર, ઘાટકોપર (પૂર્વ). (લૌકિક વ્યવહાર બંધ છે. બહેનોએ તેજ દિવસે આવી જવું.)
લોહાર સુથાર જ્ઞાતિ
ગામ-જૂનાગઢ હાલ-કાંદિવલી સ્વ. શાંતાબેન અરુણકુમાર પરમાર (ઉં.વ. ૯૦) તા. ૧૬-૫-૨૩ના શ્રીરામશરણ પામેલ છે. તે સ્વ. લાલજીભાઈ રવજીભાઈ મકવાણાના દીકરી. તે રેખાબેન, તરુણાબેન, સ્વ. વીરેન્દ્રભાઈ અને અશ્ર્વિનભાઈના માતુશ્રી. સ્વ. કિશોરભાઈ શાહ, નીકિતાબેન, મીનાબેનના સાસુ. સ્વ. હર્ષભાઈ, હિરેનભાઈ, ખુશ્બૂબેન, યથાર્થના દાદી. આરતીબેન અને પથિકભાઈના નાની. ટ્રીના અને અવયુક્તના નાનીબા. પ્રાર્થનાસભા પ્રથા બંધ રાખવામાં આવેલ છે.
કપોળ
મોણપર નિવાસી હાલ બોરીવલી, સ્વ. લલિતાબેન બાલુભાઈ સંઘવીના પુત્ર નિરંજનભાઈ (ઉં.વ. ૭૦) તે ચન્દ્રિકાબેનના પતિ. વૈભવના પિતા. અ.સૌ. યુતિના સસરા. સ્વ. કિરીટભાઈ તથા સ્વ. ચંદુબેન, સ્વ. કોકિલાબેન, અ.સૌ. શૈલાબેન કોશિકભાઈ મહેતાના ભાઈ. દામનગર નિવાસી સ્વ. વિજયાબેન કુંવરજીભાઈ લાલજીભાઈ મહેતાના જમાઈ. તા. ૧૪-૫-૨૩ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૮-૫-૨૩ના ૫થી ૭ સ્થળ: સાંઈકૃપા હોલ, મ્હાત્રેવાડી, સોનીટાવરની પાછળ, આદિત્ય ઈન્સ્ટિટ્યૂટની સામે, બોરીવલી (વેસ્ટ).
કચ્છ કડવા પાટીદાર
ગામ વિથોણ હાલ કલ્યાણ સ્વ. મનજીભાઈ જેઠાભાઈ વાલાંણી (ઉં.વ. ૮૯) તે તા. ૧૬-૫-૨૩ના અવસાન પામેલ છે. તે સ્વ. રમાબેનના પતિ. તે લખમશીભાઈ, જ્વેરબેન, નર્મદાબેન, રમેશભાઈના પિતા. તે દમયંતીબેન, ચંદ્રિકાબેનના સસરા. તે જ્યોતિ, ભાવિકા, હિતેશ તથા ચિરાગના દાદા. તે મિતલ તથા ભાગ્યશ્રીના દાદા સસરા. તે મિલીશા, મહેત તથા ટીયાના પરદાદા. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૮-૫-૨૩ના ૪થી ૫.૩૦ સ્થળ: સેરેમની બેન્કવેટ હોલ, ૧લે માળે, કલ્યાણ ભિંવડી રોડ, કોન ગામ.
ઘોઘારી દશા શ્રીમાળી (વણિક)
ભાવનગર નિવાસી (હાલ મુંબઈ) રમણીકલાલ કાલિદાસ દોશી (મનુભાઈ) (ઉં.વ. ૯૫) સ્વ. સરોજબેન (સુશીબેન)ના પતિ. બૈજુભાઈ (વિજયભાઈ) સ્વ. બકુલભાઈ, આશાબેન, મીનાબેનના પિતાશ્રી. છાયાબેન, કીર્તિબેન, સ્વ. સુધીરભાઈ, વિપુલભાઈના સસરા. સ્વ. વિમળાબેન, શાંતુબેન (સરોજબેન), જયાબેન, વસુબેન, લત્તાબેન, અમુલખભાઈ, સ્વ. બિપિનભાઈના ભાઈ. સ્વ. જમનાદાસ નરોત્તમદાસ ગાંધીના જમાઈ. જિમ્મીભાઈ, રિકીભાઈ, તૃષાબેન, નિધિબેનના દાદાજી. શનિવાર, તા. ૧૩-૫-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
પરજીયા સોની
ગામ ડેડાણ હાલ બોરીવલી સ્વ. અમૃતલાલ સદુર્લભાઈ સતિકુંવરના પુત્રવધૂ ઇલાબેન રસિકલાલ સતિકુંવર (ઉં.વ. ૭૦) તે ધાર્મિક તથા ટીનાના માતુશ્રી. રિટીશા તથા જમીલના સાસુ. દિશા, પ્રાચી તથા હિતના દાદી. વિમળાબેન, સ્વ. કીર્તિબેન, જ્યોત્સ્નાબેન, સરલાબેન, સ્વ. દિલીપભાઈ, ઘનશ્યામભાઈ, રાજુભાઈના ભાભી. સ્વ. હિંમતભાઈ નરભેરામ ઠાકાના દીકરી. ૧૪/૫/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા ૧૮/૫/૨૩ના ૪.૩૦ થી ૬.૦૦ સોનિવાડી શીમ્પોલી રોડ, બોરીવલી વેસ્ટ.
કપોળ
ડેડાણવાળા હાલ ભાયંદર સ્વ. દિનતાબેન તથા સ્વ. પ્રભુદાસ ચિતલિયાના પુત્રવધૂ રેખાબેન ચિતલિયા (ઉં.વ. ૬૦) ૧૬/૫/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે ધર્મેશ, રોનકના માતુશ્રી. ભરત તથા ગીતાના મોટાબેન. નયના હસમુખલાલ મહેતા, પૂર્ણા ભરતકુમાર મહેતા તથા રાજેશના ભાભી. પિયરપક્ષે બાબુભાઇ મુલજીભાઈ મહેતાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ ભાટિયા
જામખંભાળિયા નિવાસી હાલ બોરીવલી ગં. સ્વ. દિના સંપટ (ઉં.વ. ૭૯) તે સ્વ. દિનેશ હરિદાસ સંપટના ધર્મપત્ની. વૈજાપૂર નિવાસી જમનાદાસ પાલેજાના પુત્રી. ભાવેશ, સેજલ અને મનીષના માતા. કીર્તિ અને મયુર દુતીયાના સાસુ. કુસુમ ભાટિયા અને લતા આસરના બેન. મેંઘના દાદી, ૧૫/૫/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
નાના ભંડારીયાવાળા હાલ દહિસર ગં. સ્વ. કાશીબેન મણિલાલ મહેતાના પૌત્રવધૂ તથા સ્વ. વીણાબેન દિનેશભાઇ મહેતાના પુત્રવધૂ અ. સૌ. કવિતા (ઉં.વ. ૪૫) તે ૧૫/૫/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે રિતેશના ધર્મપત્ની. પિયરપક્ષે ચિતલવાળા હાલ કાંદિવલી સ્વ. નીલમ બળવંતરાય ભગવાનદાસ પારેખના પુત્રી. અમી દિપક તથા બીજલ સચિનના નણંદ. પ્રિશાના માતુશ્રી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાંજા જ્ઞાતિ
મૂળવતન અમરેલી હાલ કાંદિવલી શ્રી રાજેશભાઈ રમેશચંદ્ર ડોડીયાના ધર્મપત્ની શ્રીમતી મનીષાબેન ડોડીયા (ઉં.વ. ૫૦) તે ૧૭/૪/૨૩ના ગોપાલશરણ પામેલ છે. ઋત્વ અને કેનીશાના માતુશ્રી. ગૌ. વા સરોજબેન રમેશચંદ્ર ડોડીયાના પુત્રવધૂ. વનીતાબેન ભુપતભાઇ માંડલિયાના દીકરી. અતુલ, હેતલ અને સતીશના બેન. તેમની પ્રાર્થનાસભા ૧૮/૫/૨૩ના ૪ થી ૬ : લોહાણા બાળાશ્રમ હોલ, અતુલ ટાવરની બાજુમાં, મથુરાદાસ એક્ષ્ટેનશન રોડ, કાંદિવલી વેસ્ટ.
પરજીયા સોની
કાંદિવલી નિવાસી શ્રી વિજયભાઈ ધકાણ (ઉં.વ. ૪૬) તા. ૧૦/૫/૨૩ ને બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. મહેશભાઈ કેશવલાલ ધકાણ (વિસાવદર)ના સુપુત્ર. સ્વ. પ્રફુલ્લભાઈ કેશવલાલ ધકાણ અને સ્વ. બાબુભાઈના ભત્રીજા, રશ્મિબેનના પતિ તથા મિતેષભાઈના મોટાભાઈ. જગદીશભાઈ હરિભાઈ ધાણક લોટકા વડાળા વાળાના જમાઈ. નિવાસસ્થાન: શ્રીજી દર્શન ૩૧ એસ.વી. રોડ, બાલભારતી સ્કૂલની સામે, કાંદિવલી વેસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ જૂનાગઢ-હાલ કાંદિવલી – વસંતબેન રમેશભાઈ કારિયાના પુત્ર કૌશિકભાઈ – છાયાબેનના પતિ (ઉં.વ. ૫૯), કીનીત, દીક્ષિતના પિતા. અનિલભાઈ, સુરભીબેન, પલવીબેનના મોટાભાઈ. જમનાદાસ હરિલાલ સેજપાલના જમાઈ. તા. ૧૬/૫/૨૩ના શ્રી હરિચરને સીધારેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
ગં. સ્વ. શર્મિષ્ઠાબેન ઘનશ્યામભાઈ ઠક્કર (ઉં.વ. ૭૦) તે સ્વ. હીરાબેન લક્ષ્મીદાસ ઠક્કરના પુત્રવધૂ. વિશાલ અને મેઘનાના માતુશ્રી. દેવાંગભાઈ કાપડિયાના સાસુ. ઐશ્ર્વર્યા તથા હેનિશના નાની. વિનોદરાય તથા ભગવતીબેન કાંતિલાલ કારિયાના બેન. સ્વ. પાર્વતીબેન નાથાલાલ પોપટના સુપુત્રી. ૧૫/૫/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
સીહોરવાળા સ્વ. કરસનદાસ પરષોત્તમદાસ મુનીના ધર્મપત્ની, ગં.સ્વ. સવિતાબેન (ઉં.વ. ૯૯) તા. ૭-૫-૨૩, રવિવારે અમેરિકા મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તેઓ શોભનાબેન, સ્વ. કીરીટભાઈ, ગં.સ્વ. ચારુલતાબેન, વીણાબેન તથા રાજેશભાઈના માતુશ્રી. સ્વ. રેખાબેન, કનૈયાલાલ મોદી, સ્વ. મુકુંદરાય મહેતા તથા ડૉ. અમીતભાઈ બારોટના સાસુ. સ્વ. રમણીકભાઈ, સ્વ. હસુમતીબેન પ્રતાપરાય ચિતલીયાના ભાભી. ગં.સ્વ. ભદ્રાબેનના જેઠાણી તથા પિયર પક્ષે સિહોરવાળા સ્વ. ગીરધરલાલ વલ્લભદાસ સંઘવીના દીકરી. (પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.)