ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ
કેરીયાચાડ નિવાસી, હાલ મલાડ, સૂર્યાબેન બાબુલાલ જોષી, ઉંમર વર્ષ ૮૫, તે સ્વ. બાબુલાલ બા. જોષીના પત્ની, સ્વ. જયંતીભાઈ, પ્રકાશભાઈ, જગદીશભાઈ, અરૂણાબેન, , પ્રવીણાબેનનાં માતુશ્રી, સંગીતાબેનનાં સાસુ, કાર્તિક અને જાગૃતિનાં દાદી, તા.૧૬-૪-૨૩ના રોજ કૈલાસવાસી થયાં છે. સાદડી ગરૂવાર, તા. ૨૦-૪-૨૩ના રોજ. સ્થળ: લક્ષ્મીનારાયણ મંદિર, કાઠિયાવાડ ચોક, રાણી સતી માર્ગ, મલાડ (પૂર્વ), સમય- સાંજે ૪ થી ૬.
કચ્છી લોહાણા
ગામ કચ્છ માંડવી હાલ માટુંગા મુંબઇના અજીતકુમાર મુલજી ઠક્કર (બજાજ) (ઉં. વ. ૮૪) તા. ૧૫.૦૪.૨૦૨૩, શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સૌ કુસુમબેનના પતિ. સ્વ. કસ્તુરબાઇ મુલજી ઠક્કર (બજાજ)ના પુત્ર. સ્વ. છોટાલાલ ભવાનજી ઠક્કરના જમાઈ. મુકેશ, સુચિતાના પિતાશ્રી. રાજેશ, જયશ્રીના સસરાજી. સ્વ. ગોદાવરીબેન, સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. વીરબાળાબેન, સ્વ. રમાબેન, સ્વ. મધુસુદનભાઈના ભાઈ. લૌકીક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
ઔદિચ્ય ગોરવાલ બ્રાહ્મણ
ગામ બામનેરા, હાલ બોરીવલીના સ્વ. ગોપીબેન (ફૂલીબેન) ચુન્નીલાલજી દવે, તે સ્વ. માણેકલાલ વર્દીશંકરજી ત્રિવેદીના પુત્રી. તે સ્વ. મુરલીધરજી, સ્વ છગનભાઈ, સ્વ મથરાબેન, સ્વ સાંકળીબેન, સ્વ. જરાવીબેન, સ્વ. પૂર્ણીબેન, સ્વ. પુષ્પાબેન અને ગીતાબેનના બહેન. મોહનલાલ, મહેન્દ્ર, ધીરજ, પ્રવીણ અને સ્વ મંજુબેનના માતુશ્રી. સુમિત્રાબેન, મંગલાબેન (મીના), સ્વ હંસા, કૌશલ્યાબેન અને સ્વ. નટવરલાલજીના સાસુજી (ઉં. વ. ૯૪) તા.૧૫-૦૪-૨૩ શનિવારના અવસાન થયું છે. ૧૯-૦૪-૨૩ને બુધવારના રોજ તેમના સાસરીયા તથા પિયર પક્ષની પ્રાર્થનાસભા રાખેલ છે. સમય: સાંજે ૫ થી ૭, વર્ધમાન હોલ, પારેખ લેન કોર્નર, એસ વી રોડ, કાંદિવલી પશ્ર્ચિમ, મુંબઈ. લૌકિક પ્રથા બંધ છે.
કંડોળિયા બ્રાહ્મણ
બગસરા વાળા (હાલ : બોરીવલી, મુંબઈ કાંતિલાલ નાગરદાસ પંડ્યાના સુપુત્ર નવનીત ભાઈ (ઉં. વ. ૬૦), તે હીનાબેનનાં પતિ. ચિ. મિતનાં પિતાશ્રી. સૌ.કા. રેવતીનાં શ્ર્વસૂર. તે તરલાબેન તથા સ્વ. રજનીકાંતના ભાઈ રવિવાર, તા. ૧૬/૦૪/૨૦૨૩ના રોજ શ્રી કૈલાસવાસી થયેલ છે. સદગત ની પ્રાર્થના સભા તા. ૨૦-૪-૨૦૨૩ ને ગુરુવારના સાંજે ૫થી ૭ કલાકે રાખેલ છે. સ્થળ : શ્રી કાંદિવલી લોહાણા મહાજન વાડી, ૧લે માળે, શંકર મંદિરની બાજુમાં, એસ.વી.રોડ, કાંદિવલી – (પ).
ઘોઘારી લોહાણા
મૂળ વતન સાવરકુંડલા હાલ કલ્યાણ અરુણાબેન મનસુખલાલ સૂચક (ઉં.વ.૭૯) તે તા. ૧૬-૪-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સૌ. અવની અમીતકુમાર, સૌ. સ્નેહા વિપુલકુમાર, તુષાર અને પિયુષના માતુશ્રી. તે ભાવના અને જયોતીનાં સાસુ. તે ભાવનગરવાળા ચંપાબેન ભગવાનજીભાઇના દિકરી. તે સૌ. દેવાંશી ધ્રુમિલ કુમાર, વત્સલ અને કાલિન્દીનાં દાદી. તે રોનક, સૌ. પાયલ વત્સલકુમાર, સોહમ, ધ્રુમિલના નાની. પ્રાર્થનાસભા તા.૧૮-૪-૨૩ના મંગળવારે ૪-૩૦થી ૬. ઠે. કલ્યાણ લોહાણા મહાજન વાડી, જલારામ હોલ, સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગ, કલ્યાણ (વેસ્ટ).
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
પાલીતાણા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. જયોતીબેનના પતિ અરવિંદભાઈ નટવરલાલ મહેતા (ઉં.વ. ૮૩) તે કમલ, તેજસના પિતાશ્રી. અ. સૌ. મિત્તલ, અ. સૌ. દર્શનાના સસરા. પ્રવીણભાઈ, સ્વ. જયોતિબેન, શારદાબેન, સ્વ. મધુબેન, ભારતીબેન, જયશ્રીબેનના ભાઈ. સાવરકુંડલા નિવાસી સ્વ. હીરાભાઈ અમૃતલાલ મગિયાના જમાઈ તા. ૧૫-૪-૨૩, શનિવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ છે. ત્વચાદાન કરેલ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ભાવનગર નિવાસી હાલ કોલ્હાપુર સ્વ. લીલાવતીબેન ભાઈલાલ મોહનલાલ મહેતાના પુત્ર જીતેન્દ્રભાઈ (ઉં.વ. ૭૮) રવિવાર, તા. ૧૬-૪-૨૩ના સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ. લલિતભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, રશ્મિબેન ભુપતભાઈ, ઉષાબેન મહેન્દ્રભાઈના મોટા ભાઈ. ચેતન, મેહુલ, આરતી મનીષ દેસાઈના પિતાશ્રી. દર્શના, બિજલના સસરા. વંશ, વિધીના દાદા. મનનના નાનાજી. સ્વ. પન્નાલાલ જાદવજી કપાસીના જમાઈ. લૌકિક વહેવાર બંધ
રાખેલ છે.
હાલાઇ ભાટિયા (વીરજિયાણી)
સ્વ. માલતીબેન નરોત્તમ વલ્લભદાસ સંપટના પુત્ર દીપકકુમાર તે શ્રીમતી પ્રીતિબેન (પારૂલબેન)ના પતિ. મિત્સુ, યશ અને પ્રિયંકાના પિતાશ્રી. જીયાના દ્વિશના દાદા. ક્રિશ્ના, ધૈર્ય તથા દેવના નાના. ૧૫-૪-૨૩ના રોજ શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
હાલાઇ લોહાણા
શેઠશ્રી મણિકાંત ઠક્કર (પુજારા) (ઉં.વ. ૯૩) મુળવતન રાજકોટ હાલ બોરીવલી મુંબઈના રહેવાસી તા. ૧૫-૪-૨૩ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. પુરુષોત્તમદાસ બેચરદાસ પુજારાના પુત્ર. સ્વ. ભાનુમતીબેનના પતિ. સ્વ. મટુબેન દ્વારકાદાસ કાળીદાસ પાબારીના જમાઈ. સ્વ. વલ્લભદાસ દ્વારકાદાસ પાબારીના બનેવી. આત્મીય સ્વજન નયનાબેન હશમુખભાઈ પાબારીના ફુઆ. તેમની પ્રાર્થનાસભા રાખેલ નથી.
કપોળ
મહુવાવાળા પ્રવિણચંદ્ર જયંતીલાલ મોદી (ઉં.વ. ૮૫) તે સ્વ. શીલાબેનના પતિ, જીજ્ઞેશ અને પ્રશાંતના પિતા. અર્ચનાના સસરા. સ્વ. રમણીકભાઇ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, કીર્તિભાઇના ભાઇ. ચોગઠ નિવાસી દેસાઈ અનંતરાય ઓધવજીના જમાઈ. ૧૬-૪-૨૩ના રોજ શ્રીજીશરણ પામેલ છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
બાલાસિનોર દશાનીમા વણિક
ચંદ્રકાન્ત (બાબુભાઇ) મોજીલાલ શાહ (ચટાઈ) (ઉં.વ. ૯૫) તે ૧૬-૪-૨૩ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. મંજુલાબેનના પતિ. રાજેશ, સ્વ. પૂર્ણિમા, સ્મિતા, પારૂલ, શિલ્પા અને ફાલ્ગુનીના પિતાશ્રી. બીના, કિશોર, સ્વ. નરેન્દ્ર, અતુલ, રાકેશ અને મનીષના સસરા, સલોની ધરવ પરીખ, ખુશાલી ભાવિક પટનીના દાદા. સ્વ. શાંતાબેન, સ્વ. શારદાબેન, રમણીકભાઇના ભાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.