કચ્છી લોહાણા
ગામ કોઠારા, હાલ ડોંબીવલી સ્વ. ખીમજીભાઈ જીવણદાસ કાપડીના પુત્ર વિસનજી કાપડી (ઉં. વ. ૮૪) ૨૩-૩-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. જમનાબેન કાપડીના પુત્ર. તે લીલાવતીબેનના પતિ. તે સ્વ. વિસનજી રવજી ખોંભડીયાના જમાઈ. તે સ્વ. ત્રિકમદાસ, સ્વ. સીતાબેન લાલજી ચંદન, સ્વ. રૂક્ષ્મણીબેન, સ્વ. મથરાદાસ, સ્વ. મહેન્દ્ર, સ્વ. દિનેશ, સવિતાબેન ગેસોતાના ભાઈ. તે સ્વ. અલ્પા, હીના પ્રફુલ્લકુમાર, તૃપ્તી જયેશ, ભાગ્યેશ ભવનીષના પિતા. તે હયાતી ભાગ્યેશના સસરા. તે રાશીના દાદા. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકીક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
ડૉ. રામજીભાઈ ગોરધનદાસ જીમુલીયા (ઉં. વ. ૮૮) તે ડૉ. શ્રીમતી પુષ્પકલાના પતિ. સ્વ. અંબાલાલ નરસીદાસ શાહના જમાઈ. ડૉ. તુષાર તથા ડૉ. પ્રીતિ લાખાણીના પિતા. શ્રીમતી પૂજા તથા રામભાઈ લાખાણીના સસરા. સ્વ. મોહનભાઈ, ડાહ્યાભાઈ, મનસુખભાઈ, અમૃતભાઈ, સ્વ. લાભુબેન ગીરધરલાલ ચોલેરા, સ્વ. રમાબેન હરિદાસ છગ તથા શ્રીમતી ઉષાબેન ચંદુલાલ નાગ્રેચાના ભાઈ ગુરુવાર, ૨૩-૩-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર, ૨૭-૩-૨૩ના ૫ થી ૭. ઠે. જલારામ હોલ, ૬ઠ્ઠો રસ્તો, જે. વી. પી. ડી. સ્કીમ, વિલેપારલે (વે). લૌકિક વ્યવહાર
બંધ છે.
ઘોઘારી લોહાણા
કીર્તિકુમાર (ઉં. વ. ૬૫) હાલ અંધેરી તે સ્વ. સુવર્ણાબેન ચંદુલાલ ગઢિયાના પુત્ર. નીતાના પતિ. મહર્ષિના પિતા. મહેન્દ્રભાઇ ત્થા વિજયભાઇના નાનાભાઇ. સ્વ. છોટાલાલ ભીમજી આણીના જમાઇ, તા.૨૩ માર્ચ, ૨૦૨૩ને ગુરુવારના શ્રીજી ચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
નથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
કાથીવદર નિવાસી હાલ દહિસર કમળાબેન જીવનલાલ ઓઝા (ઉં. વ. ૮૭) તા ૨૨/૩/૨૩ બુધવારના સ્વર્ગવાસ થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા ૨૫/૩/૨૩ શનિવાર ના ૪ થી ૬, બીએપીએસ સ્વામી નારાયણ મંદિર, ડાયમોડા હોલ, ૩જે માળે, એસ વી રોડ, દહિસર (ઈ.)
બ્રહ્મક્ષત્રિય
ભારતીબેન દેસાઈ (ઉં. વ. ૮૯) તે સ્વ. અશ્વિન દેસાઈના ધર્મપત્ની, સ્વ. સમીર, ઊર્મિલ, અને પરાગ દેસાઈના માતુશ્રી. અંજુ અને સીમાના સાસુ. શિલ, પ્રાચી અને શુભાના દાદી. ભૈરવીના દાદી સાસુ. સહાનાના પરદાદી શુક્રવાર તા. ૨૪/૦૩/૨૩ ના અવસાન પામેલ છે. તેમની પ્રાર્થના સભા રવિવાર તા. ૨૬/૦૩/૨૩, ૫ થી ૭, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હોલ, જે.આર. મ્હાત્રે માર્ગ, જે.વી.પી.ડી સ્કીમ, ચંદન સિનેમા પાસે, મુંબઈ ૪૦૦૦૪૯.
દસગામ પંચાલ
મૂળ ગામ પરિયા હાલે કાંદિવલી ચારકોપ નિવાસી સ્વ. રાજેશ પંચાલ (ઉં. વ. ૬૩) સોમવાર તા. ૨૦.૩.૨૩ના શ્રીચરણ પામ્યા છે. તે સ્વ. નગીનદાસ તથા સ્વ. કમલાવતીના સુપુત્ર, નીતાબેનના પતિ. પ્રિયંકાના પપ્પા. પ્રતિકના સસરા. જયંતભાઈ તથા હેમલતાબેનના ભાઈ. બીલીમોરા નિવાસી સ્વ. રતીલાલભાઈ ભજનવાળાના જમાઈ. સાદડી પ્રથા રાખેલ નથી.
હાલાઇ ભાટિયા
રણજીત પાલેજા (અલાદીયા) (ઉં. વ. ૭૦) તે મુલરાજ વિઠ્ઠલદાસ પાલેજાના પુત્ર. જયરાજ, સ્વ. દિલીપ, માધવસિંહ, કલ્પના અને કોકિલાના ભાઈ. આદિતિ, સિદ્ધાર્થ, અંકુર, પરીક્ષિતના કાકા તે તા. ૨૩/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૭/૩/૨૩ ના ૪.૩૦ થી ૫.૩૦ ભાટિયા ભાગીરથી કાલબાદેવી મુંબઈ.
કપોળ
નાના ભંડારીયાવાળા ગં. સ્વ. કાશીબેન મણિલાલ મહેતાના પૌત્ર સ્વ.વીણાબેન તથા દિનેશભાઇના પુત્ર હેમલ (ઉં. વ. ૪૪) તે ૨૩/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે રિતેશના નાનાભાઈ. કવિતાના દિયર. પ્રિશાના કાકા. મોસાળપક્ષે ખડકડાવાળા ચત્રભુજ અમરશી મહેતાના ભાણેજ. સર્વ લૌકિક પ્રથા બંધ છે.
ઔદિચ્ય સહસ્ત્ર (ચોખડા) બ્રાહ્મણ
દહિસર નિવાસી ગં. સ્વ ચંદ્રિકાબેન રાવલ (ઉં. વ. ૬૬) તે ૨૨/૩/૨૩ના કૈલાશવાસ પામેલ છે. તે સ્વ. ઈશ્ર્વરલાલ ગીરજાશંકર રાવલના પત્ની. જીજ્ઞા, રૂપા અને આનંદના માતા. ચિરાગ, વિશાલ અને અપૂર્વાના સાસુ. ગં. સ્વ. મુક્તાબેન નર્મદાશંકર રાવલના દેરાણી. પિયરપક્ષે દેલવાડા નિવાસી સ્વ. મનુબેન ઈશ્ર્વરભાઈ પંડ્યાના દીકરી. તેમની પ્રાર્થનાસભા ૨૫/૩/૨૩ ના ૪.૩૦ થી ૭.૦૦ સમાજ કલ્યાણ હોલ, ડી. એસ. એફ. ની બાજુમાં આનંદ નગર રોડ દહિસર ઈસ્ટ. ઉત્તરક્રિયા મુંબઈ રાખેલ છે.
શ્રી દશા શ્રીમાળી સુડતાળીસ જ્ઞાતિ જૈન સમાજ
મણુદ નિવાસી હાલ કાંદિવલી ગં.સ્વ. યશોધરાબેન દિલીપભાઈ હરગોવિંદદાસ શાહ (ઉં. વ. ૭૫) તે બિનલ (પીન્ટુ), નિલેશ તથા સંદીપના માતા. અર્પિતા, સેજલ તથા ફોરમના સાસુ. બાબુભાઈ – નયનાબેન, ચીનુભાઈ – પદમાબેન તથા ભારતીબેન રસિકલાલ શાહના ભાભી. તે સ્વ. જમનાદાસ હરગોવિંદ દાસ શાહ (ઉનાવા)ના પુત્રી. વિક્રમભાઈ, વિજયભાઈ, ભારતીબેન કમલેશકુમાર શાહ તથા વર્ષાબેન જયંતકુમાર કોઠારીના બહેન. તા.૨૩-૩-૨૩ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૨૫-૩-૨૩ શનિવાર ૫ થી ૭ લોહાણા મહાજન વાડી, શંકર મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
મૂળ ગામ ગોંડલ હાલ કાંદિવલી હરિભાઈ કચરાભાઈ સોમૈયા (ઉં. વ. ૮૧) તે સ્વ. જયશ્રીબેનના પતિ. રાજેશ, તથા હેમા પરેશ પાબારીના પિતા. શિલ્પાના સસરા. વંશના દાદા. સ્વ. છોટાલાલ, સ્વ. ગીરધરલાલ, શાંતુભાઇ, સ્વ. રમાબેન, શારદાબેન, સ્વ. કાંતાબેન, પુષ્પાબેન, ધર્મિષ્ઠાબેન તથા મંજુબેનના ભાઈ. સ્વ. રમણીકલાલ નરભેરામ ગોંદિયાના જમાઈ ૨૪/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૫/૩/૨૩ ના ૪.૩૦ થી ૬.૦૦ લોહાણા મહાજનવાડી, બીજો માળ, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ.
મોચી
માંગરોળ નિવાસી હાલ બોરીવલી સ્વ કાંતિલાલ જેરામભાઈ જેઠવાના ધર્મપત્ની કાંતાબેન (ઉં. વ. ૮૩) તે ૨૩/૩/૨૩ના દેવલોક પામેલ છે. તે સુરેશભાઈ, કિશોરભાઈ, ભારતીબેન, હંસાબેન તથા નિર્મળાબેનના માતા. ગીતા અને શીતલના સાસુ. તેમની પ્રાર્થનાસભા ૨૫/૩/૨૩ ના ૪ થી ૬ વિઠ્ઠલ મંદિરની બાજુમાં, રાય ડોંગરી, બોરીવલી ઈસ્ટ.
દશા સોરઠિયા વણિક
ધંધુસર નિવાસી હાલ કાંદિવલી હંસાબેન દિનેશચંદ્ર આનંદપરાના પુત્ર અલ્પેશ (ઉં. વ. ૫૧) તે ૨૩/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે મધુરીબેનના પતિ. જાનવી તથા રિયાના પિતા. ભરત તથા રોહિણી મહેશકુમાર ધાબલીયાના ભાઈ. પ્રવિણાબેન નવીનભાઈ સાંગાણીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
અમરેલીવાળા હાલ ભક્તિ પાર્ક, વડાલા, સ્વ.નિર્મળાબેન પરશોત્તમદાસ કાણકીયાનાં સુપુત્ર અશોક (ઉં. વ. ૭૦) તે લતાબેનના પતિ. પ્રદીપ-ગીતા, માલતી યોગેનકુમાર, હર્ષા હરેનકુમાર, રક્ષા પ્રિતમકુમારનાં ભાઈ. મનીષ-પંક્તિ, હાર્દિક-ખ્યાતિના પિતાશ્રી. મોસાળ પક્ષે સાવરકુંડલાવાળા સ્વ. રતિલાલ શામજી સંઘવીના ભાણેજ. તે સ્વ. જયંતિલાલ પ્રભુદાસ સંઘવીના જમાઈ તા.૨૩-૩-૨૩ના ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. સર્વપક્ષીય પ્રાર્થનાસભા તા. ૨૫-૩-૨૩ના શનિવારે ૪ થી ૬ લવંડરબાગ, ૯૦’ રોડ, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, ઘાટકોપર ઇસ્ટ લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ ભાટિયા
દુબઇ સ્થિત મહેશ દયાળદાસ નેગાંધી તથા હંસા મહેશ નેગાંધીના પતિ. સ્વ. હીરાબાઇ અને દયાળદાસ નારાયણદાસ નેગાંધીના પુત્ર. તથા સ્વ. નિર્મલા અને શંકરદાસ લીલાધર અશરના જમાઇ. મનીષા, જીજ્ઞા, ક્રુતિના પિતા. તથા ધીરેન્દ્ર ગાંધી અને તેજસ સર્વિયાના સસરા. યશ ગાંધી અને દર્શ સરવૈયાના નાના તા. ૨૦-૩-૨૩ના સોમવારના શ્રીજીચરણ પામેલ છે.
કપોળ
ભાવનગર નિવાસી હાલ મુંબઇ સ્વ. પુરુષોતમદાસ પરમાણંદદાસના પુત્રવધુ હંસાબેન હેેમેન્દ્રભાઇ શેઠ (ઉં. વ. ૮૮) તે મહુવાવાળા સ્વ. જગમોહનદાસ ગાંધીના દિકરી. શુક્રવાર તા. ૨૪-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સમીર, દીપક, જગદીપના માતુશ્રી. તે સ્મિતા, હર્ષા અને સ્વ. રૂપલના સાસુ. દેહદાન કરેલ છે. સર્વે લૌકિક પ્રથા બંધ છે.
સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
મુંબઇ નિવાસી અ. સૌ. તારાબેન ભુપતરાય પંડયા (ઉ. વ. ૭૫) તે ભુપતરાય મૂળશંકર પંડયાના પત્ની. ગિરીશ, વિજય, નિખીલના માતુશ્રી. અ. સૌ. પૂર્વા, અ. સૌ. વૃંદા, અ. સૌ. ખ્યાતીના સાસુ. રાજકોટ નિવાસી ગં. સ્વ. જયાબેન રેવાશંકર ત્રિવેદીના પુત્રી. સ્વ. રાજેશભાઇ, વિનુભાઇ ત્રિવેદીના બહેન. તા. ૨૩-૩-૨૩ના કૈલાસવાસી થયેલ છે. સાદડી પ્રથા બંધ છે.
ગુજરાતી મોચી સમાજ
કિશોરભાઇ વાલજીભાઇ ગોહિલ, જે સ્વ. ચંદનબેન કિશોરભાઇ ગોહિલના પતિ. વિપુલ, ધીરજ અને ભાવનાના પિતા. હેતલના સસરા અને ધનવિના દાદાજી. ગુરુવાર તા. ૨૩-૩-૨૩ના દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવારે તા. ૨૫-૩-૨૩ના ૪થી ૬. ઠે. સોરઠીયા બ્રહ્મક્ષત્રિય પંચ વાડી, ૩૦, ૩, પાંજરાપોળ લેન, સી. પી. ટેન્ક રોડ, મુંબઇ-૪.
ખંભાત દશા મોઢ અડાલજા વણિક
ખંભાત હાલ મુંબઇ કૃષ્ણકાંત (કિશનભાઇ) રતનલાલ શાહ (ઉં. વ. ૮૭) તે સ્વ. પન્નાબેનના પતિ. સ્વ. પુષ્પાબેન રતનલાલ શાહના સુપુત્ર. ધવલ-બિંદી, દિપાલી-મિલન, વૈશાલી-નિલેશ, બીજલ-ચેતના તથા ઝરણાં-હિતેનના પિતા. ઝારા, હીમા-એડવર્ડ, ઇથન, પ્રિયંકા તથા સ્નેહા-વિરાજના દાદા. સ્વ. મધુભાઇ, ઉષાબેન (સ્મિતાબેન), સ્વ. શર્મિષ્ઠાબેન, નીલાબેન, રેખાબેન તથા મીરાબેનના ભાઇ. સ્વ. હિરાલક્ષ્મી મગનલાલ હાંડીવાલાના જમાઇ તા. ૨૨-૩-૨૩ના બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૫-૩-૨૩ના શનિવારે રાખેલ છે. ઠે. મંચેરજી જોશી હોલ, ફિરદૌસી રોડ, દાદર પારસી કોલોની, દાદર (ઇસ્ટ), ૫થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.