Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

પરજીયા સોની
કોડિનારવાળા હાલ મુંબઈ સ્વ. કાંતાબેન જયંતીભાઈ રાઠોડ (ચશ્માવાળા)ના સુપુત્ર અશોકભાઈ જ્યંતીભાઈ રાઠોડ (કાગદડા) (ઉં.વ.૭૪) તે રવિવાર તા. ૩૦/૦૪/૨૩ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે ધનલક્ષ્મી બેનના પતિ. જગત અને ઉર્વીના પિતા. પાયલ અને જય શુક્લાના સસરા. સિદ્ધાંતના દાદા. આરવના નાના. તે અમરેલીવાળા સ્વ. બાબુભાઇ ધનજીભાઈ સતીકુંવરના જમાઈ. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
જામખંભાળીયા હાલ મુંબઈ ગં.સ્વ. ધનલક્ષ્મી બલરામ કાનાણી (ઉં.વ. ૯૭) તે સ્વ. જ્યોતીન્દ્ર, દિલીપભાઈ, સ્વ. કમલેશભાઈ, મહેશભાઈ, જ્યોતિબેન, રાજેશભાઈ શાહ, મીરાબેન, ચેતનભાઈ મોરજરીયાના માતુશ્રી. સ્વ. આશિતા, ભાવના તથા સ્વ. નીલમના સાસુ. ફીલોમી, ડિમ્પી, જેસીકા, આદીત્ય તથા હર્ષના દાદી. હેઝલ, જીલ, અનુજ, ધ્રુમીલ તથા ગાયત્રીના નાના. તે સ્વ. નારાયણદાસ થોભાણીની પુત્રી. શનિવાર તા. ૨૯/૪/૨૩ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રીમાળી સોની
જામખંભાળીયા નિવાસી હાલ કરમબેલી (વાપી) શારદાબેન શાંતીલાલ ગુસાણી (ઉં.વ. ૭૯) તે સ્વ. શાંતિલાલ પ્રાગજી ગુસાણીના ધર્મપત્ની તેમ જ મહેશ, સ્વ. નિતીન, સ્વ. ધીરેનના માતુશ્રી. નયનાબેનના સાસુ તા. ૨૭/૪/૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
મોતાળા બ્રાહ્મણ
જોગેશ્ર્વરી નિવાસી ગુણવંતરાય બાલકૃષ્ણ ભટ્ટના પુત્ર ઉપેન્દ્રભાઈ ગુણવંતરાય ભટ્ટ (ઉં.વ. ૬૦ ) તે ૨૫/૪/૨૩ના રોજ કૈલાશવાસી થયેલ છે. તે ગીતાબેન જસવંતરાય સાગર તથા મધુબેન મનહરભાઈ ટેલર તથા પ્રવિણાબેન સુરેશકુમાર સાગર તથા માલતીબેન જયેન્દ્રભાઈ મેહતા તથા રાજેન્દ્ર ભટ્ટના ભાઈ તથા રાહુલભાઈ, વિપુલભાઈ તથા જીતેશના દાદા. શરવણી તથા ઉત્તરક્રિયા નિવાસસ્થાને તા. ૬/૫/૨૩ના રોજ રાખેલ છે. સરનામું: શિવટેકરી, હરિનંદન યાદવ ચાલ નં. ૪/૪, ગુફા રોડ, જોગેશ્ર્વરી (પૂ).
વાંજા દરજી
કાંતાબેન શામળિયા દિવ નિવાસી હાલ વસઈ વેસ્ટ (ઉં. વ. ૮૦) તા. ૨૮-૪-૨૩ ના શ્રીચરણ પામેલ છે. તે સ્વ. વેલજીભાઈ તથા સ્વ. ઓતમબેન જેઠવાના સુપુત્રી તથા સ્વ. દમનકુમાર શામળિયાના પત્ની. વિશાલ શામળિયા તથા અર્ચના હરસુખ ઘેરવડાના માતા તથા શીતલ વિશાલ શામળિયાના સાસુ. લૌકિક વ્યવહાર બંધ છે.
ભાવનગરી મોચી
ગામ ચલાળા, હાલ બોરીવલી સ્વ. કેશવભાઈ જેઠવાના પુત્ર લક્ષ્મણભાઈ (ઉં. વ. ૭૯) તે સુશીલાબેનના પતિ. મનિષભાઈ તથા ભાવિકાબેનના પિતાશ્રી. રૂપાબેન તથા મનિષકુમાર ઝાલાના સસરા. યશના દાદા. શુભમ, કનિષ્કના નાના રવિવાર તા. ૩૦-૪-૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર તા. ૨-૫-૨૩ના રોજ સાંજે ૫ થી ૭. સ્થળ: શ્રી લુહાર સુથાર વેલફેર સેન્ટર, અંબાજી મંદિર પાસે, બોરીવલી (ઈસ્ટ).
નવગામ વિશાદિશાવાળ વણિક સમાજ
સુંદરલાલ માધવલાલ શાહ (ઉં.વ. ૯૫) લાંઘણજ નિવાસી હાલ કાંદિવલી તે ગં. સ્વ. ઇંદુબેનના પતિ. રાકેશભાઈ, સંજયભાઈ, ભદ્રાબેન, બેલાબેનના પિતાશ્રી. નીતીનભાઈ, ગૌતમભાઈ, સોનલબેન, નિશાબેનના સસરા. દર્શન-પલકના દાદા તા. ૩૦-૪-૨૩ના રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨-૫-૨૩ મંગળવારના રોજ સાંજે ૪ થી ૬. સ્થળ : વૈષ્ણવ હોલ ૬-એ, પારેખ નગર, શતાબ્દિ હૉસ્પિટલની સામે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ). સસરા પક્ષ શ્રી કાંતિલાલ કચરાલાલ તરફથી પ્રાર્થનાસભા સાથે રાખેલ છે.
ઘોઘારી મોઢ વણિક
લખતર નિવાસી સ્વ. ચીમનલાલ પ્રાણજીવનદાસ મહેતાના ધર્મપત્ની (હાલ મલાડ) ગં. સ્વ. કુંદનબેન (ઉં. વ. ૯૧) તા. ૨૮-૪-૨૩ને શુક્રવારના રોજ શ્રીચરણ પામેલ છે. તે ભાવનગરવાળા શાંતાબેન અને અમૃતલાલ મોહનલાલ વોરાની દીકરી. સમીર, ચેતન, બકુબેનના માતુશ્રી. આરતી, કીર્તી અને કીરીટકુમારના સાસુ. રોહન, ઉર્વી, માનસી, ધ્રુવીના દાદીમા. (સાદડી પ્રથા બંધ છે)
દશા સોરઠિયા વણિક
મોટા જીંજુડા નિવાસી, હાલ કાંદિવલી પ્રવિણ મગનલાલ માંડવિયા (ઉં. વ. ૭૬) સ્વ. ભુપેન્દ્રભાઈ, સ્વ. વિનોદભાઈ, સ્વ. વિજયાબેન, સ્વ. કમુબેન, સ્વ. શારદાબેન, સ્વ. જસીબેન, ગં. સ્વ. કાંતાબેન જયંતીલાલ શેઠના ભાઈ. આશિષ ભૂપેન્દ્ર માંડવિયા, આરતી રાજેશ કુરાણી, મિતા વિપુલ મધલાની તથા દર્શના દર્શન શાહના કાકા તા. ૨૯-૪-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઇડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ
ગામ મુડેટી, હાલ મુંબઇ બોરીવલી પ્રવીણ બલદેવ જાની (ઉં. વ. ૭૯) તે હસુમતિ જાનીના પતિ. જીગર તથા નિકિતાના પિતા. નિલેશ ભાયાણીના સસરા. તથા બિપીન, યતીન, છાયા, મનોરમા, પ્રતિભા, અનિતાના બનેવી. તા. ૩૦-૪-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -