હિન્દુ મરણ
કપોળ
અમરેલીવાળા હાલ અહમદનગર પ્રવીણભાઇ છોટાલાલ મહેતાના નાના ભાઇ. સ્વ. અરુણભાઇના ધર્મપત્ની ગં. સ્વ. ગીતા મહેતા (ઉં. વ. ૬૮) તા. ૪-૫-૨૩ના ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે ચિરાગ તથા સાગરના માતુશ્રી. જાનવી તથા જીનીષાના સાસુ. તે જાનબાઇ દેરડી પરમાણંદદાસ મોહનલાલ કરવતના દિકરી. તે ખાટસુરવાળા જશવંતરાય રતીલાલ મહેતાના ભાણેજ. લૌકિક પ્રથા
બંધ છે.
કપોળ
ગં. સ્વ. નિહારિકા શેઠ સ્વ. ગોવિંદભાઇ મદનભાઇ શેઠના ધર્મપત્ની. સ્વ. વામનરાઇ અને કુસુમ ભંસાલીના સુપુત્રી. ધીરેનભાઇ અને નિપુલભાઇના માતુશ્રી. હેમલ અને શીતલના સાસુ. ધવલ અને જાહનવીના દાદી. તે તા. ૪-૫-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૭-૫-૨૩ના ૫-૭. ઠે. સેવા સદન સોસાયટી, લેબર્નમ રોડ, ગ્રાઉન્ડ ફલોર,ગામદેવી પોલીસ સ્ટેશન નજીક, ગ્રાંટરોડ, (ઇસ્ટ).
ભાવનગરી મોચી
સોસીયાના વતની હાલ દહીંસર સ્વ. હરજીભાઇ કાનજીભાઇ પરમારના પત્ની મધુબેન(ઉં. વ. ૭૫) તા. ૫-૫-૨૩ના શુક્રવારે રામચરણ પામ્યા છે. પરેશભાઇ, મનિષભાઇ, વિજયભાઇ, મીનાબેનના માતુશ્રી. પ્રકાશકુમારના સાસુ. હેમાંશીના દાદી. બ્રીયાના નાની. પ્રાર્થનાસભા તા. ૭-૫-૨૩ના ૫થી ૭. ઠે. રાધા કૃષ્ણ મંદિર, પર્વતનગર બસ સ્ટોપની સામે ગલ્લી, દહીંસર (ઇસ્ટ).
વિસા મોઢ વણિક
મૂળ ગામ પેટલાદ, હાલ કાંદિવલી- મહેન્દ્ર પરિખ (ઉં.વ. ૬૪) ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. રમાબહેન અને સ્વ નવનિતલાલ જુગલદાસ પરિખના પુત્ર. ઉષા પરિખના પતિ. સાગર અને પલકના પિતા. સ્વ. માલતીબહેન, હરેન્દ્ર, સુરેન્દ્ર તથા રાજેન્દ્રના ભાઈ. સ્વ. ગોવિંદદાસ ગોવિંદજીવાળા જમાઈ. તેમની પ્રાર્થનાસભા રવિવાર, ૭/૫/૨૩ના ૪ થી ૬ પાવનધામ, મહાવિર નગર, કાંદિવલી વેસ્ટ.
વણઝારી જ્ઞાતિ
ચીંચોલી નિવાસી હાલ દહિસર સ્વ. પ્રભાકર રામદાસ પરશુરામ પાલવે (ઉં.વ. ૭૨) તે ૪/૫/૨૩ને કૈલાશવાસી થયેલ છે. તે રેખાબેનના પતિ. મનિષા, નાનું અને નિલેશના પિતા. ભાગ્યલક્ષ્મી દત્તાત્રય, સુશીલા વસંતરાવ, અંજલિ સીતારામ, શશીકલા રાજારામ, રમેશ અને અશોકના ભાઈ. સ્વ. ચંપકલાલ બાબુભાઇ મહેતાના જમાઈ. ગીતા અને પ્રણયના સસરા. પ્રાર્થનાસભા ૭/૫/૨૩ના ૩ થી ૫ સમાજ કલ્યાણ હોલ, વિદ્યા મંદિર રોડ, ઝરીમરી ગાર્ડન બાજુમાં, બ્લ્યુ ગેલેક્સી બિલ્ડીંગ પાસે, દહિસર ઈસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.
શ્રી મોડાસા એકડા દશા ખડાયતા સમાજ
પુંસરી નિવાસી હાલ ડોમ્બિવલી સ્વ. ભોગીલાલ મુલચંદદાસ શાહ (ઉં.વ. ૭૮) તે ૪/૫/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. અમૃતલાલ, સ્વ. નર્મદાબેન નટવરલાલ તથા વીરેન્દ્રકુમારના ભાઈ. સ્વ. કુસુમબેનના દિયર અને ઈલાના જેઠ. સ્વ. કમલાગૌરીના પતિ. નયના, અશોક, સંજય, જયશ્રી, શીતલ રિન્કેશના કાકા. પ્રાર્થનાસભા ૭/૫/૨૩ના ૪ થી ૬ એ વિંગ ગ્રાઉન્ડ ફ્લોર, સોસાયટી ઓફિસ ઉષા નગર સોસાયટી, છેડા રોડ, સારસ્વત કોલોની, પંચાયત બાવડી પાસે, ડોમ્બિવલી ઈસ્ટ.
રાજપૂત કપોળ
સુરતવાળા હાલ મુંબઈ, સ્વ. પાર્વતીબેન મોહનભાઈના સુપુત્ર વિજય મોહનભાઈ પટેલ (ઉં.વ. ૬૬), તે સેજલબેનના પતિ. હર્મીતના પિતા. હરલીનના સસરા. તે સથરાવાળા સ્વ. નીલા લલિતચંદ્ર નગીનદાસ મહેતા (મથુરિયા)ના જમાઈ, તા. ૬-૫-૨૩ને શનિવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા, લૌકિક પ્રથા બંધ રાખેલ છે.