Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

શ્રીમાળી બ્રાહ્મણ
અંજાર નિવાસી હાલ ઘાટકોપર (મુંબઈ) ગં. સ્વ. ઈંદિરાબેન પ્રાણલાલ દવે (ઉં. વ. ૮૧) તેઓ સ્વ. પ્રાણલાલ નારાયણજી દવેના ધર્મપત્ની. ચોટીલા નિવાસી મનસુખ મહાશંકર દવેના પુત્રી. અનિલ, સ્વ. વિજય, દક્ષા, રક્ષા, નીતા તથા દિવ્યાના માતુશ્રી. નયનાબેનના સાસુ. નિકુંજ કાલિંદીના દાદી. અંકિતાના દાદીજી સાસુ રવિવાર, તા. ૧૩-૧૧-૨૨ના રોજ કૈલાશવાસી થયેલ છે. તેમની પ્રાર્થનાસભા ૧૫-૧૧-૨૨ના મંગળવાર સમય ૪ થી ૬ના બ્રાહ્મણ સમાજ વાડી ખાતે રાખવામાં આવેલ છે. સ્વ. રેવાબેન નારાયણજી દવે પરિવારના જયશ્રીકૃષ્ણ.
સ્વ. અમૃતલાલ ગામ-શામપરા હાલ મુંબઈ (ઉં. વ. ૫૯)ના તા. ૧૦-૧૧-૨૨ ગુરુવારના રામચરણ પામ્યા છે. તે સ્વ. વશરામભાઈ ખોડાભાઈ ગોહિલના પુત્ર. તે મનસુખભાઈ, સ્વ. દલપતભાઈ, સ્વ. જયાબેન, ગૌરીબેન, ભાણીબેનના ભાઈ. સ્વ. નથુભાઈ જીવાભાઈ બોરિચાના જમાઈ. અંજનાબેન, મીનાબેન, કંચનબેન, ભાવેશભાઈના પિતા. વિનોદભાઈ જેઠાલાલ પડાયા તથા અનિલભાઈ નાથાલાલ પડાયાના સસરા. તેમની બારમાંની વિધી તા. ૧૫-૧૧-૨૨ મંગળવારના ૪ કલાકે રાખેલ છે. સ્થળ : બાપા સીતારામ મઢુલી, પી. જી. વોરા સ્કૂલ સામે, મીરા રોડ, થાણે-૪૦૧૧૦૭.
લુહાર સુથાર
લણસાપુર હાલ પાર્લા સ્વ. લાલજીભાઈ પ્રેમજીભાઈ પરમારના દીકરી જ્યોતિબેન (ઉમર:૫૫) તે ૧૧/૧૧/૨૨ ના રામચરણ પામેલ છે. તે સ્વ. પ્રવીણભાઈ લાલજીભાઈ પરમાર, સ્વ. જીતુબેન, વિજયાબેન વલ્લભજી મકવાણા ના બહેન, ભુપતભાઇ તુળશીભાઈ પરમાર, શૈલેષભાઇ, રાજેશભાઈ બચુભાઈ પરમારના દાદાના દીકરી, અનિલ, ગિરીશ, ભરત, બિપીનભાઈના માસી. પ્રાર્થનાસભા ૧૪/૧૧/૨૨ સોમવારના ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩ અંબા માતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
ઘોઘારી લોહાણા
નાગેશ્રીવાળા સ્વ. કાન્તાબેન મગનલાલ ઠાકરશી ગઢિયા (ઠક્કર)ની પુત્રી ગુણવંતીબેન, (ઉં. વ.૭૨) હાલ કાંદીવલી, તે અનિલ, હર્ષાબેન અશ્ર્વિનકુમાર કારીયાનાં મોટાબેન, ભારતીબેન અનિલકુમાર ઠક્કરનાં નણંદ, વૈશાલી ચિંતન ઠક્કર, રીનલ કેયુર કાપડિયાનાં ફૈબા, તુષ્ય, દ્વિત, કાયરાનાં દાદી ફૈબા, તા. ૧૧. ૧૧. ૨૦૨૨નાં શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પરજીયા સોની
ચલાલાવાળા (હાલ બોરીવલી) સ્વ. સોની શશીકાંત રામજીભાઇ ધકાણ મીનાવાલાના પુત્ર સ્વ. સોની પરાગ (ઉં. વ. ૫૭) તા. ૯-૧૧-૨૨ બુધવારના વૈકુંઠવાસી થયા છે. તે ગં. સ્વ. સોની પરીલાબેનના પતિ. હિમાંશુના પિતા. તે જેસરવાળા સ્વ. અરવિંદભાઇ તુલસીદાસ સાગરના જમાઇ. લૌકિક પ્રથા બંધ છે. ઠે. સી-૪૧૨, દત્તાણી નગર, એસ. વી. રોડ, બોરીવલી (પ.)
હાલાઇ લોહાણા
મુલુંડવાલા હાલ નાલાસોપારા પરશોતમ ગોકલદાસ વિઠલાણી (ઉં. વ. ૭૨) તે તા. ૯-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. યશવંત મોરેના જમાઇ. હરેશ, ચિરાગ, સ્વ. દિનેશ, શીતલબેનના પિતા. સ્વ. નિર્મલા પરષોતમ વિઠલાણીના પતિ. સ્વ. ગોકલદાસ પ્રાગજી વિઠલાણીના પુત્ર, સાત્વીક, દિવ્યાંશ, કપીલ, અમીતના દાદા. સ્વ. કાન્તીભાઇ, રમેશભાઇ વિઠલાણીના ભાઇ. પ્રાર્થનાસભા નિવાસ સ્થાને સાંજે ૪થી ૬. ઠે. ઇ-૪૦૪, વૈકુંઠ નગર ફેસ-૨, તુલીંજ રોડ, ગોલ્ડન ટ્રેડ સેન્ટરની પાછળ, નાલાસોપારા (ઇસ્ટ), બન્ને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે.
હરસોલા વણિક સમાજ
તલોદ હાલ વડાલા નિલેશભાઇ (ઉં. વ. ૫૨) તે કપીલાબેન અને સ્વ. કનુભાઇ બુલાખીદાસ શાહના પુત્ર. શીતલબેનના પતિ. જીન્સી અને તિશાના પિતા. ભાવેશભાઇ અને નિતા હેમંતકુમાર શાહના ભાઇ. રજનીકાંત અને જનકભાઇના ભત્રીજા. દાહોદ નિવાસી સ્વ. ચંદ્રવદન કનૈયાલાલ હરસોલાના જમાઇ. તા. ૧૨-૧૧-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખવામાં આવેલ નથી.
ચરોતર રૂખી
બોરસદના હાલ મીરારોડના જયરાજભાઇ રામજીભાઇ સોલંકીના પત્ની સ્વ. શારદાબેન તા. ૮-૧૧-૨૨ના દેવલોક પામ્યા છે. તે નયનભાઇ, ગાયત્રીબેન, મયૂરીબેનના માતુશ્રી. તે વિણાબેનના સાસુમા. સાદડી (સુતક) પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૪-૧૧-૨૨ના નિવાસ સ્થાને: આફતાબ બિલ્ડિંગ, સી-૨૭, રૂમ.નં. ૨૦૧, સેકટર નં-૩, શાન્તીનગર, મીરારોડ (પૂર્વ), સાંજે ૪થી ૭.
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
હિંમતલાલ માણેકચંદ અજમેરા (ઉં. વ. ૯૨) હાલ ખાંભા (ભાવનગર) હાલ કાંદિવલી તા. ૧૩-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે રસિલાબેનના પતિ. હિતેશ, હિરેન, મીતાના પિતા. નીતા, પ્રીતિ, બિપીનકુમાર મહેતાના સસરા. સાહિલ, હેના, ઓવિયાન, માનસી-ધ્રુમી, જીગર-પૂજનના દાદા. તે સ્વ. હરિભાઇ, સ્વ. નટુભાઇ, સ્વ. પુષ્પાબેન, મંજુલાબેન, હંસાબેનના ભાઇ. તે સ્વ. રામજીભાઇ કોઠારીના જમાઇ. તેમની ટેલિફોનિક સાદડી તા. ૧૪-૧૧-૨૨ના સોમવારે ૪થી ૬, લૌકિક વ્યવહાર બંધ છે.
ખંભાત ઔદિચ્ય ટોળક બ્રાહ્મણ
મૂળ ખંભાત હાલ થાણા સ્વ. સુરેન્દ્ર દિ. પંડ્યાના પત્ની ગં.સ્વ. જ્યોતિબેન (ઉં. વ. ૮૩), તા. ૭-૧૧-૨૨, સોમવારના રોજ દેવલોક પામ્યા છે. તે સ્વ. સંદિપ, અ.સૌ. કૌશલ્યાના માતોશ્રી. તેમજ ગં.સ્વ. રશ્મી, શ્રી કિશોર, શ્રી સંજયના સાસુ. આદિત્યના દાદી. અ.સૌ. અનુજા, નિરંજન, મૃણાલના નાની. તેમનું બેસણું તા. ૧૫-૧૧-૨૨, મંગળવારના રોજ સાંજના ૩ થી ૫ રાખેલ છે. સરનામું- અમીત આનંદ સોસાયટી, ગ્રા. ફ્લોર, જનરલ વૈદ્ય માર્ગ, પરમાર્થ નિકેતનની બાજુમાં, કચરાળી તળાવ, પાંચ પખાડી, થાણે-વેસ્ટ.
હાલાઇ લોહાણા
વૃંદાવનદાસ રમણદાસ મોરઝરિયા (ઉં.વ.૮૭) (સલાયાવાળા) હાલ મુંબઇ તે ગં. સ્વ. ચતુરાબેન રમણદાસના પુત્ર. સ્વ. કિશોરીબેનના પતિ. સ્વ. રણછોડદાસ ગોપાલદાસ રાજાણીના જમાઇ. સ્વ. રસિક, ચેતન, સાધના ગિરીશકુમાર મજીઠીયાના પિતા તા. ૧૨-૧૧-૨૨ના શનિવારે મુંબઇ મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -