હિન્દુ મરણ
સ્વ. જયશ્રીબેન કીર્તીકુમાર કાપડીયા (ઉં.વ. ૬૬) તે સ્વ. કીર્તીકુમાર પરમાનંદદાસ કાપડીયાના પત્ની. સ્વ. પરમાનંદદાસ તથા ચંપાબેનની પુત્રવધૂ. સ્વ. દીનદયાલ ડુંગરશી કારીયાની નાની પુત્રી. વિક્રમભાઈ, સ્વ. કુમારભાઈ, સ્વ. વિનયભાઈ, ગં. સ્વ. મીનાબેનની બેન. અલ્કેશ, પ્રણવની મમ્મી. રીતુ, સોનમની સાસુ તા. ૯-૪-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૨-૪-૨૩ના સાંજના ૪ થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે. સરનામું: કપોળ વાડી, સુદામા હોલ, ઓપોઝીટ વાલચંદ સોસાયટી, ફાટક રોડ, ગીતા નગર, ભાયંદર વેસ્ટ.
કોળી પટેલ
ગામ ખરસાડ ઓરી ફળિયા નિવાસી બાબુભાઈ મોહનભાઈ પટેલ (ઉં. વ. ૭૪) સોમવાર, તા. ૧૦-૪-૨૩ના અવસાન પામ્યા છે. તે સ્વ. મધુબેનના પતિ. તે વનરાજભાઈ (કાલુ) તથા ભાવના, સંગીતા, સંધ્યા, ધરતીના પિતાશ્રી. તે ગં. સ્વ. વર્ષાબેનના સસરા. આર્યા, પ્રગતિના દાદા. જિજ્ઞાશ, અમિષા, રાજ, વિધિ, કેદાર, કેયાનના નાના. તેમનું બેસણું બુધવાર, તા. ૧૨-૪-૨૩ના સવારે ૧૧ થી ૪. પુષ્છપાણી શુક્રવાર, તા. ૨૧-૪-૨૩ના બપોરે ૩ થી ૫ ગામ ખરસાડ ખાતે રાખેલ છે.
કોળી પટેલ
ગામ વલોટી હાલ મલાડ (પૂર્વ)ના સ્વ. ભાણીબેન તથા સ્વ. મંગુભાઈ હરીભાઈ પટેલના પુત્ર કરસનભાઈ પટેલ (ઉં.વ. ૮૮) રવિવાર, તા. ૯-૪-૨૩ના દેવલોક પામ્યા છે. તે સ્વ. રેવાબેનના પતિ. સ્વ. સુમનભાઈ, મધુબેનના ભાઈ. હસુમતી, વિનોદ, રાજેશ, નીલા, નર્મદાના પિતા. હેતલ, શીલા, સ્વ. મહેન્દ્રભાઈ, દિલીપ, શશીકાંતના સસરા. ક્ધિનરી, હાર્દિકા, દિશા, રૂચી, નિષ્ઠાના દાદા. જયોતિ, સંતોષ, દિવ્યેશ, ઊર્વિ, વેદાંત, વાણીના નાના. બેસણું ગુરુવાર, તા. ૧૩-૪-૨૩ના ૩ થી ૫ તેમ જ પુચ્છપાણી ગુરુવાર, તા. ૨૦-૪-૨૩ના ૪ થી ૫. નિવાસસ્થાન: રૂમ નં. ૭, જયનારાયણ શુકલા ચાલ, કુરાર વિલેજ, સાંઈબાબા મંદિરની સામે, મલાડ (પૂર્વ). લૌકિક પ્રથા બંધ છે.
આજક ગિરનારા બ્રાહ્મણ
ઘનશ્યામભાઈ ગોપાલજી પુરોહિત (ઉં. વ. ૮૧) (સરાડીયાવાળા) તે ઈન્દિરાબેનના પતિ. તે સ્વ. ચેતનભાઈ તથા જિગ્નેશભાઈના પિતાશ્રી. સ્વ. જમનાદાસ તથા ગિરજાશંકરભાઈના ભાઈ. સ્વ. લાલજી કાનજી ઉપાધ્યાયના જમાઈ તા. ૧૦-૪-૨૩ના રોજ અંધેરી જે. બી. નગર મુકામે શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૩-૪-૨૩ના રોજ ૪ થી ૬ રાખેલ છે. સ્થળ: મુક્તિધામ હિન્દુ ક્રિમેટોરિયમ, સહાર રોડ, પારસીવાડા, ચકાલા, અંધેરી (ઈ.)
બ્રહ્મક્ષત્રિય
રોહિણી ઠાકોર તા. ૮-૪-૨૩એ ગુજરી ગયા છે. તે સ્વ. પરિમલ કાંતિલાલ ઠાકોરના પત્ની. વિપુલના માતા. દીપાના સાસુ. સમા અને ખુશના દાદી. પ્રાર્થનાસભા: તા. ૧૨-૪-૨૩, બુધવારે ૫ થી ૭. સ્થળ: શંખ હોલ, પહેલે માળે, ઇસ્કોન, ગોવિંદા રેસ્ટોરાંની ઉપર, હરે કૃષ્ણા, જૂહુ.
હાલાઈ લોહાણા
ગં. સ્વ. ઉર્મિલાબેન બુદ્ધદેવ (ઉં.વ. ૮૫) તા. ૧૦-૪-૨૩ના મુંબઈ મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે કાંતિલાલ બુદ્ધદેવના ધર્મપત્ની. સ્વ. બાબુલાલ માધવજી ગોરખના પુત્રી. પંકજભાઈ, દીપકભાઈ, કૌશિકભાઈ, મિલનભાઈના માતુશ્રી. રાહુલ, રિશી, અનુજ, જીમીત, નીતા, અદિતી, રીનાના દાદી. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગામ કોજાચોરો હાલે ડોમ્બિવલી સ્વ. માધવજી પૂંજા કારીયાના પુત્ર નીતિન કારીયા (ઉં.વ. ૬૦) તે ચેતનાબેનના પતિ. મયુર, પરાગના પિતાશ્રી. તૃપ્તિ કારીયા, ઈશિતા કારીયાના સસરા. જયોતિબેન વલ્લભદાસ આઈયાના મોટા જમાઈ તા. ૧૦-૪-૨૩ના શ્રીરામ શરણ પામેલ છે. બંને પક્ષ તરફથી પ્રાર્થના તા. ૧૨-૪-૨૩, બુધવારે. સરનામું: શ્રી જલારામ મંદિર, એસ. જી. બર્વેનગર, ભટ્ટવાડી, ઘાટકોપર વેસ્ટમાં ૫ થી ૭. બૈરાઓએ તેજ દિવસે આવી જવું. લૌકિક વહેવાર બંધ છે.
કપોળ
ચલાલાવાળા હાલ વિલેપાર્લે સ્વ. રસીલાબેન દ્વારકાદાસ દોશીના પુત્ર દિનેશભાઈ (ઉં.વ. ૭૯) તા. ૯-૪-૨૩, રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે મંજુલાબેનના પતિ. પ્રશાંત, વિશાલના પિતા. બીના, જેસલના સસરા. સ્વ. શરદભાઈ, પ્રફુલ્લાબેન ધીરેન્દ્રભાઈ દેસાઈ, નવીનભાઈના ભાઈ. સ્વ. છોટાલાલ રૂગનાથ હકાણીના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૩-૪-૨૩, ગુરુવારના રાખેલ છે. સ્થળ: રાજપુરિયા હોલ, એન. પી. ઠક્કર રોડ, વિલેપાર્લે ઈસ્ટમાં ૫ થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ
સ્વ. ભાસ્કરભાઈ દવેના ધર્મપત્ની ગં. સ્વ. સુમનબેન દવે (ઉં.વ. ૭૪) તા. ૧૧-૪-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. છેલ્લશંકરભાઈ, સ્વ. ભૂપેન્દ્રભાઈના નાના ભાઈના પત્ની. સ્વ. લલિતાબેન, ગં. સ્વ. ભારતીબેનના દેરાણી. આશિષ, મયુર, રીટા, ભાવનાના માતુશ્રી. દક્ષાબેન, હેતલબેન, રાજેનભાઈ, ભાવેશભાઈના સાસુ. ભાવિકા, આદિત્ય, દિવ્યાંશના દાદી. પ્રાર્થનાસભા નિવાસસ્થાને તા. ૧૩-૪-૨૩ના ૪ થી ૬. ઠે. એ-૪૦૨, પંકજ બિલ્ડીંગ, કમલ એપાર્ટમેન્ટ, શંકર લેન, કાંદિવલી વેસ્ટ.
દશા પોરવાડ વણિક
પાટણ નિવાસી હાલ મુંબઈ શ્રીમતી દીનાબહેન તે વલ્લભદાસ ગોપાલદાસ શાહના પત્ની. મિહીર, સ્વ. રીમાના માતુશ્રી. નીલમના સાસુ. વિરાલી, પ્રિયાંશીના દાદી. અશ્ર્વિનભાઈ, અશોકભાઈ, પ્રેમીલાબેન, મીનાબેન, શીલાબેનના બહેન તા. ૯-૪-૨૩ના સ્વર્ગવાસ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
બરદાઈ બ્રાહ્મણ મોતી જ્ઞાતિ
મૂળ ગામ મોટી ખાખરી (હાલ મીરા રોડ)ના સ્વ. વિશ્ર્વનાથભાઈ મોરારજીભાઈ રાજયગુરુના પત્ની ગં. સ્વ. મંગળાબેન (ઉં.વ. ૮૬) સોમવાર, તા. ૧૦-૪-૨૩ના કૈલાસવાસ પામ્યા છે. તે મગનભાઈ, રમેશભાઈ, કાંતિભાઈ, રસિકભાઈ, મોહનભાઈ, દિનેશભાઈ, મંજુબેનના માતા. જયાબેન, સવિતાબેન, વિમળાબેન, લલિતાબેન, કંચનબેન, મયુરીબેન, ધીરજલાલ ભોગાયતાના સાસુ. પિયર પક્ષે સ્વ. રામકુંવરબેન તથા સ્વ. પ્રાગજીભાઈ ડાડુભાઈ અરાંભડિયાના દીકરી. રેવાશંકરભાઈ, હરિશંકરભાઈ, મોહનભાઈ, પુરુષોત્તમભાઈ, સ્વ. નર્મદાબેન વેલજીભાઈ, ગં. સ્વ. શામકુંવરબેન દેવરાજભાઈના બેન. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૩-૪-૨૩ના ૪ થી ૬. ઠે.: રાધાકૃષ્ણ બેન્કવેટ હોલ, પૂનમ સાગર, કાસાડેલા પાસે, મીરા રોડ પૂર્વ.
કચ્છી લોહાણા
સ્વ. સરસ્વતીબેન રણછોડદાસ રૂપારેલની મોટી સુપુત્રી સરલા રણછોડદાસ રૂપારેલ (ઉં.વ. ૭૫) હાલ મુલુંડ (ગામ – બરંદા) શનિવાર, તા. ૮-૪-૨૩ના રામશરણ પામેલા છે. તે ઈન્દુબેન રામજી ચોથાણીના મોટાબહેન. તે જીજ્ઞા તુષાર ચોથાણી તથા કવિતા હેમલ ચોથાણીના માસી. પ્રાર્થના સભા રાખેલી નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા સોરઠિયા વણિક
બામણાસા નિવાસી હાલ વિરારના દેવીદાસ રૂપચંદ ગાંધીના ધર્મપત્ની અ. સૌ. કંચનબેન ગાંધી (ઉં.વ. ૬૨) તે ૧૦/૪/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે વિરેશ, રિતેશ, કુણાલના માતુશ્રી. કામિની, ગીતા, આરતીના સાસુ. કાજલ, નેહા, ધ્રુવ, કશિશ, ફલક અને વીરના દાદી. તેમની પ્રાર્થનાસભા ૧૩/૪/૨૩ના ૪ થી ૬, એ વિંગ, કોરલ એપાર્ટમેન્ટ, બીજો માળ, બાબા ગ્રાઉન્ડ, વિરાર વેસ્ટ.
કચ્છી ભાટિયા
ગં. સ્વ. આશાબેન (બાયાબેન) (ઉં.વ. ૮૪) તે સ્વ. અજીતસિંહ સંપટના ધર્મપત્ની. સ્વ. વ્રજકુંવરબેન વલ્લભદાસ આણધાણીના પુત્રવધૂ. સ્વ. જયાવંતી લીલાધર દ્વારકાદાસ ટોપરાણીના પુત્રી. ગં. સ્વ. કૃષ્ણા અરુણ ઉદેશી, સ્વ. આશા અનિલ ધનાણી, દમયંતી દિનેશ જોશી, હેમલતા મદનસિંહ બજરીયા, સુરેશ, સ્વ. લલિત, મહેશ, દિનેશ, દિપકના મોટાબેન. ૧૦/૪/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ધરણ ગામ ભાટિયા
હાલ બોરીવલી નિવાસી સ્વ. કમલાબેન બાબુરાવ ભાટિયાના પુત્ર શરદ ભાટિયા (ઉં.વ. ૮૪) તે ૧૦/૪/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. સરલાબેનના પતિ. સ્વ. કમલાબાઈ શંકર ભાટિયાના જમાઈ. રાજેશ, તેજના પિતા. આરતીના સસરા. રાજેશ, તારાબેન, મનિષાના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદિચ્ય ગોરવાલ બ્રાહ્મણ સમાજ
વાસા નિવાસી શ્રી લક્ષ્મણભાઈ દવે (ઉં.વ. ૭૬) તા. ૯/૪/૨૩ના શ્રીહરિચરણ પામેલ છે. તે સ્વ. લહેરીબાઇ કાલિદાસના સુપત્ર. તે જ્યોતિબેનના પતિ તથા સ્વ. દેવુબેન બાબુલાલ, અરવિંદભાઈ કાલિદાસ, લક્ષ્મીબેન મગનલાલના મોટાભાઈ તથા તે પિંડવાડા નિવાસી સ્વ. રૂપાબેન નારાયણ દત્ત જોશીના જમાઈ તથા તે શકુન્તલાબેન, દક્ષાબેન, રાજેન્દ્રભાઈના બનેવી. બંને પક્ષોની શોકસભા બુધવાર, તા. ૧૨/૪/૨૩ની ૫ થી ૭ સુધી આધાર હોલ, દૌલત નગર, બોરીવલી પૂર્વ, લૌકિક પ્રથા બંધ છે.
પરજીયા સોની
લાઠી નિવાસી હાલ મલાડ સ્વ. જમનાદાસ મેરામભાઈ ધોરડા (સોની)ના ધર્મપત્ની ગં.સ્વ. કાન્તાબેન ધોરડા (સોની) (ઉં.વ. ૮૧) તે તા. ૯-૪-૨૩ રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. દિલીપભાઈ, સ્વ. પ્રવિણાબેન કિશોરકુમાર જીણાદ્રા, ગીરીશભાઈ, દિનેશભાઈ, સ્વ. કૃષ્ણકાંતભાઈ, સંજયભાઈના માતુશ્રી. અ.સૌ. ભાવનાના સાસુ. સોનલ મયુર, ફોરમ અમિત, ઉર્વશી, હિરલ, જયના દાદી. તે પિયરપક્ષે સ્વ. જેઠાભાઈ જીવાભાઈ ધકાણ વરસડાવાળાના દિકરી. તેમનું ટેલિફોનિક બેસણું તા. ૧૩-૪-૨૩ ગુરુવારના ૪ થી ૬ લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસ સ્થાન: જમનાદાસ મેરામભાઈ ધોરડા, બી-૨, રૂમ નંબર-૩, ભાદ્રન નગર, એન.એલ. કોલેજની પાછળ, એસ.વી. રોડ, મલાડ પશ્ર્ચિમ.
ગણદેવી વિસા લાડ વણિક
અ. સૌ. છાયા કાપડીઆ (ઉં.વ. ૬૯), તે તુષાર બાબુભાઈ કાપડીઆના પત્ની. આલોક – દેવાંશીના મમ્મી. કનકના દાદી, સુરભીના સાસુ. સ્વ. રસીલાબા, સ્વ. વિપીનભાઈના દિકરી. સ્વ. મયુર, રીટા, જયેશ-શિલ્પા, દક્ષા-રમેશચંદ્ર, સ્મિતા-હિરેનકુમારના ભાભી, સોમવાર, ૧૦ એપ્રિલ ૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા: ગુરુવાર, ૧૩ એપ્રિલ ૨૩ના ૫ થી ૭, હાલાઈ લોહાણા મહાજન વાડી, પહેલા માળે, શંકરના મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).