હિન્દુ મરણ
હાલાઈ લોહાણા
સ્વ. કાંતાબહેન વિનોદરાય રૂપારેલ (ઉ.વ. ૭૧), શનિવાર, ૮-૪-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ વિનોદરાયના પત્ની, સ્વ. પ્રભાબહેન પરશોત્તમદાસ રૂપારેલના પુત્રવધુ. સ્વ. સાકરબહેન મુળજીભાઈ લાખાણીના પુત્રી. શૈલેષ, પ્રકાશ, નિલેશ અને વિશાખાના મમ્મી. રૂપાલી, કવિતા અને પરીનકુમારના સાસુ. પ્રાર્થનાસભા સોમવાર, ૧૦-૪-૨૩ના સાંજે ૫થી ૬.૩૦ ઠે. લોહાણા મહાજન વાડી, એસ. વી. રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ).
પરજીયા સોની
ગામ થોરડી નિવાસી હાલ બોરીવલીના ગં.સ્વ. ચંદ્રલત્તાબેન રતિલાલ ભાણજી ધકાણના પૌત્રી સેતુ ધકાણ (ઉં.વ.૩૪) તે નેહા ઉમેશ ધકાણના પુત્રી. કેવલના મોટાબેન. મોસાળપક્ષે સ્વ. મુક્તાબેન દામજીભાઇ તુલસીદાસ થડેશ્ર્વરના દોહિત્રી. તા. ૭-૪-૨૩ના રોજ શ્રીજીશરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
ઘોઘારી લોહાણા
ધોલેરા નિવાસી હાલ મીરારોડ મધુસુદન રતિલાલ કારિયા (ઉં.વ. ૯૦) તે ૬-૪-૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. જ્યોતિબેનના પતિ. હેમંત તથા દેવેશના પિતા. હિના અને મીનાક્ષીના સસરા. સ્વ. મુકુંદભાઈ, સ્વ. વિનોદભાઈ, સ્વ. મંજુબેન લક્ષ્મીદાસ ઠક્કર તથા સ્વ. નીલાબેન પ્રમોદરાય ચિતલિયાના ભાઈ. સાસરાપક્ષે સ્વ. પ્રભાબેન લાલજીભાઈ ઠક્કર ઉનડકટ ચલાળાના જમાઈ. (પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
લુહાર સુથાર
ગામ-બરવાળા બાવિસીવાળા, હાલ-ભાયંદર, સ્વ. હરિભાઈ લાલજીભાઈ સિદ્ધપુરાના ધર્મપત્ની, ગં.સ્વ. લીલાબેન સિધ્ધપુરા, (ઉ.વ. ૭૯) તા. ૦૮-૦૪-૨૩ના શ્રીજી ચરણ પામેલ છે. તે દીપકભાઈ, જયેશભાઈ, શ્રીમતી. કુંદનબેન ભરતભાઈ પરમાર અને રેખાબેન મનોજકુમાર ડોડિયાના માતુશ્રી. તથા કિરણબેન જયેશભાઈ સિધ્ધપુરાના સાસુ. તેઓશ્રી સ્વ. મોહનભાઈ, સ્વ. છગનભાઈ, સ્વ. નટુભાઈ, સ્વ. અમૃતભાઈ, સ્વ. દેવશીભાઇના ભાઈના ધર્મપત્ની. તે ગામ-વાવડીવાળા સ્વ. તુલસીભાઈ દામજીભાઈ, સ્વ. લાભુભાઈ દામજીભાઈના બહેન. પ્રાર્થનાસભા, તા: ૧૦-૪-૨૩ને સોમવાર રોજ, સમય: ૫ થી ૭, સ્થળ : શ્રી. લુહાર-સુથાર વાડી, કાર્ટર રોડ નં.૩, બોરીવલી (પૂ.).
શ્રી ચૌદગામ વિશા પોરવાડ
સિપોર નિવાસી, હાલ ગોરેગાંવ, શ્રી બિપીનચંદ્ર મણીલાલ શાહ (ઉં.વ. ૮૨) તે સ્વ. પ્રેમીલા બેનના પતિ. સંજય, રીટા, જીગરના પિતા. મીરા, કમલેશ, જ્યોતિના સસરા. સ્વ. રમીલાબેન રમેશચંદ્ર, સ્વ. શોભનાબેન પ્રફુલકુમાર, સ્વ. દિનેશભાઈ, પ્રેમીલાબેન હસમુખભાઈ, શ્રીમતી. પારૂલબેન ભરતભાઈના ભાઈ. ક્રિના આકાશકુમાર, હિલોની વત્સલ, માનવ, વરુણ, પ્રાચી પ્રતિકકુમાર નિષ્ઠા રિધમના દાદા. શુક્રવાર, તા. ૭-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના સભા સોમવાર, તા. ૧૦-૪-૨૩ ના સાંજના ૫ થી ૭ કલાકે. સ્થળ:- સરદાર વલ્લભભાઈ પટેલ હોલ, સિટી સેન્ટરની સામે, જવાહર નગર, ગોરેગાંવ (પ.)
હાલાઇ લોહાણા
ગામ કોડીનાર પણાંદર, હાલ દહીસર વિનોદરાય પરશોત્તમદાસ રૂપારેલના ધર્મપત્ની કાંતાબેન (ઉં. વ. ૭૧) તે શૈલષભાઇ, પ્રકાશભાઇ, નિલેશભાઇ તથા વિશાખાબેનના માતુશ્રી. સ્વ. પ્રભાબેન પરશોત્તમદાસ રૂપારેલના પુત્રવધૂ. સ્વ. સાકરબેન મુળજીભાઇ લાખાણીના દીકરી. રૂપાલીબેન, કવિતાબેન તથા પરીનકુમારના સાસુ. વિશેષ, કેયુર, મલક તથા ધ્રુવીના દાદી. પરમા તથા વૃંદાના નાની. શનિવાર તા. ૮-૪-૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર તા. ૧૦-૪-૨૩ના સાંજે ૫થી ૬.૩૦. ઠે. લોહાણા મહાજન વાડી, એસ. વી. રોડ., શંકર મંદિરની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી ક્ષત્રિય રાજપુત
ગામ નલિયા, હાલ ડોમ્બિવલી સ્વ. શિવજીભા નરશીભા સોલંકી તથા લીલાવંતીબેનના સુપુત્ર હરેશભા (ઉં. વ. ૫૧) તા. ૮-૪-૨૩ના રામશરણ પામેલ છે. તે સીતાબેનના પતિ. તે જીગર તથા દિવ્યના પિતા. તે દિલીપભા, રાજેશભાના ભાઇ. તે જયશ્રીબા, ભાવનાબાના દિયર. તે ગામ આધોઇના જીવરાજભા ગોવિંદભાઇ રાઠોડ, સ્વ. શાંતાબા જીવરાજભા રાઠોડના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૦-૪-૨૩ના સાંજે ૫થી ૬. ઠે. મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર, ડમ્પિંગ રોડ, મુલુન્ડ (વેસ્ટ).
દશા સોરઠીયા વણિક
કચ્છ ગુંદિયાળી નિવાસી, હાલ ઘાટકોપર સ્વ. ચંદ્રકાન્ત ભગવાનદાસ શાહના પત્ની રંજનબેન (ઉં. વ. ૭૫) તે ભાવેશ, પ્રિતેશના મમ્મી. અ.સૌ. કિરણ, અ. સૌ. પલ્લવીના સાસુ. યશ-પૂજા, હર્ષના દાદી. તથા સ્વ. મુળજીભાઇ, સ્વ. ડો. ભોગીભાઇ, સ્વ. રમેશભાઇ, સ્વ. દમયંતીબેન માલવીયા, સ્વ. જયસુધાબેન ગગલાણીના ભાભી. પિયર પક્ષે સ્વ. કાશીબેન દુર્લભજીભાઇ કાચલીયાના દીકરી. નટુભાઇ, અશ્ર્વિનભાઇ, મુક્તાબેન, સ્વ. કંચનબેન, નીરૂબેન, ચંપાબેનના બેન. શનિવાર, તા. ૮-૪-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૧૦-૪-૨૩ના સોમવાર સાંજે ૫થી ૬.૩૦. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયાનગર, ઘાટકોપર (ઇસ્ટ).
ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય બ્રાહ્મણ
ગં. સ્વ. રૂપાબેન લાઠી (ઉં. વ. ૭૯) હળવદ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. સુમનબાઇ ચંદ્રવદન લાઠીના ધર્મપત્ની. પિયરપક્ષે સ્વ. અનસુયા મૂળશંકર દ્વિવેદીના દીકરી. નીતા, ભાવેશના માતુશ્રી. રૂપલ, હિમાંશુના સાસુ. દેવાંશીના દાદી. ક્રિશાના નાની. તા. ૮-૪-૨૩ના કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.