હિન્દુ મરણ
કચ્છી ભાટીયા
ઇન્દુમતી (ઉં. વ. ૯૦) તે સ્વ. રમણિકલાલ કલ્યાણજીનાં ધર્મપત્ની, સ્વ. રામનાથ સામગા અને સ્વ. પદમાવતી સામગાના સુપુત્રી. સ્વ. સૂર્યનારાયણ, સ્વ. રામકૃષ્ણ અને સ્વ. બાલકૃષ્ણનાં બેન. કુમુદીની વેદના માતુશ્રી. ડો. પરેશ વેદનાં સાસુ. ડો. રાહુલ, ડો. ઉત્સવી, નેહા અને વિક્કીના નાની. તા. ૪-૫-૨૩ના ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જર ક્ષત્રિય કડિયા
સ્વ. રોહીત લાલજીભાઇ ચોટલીયા (ઉં. વ. ૫૮) મૂળ ગામ બાલંભા, હાલ વિલેપાર્લા તા. ૨-૫-૨૩ને મંગળવારે અવસાન થયું છે. તે જયાબેનના પુત્ર. હંસાબેનના પતિ. અમીષા અને સિદ્ધિના પિતા. હર્ષ અને આકાશના સસરા. કાનજી રામજી રામપરીયાના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૬-૫-૨૩ને શનિવારે ૪.૩૦થી ૬.૩૦. ઠે. જોષી જાગીર હોલ, મુક્તિ ધામ, ચકાલા, પારસીવાડા, સહાર રોડ, અંધેરી (ઇસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ. શાંતાબેન ઉમરશી રાયમંગીયા ગામ કેરા હાલ કોલાબાના પુત્ર તુલસીદાસ (ઉં. વ. ૬૭) શેનતારા જાદવજી કોઠારી, નીમા રણજીત પલણ, ભારતી વસંત ઠક્કર, જયશ્રી જગદીશ સકરાણી, સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. હરીશ, વસનજી (ગણપતિ), વિનોદ, દિપકના ભાઇ. તા. ૪-૫-૨૩ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
બાલાસિનોર દશાનિમા વણિક
નિરંજન છોટાલાલ પરીખ (બંગાળી) (ઉં. વ. ૮૫) તે ઇંદિરાબેનના પતિ. શૈશવ, શૈલાના પિતા. સેજલ, દિવ્યાંગના સસરા. અંકિત, તેજના દાદાજી. સાહિલના નાનાજી. તા. ૨-૫-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૬-૫-૨૩ના શનિવારે ૫થી ૭. ઠે. પાટીદાર સમાજ હોલ, હ્યુજીસ રોડ, ગામદેવી મધ્યે રાખેલ છે.
કપોળ
પાલીતાણાવાળા પરષોત્તમદાસ પોપટલાલ હકાણીના પુત્રવધૂ તારાબેન કનૈયાલાલ હકાણી હાલ (નાલાસોપારા) (ઉં. વ. ૭૩) તા. ૪-૫-૨૩ ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે આશીષ, નિપા-મનીષ મહેતા, મનીષા-પરાગ પારેખના માતુશ્રી. સ્વ. વિનોદરાયના ભાઇના ધર્મપત્ની. સ્વ. પ્રભાબેન, સ્વ. મંજુલાબેન, શરદભાઇના ભાભી. સસરાપક્ષે ડેડાણવાળા મોહનભાઇ કબાભાઇ ગોરડીયાની સુપુત્રી. સ્વ. સુરેશભાઇ, સ્વ. વિનુભાઇ, મુકુંદભાઇ, મનોજભાઇ, સરલાબેનના બેન. સર્વલૌકિક પ્રથા બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
મોઢ ચતુર્વેદી ખીજડીયા સમવાય
ઘાટકોપર નિવાસી લતાબેન (લક્ષ્મીબેન) ભટ્ટ (ઉં.વ. ૭૯) તા. ૩-૫-૨૩ના કૈલાસવાસી થયેલ છે. તે અરવિંદભાઇ જગજીવન ભટ્ટના ધર્મપત્ની. પિયુષભાઇ, પરેશભાઇ અને જયોતિબેનના માતુશ્રી. મનિષા, ગૌરી અને મુકુલભાઇનાં સાસુ. પ્રાર્થનાસભા શનિવાર તા. ૬-૫-૨૩ના ૪થી ૬. ઠે. સ્વામિનારાયણ મંદિર (બીએપીએસ) સરિતા પાર્ક, ૯૦ ફીટ રોડ, ગારોડિયા નગર, ઘાટકોપર (પૂર્વ), લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ ભાટિયા
અ. સૌ. શીલા સંપટ (ઉં. વ.૭૩) તે ડો. જયંત સંપટના ધર્મપત્ની. ફાલ્ગુની પંકજ સંપટ, જાનવી દર્પણ મહેતાના માતા. સ્વ. ભાનુમતી, ડો. ગોવિંદદાસ સંપટના પુત્રવધૂ. સ્વ. માલતીબેન વિજયસિંહ મર્ચંટના પુત્રી. પાર્થ, પ્રથમ, શાયેષાનાં નાની. તા. ૨-૫-૨૩ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે.
કપોળ
જાફરાબાદવાળા હાલ મીરા રોડ શ્રી પ્રતાપભાઈ પુરુષોત્તમ સંઘવી (ઉં.વ. ૯૦) તે ૪/૫/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. દેવયાનીબેનના પતિ. મનીષ અને નમીષના પિતા. ભક્તિ અને હેમાંગીના સસરા. મનનના દાદા. લોટપૂરવાળા સ્વ. પરષોત્તમદાસ નરસિંહદાસ વોરાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
મૂળ કરાચીવાળા આમરણબેલાવાળા હાલ નાલાસોપારા અ.સૌ. અનુમતીબેન તથા મહેન્દ્રભાઈ રેવાચંદ સેજપાલના પુત્ર ભાવિન (ઉં.વ. ૪૦) તે ૩/૫/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે પૂર્વીના પતિ. ટ્વિંકલ અને કવિતાના ભાઇ. કનુભાઈ, સ્વ. સુરેશભાઈ, ઇલાબેન મધુભાઈ પારેખના ભત્રીજા. મોસાળ પક્ષે સ્વ. કિરીટભાઈ વ્રજલાલ પોપટ, સ્વ. હસુમતિ જયંતીલાલ કાનાણી, સ્વ. મધુમતી વ્રજલાલ પોપટના ભાણેજ. તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
ગં. સ્વ. મધુરીબેન રસીકલાલ આયા (ઉં.વ. ૮૦) તે હાલ વિરાર ગામ રાજકોટ તે ૪/૫/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સલોની જયેશકુમાર કોઠારીના માતુશ્રી. મંથન અને મૈથીનીના નાની. સ્વ. ગીરધરલાલભાઇ, સ્વ. હરિદાસભાઇ અને વિનોદભાઈ મોદીના બેન. પ્રીતિ રાજેશ કાનાબાર, તેજસ, પિયુષ નમ્રતાબેન તથા શીતલબેનના ફઈબા. લૌકિક પ્રથા બંધ છે.
લુહાર સુતાર જ્ઞાતી
હાલરીયા નિવાસી હાલ મલાડ નરેશભાઈ હરજીવનભાઇ મકવાણા (ઉં.વ. ૬૨) તા. ૫/૫/૨૩ ને શુક્રવારે રામશરણ પામ્યા છે. તે લાભુબેન હરજીવનભાઇ મકવાણાના મોટાદીકરા. ભારતીબેનના પતિ. ઉષાબેન મેહુલકુમાર, કિંજલબેન વૈભવભાઈ, માનસી તથા મિત્તલના પિતાશ્રી તેમજ દિનેશભાઇ, પ્રકાશભાઈ, કિરણભાઈ, ચંદ્રિકાબેન પંકજભાઈ વાળા, હર્ષાબેન દિલીપભાઈ રાઠોડના ભાઈ. તે બગસરાવાળા સુરેશભાઈ ભગવાનજીભાઈ પરમારના બનેવી. પ્રાર્થનાસભા તા. ૬/૫/૨૩ને શનિવારે ૫ થી ૭, શ્રી લુહારસુતાર જ્ઞાતિ વેલફેર સેન્ટર, વિશ્ર્વકર્મા ચોક, અંબાજી મંદિર પાસે, બોરીવલી ઇસ્ટ.
સમસ્ત દરજી સમાજ બાબરિયાવાડ
ખાંભલિયા નિવાસી, હાલ બોરીવલી, બચુભાઈ વાસાભાઇ પરમાર (ઉં.વ. ૮૯) સોમવાર, તા. ૧-૫-૨૩નાં અક્ષરનિવાસી થયા છે. તેઓ અમૃતબેનનાં પતિ. જગદીશ, અરુણા, ગીતા, પુષ્પા, પ્રવિણા, રૂપાનાં પિતાશ્રી; અલકા, સ્વ. દીનેશલાલ, ધીરૂલાલ, હસમુખલાલ, હેમેન્દ્રકુમાર, મનીષકુમારનાં સસરા; તેઓ સ્વ. પરષોત્તમભાઈ, સ્વ. પ્રેમજીભાઈ, સ્વ. છગનભાઈ, સ્વ. રામજીભાઈ વાસાભાઈ, સ્વ. દિવાળીબેન, સ્વ. ભાણીબેન અને લાભુબેનનાં ભાઈ. તેઓ પિછડી નિવાસી સ્વ. લાખાભાઇ રાઘવભાઈ વાઘેલાનાં જમાઈ. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૬-૫-૨૩નાં ૪ થી ૬ સ્થળ: ગોપાલ ગાર્ડન હાઈ સ્કૂલ, કુલુપવાડી રોડ, નેશનલ પાર્કની પાસે, બોરીવલી (ઈસ્ટ), (લૌકિક પ્રથા બંધ છે).
કચ્છી લોહાણા
ગં.સ્વ. શાન્તાબેન પિતાંબરદાસ ભલ્લા, ગામ ચાંદરણીવાળા, તે સ્વ. નવિનચંદ્ર (ચંદ્રકાંતભાઈ)ના ધર્મપત્ની ગં.સ્વ. આશાબેન (ઉં.વ. ૬૪), તે સ્વ. લક્ષ્મીબેન પ્રાગજી લાલજી સોમેશ્ર્વર (બોડા) ગામ અંજારવાળાની નાની સુપુત્રી. તે સ્વ. મહાલક્ષ્મીબેન વિરસેનકુમાર ધિરાવાણી, નર્મદાબેન અજીતકુમાર પુંજાણી, ભારતીબેન કનકકુમારના અને સ્વ. પ્રવિણના ભાભી. તે નીતાબેન તથા કીરીટભાઈના નાનાબહેન. તે કલ્પુબેનના નણંદ, તે તા. ૪-૫-૨૩ ગુરૂવારના શ્રીરામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રીમાળી સોની
મૂળ ગામ ભડલી, હાલ કાંદિવલી સોની મહેન્દ્રભાઈ ન્યાલચંદભાઈ ચાંપાનેરી (ઉં.વ. ૬૬) તા. ૫/૫/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે ઇન્દુબેનના પતિ. તે સ્વ. શશીકાંતભાઈ, જનકભાઈ, બિપીનભાઈ, રાજુભાઈ, કવિતાબેન ગીરીશકુમાર ઝીંઝુવાડીયાના ભાઈ. તથા યજ્ઞેશ, પ્રતિક્ષા, જિગ્નાના પિતાશ્રી. તથા અ.સૌ. માલાના સસરા તેમજ માન્યા અને હેતના દાદા. તેમજ નિમેશ, તેજશ, જતીન, રિશી, કૃણાલ, દિપાલી, દીપ્તિ, નિકિતાના કાકાની પ્રાર્થનાસભા તા. ૬/૫/૨૩ના ૪ થી ૬. સ્થળ: પાવન ધામ પહેલે માળે, બી. સી. સી. આઈ ગ્રાઉન્ડ, મહાવીર નગર, કાંદિવલી (વે).
ઔદિચ્ય સહસ્ત્ર શાઠા જ્ઞાતિ
ટીંટોઈ નિવાસી અ.સૌ. નીતાબેન રાવલ (ઉં.વ. ૬૦) તે તા. ૫/૫/૨૩ના સ્વર્ગલોક પામેલ છે. સંદીપ મહેન્દ્ર રાવલના પત્ની. જીનલ જયેશ નાયક, નેહલ ઋષભ ભટ્ટ, સિદ્ધિના માતૃશ્રી. જાગૃતિ અગ્નિ કુમાર શુકલ, ડિમ્પલ બિમલ ગાંધીના ભાભી. રૂપાલ નિવાસી સ્વ. શારદાબેન તથા સ્વ. ડાયાલાલ રેવાશંકર ગોરના સુપુત્રી. જગદીશ મુકેશ દિલીપ અતુલના બેન. પ્રાર્થનાસભા તા. ૭/૫/૨૩ રવિવારના ૫ થી ૭. લૌકિક પ્રથા બંધ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. સરનામું: લોહાણા મહાજન વાડી, શંકર મંદિર પાસે, એસવી રોડ, કાંદીવલી વેસ્ટ.
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
દયાળ નિવાસી હાલ મુંબઈ મઝગામ શ્રી વિજયભાઈ મહેતા (ઉં.વ. ૬૦) તે તા. ૩/૫/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કાંતિલાલ ઓધવજી મહેતા અને પર્સનબેનના પુત્ર. યોગીતાબેનના પતિ. શશાંક, યશના પિતા. ભાવિની અને શ્રેયાના સસરા. નવનીતભાઈ, ઉષાબેન, નીલાબેન, હેમાબેનના ભાઈ. તે સિહોર નિવાસી સ્વ. બાલમુકુંદ દયાશંકર જાનીના જમાઈ તથા ધર્મેશ જાનીના બનેવી. બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૮/૫/૨૩ના ૪ થી ૬. સ્થળ: હુસામી હોલ યુનિટ નંબર ૩, પહેલો માળ, ૧૧૯/૧૨૭, ડેવલપમેન્ટ ક્રેડિટ બેંક અંજીરવાડીની સામે, ડૉ. મસ્કરેન્હાસ રોડ, મઝગામ, મુંબઈ-૧૦.