Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

દશા શ્રીમાળી વણિક
હર્ષદા દલાલ (ઉં. વ. ૮૬) જે સ્વ. સન્મુખગૌરી જગમોહનદાસ દેસાઈના સુપુત્રી, સ્વ. કંચનગૌરી શંકરલાલ દલાલના પુત્રવધૂ. સ્વ. દિનેશ શંકરલાલ દલાલના પત્ની તા. ૩૦-૪-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પુત્ર અને પુત્રવધૂ – અપૂર્વ – લાજુ દલાલ, પુત્રી – જમાઈ – નેહા સંદીપ શાહ, શૈવાંગી અને શિવાનીના દાદી. મહેકના નાની. લૌકિક પ્રથા બંધ છે.
અનાવિલ બ્રાહ્મણ
વિરલ અને કમલ દેસાઈના પિતા. ગ્રીષ્મા અને યોગીતા દેસાઈના સસરા. શ્રેય, સનાયા અને સાચીના દાદા. નિરંજન નાથુભાઈ દેસાઈ, ગામ ખડકી ભાગડા, હાલ સાન્તાક્રુઝ અવસાન તા. ૧-૫-૨૩ સોમવારના થયું છે. પ્રાર્થનાસભા- બુધવાર તા. ૩-૫-૨૦૨૩, સ્થળ – રોટરી સર્વિસ સેન્ટર, જુહુ તારા રોડ, સાંતાક્રુઝ (પ), સમય- ૪ થી ૬.
ચરોતર લેઊઆ પાટીદાર
ગામ ઓડ, સ્વ. પ્રભુદાસ મોતીભાઇ પટેલના ધર્મપત્ની (હાલ જોગેશ્ર્વરી) ગં. સ્વ. કુમુદબહેન (ઉં. વ. ૮૭) તા.૧-૫-૨૦૨૩, સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે પંકજભાઈ, હેમંતભાઈ, વિક્રમભાઈ તથા અંજુબહેનના માતુશ્રીની પ્રાર્થનાસભા ગુરુવાર તા.૪/૫/૨૩ના શ્રીમતી સુરજબા વિદ્યા મંદિર સકુલ,નટવર નગર રોડ નં.૩, જોગેશ્ર્વરી પૂર્વ, સાંજે ૫ થી ૭.
હાલાઇ લોહાણા
મૂળ ગામ જોડિયા હાલ વાંદરા ચંદ્રકાન્તભાઈ (ઉં. વ. ૭૫) તે સ્વ. માણેકબેન ધનજીભાઈ કારિયા ઠક્કરના પુત્ર, મીનાબેન (મનોરમા)ના પતિ. મિતેષના પિતા. સ્વ. ધીરજલાલ, સ્વ. કાંતિલાલ, ગં. સ્વ ઇન્દુબેન કાંતિલાલ દાવડાના ભાઇ. સ્વ. કરસનદાસ પંચમતીયાના જમાઈ. રીબેકાના સસરા, હવનના દાદા. ૨૯/૪/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઔદિચ્ય બ્રાહ્મણ સત્તર તાલુકા
વઢવાણ નિવાસી હાલ કાંદિવલીના નવનીત ત્રંબકલાલ મહેતા (ઉં. વ. ૯૫) તે ૩૦/૪/૨૩ના સ્વર્ગવાસ પામેલ છે. તે મધુબેનના પતિ. પંકજ, કીર્તિબેન, જયશ્રીના પિતા. કિરીટકુમાર, અતુલકુમાર અને દિનાના સસરા. યશના દાદા, ચિરાગ, તૃપ્તિ, અભિષેકના નાના, મહાશંકર જોશી હળવદના જમાઈ. પ્રાર્થનાસભા ૪/૫/૨૩ ના ૪ થી ૬, પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ.
છ ગામ લેઉઆ પાટીદાર
ગામ કરમસદ હાલ બોરીવલી સ્વ. કાશીબેન તથા સ્વ. રમણભાઈ છોટાભાઈ પટેલના પુત્ર તરુણભાઇ (ઉં. વ. ૭૪) તેઓ સ્વ. ગીતાબેનના પતિ પ્રશાંત તથા કૃપા દેસાઈના પિતાશ્રી. કાજલ તથા સ્વ. અલ્પેશકુમારના સસરા, સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. દિનકરભાઇ, સ્વ. વિદ્યાબેન, સ્વ. ઉર્મિલાબેન, અરૂણાબેન તથા ઇલાબેનના ભાઇ તા. ૦૧/૦૫/૨૩ ના સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૦૪/૦૫/૨૦૨૩ ગુરુવારના ૪.૦૦ થી ૬.૦૦. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ.ટી. રોડ, બોરીવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
અમરેલીવાળા હાલ બોરીવલી પ્રમોદરાય ગીરધરલાલ ગાંધી (ઉં. વ. ૮૭) તે સ્વ. મંજુલાબેનના પતિ. અક્ષય, અજય, ભરત અને ધર્મેશના પિતા. સ્વ. રમાબેન કાંતિલાલ ભુતા અને લીલીબેન કાંતિલાલ દેસાઈના ભાઇ. નયના કલ્પના અને પારૂલના સસરા. દ્વારકાદાસ બી મુનિ અને કનૈયાલાલ બી મુનિના બનેવી. ૧/૫/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૪/૫/૨૩ ના ૫.૦૦ થી ૭.૦૦ લોહાણા મહાજનવાડી બીજે માળે શંકર મંદિર પાસે, એસ. વિ. રોડ કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
કેરીયાનાગસવાળા હાલ કાંદીવલી સ્વ. રતિલાલ દામોદરદાસ મહેતાના પત્ની ગં. સ્વ. પુષ્પાબેન, (ઉં. વ. ૭૦) તે મનીષા સુશીલકુમાર સંઘવી, શ્રુતી રાજેશકુમાર દોશીના માતુશ્રી, શાંતાબેન મોહનલાલ મહેતાના જેઠાણી, કાંતાબેન કનૈયાલાલ મહેતા, મંગળાબેન વૃજલાલ કાણકિયા, ભાનુબેન અમીદાસ દેસાઈ, કપીલાબેન જયેન્દ્રકુમાર મહેતાના ભાભી, વરોટીવાળા ભીખુભાઇ મકનજી પટેલના દીકરી, ભૂમિ, શ્રુષ્ટિ, વ્યોમાના નાની. ૩૦/૪/૨૩ને રવિવારના શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા, લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
મુંબઇ નિવાસી અ. સૌ. સુરૈયાબેન જયંતીલાલ નાગ્રેચા (ઉં.વ.૭૫) તે સોમવાર, તા. ૧-૫-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે મેહુલ, નીરજના માતા. અ. સૌ. સુનાલી અને અમીના સાસુ. સાહિલ અને યશીના દાદી. સ્વ. રમણીકલાલ અને કિશનભાઇ નાગ્રેચાના ભાભી. સ્વ. માણેકબેન પ્રભુદાસ ખખ્ખરના દીકરી. નવીનકુમાર, પ્રમોદકુમાર અને શ્રીમતી કિરીટનાના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નવગામ ભાટીયા
ગામ અમરેલી, હાલ ઘાટકોપર ગં. સ્વ. ઇન્દુમતી વેદ (ઉં. વ. ૯૬) તે સ્વ. જયંતીલાલ દ્વારકાદાસ વેદના પત્ની. તે સ્વ. ઉષા, દિના, વીણા, હિના, ફાલ્ગુની તથા સ્વ. નીતિનના માતા. તે સ્વ. સુરેન્દ્ર કાનજી આશરના બેન તથા સ્વ. સુનિલ, સ્વ. કિરણ, મહેન્દ્ર, વિનોદ, અનિલ તથા વર્ષાના સાસુ. તે મેહુલ અને હેતલના દાદી. તા. ૧-૫-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૪-૫-૨૩ના લાયન્સ કોમ્યુનિટી હોલ, પ્લોટ નં. એ-૯૩, ગરોડિયા નગર, ઘાટકોપર (ઇસ્ટ).
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
તણસા નિવાસી હાલ બોરીવલી ગં. સ્વ. તારાબેન જયંતીલાલ દુર્ગાશંકર જોશીના સુુપુત્ર રાજેન્દ્રભાઇ (ઉં. વ.૭૨) તે હિનાબેનના પતિ. તે ગૌરવભાઇ, નિરવભાઇના પિતા. તે (નાગધણીબા) સરોજબેન કિર્તીભાઇ જોશી, અતુલભાઇ, હિતેશભાઇના મોટાભાઇ. તે (નાનાખુટવડા) નિવાસી હાલ મુુલુંડ ચેકનાકા સ્વ. મોહનલાલ ગૌરીશંકર જોશીના જમાઇ. તે વળાવડ નિવાસી સ્વ. કૃષ્ણરાય જદુરાય મહેતાના ભાણેજ. તે મિતલ નિરવભાઇ જોશીના સસરા. તા. ૧-૫-૨૩ના સોમવારે, કૈલાસવાસી થયેલ છે. સર્વપક્ષની પ્રાર્થનાસભા તા. ૪-૫-૨૩ ગુરુવારના ૫થી ૭. ઠે. ઠઠ્ઠાઇ ભાટીયા સેવા ફંડ (વાડી) એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
હાલાઇ ભાટીયા
જગદીશ નેગાંધી (ઉં. વ. ૭૨) સ્વ.જમનાબેન જયરાજ ગોકલદાસના પુત્ર. મીનાબહેનના પતિ. સ્વ. અનસુયા ચંપકલાલ શાહના જમાઇ. અ. સૌ. દિવ્યા અને ભાવેશના પિતાશ્રી. મેહુલકુમાર અને અ. સૌ. ભાવિકાના સસરા. સ્વ. લીલાધર, પરસોતમ, અ. સૌ. હીના વિજય સંપટના ભાઇ. તા. ૩૦-૪-૨૩ રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૪-૫-૨૩ના ૪થી ૬. ઠે. વનિતાવિશ્રામ હોલ, પ્રાર્થના સમાજ, રિલાયન્સ હોસ્પિટલ, ગેટ નં-૬, લૌકિક વ્યવહાર બંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -