હિન્દુ મરણ
બારોટ
કાલોલ નિવાસી હાલ ગોરાઈ અ.સૌ. વર્ષાબેન બારોટ (ઉં.વ. ૬૫) તે રાજેન્દ્રકુમાર બારોટના પત્ની. અ.સૌ. પૂનમ ચિતોરાના માતા, પવનકુમાર કનૈયાલાલ ચિતોરાના સાસુ તે તા. ૯-૧૧-૨૨, બુધવારના રોજ અરિહંતશરણ પામ્યા છે. તે જસુમતીબેન જેઠાલાલ ગુલાબદાસ બારોટના પુત્રવધૂ. તેમ જ પ્રાંતિજ નિવાસી સ્વ. તારાબેન સોમાલાલ ચુનીલાલ શાહની દીકરી. સરનામું: પ્લોટ નંબર ૨૭૬/એ-૨૨, દિપ કો.હા.સો., સંગમ બંગલોની સામે, ગોરાઈ-૨,
બોરીવલી (પ).
કચ્છી લોહાણા
સ્વ. વનિતાબેન ગોરધનદાસ અનમ તથા સ્વ. ગોરધનદાસ લવજી અનમ ગામ કચ્છ: પદ્ધર હાલે મુલુંડની સુપુત્રી જયશ્રીબેન (ઉં.વ.૫૯) શુક્રવાર તા. ૧૧-૧૧-૨૨ના રોજ રામશરણ પામેલ છે, તે નીતિન અને ચેતનની બહેન તે લવજી નરશી અનમની પૌત્રી. તે રામજી વિશ્રામ સોનેતાની દોહિત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
કચ્છી લોહાણા
ગામ કોઠારાવાળા હાલ વિક્રોલી મુંબઇ કાન્તાબેન અને કિશોરકુમાર રતનશી માણેકના સુપુત્ર સ્વ. અશ્ર્વિન માણેક (ઉં. વ. ૪૨) તે હીના, દક્ષા અને ગીતાના ભાઇ. કાવ્યાના મામા. ગુરુવાર, તા. ૧૦-૧૧-૨૨ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. સાકરબાઇ કલ્યાણજી નારાયણદાસ ચંદનના પુત્ર મનજીભાઇ (ઉં. વ. ૬૬) ગામ કચ્છ નલિયા હાલ મુલુંડ. તે ગં. સ્વ. મંગળાબેન લાલજી ચન્ના ગણાત્રાના જમાઇ. ગામ નલિયા તે સ્વ. હિતેશ, જીજ્ઞાના પિતા. તે મીનાબહેનના પતિ. તે સ્વ.દેવેન્દ્રભાઇ, વિજયભાઇ, નયનભાઇ, મંગળાબેન પ્રભુદાસભાઇ ચોથાણી, જયોતિ (કાશીબેન) જયેન્દ્રભાઇ ઠક્કરના ભાઇ. ગુરુવાર, તા. ૧૦-૧૧-૨૨ના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર તા. ૧૩-૧૧-૨૨ના સાંજે ૫થી ૭. ઠે. મુકતેશ્ર્વર મહાદેવ મંદિર, મુકિતધામ, ડો. આર. પી. રોડ, મુુલુંડ (પશ્ર્ચિમ), બહેનોએ એ દિવસે આવી જવું, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગં. સ્વ. પુષ્પાબેન માખેજા (ઉં. વ. ૭૩) સ્વ. મહેન્દ્રભાઇ મોનજી માખેજાના ધર્મપત્ની ગામ નલિયા, હાલે મુલુંડ તે શુક્રવાર તા. ૧૧-૧૧-૨૨ના રામશરણ પામેલ છે. તે ગં.સ્વ. મીરાબેન મોનજી માખેજાની વહુ. તે જીજ્ઞેશ, વર્ષાબહેન બીપીન પલણ, અજયના માતાજી. જીજ્ઞાબેન, બીપીનભાઇ, ચેતનાબહેનના સાસુ. ધૈર્ય, જય, સ્નેહાના દાદી. લક્ષ્મીબેન દામજી (પોપટભાઇ) રાંભીયા ગામ ગુદાલાના નાની દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ખત્રી
ગણદેવી હાલ કાંદિવલી પ્રમિલા (ઉં. વ. ૭૬) તે ધીરજલાલ પ્રાણજીવન કાપડિયાના પત્ની. રાજેશ, કલ્પના વિજય બલસારા, દિપા અજય કાપડિયાના માતુશ્રી. સ્વ. ધ્રુવકાંત, રતિલાલ કાપડિયા, રમેશ, શારદા સગર, સ્વ. મીના ક્ષત્રિયના બહેન. તા. ૧૧-૧૧-૨૨ના શુક્રવારે સ્વર્ગવાસ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. સૌ. લક્ષ્મીબેન શીવજી અરજણ સચદે ગામ મોટી ધ્રુફીવાલાના સુપુત્ર ભરત (ઉં. વ. ૭૨) શુક્રવાર, તા. ૧૧-૧૧-૨૨ના પનવેલ મુકામે વૈકુંઠધામ સિધાવેલ છે. તે ભારતીબેનના પતિ. વિરેન, પાર્થના પિતા. તે સ્વ. લીલાવંતી કરમશી ત્રિકમદાસ કોઠારી ગામ ગઢશીશાના જમાઇ. તે સ્વ. શારદાબેન મુલજી ઠકકર, સ્વ. જાનકીબેન લક્ષ્મીકાંત રવાસિયા, સ્વ. વસંત, ભગવતીબેન વિજયકુમાર પુંજાણી અને સ્વ. રણજીતના નાનાભાઇ. તે સ્વ. જિતેન્દ્ર, અશોક તથા રમેશના બનેવી. લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. વિમળાબેન હિરજી બારુના જયેષ્ઠ પુત્ર નીતિન (દરીયા) હીરજી બારુના ધર્મપત્ની અ. સૌ. હિનાબેન (ઉં. વ. ૫૮) કચ્છ ગામ વિરાણી હાલે મુલુંડ મધ્યે તા. ૧૧-૧૧-૨૨ના શુક્રવારે રામશરણ પામેલ છે. તે સ્વ. દેવયાની દામજી મજેઠીયા ગામ લોડાયના જયેષ્ઠ પુત્રી. તે હિતેશ દામજી મજેઠીયાના બેન. તે મિત તથા કુરપા નિરવ સત્રાના માતુશ્રી. બીના, જીતેશ ગીયાસોતા તથા રોહિત (શંકર)ના ભાભી. તે વીણાબેનના જેઠાણી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૩-૧૧-૨૨ના રવિવારે ૫.૩૦થી ૬.૩૦. ઠે. જીવરાજ ભાણજી હોલ, અશોક નગર મેહુલ ટોકીઝ પાસે, નાહુર ગાવ મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
બ્રાહ્મણ
મૂળગામ મોરબી હાલ મુંબઇ સ્વ. ડો. પ્રફુલચંદ્ર દવે (ઉં. વ. ૯૨) તે જીગરભાઇ અને નીરવભાઇના પિતા. યશના દાદા. કોમલબેનના સસરા. બચુભાઇ, ગુલાબભાઇ, મહેન્દ્રભાઇ અને શુશીબેનના ભાઇ. તા. ૧૧-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
નવગામા ભાટિયા
ડો. શીલા સંપટ (ઉં.વ. ૯૧) તે સ્વ. ડો. વિજય સંપટના ધર્મપત્ની. સ્વ. દ્વારકાદાસ અને સ્વ. ઝવેરબેન મર્ચન્ટના પુત્રી. સ્વ. જમનાદાસ પ્રાગજી સંપટ તથા સ્વ. હીરાબાઈના પુત્રવધૂ. ડો. નિમિષ તથા અનીશના માતુશ્રી. પાર્થ, કૃતિકા, રોહન, રિયાના દાદી. ૧૧/૧૧/૨૨ના વડાલા મુકામે શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી સઈ સુથાર જ્ઞાતિ
ગામ ઉગામેડી હાલ દહિસર હીરાબેન કાનજીભાઈ પરમાર (ઉં.વ. ૮૭) તે ૧૧/૧૧/૨૨ના રામચરણ પામેલ છે. તે સ્વ. મહેન્દ્રભાઈ, દિલીપભાઈ, હંસાબેન જેન્તીલાલ વઢવાણા, ઉષાબેન રમેશકુમાર સોલંકી, સ્વ. જ્યોતિબેન પ્રવિણકુમાર ડેડાણિયા, કવિતાબેન મુકેશકુમાર કુંભાણીના માતુશ્રી. સદ્દગતનું બેસણું ૧૩/૧૧/૨૨ના ૪થી ૬ કલાકે બી/૪૧, ગોકુલ હાઈટ્સ, વામન સાવંત રોડ, ક્રીષ્ટલ હોસ્પિટલની બાજુમાં, દહિસર ઈસ્ટ.
હાલાઇ ભાટિયા
વૈજાપુર હાલ મુંબઈ મુરારજી લાલજી સંપટ (ઉં.વ. ૮૪) તે ૧૦/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. સ્વ. કમલાબેન બાબુરાવ ભાટિયાના જમાઈ. મનીષાબેનના પતિ. કાનજીભાઈ, સ્વ. વનીતાબેન, રાજેન્દ્રભાઇ, દિનેશભાઇના મોટાભાઈ. તૃપ્તિ ધર્મેશકુમાર નેગાંધી, યોગિતા નિશાંતકુમાર સંપટ, કૃષ્ણા-અ.સૌ. હિમાલીના પિતાશ્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
ધામેલવાળા હાલ દહિસર નવનીતરાય દામોદરદાસ મહેતાના ધર્મપત્ની અ.સૌ. પ્રવિણાબેન (ઉં.વ. ૭૩) તે ૧૦/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે ડેડાણવાળા સ્વ. વસંતબેન મગનલાલ ઠાકરશી દોશીના દીકરી. કમલેશ-અ.સૌ. અમી (ગુડ્ડી), તૃષા પ્રણયકુમાર, ફાલ્ગુની જતીન, અલ્પા ભાવેશના માતુશ્રી. રંજનબેન, કુંદનબેન, દિલીપભાઈ, અજિતભાઈના બહેન. અ.સૌ. ઇલાબેન હસમુખરાય, પ્રીતિ (ઉલ્લાસ) દિલીપ, ગં.સ્વ. મંજુલાબેન પરષોત્તમદાસના ભાભી. પ્રાર્થનાસભા ૧૩/૧૧/૨૨ના ૪ થી ૬ કલાકે પાવનધામ મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ.
વીરપુર દશાનીમા વણિક
હસમુખલાલ મણિલાલ દેસાઈના ધર્મપત્ની પ્રેમિલાબેન (ઉં.વ. ૮૧) તે સ્વ. ચંપાબેન /સ્વ. કપિલાબેન તથા સ્વ. બાબુલાલ ચંદુલાલ કડકિઆના પુત્રી. પ્રવીણભાઈ, અશોકભાઈના ભાભી. દિલીપ, હિતેન, દીપિકાના માતુશ્રી. નિશા, સ્વ. પ્રેરણા, સતીષકુમારના સાસુ. ૯/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૩/૧૧/૨૨ સમય ૫ થી ૭ કલાકે સ્વામિનારાયણ મંદિર, સાઈબાબા હોસ્પિટલની પાછળ, બી પી રોડ, ભાયંદર ઈસ્ટ.
લોહાણા
ખજુરી પીપડી (જૂનાગઢ) હાલ કાંદિવલી ગં.સ્વ. જાગૃતિબેન તથા સ્વ.મહેશભાઈ પોપટલાલ અનડાના સુપુત્ર ભાવેશભાઈ (ઉં.વ. ૩૮) તે મમતાબેનના પતિ. સ્વ. હાર્દિક અનડાના મોટાભાઈ. નિધીના પિતા. ઉદવાડાવાળા સ્વ. કંચનબેન જમનાદાસ રાજાના દોહિત્ર તા. ૧૧/૧૧/૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
સમસ્ત દરજી સમાજ બાબરીયાવાડ – મુંબઈ
ગામ રાજુલા હાલ મલાડ સ્વ. દિવાળીબેન વાલજીભાઈ વાધેલાના પુત્ર છગનભાઈ વાધેલા (ઉં.વ. ૮૧) ૧૧/૧૧/૨૨ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે જેકુરબેનના પતિ. મહેશભાઈ, રાજેશભાઈ, જયસુખભાઈ મંજુલાબેન, ભારતીબેનના પિતાશ્રી. સ્વ. મેધજીભાઈ, રામજીભાઈ, સ્વ.ગોવિંદભાઈ શાંતિભાઈ, સ્વ. નારણભાઈ, સ્વ. પાર્વતીબેન ઠાકરસીભાઈ, ગં. સ્વ. મોધીબેન તુલસીભાઈ, સમજુબેન જેન્તીલાલના ભાઈ. સ્વ. પ્રવિણલાલ રતીભાઈ પ્રવિણકુમાર કાન્તિભાઈ, રેખાબેન પ્રીતિબેન શિલ્પાબેનના સસરા. તે નાગેશ્રી નિવાસી સ્વ. ગીગાભાઈ જેરામભાઈ ગોહિલના જમાઈ. પ્રાર્થનાસભા ૧૩/૧૧/૨૨ રવિવારના સાંજે ૪ થી ૬ કલાકે. સ્થળ: નડીયાદવાલા હોલ, લક્ષ્મી નારાયણ શોપિંગ સેન્ટર સામે, પોદ્દાર રોડ, મલાડ (પૂર્વ).