હિન્દુ મરણ
ઘોઘારી મોઢ વણિક
મોરબી હાલ ઘાટકોપર સ્વ. સૂર્યકાંત મુકુંદરાય પારેખના ધર્મપત્ની તરલાબેન (ઉં. વ. ૭૫) તા. ૧૧-૧૧-૨૨ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. ગં. સ્વ. ઇન્દુબેન મનહરલાલ પારેખના દેરાણી. ડો. સુનીલ, ચેતન અને અ. સૌ. શીતલના મમ્મી. અ. સૌ. ડો. બીના, પારૂલ અને નીરજના સાસુજી. પુષ્ટી, વૃષ્ટીના દાદી અને ક્રિશાંગના નાની. વિરમગામ નિવાસી સ્વ. હરિલાલ અનોપચંદ વોરાના પુત્રફી. પ્રાર્થનાસભા બન્ને પક્ષ તરફથી રવિવાર, તા. ૧૩-૧૧-૨૨ના સાંજે ૪થી ૬. ઠે. સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇ), મુંબઇ-૪૦૦૦૭૫.
કોળી પટેલ
ગામ વાસણ હાલ મલાડ ભીખુભાઈ મંગાભાઈ પટેલ (ઉં. વ. ૮૨)નું અવસાન શુક્રવાર, તા. ૪-૧૧-૨૨ના થયેલ છે. તે મણીબેનના પતિ. તે ચીમનભાઈ, ગં. સ્વ. શાંતુબેન, સ્વ. પાર્વતીબેન, સ્વ. વિજીયાબેનના ભાઈ. તે મીના, મહેશ, ચેતનના પિતાશ્રી. તે અ. સૌ. સવિતાબેનના જેઠ. તે રાકેશ, જિગ્નેશ, અ. સૌ. તેજલના કાકા. પુચ્છપાણી મંગળવાર, તા. ૧૫-૧૧-૨૨ સમય ૩ થી ૫. ગામ વાસણ નિવાસસ્થાને રાખેલ છે. ઠે: સ્વ. ભીખુભાઈ મંગાભાઈ પટેલ, ગામ વાસણ (ગણેશ ફળિયું), અમલસાડ. લૌકિક રીવાજ બંધ છે.
અ.સૌ. મન્નાબેન દેસાઇ (ઉં.વ.૬૮) ગામ તલાવચોરા હાલ નાલાસોપારા શૈલેષભાઇના ધર્મપત્ની. ગં. સ્વ. સવિતાબેનના પુત્રવધૂ. સેજલ તથા હેમીનના માતુશ્રી. ઇલાબેન, સુધીરભાઇ તથા ગીતાબેનના ભાભી. અ. સૌ. બેલાબેનના જેઠાણી. સ્વ. જશુભાઇ તથા સ્વ. લીલાબેનના સુપુત્રી. ગં. સ્વ. બીનાબેન, સ્વ. કેતનભાઇ તથા પરેશભાઇના બહેન શ્રીજીચરણ થયા છે. નોંધ: પોથ-પડીકાનો રિવાજ બંધ છે. બેસણું તા. ૧૩-૧૧-૨૨ના રવિવારે, સાંજે ૪થી ૬, નિવાસસ્થાને રાખેલ છે. ઠે. બી-૦૧-૦૨, યશોદીપ, વર્તક ટાવરની સામે, તુલીંજ રોડ, નાલાસોપારા (પૂર્વ).
હાલાઇ લોહાણા
જામ ખંભાળિયા હાલ કાંદિવલીના સ્વ. વિજયાબેન વલ્લભદાસ દાવડાના પુત્ર ચંદ્રકાન્ત દાવડા (ઉં.વ. ૬૯) તે દક્ષાબેનના પતિ. હંસાબેન નરેન્દ્રભાઈ દાવડાના દિયર. ખ્યાતિ અમિત સેદાણી, નિકિતા આનંદ સાંગાણી તથા રવિ-અ.સૌ. સિધ્ધિના પિતાશ્રી તેમજ સાસરાપક્ષે સ્વ. પ્રભાબેન કરસનદાસ રૂપારેલિયાના જમાઈ. તે તા. ૧૦/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા નીમા વણિક
વીરપુરવાળા હાલ મલાડ રસીકભાઈ રમણલાલ દલાલ (ઉં.વ. ૮૨) તે તા. ૮-૧૧-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. અનસુયાબેનના પતિ અને સ્વ. તારાબેન રમણલાલ કડકિયાના જમાઈ. સ્વ. હસમુખભાઈ, સ્વ. કિરીટભાઈ, સ્વ. કપીલાબેન, સ્વ. કુસુમબેનના ભાઈ. હીના, મનીષા, દીપા, મીતેષના પિતા અને હર્ષદભાઈ, સ્વ. યોગેશભાઈ, ઈલેશભાઈ, સુરેખાબેનના સસરા. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૨-૧૧-૨૨ના સાંજે ૫ થી ૭ કલાકે. સ્થળ: શ્રી લોહાણા મહાજન વાડી, બીજે માળે, એસ.વી. રોડ, શંકરના મંદિર પાસે, કાંદિવલી (વેસ્ટ), (ક્રિયાપાની મુંબઈ મુકામે રાખેલ છે.)
લોહાણા
મૂળગામ જૂનાગઢ હાલ મુંબઈના સ્વ. કાશીબેન તથા સ્વ. મથુરાદાસ વલ્લભજી કારિયાના પુત્ર રમેશભાઈ (ઉં.વ. ૮૧) તે વસંતબેનના પતિ. કૌશિક, અનિલ, સુરભી રાજન પાટીલ, પલ્લવી પ્રવીણ જશાણીના પિતાશ્રી. સ્વ. વાલીબેન મથુરાદાસ ગોંધીયાના જમાઈ. છાયા તથા પરિતાના સસરા. ૧૦/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૨/૧૧/૨૨ના સમય ૫ થી ૭ કલાકે શ્રી પાટીદાર સેવા સમાજ, એસ.ટી. ડેપોની સામે, નેન્સી કોલોની પાસે, બોરીવલી ઈસ્ટ.
મેઘવાળ
ગામ કરદેજ હાલમાં સાંતાક્રુઝના સ્વ. કિશોરભાઈ (ઉં. વ. ૬૮) તા. ૭.૧૧.૨૨ સોમવારના દિવસે શ્રીરામચરણ પામ્યા છે તેઓ સ્વ. જગજીવનભાઈ જેઠાભાઈ ડોડીયા તથા સ્વ. રતનબેનના દિકરા. સ્વ. લક્ષ્મણભાઈ કાળાભાઈ કલીવડા તથા સ્વ. રૂડીબેનના ભાણેજ. સ્વ. પેથાભાઈ ગ.સ્વ. મંજુલાબેન, પ્રેમજીભાઈ, શાંમબેન સોસા, સ્વ. સોનીબેન ગોહિલ, દિલીપભાઈ, સ્વ. મોહનભાઈ, ઉષાબેન ડાભીના ભાઈ. ગં. સ્વ. હિરૂબેન, દેવલબેનના દિયર. સ્વ. લક્ષ્મણભાઈ નાનજી કોળી, નાનજીભાઈ વેલજી સોસા, સ્વ. શામભાઈ ગોહિલના સાળા તેમના બારમાની વિધી તા. ૧૨.૧૧.૨૨ના શનિવાર સાંજે ૫ કલાકે તેમના નિવાસસ્થાન જે/૧૭, માવજી રાઠોડ સોસાયટી, રિલીફ રોડ, રાહેજા કોલોની સામે, સાતાંક્રુઝ (વેસ્ટ) ખાતે રાખવામાં આવ્યું છે.
ચીખલી મોઢ વણિક
કમલેશ શેઠ (ઉં. વ. ૭૩) તે બાન્દ્રા નિવાસી સ્વ. અરવિંદ શેઠ અને સ્વ. હસમુખબેન શેઠના પુત્ર. સ્વ. રીટા શેઠના પતિ. વિક્રાંત અને કૃણાલના પિતા. નેહા અને મિકીના સસરા. પ્રજ્ઞાના ભાઈ. વિહાન, વિદંત, વનિષા અને વિનેશાના દાદા ૧૦.૧૧.૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા ઘોઘારી પોરવાડ વૈષ્ણવ વણિક
ગામ ભાવનગર હાલ મીરારોડ સુક્ધયાબેન મહેતા (ઉં. વ. ૯૨) તા. ૧૦.૧૧.૨૨ને ગુરુવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ત્રીવેણીબેન અને કાંતિલાલ ધ્રુવના સુપુત્રી. તે સ્વ. પ્રાણલાલ ભગવાનદાસ મહેતાના પત્ની. તે રક્ષા-હેમાંશુ, રાજુલ, કાશ્મિરા, ચૌલાના માતુશ્રી. તે શારદાબેન, સરલાબેન, મીનાબેન, સ્વ. પ્રમોદરાય, હર્ષદભાઈ, કીશોરભાઈના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
છ ગામ પટેલ
ગામ નડીયાદ નિવાસી હાલ મલાડ (વેસ્ટ) પ્રદીપભાઈ છોટુભાઈ પટેલ (ઉં. વ. ૮૦) તે ભારતીબેનના પતિ. મનીષ, હિતેન, હાર્દિકના પિતા. પૂર્વા, અલ્પા, રાધિકાના સસરા. પ્રાચી, રૂચી, ધ્યાનમ, સીયા, આરવ, રિયાંશીના દાદા. કિરણભાઈ, સ્વ. શિરીષભાઈ, વિજયભાઈના મોટાભાઈ. તે મણીશંકર સંતોકરામ ભટ્ટના મોટા જમાઈ તા. ૫-૧૧-૨૨ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૨-૧૧-૨૨, શનિવાર સાંજે ૫ થી ૭ કલાકે શેઠ એન. એલ. હાઈસ્કૂલ કંપાઉન્ડ, એસ. વી. રોડ, મલાડ (વેસ્ટ).
ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
અનિલકુમાર દેવશંકર ત્રિવેદી (ઉં. વ. ૭૯) ગામ સિપોર (હાલ ઘાટકોપર) મંગળવાર, તા. ૮-૧૧-૨૨ના એકલિંગજી શરણ પામ્યા છે. તે હસુમતિ, તૃપ્તિ, પંખી, હરિતના પિતાશ્રી. યામીના સસરા. નરહરિભાઇના ભાઇ. તથા પદ્માબહેન, મંજુબહેન, દમયંતિબેન, જયોત્સના બહેન, લતાબહેન, વીણાબહેનના ભાઇ. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૨-૧૧-૨૨ના સાંજે ૪થી ૬. ઠે. સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફૂટ રોડ, લેવન્ડર બાગની બાજુમાં, ઘાટકોપર (ઇસ્ટ), ઉત્તરક્રિયા ગામ સિપોર, ઉં. ગુજરાતમાં રાખેલ છે. (ત્વચા દાતા તથા ચક્ષુદાતા).