હિન્દુ મરણ
હિંદુ વૈષ્ણવ
મોટા નવ ગામ જથ સોજીત્રા હાલ કલ્યાણ નિવાસી સ્વ. અશોકભાઈ શંકરલાલ પારેખ (ઉં. વ. ૬૩) તા. ૨૪-૪-૨૦૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે અસ્મીતાબેનના પતિ. તે રશેષ અને જંકિતના પિતા. તે હિરાલાલભાઈ, જગદીશભાઈ અને પ્રકાશભાઈના અનુજ. તે સ્વ. મનુભાઈ પારેખના જમાઈ. તે દેવાંશના દાદા. તેમની પ્રાર્થનાસભા તા. ૩૦-૪-૨૩ના ૫ થી ૭. રાજસ્થાન ભવન, પારનાકા, કલ્યાણ (પ.).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. માતુશ્રી લીલાવંતીબેન ગંભીરદાસ પારેખના સુપુત્ર રમણીકભાઈ (ઉં. વ. ૮૧) તે સ્વ. કનકબેનના પતિ. તે તેજસ-અમી, સેજલ પરાગ પંચમીઆ, તૃપ્તી ધર્મેશ દોશી, તૃષણા દર્શન દોશીના પિતાશ્રી. તે જસુમતીબેન- સ્વ. જયંતીભાઈ, ઉષાબેન-ગુણવંતભાઈ, સ્વ. કિરણબેન-સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. જ્યોત્સ્નાબેન-પ્રવિણભાઈ, પારૂલબેન-કિશોરભાઈ, કુસુમબેન-બળવંતભાઈ, જ્યોતિબેન-સ્વ. કિરીટભાઈ, અમીબેન-કમલેશભાઈ, વર્ષાબેન રાજેંદ્ર મડિયાના ભાઈ. તે સ્વ. કાંતિલાલ કરમચંદ શાહના જમાઈ. તે સ્વ. રમણીકભાઈ, પ્રકાશભાઈ, સ્વ. ચંદનબેન જયંતીભાઈ, હંસાબેન જગદીશચંદ્ર, સ્વ. ઈન્દુબેન પ્રવિણભાઈ, સ્વ. જ્યોત્સનાબેન, સ્મિતાબેન લલિતભાઈના બનેવી. તા. ૨૭-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩૦-૪-૨૩ રવિવારના ૧૦ થી ૧૨. એડ્રેસ: પરમકેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર (વે.). લૌકિક વ્યવહાર બંધ છે.
સુરતી દશા પોરવાડ વણિક
રમેશભાઈ ઝવેરી (ઉં. વ. ૮૫) જે સ્વ. ચંદ્રવદન મોહનલાલ ઝવેરી અને સ્વ. મંજુલાબેનના પુત્ર. તથા સ્વ. હંસાબેનના પતિ. તેમ જ લાજુ અપૂર્વભાઈ દલાલના પિતાશ્રી. સ્વ. ભરતભાઈ, સ્વ. વિજયભાઈ, જયશ્રીબેન પ્રવિણભાઈ કોટક તેમજ સૌ. વિભૂતિબેન અરૂણભાઈ શાહના ભાઈ. પલ્લવીબેન – હેમાબેનના દિયર. તેમજ ચિ. શૈવાંગી અને શિવાનીના નાનાજી. તા. ૨૭-૪-૨૩ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
ખરેંટીવાળા, હાલ નાલાસોપારા સ્વ. મુકેશભાઈ રતિલાલ મહેતાના ધર્મપત્ની મયુરીબેન (ઉં. વ. ૬૩) તે જીગર તથા ધારાના માતુશ્રી. શિલ્પાબેન તથા ધવલકુમાર સંઘવીના સાસુ. હંસાબેન જીતેન્દ્ર, કલાબેન હિતેશ, જસ્મીના ભરત, દિપ્તી પ્રકાશ, કનક રજનીકાંત, સ્વ. ઈલાબેન અશોકના ભાઈના પત્ની. પિયરપક્ષે સિહોરવાળા (હાલ માટુંગા) યોગેશભાઈ, કોકિલાબેન, રેણુકાબેન, કલ્પનાબેનના બહેન. ગુરુવાર તા. ૨૭-૪-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. સર્વ પક્ષની પ્રાર્થનાસભા રવિવાર તા. ૩૦-૪-૨૩ના ૪ થી ૬માં જોશી પાર્ટી હોલ, વસંત નગરી ગ્રાઉન્ડની બાજુમાં, વસંત નગરી, વસઈ (ઈસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
ગોંડલ નિવાસી હાલ મુુલુન્ડ ગં. સ્વ. ઇન્દીરાબેન મસરાણી (ઉં.વ. ૮૧) તે સ્વ. ચંદ્રકાન્ત ગોરધનદાસ મસરાણીના ધર્મપત્ની. વિમલભાઇ, ભદ્રેશભાઇ, હર્ષાબેન અશ્ર્વીનભાઇ, હિનાબેન હિતેષભાઇ, હેમાબેન વિનયભાઇના માતુશ્રી. છાયાબેન તથા કલ્પનાબેનના સાસુ. સ્વ. પાર્વતીબેન તથા સ્વ. લક્ષ્મીદાસ બદીયાણીના સુપુત્રી. જયોત્સનાબેન, મહેન્દ્રભાઇ મુખીયાજીના ભાભી. નિરાલી, ઉત્કર્ષ, સોનીયા, હર્ષ, હિરલ, હિતાક્ષી, ભાર્ગવી, હિમાંશી, મનન, વત્સલના દાદી-નાની. તા. ૨૭-૪-૨૩ના ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
મેઘવાળ
ગામ વડીયા, હાલ મુંબઇ મઝગાવ લવલેનના સ્વ. પરેશ ગોહિલ (ઉં. વ. ૩૯) તા. ૨૭-૪-૨૩ના ગુરુવારના અવસાન થયું હતું. બારમાની (કારજ) વિધિ તા. ૨૯-૪-૨૩ના શનિવારના ૫.૦૦ કલાકે મઝગાવ, લવલેન ખાતે રાખવામાં આવી છે. પ્રવીણચંદ્ર ધુડાજી ગોહિલ અને રેખાબેનના પુત્ર. વર્ષાબેનના પતિ. અનિલભાઇ, કંકુબેન, લલિતભાઇ, મીનાબેન, હર્ષદભાઇ, નિર્મળાબેનના ભત્રીજા. સેજલ, પ્રતીક્ષા, સાગર અને આકાશના ભાઇ. પ્રકાશભાઇ અને ભરતભાઇના સાળા અને વેદાંતના પિતા.
ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
ગામ ગાધકડા ગં. સ્વ. રેખાબેન વિનોદચંદ્ર પંડ્યા (ઉં. વ. ૭૧) હાલ ઘાટકોપર તે સ્વ. જલ્પા અને ધર્મેશના માતુશ્રી. શિવાનીના સાસુ. માહીના દાદી. તે હિરલ અને કનિકાના નાની. તે અમૃતલાલ નરભેરામ ઠાકરના પુત્રી. ગામ ધારી. તા. ૨૭-૪-૨૩ ના દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા અને લૌકિક પ્રથા બંધ
રાખેલ છે.