હિન્દુ મરણ
કચ્છી લોહાણા
કચ્છ વાગડ હાલ મુલુંડ સ્વ. વાસંતીબેન કોટક અને સ્વ. ચત્રભુજ ખેંગાર કોટકના સુુપુત્ર વિનોદ કોટક (ઉં. વ. ૫૮) તા. ૬-૫-૨૩ના રામશરણ પામેલ છે. દુર્ગાલક્ષ્મીના પતિ. કાશમીરા, કમલ, નમ્રતા, જગદીશના પિતા. સ્નેહાના સસરા. સ્વ. વિજયાબેનના ભાઇ. પોપટલાલ અને સ્વ. ભગવાનના ભત્રીજા. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર
બંધ છે.
કચ્છી કડવા પાટીદાર
કચ્છ ગામ ખોંભડી હાલ ઘાટકોપરના તારાબેન (ઉં. વ. ૬૭) તે રતિલાલ વસાણીના ધર્મપત્ની. નીતીનભાઇ તથા જીજ્ઞાબેનના માતુશ્રી. મગનલાલ નાકરાણીના સુપુત્રી સ્વર્ગવાસી થયા છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૧૧-૫-૨૩ના ૪થી ૫.૩૦. ઠે.કચ્છ કડવા પાટીદાર વાડી, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ).
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ઘોઘાવાળા હાલ વસઇ રોડ જયશ્રી બલવંતરાય વૃજલાલ કોઠારીના પુત્ર ભાવેશ (ઉં. વ. ૪૬) તા. ૬-૫-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે ભદ્રીકાના પતિ. દિયા, ક્રિશાના પિતા. ધર્મેશ તથા વૈશાલી દેવાંગ મોદીના ભાઇ. જયશ્રી દિનેશભાઇ કેશવલાલ તુરખીયાના જમાઇ. રાજેન્દ્ર, ભાવિક, પન્ના નિકુંજ શાહના બનેવી. સાદડી તા. ૧૧-૫-૨૩ ગુરુવારના ૪થી ૫. ઠે. ન્યુ સ્વામીનારાયણ મંદિર, સાંઇ નગર, પાર્વતી ટોકીઝ પાછળ, વસઇ રોડ, (વેસ્ટ), ત્વચાદાન, ચક્ષુદાન કરેલ છે.
ખંભાતી દશા પોરવાડ વણિક
પાર્લા નિવાસી સ્વ. મનુભાઇ મંગુલાલ મોદી અને સ્વ. શકુંતલાબેનના પુત્ર. સ્વ. મુકુંદભાઇ મોદી અને શરદભાઇ મોદીના મોટા ભાઇ. તથા જાગૃતિબેન અને મંજુલાબેનના જેઠ. ઉમંગ અને સંકેતના કાકા. ચિત્તરંજન મોદી (જીતુભાઇ / ગીતુભાઇ) (ઉં.વ.૭૩) સોમવાર, તા. ૮-૫-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૧-૫-૨૩ ગુરુવારના ૫થી ૭. ઠે. દેશસ્થ રૂગવેદી બ્રાહ્મણ સંઘ હોલ, આઇસીઆઇસીઆઇ બેન્કની બાજુમાં, હનુમાન રોડ, વિલેપાર્લે (ઇસ્ટ).
પાટણવાળા પંચાલ
સ્વ. સોમાલાલ હરગોવિંદદાસ પંચાલ (ઉં. વ. ૮૦) ગામ સુરપુરા હાલ મલાડ-મુંબઇ તા. ૬-૫-૨૩ શનિવારને સ્વર્ગલોક પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૧-૫-૨૩ ગુુરુવારને ૪થી ૬. ઠે. ઘનશ્યામ શરાફ ટ્રસ્ટ હોલ, પોદાર રોડ, મલાડ (ઇસ્ટ).
શ્રી મચ્છુ કઠિયા સઈસુથાર
મુલુંડ નિવાસી ઉષાબેન પીઠડીયા, તે સ્વ. મહેન્દ્રભાઈ પ્રેમજીભાઈ પીઠડીયાના ધર્મપત્ની. જાગૃતિબેન, મમતાબેન, ભાવેશભાઈના માતુશ્રી. ભુપતભાઈ સાંચલાના સાસુજી. કરણ અને અક્ષિતના નાનીમા. સ્વ. પ્રેમજીભાઈ રામજીભાઈ પીઠડીયા (ધર્મજ)ના પુત્રવધૂ. સ્વ. નરસિંહદાસ બચુભાઈ સોલંકી (બાટાવાળા) રાજકોટના સુપુત્રી, તા. ૬/૫/૨૩ ને શનિવારના મુંબઈ ખાતે શ્રીજીચરણ પામ્યાં છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.