Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હાલાઈ લોહાણા
કરાંચીવાળા હાલ ગોરેગાવ સ્વ. જમનાબેન કરસનદાસ લાખાણીના પુત્ર મુળરાજ (પ્રભુદાસ) (ઉં. વ. ૭૮) તે સ્વ. માધુરી પતિ. તે સ્વ. નર્મદાબેન વલ્લભદાસ માણેકના જમાઈ. તે નારાયણદાસ લાખાણી, સ્વ. હેમલતા નટવરલાલ સોનપાલ, ઉર્મીલા મનોજ ઠક્કર, નીતા હરીશ દત્તાણી અને અલ્પેશ લાખાણીના ભાઈ. તે જેસલ લાખાણી, કોમલ દેવાંગ રાયઠઠ્ઠા, કાજલ પ્રતીક લાખાણી, ખુશ્બુ હાર્દીક શ્રોફના પિતા તા. ૧૯-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૦-૩-૨૩ના સરદાર વલ્લભભાઈ પટેલ હોલ, પહેલે માળે, જવાહર નગર, એસ. વી. રોડ, ગોરેગાવ વેસ્ટ મુકામે ૫ થી ૭ રાખેલ છે.
બાલાસિનોર દશાનિમા વણિક
ગજેન્દ્રભાઈ (ઉં. વ. ૭૨) તે સ્વર્ગસ્થ લીલાબેન કીરીટકુમાર કડકીયા (ફાડીયા)ના પુત્ર. સ્વ. કલાબેન બાબુલાલ ગાંધી (પાકા)ના જમાઈ તા. ૧૮-૩-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સુરેખાબેનના પતિ. ખ્યાતિ અને ધવલના પિતાશ્રી. મનીષકુમાર અને પરિતાના સસરા. તાશા અને જ્યોતિકા હિતેષ, હિનાક્ષી અને સ્વર્ગસ્થ નૂતનના ભાઈ. પ્રાર્થનાસભા તા. ૨૦-૩-૨૩ સોમવારના રોજ સાંજે ૫ થી ૭. પાટીદાર સમાજ સભાગૃહ, ફ્રેન્ચ બ્રીજ, મુંબઈ. સર્વ લૌકિક પ્રથા બંધ છે.
વડનગરા નાગર
ડો. ગજેન્દ્રભાઈ શાંતિલાલ હાથી, જેઓ ડો. હર્ષાબેન (હસુબેન) હાથીના પતિ, ચિ. મૌલિક, મનનના પિતાશ્રી, સૌ. મનીષા-પ્રાપ્તિના સસરા, ચિ. આધ્યાના દાદાશ્રી, સ્વ. સુરેન્દ્રભાઈ હાથીના નાનાભાઈ. ગં.સ્વ. અખીલેશ્વરીબેનના દેર, સૌ. અમીષા વસાવડાના કાકા, તા. ૧૯-૩-૨૦૨૩ના રોજ મુંબઈ ખાતે હાટકેશ શરણ થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૩-૩-૨૦૨૩, ગુરૂવારના સાંજે ૪ થી ૬, રોટરી ક્લબ હોલ, એલ.એમ. પટેલ આઈ હોસ્પીટલ બિલ્ડીંગ, ઈન્ડીયન ઓઈલ પેટ્રોલ પંપની બાજુમાં, મલાડ-વેસ્ટ, મુંબઈ-૪૦૦૦૬૪
શ્રી નવગામ વિસાનાગર વણિક
ગામ માણસા, હાલ કાંદિવલી નિવાસી, સ્વ. શશીબેન નટવરલાલ શાહના સુપુત્ર, ગોવિંદભાઈ (ઉ.વ. ૭૩), તે મીનાબેનના પતિ, મંજુલાબેન કાન્તીલાલના જમાઈ, શ્યામભાઈ-શ્રદ્ધા, તપનભાઈ- દિપાના પિતાશ્રી, મધુભાઈ, કનુભાઈ, ગોપાલભાઈ, સ્વ. કપીલાબેન, વિણાબેન, લલીતાબેનના ભાઈ, તા. ૧૮-૩-૨૦૨૩ના શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થના સભા, સોમવારે તા. ૨૦-૩-૨૦૨૩ના રોજ સાંજે ૫ થી ૭, સ્થળ- હાલાઈ લોહાણા બાલાશ્રમ હોલ, અતુલ ટાવરની બાજુમાં, મથુરાદાસ એક્સટેન્સન રોડ, કાંદિવલી-વેસ્ટ, મુંબઈ-૬૭, લોકિક વ્યવહાર બંધ છે.
કપોળ
મહુવા નિવાસી, (હાલ સાંતાક્રુઝ) ગં સ્વ. પુષ્પાબેન ચંદ્રકાંત મેહતા, (ઉં. વ. ૮૨) તે નિમિષના માતુશ્રી. દર્શનાના સાસુ. સ્વ. અશોકભાઈ, સ્વ. પ્રકાશભાઈ, મુકુંદભાઈ, શૈલેષભાઈ, પન્નાબેન વિજયકુમાર રૂવાળાના ભાભી. તથા મહુવા નિવાસી દોલતરાય બાબુભાઇ શેઠ, હીરાલક્ષ્મી ચંપકલાલ ભુતા. જ્યોત્સ્ના દિલીપભાઈ પારેખના બેન. તા.૧૭.૦૩.૨૩ ના શ્રીજીચરણ પામ્યા છે. સર્વે લોકિક પ્રથા બંધ છે.
દશા સોરઠીયા વણિક
રાણા કંડોરણા હાલ બોરીવલી સ્વ. હેમકુંવરબેન ગુલાબચંદ શ્રીમંકારના પુત્ર શશીકાંત (ઉં. વ. ૬૯) તે મીનાબેનના પતિ. નેહલના પિતા. સ્વ. લીલાવંતી બેચરદાસ રવજી લોટીયાના જમાઈ. જયસુખભાઇ, સુરેશભાઈ, જયશ્રીબેન, પ્રવિણચંદ્ર, માંડવીયાના ભાઈ. તા. ૧૪/૩/૨૩ના નાથદ્વારા મુકામે શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
ગારિયાધાર હાલ કાંદિવલી સ્વ. દિલીપભાઈ હરિભાઈ ડોડીયા (ઉં. વ. ૬૨) તા.૧૫-૩-૨૩ ના શ્રીજીચરણ પામ્યા છે તે સંગીતાબેનના પતિ. વિઠ્ઠલભાઈ લક્ષમણભાઇવાળાના જમાઈ. તેજલ, ભાવિકા, મિતુલના પિતા. કનુભાઈ, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. રસીલાબેન, ઉષાબેનના ભાઈ, તારકકુમાર, કેતનકુમાર, દિશાના સસરા. તેમની પ્રાર્થનાસભા તા.૨૦/૦૩/૨૦૨૩ ના સોમવાર સાંજે સાંજે ૫ થી ૭ રાખેલ છે.સ્થળ : લુહાર સુથાર જ્ઞાતિ વાડી દત્તપાડા રોડ, કાર્ટર રોડ – ૩ અંબાજી મંદિરની બાજુમાં. બોરીવલી (ઈસ્ટ).
શ્રી દશા સોરઠિયા વણિક સમાજ
મહુવા ખારી નિવાસી હાલ વિરાર સ્વ. અમૃતબેન ભવનભાઈ ગાંધીના સુપુત્ર હિંમતભાઈ (ઉં. વ. ૮૫) તેઓ તા. ૧૪/૩/૨૩ ને મંગળવારે શ્રીજી ચરણ પામેલ છે. તે સ્વ. આશાબેનના પતિ. તે મનીષ, પરાગ તથા રીનાના પિતાશ્રી. સ્વ. હરિભાઈ, સ્વ. વજુભાઇ, સ્વ. બાલાભાઈ, સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. કાંતિલાલભાઈ , સ્વ. ત્રિવેણીબેન રામજીભાઈ, ગં. સ્વ. હીરાબેન શાંતિલાલ, સ્વ. વિમળાબેન હરખચંદના નાના ભાઈ. તૃપ્તિ દીપ્તિ તથા રાજેશકુમારના સસરા. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ કુવાડવા હાલ કાંદિવલી ગં. સ્વ ચંદ્રિકાબેન પ્રફુલભાઇ ઠક્કર (ઉં. વ. ૭૦) તે મણીબેન લક્ષ્મીદાસ જીવરાજ ઠક્કરના પુત્રવધૂ. વિમલ અને ફાલ્ગુની પ્રદીપ સોનપાલના માતા. ભરત તથા સ્વ કમલેશના ભાભી. યશોધરા અને રેણુકા ના જેઠાણી, પિયરપક્ષે વિજયાબેન વ્રજલાલ જોબનપુત્રાના દીકરી. તા. ૧૮/૩/૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
કેશોદ નિવાસી હાલ વસઇ દિનેશભાઇ (ઉં.વ.૬૪) તે ગૌ. વા. અમૃતલાલ ભગવાનજી કોટેચાનાં પુત્ર. કુસુમબેનનાં પતિ. ગૌ. વા. કરસનદાસ રામજીભાઇ અમલાણી (અમદાવાદ)ના જમાઇ. ગૌ.વા. જયંતિભાઇ, મહેશભાઇના ભાઇ. હાર્દિક, તનયનાં પિતા તા. ૧૮-૩-૨૩ના શનિવારના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૦-૩-૨૩ના સોમવારે ૪થી ૬. ઠે. જૂનું સ્વામિનારાયણ મંદિર હોલ, વસંત કરિશ્માની સામે, વસઇ રોડ, (વેસ્ટ).
નવસારી વિશાલાડ વણિક
સ્વ. વસંતલાલ નાનાલાલ કાપડિયાના ધર્મપત્ની ગં. સ્વ. શોભનાબેન (ઉં. વ. ૮૦) શનિવાર, તા. ૧૮-૩-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. હસમુખબેન અને સ્વ. નવનીતલાલ શેઠના પુત્રી. તથા સ્વ. શકુબેન, સ્વ. ભરત અને મીનાબેનના બેન. કૃતિ રાજીવ તુમડી અને હેમાલી જય શાહના માતુશ્રી. તથા નિધિ કરણ ગોરડીયા, કયોમિ અને હાનિયાના નાની. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગામ વરસામેડી હાલ મુુલુંડ ગં. સ્વ. ચંપાબેન તથા સ્વ. ગોરધનદાસ દેવકરણ રૂપારેલના સુપુત્ર રાજેશભાઇ (ઉં. વ. ૬૪) તે ઇલાબેનના પતિ. જેની સચીન રાયચના, અમી હર્ષ સચદે, યેશા રાજેશ રૂપારેલના પિતા. જયશ્રીબેન, જગદીશભાઇ, તુષારભાઇ, ગીતાબેન, મનોજભાઇ, સોનુભાઇ, નીનાબેનના ભાઇ. સ્વ. રતનબેન તથા સ્વ. જાદવજી ડુંગરશી સોનીના જમાઇ. ડો. આશા પ્રકાશ સદલગેના બનેવી શનિવાર તા. ૧૮-૩-૨૩ના પરમધામ સિધાવ્યાછે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠીયા પ્રજાપતિ કુંભાર જ્ઞાતિ
નાસિકનિવાસી રમેશ ધનજી માલવીયા, (ઉં. વ.૭૪)તા. ૧૭/૩/૨૩ના દેવ થયા છે. સ્વ. ધનજી પૂંજા માલવીયા, ગંગાબેન ધનજી માલવીયાના પુત્ર, કલ્યાણનિવાસી સ્વ. પ્રેમિલા નારાયણ શિંગડીયા, નારાયણ દેવશી શિંગડીયાના જમાઈ, જયશ્રીબેન રમેશભાઈ માલવીયાના પતિ. સચિનભાઈ, કાજલબેન ધોકિયાના પિતા, સપના માલવીયા, જયેશભાઈ ધોકીયાના સસરા. વીરજીભાઈ, મોહનભાઈ, સતિશભાઈ માલવીયાના ભાઈ. કસુંબો તા. ૨૦/૩/૨૩ના સોમવારે શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી, રામ મંદિર મુંબઈ બપોરે ૩થી ૫ કલાકે રાખેલ છે.
કપોળ
અમરેલી હાલ સાયન સ્વ. ચંદુબેન પુરુષોત્તમદાસ વિશ્રામ મહેતાના પુત્ર પ્રમોદરાય (ઉં. વ. ૮૭)તે સ્વ. ભદ્રાબેનના પતિ. સ્વ. ગુણવંતીબેન ભવાનીદાસ સંઘવીના ભાઇ. ગં. સ્વ. કપિલા પ્રવીણચંદ્ર ભુતા અને ક્રિષ્ણકાંત પુરષોત્તમદાસ મહેતાના મોટાભાઇ. ગીતાબેનના જેઠ. સાવરકુંડલાવાળા પદ્માબેન પ્રાણલાલ નાગરદાસ સંઘવીના જમાઇ. તે જીતેન્દ્રભાઇ અને જયંતભાઇના બનેવી તા. ૧૮-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. સર્વે લોકિક પ્રથા
બંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -