હિન્દુ મરણ
ઔદિચ્ય બ્રાહ્મણ
મુંબઇ નિવાસી શ્રી મધુસૂદનભાઈ નાગેશ્ર્વર વ્યાસ, તે ઉર્મિલાબેનના પતિ. હિતેશભાઈ અને મીતાબેનના પિતા. ભાર્ગવીબેન અને વિજયભાઈના સસરા. ઋષિતા, આશકાના દાદા. કુણાલ અને પૌલમીના નાના, તા. ૧૩/૪/૨૩ના સ્વર્ગસ્થ થયા છે. લૌકિક પ્રથા બંધ છે. બેસણું રાખેલ નથી.
દશા શ્રીમાળી
ખંભાત નિવાસી હાલ વિલેપાર્લા જયન્ત (જયેન્દ્ર) શાહ (ઉં.વ. ૬૫) તે સ્વ. શાન્તાબેન તથા સ્વ. રમણલાલ હીરાલાલ શાહના પુત્ર. ધર્મિષ્ઠાબેન મનિષકુમાર કામાનીના ભાઈ. મુકેશભાઈના ભાઈ. કાશ્મિરાબેનના જેઠ. મનિષકુમારના સાળા. તન્વીના કાકા તા. ૧૧-૪-૨૩, મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
સુરતી વિશા લાડ વણિક
હાલ મુંબઇ નિવાસી પૂ. વ. ઇન્દ્રવદન હિરાલાલ મહેતા (ઉં. વ. ૯૧) તા. ૧૩-૪-૨૩ ગુરુવારના શ્રીચરણ પામ્યા છે. તે સ્વ. પ્રમોદિનીબેન (પ્રફુલ્લબેન) ના પતિ. દેવાંગના પિતા. રૂપલના સસરા અને રીયાના દાદા. ભાવના, સંગીતા, રીટા અને હિમાંશુના કાકા. પ્રાર્થનાસભા તા. ૧૪-૪-૨૩ શુક્રવારના સાંજે ૫-૭ના સંન્યાસ આશ્રમ, વિલેપાર્લે (વેસ્ટ).
નવગામ ભાટિયા
ગામ ધ્રોલ (હાલ મુંબઇ, માટુંગા) નિવાસી પરેશ નરોત્તમ નેગાંધી (ઉં. વ. ૫૪) તે સ્વ. ઇન્દુમતી અને સ્વ. નરોત્તમભાઇના પુત્ર. તે વૈશાલીના પતિ. તે અમેયના પિતા. તે રાજશ્રી અને સ્વ.શૂરસિંહ કિસનદાસ ભાટિયા કુર્ડૂવાળી વાળાના જમાઇ. ભાવના અને કેતનના ભાઇ. મીરાના દિયર, નિતીનના સાળા, અર્ચિતના મામા. શિવાનીના કાકા. મીનલ અને શીતલના બનેવી. તા. ૧૨-૪-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, તેમ જ લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ
મુળ વતન લાખાપરના અ.સૌ. જ્યોત્સના શાહ (ઉં.વ. ૭૦), હાલે અંધેરી તા. ૧૦-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે દિનેશ પ્રેમચંદ શાહનાં ધર્મપત્ની. સ્વ. તારામતીબેન, સ્વ. વનીતાબેન, સ્વ. હરિલાલભાઈ, જગદીશભાઈ તથા લીલાબેનનાં નાનાભાઈના પત્ની. સ્વ. હંસાબેન તથા સુલોચનાબેનનાં દેરાણી. સ્વ. પૂર્ણિમાબેન, ઉદય, કોમલ અને રશેસનાં કાકી. સ્વ. સવિતાબેન રમણિકલાલ મહેતાના પુત્રી. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
પાલવાડા ઔદીચ્ય સહ
ગં.સ્વ. ખુશમનબેન જગદીશચંદ્ર વ્યાસ (ઉં.વ. ૭૯) જે સ્વ. રાજેશ, વ્રજેશ, બીનાના માતોશ્રી. જાગૃતિ અને જનકકુમારના સાસુ. ધ્વની, આસ્થાના દાદી. અમી અને ભાવિકના નાની તથા રાજના દાદીસાસુ તા. ૧૨-૪-૨૩ને બુધવારના સ્વર્ગવાસ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઇદર ઔદિચ્ય સત્તાવીસ જ્ઞાતિ બ્રાહ્મણ
ગં. સ્વ. આશાબેન જોશી (ઉં.વ. ૮૨) સ્વ. ચંદ્રકાંત દામોદર જોશીના પત્ની ગામ વસઈ હાલ બોરીવલી તા. ૧૨-૪-૨૩ના શ્રીચરણ પામ્યા છે. તે સમીર અને રાજુના માતોશ્રી. બીનાના સાસુ. હરીશ અને કુંદનના ભાભી. જ્યોત્સનાના જેઠાણી. પૃથ્વી, મંશા, અપેક્ષા, મેંગોના દાદી. પ્રાર્થના સભા તા. ૧૪-૪-૨૩, ૫ થી ૭ સુંદરધામ, રામબાગ લેન, ઓફ. એસ વી રોડ, બોરીવલી વેસ્ટ.
હાલાઇ લોહાણા
સેલમ નિવાસી હાલ વિરાર ચંદ્રકાન્ત ધરમશી રાયચુરા (ઉં.વ. ૮૩) તે ૧૦/૪/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. ચંદ્રિકાબેનના પતિ. આરાધના જસ્મા તથા યોગેશના પિતા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ધરણગામ ભાટિયા
હાલ બોરીવલી નિવાસી સ્વ. કમલાબેન બાબુરાવ ભાટિયાના પુત્ર શરદ ભાટિયા (ઉં.વ. ૮૪) તે ૧૦/૪/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. સરલાબેનના પતિ. સ્વ. કમલાબાઈ શંકર ભાટિયાના જમાઈ. રાજેશના પિતા. આરતીના સસરા. તેજના દાદા. તારાબેન, મનિષાના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાટીયા
ધનજી ધરમસિંહ ઉદેશી (વનરાજભાઈ) (ઉં.વ. ૯૦), તે સ્વ. સાવિત્રીના પતિ. મણીબાઈ ધરમસિંહ મોરારજીના સુપુત્ર. સ્વ. રણછોડભાઈ માવજી આશરના જમાઈ. ચિ. નિતિન તથા સૌ. નિતા વિનય ભિમાણીના પિતા. સૌ. નિપાના સસરા. સૌ. વિધી વિવેક કેશાની તથા મિહિરના દાદા તા. ૧૧-૪-૨૩ના મુંબઈ મુકામે શ્રીના ચરણ પામ્યા છે. સર્વે લૌકિક વહેવાર બંધ છે.
ઝાલાવાડી સઈ સુથાર
ગામ સુદામડા હાલ પનવેલ કાનજીભાઈ હરજીવન પાણસણિયા (ઉં.વ. ૮૬), તા. ૧૨-૪-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે જશુબેનના પતિ. ભીખુ, રીટા ભરતકુમાર પરમારના કાકા. ભરત, દિપક, મુકેશ, સુનીલના પપ્પા. મંગળા, ભાવના, સોનલના સસરા. મયુર, અભિષેક, ઝીલના દાદા. દિપેક્ષા, મિલીનના નાના. સાદડી તા. ૧૪-૪-૨૩ના પનવેલ લોહાણા મહાજનવાડી, મીરચી ગલ્લી, પનવેલ, સમય ૪.૦૦ થી ૬.૦૦.
ઔદીચ્ય પીસ્તાલીસ બ્રાહ્મણ
ગામ કુકડીયા નિવાસી રેખાબેન કીરીટકુમાર દામોદરદાસ ત્રિવેદી (ઉં.વ. ૭૩), તે સચીન, આશિષ, દિપેશના માતુશ્રી. કિશોરભાઈ, સ્વ. સરસ્વતીબેન, સ્વ. તારાબેન, સ્વ. રમાબેન, સ્વ. સુનંદાબેનના ભાભી. મીનાક્ષીબેનની દેરાણી. જીતેન, ભાવિષા (પિન્કી)ની કાકી. જાગૃતિ, રેશમા, શ્ર્વેતાના સાસુ. યોહાંશ, ધર્ષ, રિદ્ધિમાના દાદી. સ્વ. જમીયતરામ નરભેરામ જપી (બડોલી)ની દીકરી, ૧૧/૪/૨૩ના અક્ષરધામવાસી થયા છે. પ્રાર્થનાસભા ૧૫-૪-૨૩, શનિવાર. લોહાણા મહાજન વાડી, ઠાકુરદ્વાર રોડ, બેંક ઑફ બરોડા સી. પી. ટેંક બ્રાન્ચ, મુંબઈ ૨. સાંજે ૫થી ૭.