હિન્દુ મરણ
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
રાજપરાવાળા હાલ કાંદિવલી સ્વ. પરમાનંદ પ્રભુદાસ પડિયાના ધર્મપત્ની ગં. સ્વ. ભારતીબેન પડિયા (ઉં.વ. ૭૬) તે જીલ્પેશના માતુશ્રી. સ્વ. મંછાબેન ધીરજલાલ કાટબામણાના દીકરી. ભુપતભાઇ, ભરતભાઈ, ગુણીબેન નવીનચંદ્ર, ગૌરીબેન ગુણવંતરાય, મીનાબેન મહેશભાઈના ભાભી. સ્વ. કુમુદબેન તથા લતાબેનના જેઠાણી. જય તથા નીતાના ભાભુ તા. ૧૭/૪/૨૩ના મંગળવારના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૧/૪/૨૩ શુક્રવાર, ૪ થી ૬. નિવાસસ્થાન: ૩૦૮, ન્યુ પાકીઝા સોસાયટી, સાઈનગર ક્રોસ રોડ નં-૧, કાંદિવલી વેસ્ટ.
લુહાર સુથાર
ગામ સિમર હાલ બોરીવલી પ્રાગજીભાઈ પ્રેમજીભાઈ પરમારના ધર્મપત્ની અ.સૌ. જસુબેન (ઉં.વ. ૫૪) તે ૧૬/૪/૨૩ના રામશરણ પામેલ છે. તે વિપુલ, ધર્મેશ, મમતાના માતુશ્રી. મીનાક્ષી, મમતા, વિપુલ નટુભાઈ વાઘેલાના સાસુ. ભાણીબેન તથા મોહનભાઇ ગોખરભાઈ કવાના સુપુત્રી. સ્વ. બાબુભાઇ, સ્વ. બાલુભાઈ, જયંતિભાઇ, કાંતિભાઈ, શાંતિભાઈ, ધીરુભાઈ તથા લાભુબેન અને લલીબેનના બેન. પ્રાર્થનાસભા ૨૦/૪/૨૩ના ૫ થી ૭, લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ ૩, બોરીવલી ઈસ્ટ.
પ્રભાસ પાટણ વિશા ઓસવાળ
પ્રભાસ પાટણ હાલ રાજકોટ ગં. સ્વ. ભાગ્યવંતી જયંતીલાલ પ્રભુદાસ શાહના પુત્ર ધીરેન (ઉં.વ. ૫૯) તે ભાવનાબેનના પતિ. સાગર અને સૂચિના પિતા. મનિષા ભરતકુમાર શાહના ભાઇ. દીપકુમાર રામાણીના સસરા. સોમવાર, ૧૭/૪/૨૩ના અરિહંતશરણ પામેલ છે.
કચ્છી ભાટિયા
રોનક (ઉં.વ. ૩૨), તે સ્વ. પદમા પરમાનંદ લીલાણીના પૌત્ર. સ્વ. ગાયત્રી અને સ્વ. ઉદયના પુત્ર. શ્રી દેવેશ ભાલચંદ્ર રાવલના ભાણેજ. સ્વ. પ્રીતિ ગિરીશ આશરના ભત્રીજા તા. ૧૬/૪/૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી બ્રહ્મક્ષત્રીય
વાલજી ઉમરશી મામતોરા (ઉં.વ. ૮૬) ગામ મોથાળા હાલે કાંદીવલી મંગળવાર, તા. ૧૮/૪/૨૩ના રામશરણ પામેલ છે. તે સ્વ. દમયંતીબેન મામતોરાના પતિ. સ્વ. અમૃતલાલ, સ્વ. કમલેશ, સ્વ. માયાબેન કાંતીલાલ, આશાબેન જગદીશના પિતા. ગં.સ્વ. જયશ્રીબેન, ગં.સ્વ. નીતાબેનના સસરા. સ્વ. શંકરદાસ લીયા (લાયજાવાળા)ના જમાઈ. સ્વ. લીલાધર, સ્વ. ઈશ્ર્વરલાલ, સ્વ. કલ્યાણજી, સ્વ. જમનાબેન શામજી, સ્વ. વસુબેન જેઠાલાલ, સ્વ. ઝવેરબેન ચુનીલાલ, ગં. સ્વ. પુષ્પાબેન પુરુષોત્તમના ભાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૦/૪/૨૩, પાંજીવાડી, કાંજુર વિલેજ રોડ, રેલ્વે સ્ટેશનની બાજુમાં, કાંજુરમાર્ગ (ઈસ્ટ), ૪ થી ૫. દશાવ પ્રથા બંધ છે. લૌકીક વહેવાર બંધ છે.
સોરાઠીયા બ્રહ્મક્ષત્રિય
બગસરાવાળા (કાળીબાપા) સ્વ. ભીખાલાલ ત્રિભોવનદાસ પડીયાના પુત્ર કમલેશ (ઉં.વ. ૫૧) તે સ્વ. હિંમતલાલ ત્રિભોવનદાસ પડીયાના ભત્રીજા. તે ભીખુભાઇ, સ્વ. રાજુભાઇ તથા ધીરુભાઈ ગણપતલાલ છાંટબારના ભાણેજ. તે નેહા દિલીપ છાંટબાર, વૈભવી ગૌરવ મણિયાર તથા વિશાલ પડીયાના પિતરાઈભાઈ. તે જેતપુર વાળા નટુભાઈ ગરાછના જમાઈ તા. ૧૮/૪/૨૩ મંગળવારના બગસરા મુકામે શ્રીજીચરણ પામ્યા છે. સાદડી પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. મધુરીબેન મધુસુદન આડઠક્કર ગામ માંડવીવાલાના મોટા પુત્ર ગીરીશના પત્ની અ. સૌ. માલા (ઉં.વ. ૬૬) તે સ્વ. કસ્તુરબેન મુલજી કોઠારી ગામ સુમરી રોહાની પુત્રી. એકતા, ક્રિષ્નાના મમ્મી. સુનિલ, યોગેશ, અલકા વિજયકુમાર રામાણીના ભાભી. સ્વ. શાંતિલાલ, હેમલતા સી. કુળીયા, ઈન્દુ દિનેશ, સ્વ. જસુ જેરામ, મયુર રાજેશ, વર્ષા કિરીટના બેન તા. ૧૮-૪-૨૩, મંગળવારે મુલુંડ મધ્યે રામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૦-૪-૨૩, ગુરુવારના ૫.૩૦ થી ૭ કચ્છી લોહાણા મહાજન વાડી, આર. આર. ટી. રોડ, મુલુંડ વેસ્ટ. બૈરાઓએ તેજ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
વાગડ (ધંધુકા) નિવાસી હાલ મુલુંડ અ. નિ. હર્ષદરાય કેશવલાલ મહેતાના ધર્મપત્ની તથા સ્વ. હેમલતાબેન જાધવજી પરીખના પુત્રી સુધાબેન (ઉં.વ. ૮૦) તા. ૧૮-૪-૨૩, મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. હર્ષા, સંધ્યા, જીજ્ઞા, મનીષા, કલ્પેશના માતુશ્રી. અશોક પંચાલ, પ્રકાશ ચાવડા, કલ્પેશ શાહ, ખુશ્બુ મહેતાના સાસુ. જાનવી, જીંકલ, સૌમ્યા, દિયાંશ, હિયાના બા. સર્વે પક્ષીય પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૧-૪-૨૩ના ૫ થી ૬.૩૦ સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ વેસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી ભાટીયા (મુન્દ્રા)
ભૂપેન્દ્ર સ્વાલી (ઉં.વ. ૮૭) સ્વ. પુષ્પા નરોત્તમ સ્વાલીના પુત્ર. સૌ. સ્વ. ભાવનાના પતિ. સ્વ. ખટાઉના ભાઈ. સ્વ. હીતેષ, અ.સૌ. રાજુલ કાપડીયા, અ. સૌ. હેમા આસરના પિતા. ગં. સ્વ. ચેતનાના સસરા. સ્વ. કલ્યાણજી નારાણજી ભાટીયાના જમાઈ મંગળવાર, તા. ૧૮-૪-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
સ્વ. દેવેન્દ્ર જયસુખલાલ દવેના પત્ની યશ્ર્વિનાબેન તા. ૧૮-૪-૨૩ના તેમના નિવાસ્થાન પવઈ મુકામ કૈલાસવાસી થયેલ છે. તે ગં. સ્વ. મનોરમાબેન, સ્વ. ધિરેન્દ્રભાઈ દવેના ભાભી. સ્વ. ઉર્મિલાબેન ભદ્રીશંકર દવેના પુત્રી. નિયંત, અ. સૌ. સેજલ દેવેન શિહોરા, હર્ષિતના માતુશ્રી. અ. સૌ. ખુશ્બુ, અ. સૌ. નૂપુરના સાસુ. વેદાંત, વિશ્ર્વા, યાશિ, પર્વ, રાધા, સાર્થનાના દાદી-નાની. પ્રાર્થનાસભા તા. ૨૧-૪-૨૩ના ૪ થી ૬. સ્થળ: લાયન્સ કોમ્યુનિટી હોલ, ગરોડીયા નગર, ઘાટકોપર ઈસ્ટ.
કચ્છી લોહાણા
સ્વ. નારાયણજી દેવજી અનમ તથા સ્વ. સાવિત્રીબેન અનમ કચ્છ ગામ નારાયણ સરોવર હાલે ચીખલી (પુના)ના પુત્ર પ્રવીણભાઈ અનમ (ઉં.વ. ૫૯) તા. ૧૮-૪-૨૩, મંગળવારના રામશરણ પામ્યા છે. તે વનિતા અનમના પતિ. શરદ, યશના પિતા. જયોતીબેનના સસરા. સ્વ. ચાંપસીભાઈ નરશીભાઈ માખીસોતાના જમાઈ. પ્રભુલાલ, ગોવર્ધનભાઈ, કિશોરભાઈ, જનકભાઈ, હંસાબેન જયરાજભાઈ, શારદાબેન હરેશભાઈ, લક્ષ્મીબેન મહેન્દ્રભાઈ, લતાબેન વિનોદકુમારના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૦-૪-૨૩ના ૪ થી ૫ શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, કિરાડ ગલી, પાલખી ચોક, પુના.
બાલાસીનોર દશાનિમા વણીક
બાબુભાઈ (કુંજબિહારી) ધારીઆ (જાલીવાલા) (ઉં.વ. ૯૦) તે સ્વ. ચંચળબેન હીરાલાલ ધારીયાના પુત્ર. સ્વ.મધુરીબેનના પતિ. સ્વ. કલાબેન સ્વ. પ્રવિણભાઈના ભાઈ. સ્વ. કલાબેન રમણલાલ પરીખના જમાઈ. ડો. રાજેશભાઈ, નરેશભાઈના કાકા. અમીબેન, મનીષાબેનના કાકાજી તા.૧૮-૪-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૦-૪-૨૩, ગુરુવારના પાટીદાર સમાજ, ફ્રેન્ચ બ્રીજ, ચોપાટી મધ્યે ૫ થી ૭. પછીની બારમા, તેરમાની તેમજ લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી ભાટિયા
ગં. સ્વ. સુધાબેન તે સ્વ. પ્રવિણ પુરુષોત્તમ ગોકુલદાસના પત્ની. ઉપેન, હીના, ઉર્વશી, વિનય, ચારુ, તુષાના માતુશ્રી મંગળવાર, તા. ૧૮-૪-૨૩ના દિલ્લીમાં શ્રીજીના ચરણ પામ્યા છે.
હાલાઈ ભાટિયા
ગં. સ્વ. પુષ્પા હરિદાસ આશર (ઉં.વ. ૯૨) બેંગલોર નિવાસી તે સ્વ. શામજી કાનજી આશરના પુત્રવધૂ. વસનજી અજારિયાની પુત્રી. અ. સૌ. વીણા, અ. સૌ. જયા, હરેશ, હેમંત, સંજયના માતુશ્રી. જવાહર સંપટ, પ્રદીપ પાસ્તા, અ. સૌ. યુક્તિ, અ. સૌ. નીતા, પ્રીતિના સાસુજી તા. ૧૮-૪-૨૩ના શ્રીજીના ચરણ પામ્યા છે. પ્રાર્થનસભા કચ્છી ભવન, એમટીઆર, મીની ફોરેસ્ટ, બેંગલોર ખાતે ૨૦-૪-૨૩ના ૫ થી૬.
નવગામ ભાટીયા
ધ્રોલ નિવાસી હાલ વાશી, મેહુલ પ્રતાપરાય નેગાંધી (ઉં.વ. ૪૩) તા. ૧૯-૪-૨૩ના વાશી ખાતે શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ. શ્રી પ્રતાપરાય તથા ગં.સ્વ. પુષ્પાબેન નેગાંધીના સુપુત્ર. સ્વ. શ્રી દોલતરાય તથા ગં.સ્વ. દેવયાની નેગાંધીના ભત્રીજા. જિગ્ના સોમૈયાના ભાઈ. હેમાંગ તુલસીદાસ સોમૈયાના સાળા. સ્વ. શ્રી બાબુભાઈ, ગં.સ્વ. નીનાબેન આશર તથા સ્વ. શ્રી હરિદાસ આશર (આફ્રીકા)ના ભાણેજ. પ્રાર્થનાસભા રાખેલ નથી.
ઘોઘારી મોઢ વણીક
અ.સૌ. શીલાબેન મહેતા, તેઓ કિરીટભાઈ મહેતાના ધર્મપત્ની (ઉં.વ. ૭૪), મૂળ ગામ લખતર, હાલ અંધેરી તા. ૧૭-૪-૨૩, સોમવારના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. નિર્મળાબેન અને સ્વ. રસિકલાલ મહેતાના પુત્રવધૂ. દાભોલ નિવાસી સ્વ. ગોદાવરીબેન અને મથુરાદાસ ઓચ્છવલાલ ગુજરના સુપુત્રી. ઋષીતના માતુશ્રી. સિદ્ધિના સાસુજી. નયનાબેન દિલીભાઈ, નીનાબેન મુકેશભાઈ, સ્મિતાબેન કિરણભાઈના ભાભી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૧-૪-૨૩ના શુક્રવારે ૪ થી ૬, સીટીસી બેંકવેટ, ચતવાણી બાગ, તૈલી ગલી, અંધેરી-ઈસ્ટ.
ઘોઘારી લોહાણા
ગામ શેડૂભાર હાલ થાણા, ગં.સ્વ. મીરાબેન કારીઆ (ઉં.વ. ૭૮), જે બળવંતભાઈ રૂગનાથભાઈ કારીઆના ધર્મપત્ની. જે હેમાંશુ, કૃષ્ણા તથા રાઘવના માતુશ્રી. જે જસ્મીન, રાધા તથા શ્રદ્ધાના સાસુજી. જે અમરીષ, વિશાખા, કિશન, મયુરી, યશના દાદી. જે સ્વ. મંગળાબેન નારાયણભાઈ ઠકરાર, કલ્યાણના દિકરી. મંગળવાર, તા. ૧૮-૪-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમની ઝુમ પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૦-૪-૨૩ના ૫ થી ૬.
કોળી પટેલ
ગામ કાયાતળાવ હાલ ગ્રાન્ટ રોડ સ્વ. કિશોર પટેલ તે સ્વ. શાંતા બેન, સ્વ. જમનાદાસના પુત્ર (ઉં.વ. ૬૩) તા. ૧૩-૪-૨૩ના દેવલોક પામ્યા છે. તે દક્ષાબેનના પતિ. અશોક, ભરત, કેતન, સ્વ. કમલેશના ભાઇ. ભાવિક, હર્ષના પિતા. સાધના, સંગીતા, ફાલ્ગુનીના જેઠ. મીહિર, ઉન્નતિ, ફે્યાના કાકા. તેમનુ બેસણું શુક્રવાર તા. ૨૧/૪/૨૩ના સાંજે ૪:૦૦ થી ૬:૦૦. સરનામું: અજમેરા હોલ, ગ્રાન્ટ રોડ (વેસ્ટ), પ્લેટફોર્મ નંબર ૧ પાસે, ૧૫૫ બસ સ્ટોપની સામે. પુષ્પાણી તા. ૨૪/૪/૨૩- સોમવારના સાંજે ૩:૩૦ થી ૫.૦૦. સરનામું:- ઈસ્ટ એંડ વેસ્ટ વિલા, શંકર શેઠ રોડ, ભાજી ગલ્લી, ગ્રાન્ટ રોડ (વેસ્ટ), મુંબઈ-૭.